ગીતા પ્રસાદી…. ( ગાગરમાં સાગર ) ( ભજન )


ગીતા  પ્રસાદી …. ( ગાગરમાં  સાગર )
=============================================================================================
 
રાગ :  જોજે  રે તારી  જીદગી  જવાની……
=============================================================================================
 
હો હો રે  મારી  ગીતા રે માતા ,
ગીતા  રે  માતા તમે  મુક્તિની    દાતા….. હો હો રે મારી ગીતા રે માતા.
 
રણ  રે  સંગ્રામમાં  શંખ   રે  ફુંકાતા ,         
ધમ  ધમા ધમ વાગતાં રે વાજાં ,
 
કૌરવોનાં રે  ત્યાં તો  હદય  ચીરાતાં…..  હો હો રે મારી  ગીતા રે માતા…(૧)
 
ગાંડીવ  ધનુષ્ય તારું કેમ રે ધ્રુજે છે ?     
બાણથી  ભરેલો ભાથો  કેમ રે છુટે  છે ?
 
અમંગળ ચિન્હ તને કેમ રે  દેખાતાં ?…. હો હો  રે મારી  ગીતા રે માતા….(૨)
 
યુધ્ધમાંથી અર્જુન  પાછા રે  જાતા ,
તેમને  મનાવવા ગીતા જ્ઞાન ગાતા,
 
ભાઈ  અરે આમ તમે બાયલા શું થાતા… હો હો રે મારી ગીતા રે માતા….(૩)
 
જેનો શોક નથી કરવાનો ,તેનો તો તું શોક કરે છે,
વાત કરે છે પંડિત જેવી , મૂરખા  જેવું કામ  કરે છે,
 
પંડિતો મુવા જીવતાનો શોક નથી માનતા..હો હો રે મારી ગીતા રે માતા…(૪)
 
જાણી લેને જીવ તારો  દેહથી  જુદો છે ,
કરી લે  વિચાર અલ્યા કેમ તું ભૂલ્યો છે,
 
આત્માના જ્ઞાન વિના મોક્ષ નથી પામતા….હો હો રે મારી ગીતા રે માતા….(૫)
 
આત્મા તો ચેતન  અવિનાશી  રૂપ છે,
દેહ તારો નાશવંત ને જડ  સ્વરૂપ છે,
 
એવું  રે ગીતાજીમાં  કૃષ્ણ પ્રભુ  ગાજતા….. હો હો રે મારી ગીતા રે માતા……..(૬)
 
કર્મમાં  અઘિકાર છે તારો, ફળમાં નહિ તારી સત્તા ,
ફળની   ઈચ્છા છોડી દઈને,  યુદ્ધ કરવાને જોડાઈ જા,
 
એવું  અર્જુનને   સમજાવ્યું  કૌરવને  સંહારવા.. હો હો રે મારી ગીતા રે માતા…..(૭)
 
તું  અલ્યા કોનો છે ને કોણ છે તારું ,
એકલા રે આવ્યા અને એકલા  જવાનું,
 
મનડું તારું મોહી રહ્યું માયાની એ  જાળમાં …. હો હો રે મારી ગીતા રે માતા…….(૮)
 
શા માટે તું શોક કરે છે, આજે આ સંગ્રામમાં?
મારવા જીવાડવાનું  નથી તારા  હાથમાં ,
 
વિશ્વની  દોરી તો છે  પ્રભુજીના   હાથમાં………હો હો રે મારી ગીતા રે માતા………(૯)
 
સઘળી વાતો છોડી દઈને મારે શરણે આવી જા,
હું તને  સઘળાં પાપોથી  છોડાવીશ  તું  જાણી જા,
 
કોઈ પ્રકારે શોક  કરીશ નહિ એવું બોલ્યા શામળા….હો હો રે મારી ગીતા રે માતા…(૧૦)
 
મોહ તણો તો નાશ થયો ને, શોક હતો તે જતો રહ્યો,
આત્મસ્વરૂપનું  ભાન થવાથી , સંદેહ  મારો  દુર  થયો,
 
પ્રભુ કૃપાથી અર્જુન  બોલ્યા, ” હવે લડીશ હું શામળા “.. હો હો રે મારી ગીતા રે માતા…(૧૧)
 
દાસ  રણછોડજી  તો ગુણ તમારા ગાય છે,
તમારી કૃપાથી  ભવસિંધુ  જ તરાય છે,
 
ગીતા   જેવા    ગ્રંથ    બીજા    નજરે   ના     આવતા………હો હો રે મારી  ગીતા રે માતા….(૧૨)
 
=============================================================================================================================
 
આ ગીતા ગામઠી ભાષામાં  અને લોક મુખે સહેલાઈથી ગાઈ શકાય તેવા  અનેરા અને ભક્તિભાવ હેતુથી
અમદાવાદના શ્રી  “રણછોડલાલ મગનલાલ ” ભક્તશ્રીએ લખેલી છે. આતો ફક્ત સાર છે. તેઓશ્રીએ ૧૮
અધ્યાય આ રીતે ગાઈ શકાય તેમ લખ્યા  છે.  તેમનો  ગીતા પ્રચાર  અને પ્રસાર પ્રેમ પણ અનોખો   હતો.
સન ૧૯૭૪-૭૫ માં જે   કોઈને  જોઈએ  તેમને સ્વ ખર્ચે એસ.ટી ની પાર્સલ સેવા દ્વારા વિના મુલ્યે મોકલી
આપતા હતા. મેં પોતે ખંભાત અને પેટલાદ વિસ્તારમાં  લગભગ ૩૦૦ પુસ્તિકાઓનું વિતરણ કરેલ છે.
તેમની એક જ શરત રહેતી કે હું આ  ગીતાનો રોજ પાઠ કરીશ અને બાળકોને કરવીશ. તેવું બાહેધરી પત્રક
માંગતા હતા.  આજે આ ” ગીતા પ્રસાદી ” મુકવાનો મારો આશય તેમની ગીતા ગ્રંથ પ્રત્યેની નિસ્વાર્થ સેવાને
બિરદાવવાનો નમ્ર અને ભક્તિ ભાવ પ્રસ્તુત કરી શત શત વંદન કરવાનો છે. જો હજુ પણ આ પુસ્તિકા
લભ્ય હોય તો મેળવી તેનું ગાન કરી તેમની સેવાને આપ પણ બિરદાવો એવી નમ્ર અપીલ છે.
 
================================================================================================================================================
 
રચયિતા:  મુરબ્બી ભક્ત શ્રી રણછોડલાલ મગનલાલ .
સંકલન : સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

 

 

4 thoughts on “ગીતા પ્રસાદી…. ( ગાગરમાં સાગર ) ( ભજન )

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  આ સંસારમાંથી તારનાર એક માત્ર પ્રભુ જ છે,

  ” દાસ રણછોડજી તો ગુણ તમારા ગાય છે,
  તમારી કૃપાથી ભવસિંધુ જ તરાય છે. ”

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s