Monthly Archives: ઓક્ટોબર 2010

દિવ્ય ભાસ્કર નું ભોપાળું.


મિત્રો  આજના દિવ્ય ભાસ્કર ૩૧-ઓક્ટોબર ૨૦૧૦ નો અંક જુઓ
                            દિવ્ય   ભાસ્કર નું ભોપાળું. 
 
 ભોપાળું… 
1952માં આંણદ ખાતે પોલીસ પરેડ દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે ગાર્ડ ઓફ ઓનર લઇ રહ્યા હતા.
Last updated: Sunday, 31 October, 2010 12:00 અમ
 
તંત્રી શ્રી , દિવ્ય ભાસ્કર.
આપે ફોટો સરદાર શ્રીની   આણંદ  મુલાકાત  નાયબ વડા પ્રધાન
 
તરીકે ગાર્ડ ઓફ ઓનર બતાવી સાલ ૧૯૫૨  લખી છે. આપને
 
કદાચ ખબર નહી હોય કે ૧૫ ડીસેમ્બર ૧૯૫૦  માં   સરદાર શ્રીનો
 
સ્વર્ગવાસ થયો હતો.  શું જબ્બર ગપ્પું મારો છે. તંત્રી છો કે….
 
સ્વપ્ન  જેસરવાકર      (ગોવિંદ પટેલ  )  લોસ એન્જલસ

સરદાર વાણી… (કાવ્ય )


        સરદાર   વાણી …….. ( કાવ્ય ) 
 
========================================================
 
ગાજી   હતી  આ  ગુજરાતે,  વજ્જરવાણી  સરદારની .
 
           નિર્ભય  સિંહ  સમી  એ   છાતી ,
 
            બુલંદ    જોમભરી     ઉભરાતી ,
 
શોર્યવંતી તીખી ને, તાતી જેમ ધાર હોય તલવારની .
 
            બારડોલી   તે    રહેતું  ડોલી ,
 
            હાલક    ડોલક      હૈદરાબાદ ,
 
            તેજ   ભરેલા  ઊડે   તિખારા   ,
 
             ટકરાયે    જાણે    પોલાદ    ,
 
ફરે  નજર   ત્યાં , જાય    શમી    રંજાડો   રણકારની .
 
           એ   શબ્દોનાં   તીર  વછુટયાં ,
 
           સહુ   જુનવાણી  તખ્તો  તૂટ્યાં ,
 
            એની    ફુંકે     રાજ     ઉડ્યાં ,
 
            ભૂપતિઓનાં    તાજ      ઉડ્યાં ,
 
એક   થયો    ભારત ,  એ   પ્રતીતિ    લોખંડી    નીરધારની .
 
             શુર     બનો      બહાદુર    બનો ,
 
             ખંખેરો      મનની       ભીતિ ,
 
             નહિ    સામર્થ્ય   વિના  સંપતિ ,
 
             ભય    વિના     નહિ    પ્રીતિ   ,
 
ગિરા   એ  કડવી    કઠોર , ભીતર   વત્સલ    અમૃતધારની .
 
===================================================
 
 
રચયિતા:    કવિ શ્રી નાથાલાલ  દવે
 
સંકલન  :    સ્વપ્ન  જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..( કાવ્ય )


જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )
 
===============================================================================
 
પ્યારા વાંચક મિત્રો ૩૧ ઓક્ટોમ્બર ના રોજ એકતા અખંડીતત્તાના સ્વપ્નદ્રષ્ટા
 
અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ આવે છે તો
 
ગીતના માધ્યમ દ્વારા તેઓને યાદ કરી તેમના કાર્યો અને ગુણોને જીવનમાં
 
ઉતારવા પ્રયત્નશીલ બનીએ એવી અભિલાષા સહ……
 
===============================================================================
 
( રાગ:   આંધળી માનો કાગળ )
 
=================================================================================
 
ખેડા જીલ્લો   ખમીરવંતો ને ગૌરવવંતી  છે ગુજરાત ,
 
ઝવેરભાઈ ને ઘેર જન્મ્યા  છે  બળુકા બંધુ   બે   ભ્રાત.
 
                                જન્મ્યા છે  એ નડીયાદ  મોસાળે ,
 
                                વિઠ્ઠલ  અને વલ્લભ એવા નામે.
 
પ્રાથમિક શિક્ષણની  લીધી છે શિક્ષા  કરમસદ  ગામે ,
 
માધ્યમિક શિક્ષણ  મેળવ્યું છે  ભાઈ  પેટલાદ  મુકામે 
 
                                ઉચ્ચ શિક્ષણ માટે દીધો છે ડંકો,
 
                                વિલાયત   જવાનો નિર્ધાર પાકો.
 
બેરિસ્ટર બની ને જબરી  એમણે તો  કરી છે વકીલાત,
 
હિન્દુસ્તાન આવી  ગરીબોના  સાક્ષી બન્યા છે સાક્ષાત.
 
                                 ગાંધી બાપુ  કેરા  સંપર્કે  આવ્યા,
 
                                પરદેશી  પોશાક પણ ના ભાવ્યા.
 
બોરસદમાં જજિયા વેરો   ખેડામાં પ્લેગની મહામારી,
 
લડતના માંડી સરકાર સામે,સેવાના  બન્યા ભેખધારી .
 
                                 દાંડી યાત્રામાં જ ચેતના જગાવી .
 
                                 રાસમાં  વલ્લભ વડે ધૂણી ધખાવી.
 
ખેડૂતોના મહેસુલ વધારી,ઘર જમીનની  જપ્તી ચલાવી,
 
સરદારે પોકારે  બારડોલી  જાગ્યું ને સરકાર પણ  ડોલાવી.
 
                              માફ થયું મહેસુલને સરકાર ગઈ હારી,
 
                              કેવી રંગત લાવી  સરદારની સરદારી.
 
હિન્દ છોડોની  લડત લડ્યા ગાંધી  સાથે ખભે ખભો મિલાવી,
 
રાત દિવસ પરવા ના કરી ને રહ્યા જેલમાં  દિવસો વિતાવી. 
 
                             આઝાદીની ઉષાએ ઉગ્યો  આનંદ ને ઉમંગ .
 
                             પ્રજાએ   સહુને વધાવ્યા  સરદાર કેરા સંગ  .
 
છસો  રજવાડા એક જ કર્યાને  ગુથી છે ભારત ભાગ્યની માળા ,
 
આઝાદી મળી ભવ્ય ભારત ભૂમિને અંગ્રેજોએ ભર્યા  છે ઉચાળા ,
 
                               એકતા અખંડીતત્તા  કેરી  હાંક જ  વાગી,
 
                                જુનાગઢ  જાગ્યું ને  હૈદરાબાદ ગયું હાલી.
 
અમુલ કેરો મંત્ર જ આપ્યો ને પોલસનને  કર્યો  છે પડકાર,
 
શ્વેત ક્રાંતિ  કેરા બીજ  રોપ્યા ને ખેડૂતો   થયા  છે ખબરદાર.
 
                               ગરીબ જનતાનો બન્યો સાચો હમદર્દી,
 
                               બનાવી  છે  સાચા જન સેવકની કીર્તિ
 
સોમનાથ   મંદિરે કરી અડગ  પ્રતિજ્ઞા  જીર્ણોધ્ધાર  કેરી,
 
શુરા સરદારે  એક  અંજલી જળ લઇ  કરી છે એને  પૂરી ,
 
                               કાશ્મીર કેરું કોકડું  આજે પણ  ગુંચાવે  .
 
                              વારે ઘડીએ સરદાર કેરી યાદ  અપાવે.
 
રાજઘાટ, શાંતિઘાટ, વિજયઘાટ ,ઘાટ  ઘાટ છે  કેરી   હારમાળા ,
 
લોક જનતાના પ્રાણ પ્યારા સરદારને ભૂલી ગયા દિલ્હીવાળા, 
 
                               ભલે  તમે ભૂલી ગયા છો સરદાર પ્યારા.
 
                              જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.
 
====================================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

અમેરિકા એટલે શું જાણો છો ?


અમેરિકા  એટલે શું  જાણો છો ?

======================================================================================

અમેરિકાનો  નામનો અર્થ શું થાય તે વિષે આપ જાણો છો ?

ગુજરાતીમાં આપણે     અમે     શબ્દ બોલીએ  છીએ .

અમે  શબ્દને અંગ્રેજીમાં     ” વી “        એટલે    અમે .

એટલે કે    અમે ”    શબ્દ ગુજરાતીઓએ   આપ્યો કહેવાય.

અમેરિકાના ઘણા પ્રદેશો એટલે કે રાજ્યો મેક્સિકો ની સરહદે

આવેલા છે. કેલીફોર્નીયા પહેલા મેક્સિકોમાં હતું એમ કહેવાય છે.

મેકસીકોમાં પૈસાદાર માણસને મુચા રિકા “  કહેવાય છે.

મુચા એટલે ખુબ અને   રિકા એટલે પૈસાદાર.

અમે =  વી       અને        રિકા = રીચ   ==   વી  રીચ

એટલે           અમે સમૃદ્ધ =       અમે પૈસાદાર.

અમેરિકામાં ગુજરાતીઓનું  અમે અને મેકાસીક્નોનું  રિકા =  અમેરિકા.

અમેરિકામાં ગુજરાતીઓ અને મેક્સિકનો ખુબ મહેનત કરે છે.

અને મારા મત મુજબ  અમેરિકા શબ્દને શોભાવે છે.

===============================================================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

જયકારો હો જયકારો…( વિજય કાવ્ય )


જયકારો  હો જયકારો….( વિજય કાવ્ય )
 
=====================================================
 
રાગ:  ક્યાં  ખુબ લગતી હો…. ફિલ્મ— ધર્માત્મા =
 
=======================================================================
 
 
થયો છે  જયકારો , હો જયકારો,
 
ભાઈ  ભા.જ.પ નો થયો છે જયકારો…..થયો છે…
 
કમળ નો થયો છે કલકારો (૨)
 
નગરપાલિકામાં થયો છે હોંકારો………થયો છે….
 
તાલુકા  ને જીલ્લા તો લીધા (૨)
 
ચારેકોર થયો  કમળનો ચમકારો………થયો   છે…
 
વિકાસને તો જુઓ વધાવ્યો  (૨)
 
ખોબલે ખોબલે મતોનો  વધારો………..થયો  છે…
 
જનતાએ  સમજ સાચી બતાવી (૨)
 
ખીલ્યું  કમળ ને  થયો   જયકારો………થયો છે……
 
બની   કમળનો જ  એક  સહારો (૨)
 
પંજાને  જનતાએ કેવો  પછાડ્યો……….થયો  છે…
 
સુરાજ્ય  ને સુશાસન  કેરો નારો (૨)
 
“સ્વપ્ન” સજાવશે  કમળ કેરો ક્યારો…..થયો છે…
 
===================================================================
 
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

સતભામાંજી નું રુસણું…( .રાસ )


સતભામાંજી નું  રુસણું……( ભજન… રાસ )
=================================================================
 
પ્રિય મિત્રો શરદ પૂનમે ડાકોર ભજન મંડળી લઈને જતા ત્યારે
 
આ ભજન ગવાતું. છેલ્લે ૧૯૮૯ માં ગયેલો હવે જુના ભજનો
 
ગણ ગણાવું ત્યારે તહેવારને અનુરૂપ ભજન યાદ કરીને આપની
 
સેવામાં પ્રસ્તુત કરું છું લગભગ ૨૧ વર્ષનો સમય વીત્યો છે જેથી
 
રાસમાં ભૂલ હોય તો માફ કરવા અને સુધારવા નમ્ર વિનંતી…સહ..
 
===================================================================
 
 
રમવાને આવો રે સતભામાં સુંદરી ,
 
શરદ પુનમનો ચંદ્ર ચઢ્યો આકાશ જો….. રમવાને આવો..
 
કામણગારી  કામણથી નયનો ભરી,
 
રુમઝુમ રુમઝુમ  ઝાંઝરનો ઝમકાર જો…..રમવાને આવો..
 
રમવાને  હું શું આવું  શ્રી હરિ ,
 
જેના પીયુનો  પર  ઘેર હોય  વાસ જો …..રમવાને હું શું…
 
સપનામાં સુખેય ના દીઠું જરી,
 
પરણી ને પછી પસ્તાણી  છું આજ જો ……રમવાને હું શું…
 
ઘેલા નારી ઘેલું  શું   બોલો તમે,
 
તમ થી  વહાલું  કોઈ નહિ  મુજને  જો……..રમવાને  આવો..
 
મારા માનીતા  આ શું  બોલો તમે,
 
ભૂલ હોય તો પ્રેમથી મને સમજાવો જો …….રમવાને આવો…
 
પારિજાતકનું પુષ્પ જ લાવ્યા સ્વર્ગથી,
 
દીધું રુક્ષ્મણી ને  મુજથી   વહાલી ગણી……..રમવાને હું શું..
 
નથી  મળ્યું  પદ મને પટરાણી તણું,
 
તે દહાડાની  લાગી દિલમાં લાય જો……. રમવાને હું શું…
 
મનાવવા સતભામાં ને   સ્વર્ગે ગયા,
 
લાવ્યા પુષ્પને પૂરી  મનની આશ જો…….રમવાને આવો..
 
લીલા જુઓ શ્રી હરિ એ કેવી  કરી,
 
રાસે રમતાં મલકયા છે વિશ્વનાથ જો……રમવાને   આવો…
 
=============================================================
 
રચયિતા— અજ્ઞાત .
સંકલન–સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

એ અનોખું સ્વપ્ન જ છું… (કાવ્ય )


એ અનોખું  સ્વપ્ન જ  છું…. ( કાવ્ય )
 
===============================================
 
સારા સંસારના લોકો જુઓ નિહાળે  છે મને,
 
પણ હું હાથતાળી  દઈ ને ચાલ્યું  જાઉં છું.
 
પ્રેમીઓ, ધનિકો ને ગરીબો, રાજકારણીઓ ,
 
જાગતાં  ઉઘતા જુએ  પણ ઉડી ને જાઉં છું.
 
રાત્રે દિવસે કદી બપોરે ને વહેલી સવારે,
 
હકીકત તો ક્યારેક ચકનાચૂર પણ થાઉં છું.
 
અમેરિકાથી  ઝીમ્બાબ્વે સુધી એક જ લહર,
 
આશા તો ક્યારેક નિરાશા પણ  બની જાઉં છું.
 
જોવાનો હક્ક સહુને  સરખો  છે આ જગતમાં,
 
પણ ના જોશો મને એકલું  હું એક મૃગજળ છું.
 
મારા  જોયા પછી આવે છે સુખ  દુખ  જીવનમાં,
 
હા ભાઈ હું  એજ  અનેરું અનોખું  સ્વપ્ન જ છું.
 
=====================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

મારી પતંગ કાપી…( કાવ્ય )


મારી  પતંગ કાપી….. ( કાવ્ય )
================================================================
 
લઈને થોથાં પરેમનાં   અમે નેહારે  ગયા,
 
માહતર પૂછે  હવાલ, પન વાનચતા રહ્યા.
 
માહ્તરે  જોયું  કે મારું બેટું કૈક નવતર  છે,
 
આ ગગલીયા પાંહે  પરેમનું  હું   શાસ્તર  છે.
 
મને પકડી મોટા માહતર પાંહે  લઇ  ગયા.
 
મારા માહ્તરને  દેખતા એ મને  વઢી  ગયા.
 
મારા માહતર ગયાને  મને  જાસુસી  હોંપી ,
 
કે’તાતા કે તારા માહતરે મારી પતંગ કાપી.
 
================================================
 
સ્વપ્ન  જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

ગુજરાત ક્યારે બને……..


ગુજરાત ક્યારે  બને……..

 
========================================================
 
 
વાંચક મિત્રો  આ ચાર તાલ ભેગા થાય ત્યારે ગુજરાતની
 
આગવી ઓળખ  બને છે. કદાચ વધુ તાલ ઉમેરાય તો
 
જરૂરથી ઉમેરશો. ………એવી આશા સહ….
 
==========================================================
 
 
નરસિંહ  મહેતા ની  …………….. કરતાલ .
 
ભગવાન  સ્વામી નારાયણનું…..  વડતાલ .
 
મહાત્મા ગાંધી બાપુની……………હડતાલ .
 
નવરાત્રીના ગરબાના………તાલીના તાલ .
 
==========================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

કેટલીક પાર્ટી ( પક્ષ ) અંગે વિસ્તૃત પરિચય… ( કટાક્ષ)


કેટલીક  પાર્ટી (પક્ષ) અંગે  વિસ્તૃત   પરિચય…..( કટાક્ષ )
=====================================================================================================================
 
(૧)      ભારતીય  રાષ્ટ્રીય  કોંગ્રેસ =====  ભારતીય   રાષ્ટ્રીયતા ની   કોને પડી છે. ( કાશ્મીર ને મોઘવારી )
 
(૨)      ભારતીય  જનતા પક્ષ========ભારતીય   જનતા ની   કોને પડી છે. ( રામ મંદિર ને 3૭૦ કલમ)
 
(૩)      રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ======= રાષ્ટ્રવાદની  કોને  પડી છે. ( ફક્ત ક્રિકેટમાં સત્તા ને વાયદા વેપારમાં  )
 
(૪)     સમાજવાદી પાર્ટી ========== સમાજ અને  સમસ્યા ની કોને પડી છે.( લડાઈ કરાવવાના નિવેદનો)
 
(૫)     સામ્યવાદી પાર્ટી=========== સામ્યવાદ નહી પોતાના વાદની પડી છે.  (  સત્તાનો  ચસ્કો)
 
(૬)     બહુજન સમાજવાદી પાર્ટી===== બહુ સમજીને જન જન (સમાજ ) ને  વિખેરવાની પાર્ટી.( જ્ઞાતિ વિરુદ્ધ નિવેદનો)
 
(૭)     અકાલી દળ==============  આ કાલે ય  દલ ( ટોળું )  હતું.
 
(૮)    માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટી ===  માર્ક કરીને પોતાનો કક્કો સાચો એવી પાર્ટી.
 
(૯)    રાષ્ટ્રીય જનતા દળ========== રબડી જનતા ને  દેશે પાર્ટી. ( શું દેશે…..)
 
(૧૦) ડી.એમ.કે .(કરુણાનિધિ)======== દ્રવિડ ( તમિલનાડુ ની પ્રજા )  મારો  કે’વાય  પાર્ટી.
 
(૧૧) એ.ડી.એમ.કે .( જય લલીતા) ==== અલ્યા દ્રવિડ મારો પણ કહેવાય.  (મારી પાસે જનતા જેટલા જુતાં છે. )
 
(૧૨) બી.જે.ડી ( બીજું જનતા દલ)==== બીજા ઝખ મારે દેશની મારે સત્તા જોઈએ.
 
(૧૩) શિવસેના=================  શિવ ના જેમ દરેક વાતે તાંડવ  કરતી સેના.
 
(૧૪) મ.ન.સે.( મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના ) == મને  નવાં સેના જેવા નાટક કરતાં આવડે છે.
 
(૧૫ )નેશનલ કોન્ફરન્સ =( ફારુક અબ્દુલ્લા )  રાષ્ટ્રીયતા ની  કોન્ફરન્સ કરવાની જેમને પડી જ નથી તેવી બાપ-બેટાની પાર્ટી.
 
(૧૬) પી.ડી.પી.( મહેબુબા મુફ્તી ) =====  પહેલા  દો   પછી વાત. (  દો એટલે કાશ્મીર નું મુખ્ય મંત્રી પદ )
 
(૧૭) તેલુગુ દેશમ ( ચન્દ્ર બાબુ નાયડુ )==   તેરી  લુંગી  ગુમાં દુંગા.. ( સત્તા પરથી તને ઉતારી મુકીશ.)
 
(૧૮) તેલાગનાં પાર્ટી=============  તેરી લાગ આને પર ગન દિખાઉગા.
 
(૧૯) ભારતીય જન શક્તિ પાર્ટી ( ઉમા ભારતી)  ભારતીય જન ની શક્તિ નહી પણ મારી શક્તિ બતાવીશ. ( ઠેર નાં ઠેર )
 
(૨૦) મુસ્લિમ લીગ================ મુસ્લિમો નું જે થવાનું હોય તે થાય તેમના મત થકી સત્તાએ જવાય.
 
(૨૧) યુનાટેડ જનતા દળ ( નીતીશ -શરદ)  યુનાટેડ જનતા ને રહેવા દીધી છે ખરી..?
 
(૨૨ ) સ્વપ્ન પાર્ટી================= કાયમ  બીજાના દોષો જોવા સ્વપ્ન સેવતી પાર્ટી………
 
===========================================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )