કોઈ ભૂખ્યાને રોટલો દીધો રે નથી… ( ભજન )


કોઈ ભૂખ્યાને રોટલો  દીધો રે નથી…. ( ભજન )
=================================================================================================
 
કોઈ ભૂખ્યાને રોટલો  દીધો રે નથી, પછી  અન્નદાન કરવાથી શો ફાયદો ?
 
દીન  દુઃખિયાના  આંસુને રોક્યાં નથી, પછી  સપનાં બતાવીને શો ફાયદો ?
 
હે…. માના  દુધના  કરજને તું  ભૂલી   ગયો,
 
       તેની  મોઘેરી મમતાને છેતરી  ગયો,
 
જેની  આશાઓ   નો  તું    સહારો હતો ,   તેને  બે ઘર કરવાથી  શો   ફાયદો ?
 
હે …. મોહ માયામાં માનવતા ભૂલી ગયો,
 
        લોભ લાલચમાં પુણ્યને  વિસરી ગયો,
 
આવ્યો અવસર માનવ કેરા રૂપનો, તેને જીવી ના  જાણ્યો તો  શો ફાયદો  ?
 
હે…. તારી  જિંદગીના દિવસો સુનહરા હતા,
 
       ત્યારે કોઈને તેં  યાદ કર્યાં રે  નહોતા,
 
જયારે જીવનના દિવસો ભૂંડા આવ્યા, ત્યારે  પછતાવો કરવાથી શો ફાયદો ?
 
હે…. હર  ઘડી  જે  પ્રભુ  ને રે  યાદ  કરે,
 
       તેની  જીવન  નૈયા પ્રભુ પાર કરે,
 
કહે “માનવ” આજે આ સંસાર  ને,  મળ્યો  મનખો   બગાડી   ને   શો ફાયદો ?
 
========================================================
 
રચયિતા :  ” માનવ “
સંકલન:    સ્વપ્ન   જેસરવાકર     ( ગોવિંદ  પટેલ )

Advertisements

4 thoughts on “કોઈ ભૂખ્યાને રોટલો દીધો રે નથી… ( ભજન )

  1. અરે સાહેબ શ્રી. તમે તો અમારી હોળી અને ધુળેટી સુધારી નાંખી,

    સરસ ભવાહી રચના સાથે સુંદર પક્તિઓ

    હે…. હર ઘડી જે પ્રભુ ને રે યાદ કરે,

    તેની જીવન નૈયા પ્રભુ પાર કરે,

    કહે “માનવ” આજે આ સંસાર ને,

    મળ્યો મનખો બગાડી ને શો ફાયદો?

    ડૉ.કિશોરભાઈ પટેલ

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s