પાતાળ પ્રવેશ…. જીવન વ્યથા.. કાવ્ય…


 

પાતાળ  પ્રવેશ…. જીવન વ્યથા.. કાવ્ય..
===============================
એક રમુજી ને રંગીલી જીવન  કથા  છે  આ મારી ,
કોઈના દિલની આ   અનોખી  વ્યથા છે  પ્યારી.
 
મુંબઇમાં મલક્યા અને સિંગાપુર ભણી જ સરક્યા,
ઉતારીયા  સાન ફાન્સીસકોમાં હતી રાત જયારી.
 
સાન માર્ટીનમાં  સંચરી અને  નર્સરીમાં સમાયા,
નોર્વોક  જોતી હતી રહી રહીને વાટ જ અમારી.
 
કમ્પનીઓમાં   કામ  કરી કરીને જરા કેળવાયા,
ત્યાં  જ  લે ઓફ ની બલા ટળી ને આવી બેકારી.
 
અમેરિકા-ભારત-ભારત- અમેરિકા એમ અટવાયા,
પછી આવી  મોટેલ-હોટેલ  તણી એક  જવાબદારી.
 
કૈક સરખું  થાય ને  માલિક કહે હવે તમે છુટા  થયા,
કારણ  કે મારા ભાઈ ને સાળાની આવી છે સવારી.
 
મોટેલમાં મળે મલીંગા-મુરલીધરન  પછી  જયસુર્યા,
લાંબા પડછંદ અને કાળા ભમર જાણે કામળી કારી.
 
ક્યાંક હોઝે, અલ્ફાન્સો, મીગેલ , લુઇસ અને રોબર્ટો,
તો ક્યાંક જુલી,  મારિયા, નેન્સી , ચેલ્સી ને  લોરી.
 
કહે એ મને હાય બેબી  ને પછી કહે  હાય  પાપા,
કરે નખરાં અને વાત વાતમાં ગાળો  બોલે બુરી.
 
તમે સવારે ઉજવણી કરો   અમે ગુજારીએ રાતો,
અમારી ઉજવણી  ત્યારે તમે માણો નિંદર ન્યારી.
 
ભાગોળ સુધી ભણેલાછીએ અડધું ઈગ્લીશ  ઉચર્યા,
એપોસટોપ’એસ’ થી કામચાલે  વ્યાકરણ ના જરૂરી
 
આતો અમે પાતાળે જઈને “સ્વપ્ન ” માં  સંચર્યા ,
ડુંગરિયા  ડોલરની લાલચમાં પાતાળ લોક પ્યારી.
 
==============================================================================
એપોસટોપી ” એસ ” એટલે કોઈ શબ્દ ગુજરાતીમાં હોય
તેને “એસ” લગાડી દેવો. દા. ત.: ખીચડીઝ , કઢીઝ, ખુર્સીઝ ,
આંવીગ ,જાવિગ, દુધીઝ , વિગેરે શબ્દો થી ચલાવેલું છે.
================================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Advertisements

8 thoughts on “પાતાળ પ્રવેશ…. જીવન વ્યથા.. કાવ્ય…

 1. જીંદગીના અનુભવને રમુજી રીતે કહી વ્યથા.આનુભવ વાણી નું સચોટ દર્પણ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  પરદેશમાં

  ઠેક્યા દરિયા ને અમે પૂગ્યા પરદેશ
  છોડ્યા વતનના રે વ્હાલ
  દામદામ સાહેબીની વાતોમાં ડૂબી
  સોન પીંજરે પૂરાયા રે લાલ
  એની વેદનાના સાંભળજો હાલ

  જમવાનાં નોંતરાં ના દેશો આ દેશ
  મારા હૈયાને લાગશે રે ઢેસ
  ભાણે બેસી ને જમવાની મજા
  વ્હાલા! ખોઈ અમે આવી પરદેશ
  વતનની વાત તમે ના છેડજો
  પરદેશની આકરી લાગે આ વેઠજો

  કેવી મળતી હૂંફ આંગણાંના તાપણાએ
  ને વાતોના તડાકા વિસરાયા આ દેશ
  વાતાનુકૂલિત ઓરડે થાતા મૂંઝારા
  ઝૂરે મારું નાનું હૃદિયું આવી પરદેશ
  મેળામાં મહાલવાની વાત ના છેડજો
  પરદેશની આકરી લાગે આ વેઠજો

  કોયલના ટહૂંકાએ ટહૂંકે મારો દેશડો
  ને મેઘલો નચવે મોરલા ને તાનમાં
  સંગેમરમરના પથ્થર સમ આજ હું
  સંવેદનાના સૂરો ખોળું પરદેશમાં
  પાદરની ભભૂતિ ની વાત ના છેડજો
  પરદેશની આકરી લાગે આ વેઠજો

  છે છે ઘણુંય આ મસ્તાના દેશમાં
  નથી જડતા દાદા દાદી એના વેશમાં
  બાપથી સવાયા એ ખોળાના હેતડાં
  ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં
  હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો
  વતનની મીઠી વાતો તમે ના છેડજો

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like


  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
   આપે પાતાળ પ્રવેશ ( જીવન વ્યથા)કાવ્ય ના પ્રસાદ સ્વરૂપે
   જે કાવ્યાત્મક સુંદર અને અનેરો પ્રતિભાવ આપ્યો તે બદલ શત શત વંદન .
   આપના સુંદર કાવ્યને મેં પ્રસિદ્ધ કરી આપના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરેલ છે.
   જે આપ સ્નેહથી સ્વીકારશો.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s