હે પ્રભુ એને હું શું કહું ? ( કાવ્ય )


હે પ્રભુ  એને  હું  શું  કહું ?  ( કાવ્ય )
====================================================================
 
આપ્યો જન્મ જેણે જગતમાં , પાળી પોષી મોટો કર્યો,
 
એ જ સંતાનો માબાપને છેતરે તો, હે  પ્રભુ એને હું શું કહું ?
 
જેને ચુંટી મોકલ્યા પ્રજા  એ,  દેશની  સેવા  જ કરવા ,
 
એ  નેતાઓ જો દેશને લુંટે તો,   હે  પ્રભુ  એને  હું શું  કહું ?
 
જેને માથે  છે   જવાબદારી , દેશને  સુરક્ષિત  રાખવાની,
 
એ જ  લશ્કર વેચે દસ્તાવેજો તો, હે પ્રભુ   એને હું શું કહું ?
 
આજ   ચુંટણી ટાણે કરે છે,  વાતો ભાઈચારા ને  સદાચારની ,
 
એ  નેતાઓ ગાળાગાળી કરે તો,  હે પ્રભુ   એને  હું શું કહું ?
 
જેને  જગત ગણે  છે  માં પછી સંસ્કાર માટે  મહત્વના ,
 
શિક્ષક  લુટે આબરુ બાળાની તો , હે પ્રભુ એને હું શું કહું ?
 
સંસ્કારી  જીવન જીવે નહિ,  વાતો કરે  કાયમ  સંસ્કારની,
 
પિતા હેવાન બની ઈજ્જત લુટે તો, હે પ્રભુ એને  હું   શું કહું ?
 
કામકાજ  થશે અને સુખ  સગવડ મળશે,એવા  પરિપત્રો કરે,
 
ભ્રષ્ટાચારી  અધિકારીઓ  મળે તો,  હે પ્રભુ એને હું શું કહું ?
 
બાગી ના જોઈએ,આ બાગી,તે બાગી,એવા બુમ બરાડા કરે ,
 
પણ પોતે બાગીને ટીકીટ આપે તો, હે પ્રભુ એને હું શું   કહું ?
 
કાયમ દેશ ભક્તિના ભાષણો  અને  સુત્રો  એ  ઉચ્ચારતા,
 
‘વંદે માતરમ’ આવડે નહી એને  તો, હે પ્રભુ એને હું શું કહું ?
 
બધું  બરાબર છે ને થોડા દહાડે આગાહી આતંકવાદની ,
 
એ જ પોતે ક્માંન્ડોમાં ફરે  તો , હું  પ્રભુ  એને  હું શું કહું ?
 
વાતો કરે કાયમ ગૌરવ ને ભારતીય ભવ્ય  સંસ્કૃતિની ,
 
‘સ્વપ્ન’ પુરા ના કરે એ કોઈ દિ તો, હે પ્રભુ  એને હું શું  કહું  ? 
 
===================================================================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર   ( ગોવિંદ  પટેલ )

Advertisements

4 thoughts on “હે પ્રભુ એને હું શું કહું ? ( કાવ્ય )

  1. શ્રીમાન. ગોવિંદભાઈ

    વાહ….ભાઈ….વાહ

    જેને ચુંટી મોકલ્યા પ્રજા એ, દેશની સેવા જ કરવા ,

    એ નેતાઓ જો દેશને લુંટે તો, હે પ્રભુ એને હું શું કહું?

    કિશોરભાઈ

    Like

  2. શ્રી ગોવિંદભાઈ
    આજની પરિસ્થિતિને જૉઈ ,જાણી અને તેની સંવેદના ,આપના કવિ ઉરે
    સચોટ રીતે આપે ઝીલી છે. આજની આ વિષમ અને વિપરિત બાબતો સામે
    પ્રજાના મનની વ્યથાનો આપે ચિતાર આપ્યો છે, તે માટે આપની આ
    રચના માટે અંતરથી અભિનંદન..
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઈ,
      આપે ” હે પ્રભુ એને હું શું કહું” કાવ્ય અંગે જે અનોખો અને વિશદ
      રીતે પરિસ્થિતિને અનુરૂપ પ્રતિભાવ આપ્યો છે તે હદય ને
      સ્પર્શી જાય તેવો છે આપનો ખુબ ખુબ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s