રાષ્ટ્રપ્યારા ગાંધી બાપુને વંદન હમારા… ( અંજલિ કાવ્ય )


રાષ્ટ્રપ્યારા ગાંધી બાપુને  વંદન  હમારા….   ( અંજલિ કાવ્ય )
=====================================================================
 
પ્યારા વાચક મિત્રો ઓક્ટોમ્બર માસમાં ભારત ભૂમિના ત્રણ   એવા
 
 મહાન સપૂતોનો  જન્મ દિન આવે છે કે જેમણે આપણને આઝાદી
 
અપાવી એવા પ્યારા બાપુ મહાત્મા ગાંધીજી, જેમણે  ભારતને  એક
 
અખંડિતતાના તાંતણે સજાવ્યું એવા સરદાર પટેલ અને વામન રૂપ
 
પણ જેમણે ભારતની વિરાટ શક્તિનો પરચો બતાવી યુધ્ધમાં વિજય
 
પથનું  નિર્માણ કર્યુંએવા લાલ બહાદુર  શાસ્ત્રીજીનો જન્મ દિન આવે છે.
 
સમયાન્તરે ત્રણેય સપૂતોને કાવ્ય દ્વારા યાદ કરી તેમની સેવા ભાવના
 
અને કાર્યોને જરૂર બિરદાવીશું….   પૂજ્ય ગાંધી બાપુ અને લાલ બહાદુર
 
શાસ્ત્રીજી નો જન્મ દિન  ૨ જી ઓક્ટોમ્બર અને લોહ પુરુષ સરદારનો
 
જન્મ દિન ૩૧ મી ઓક્ટોમ્બર છે…………………..
 
========================================================================
 
જેણે  રાષ્ટ્ર તણાં કીધા  છે   કામો ,
 
                                          રાષ્ટ્રપ્યારા  ગાંધી   બાપુને  વંદન હમારાં ….
 
પ્રાણ  આહુતિ બાપુએ  આપી,  માતા તણી  બંધન બેડી કાપી ,
 
એની  રચજો  લાંબી  , ને  ત્યાં તો  કરજો ખાંભી ,
 
                                         રાષ્ટ્રપ્યારા  ગાંધી  બાપુને  વંદન  હમારાં …. જેણે..
 
બાપુ  અહિંસાનો સાચો  પુજારી, ભારત મૈયાને  તેને   ઉગારી ,
 
ગાવો એની કીર્તિના ગાન, એની અહિંસાના દાન ,
 
                                        રાષ્ટ્રપ્યારા  ગાંધી  બાપુને  વંદન  હમારાં ……જેણે…
 
એક વાતનું ધ્યાન ધરીને,  કોમવાદને  દુર કરીને ,
 
સૌએ ઉઠો એક સાથ , ને  મિલાવો હાથો હાથ ,
 
                                        રાષ્ટ્રપ્યારા  ગાંધી   બાપુને  વંદન  હમારાં…….જેણે …
 
દેશ ભારત  થયો છે આઝાદ,  હવે કરવો છે આબાદ ,
 
એટલું   ધરીને   ધ્યાન, સૌએ  સાથે  ગાવો મુક્તિગાન ,
 
                                       રાષ્ટ્રપ્યારા  ગાંધી બાપુને  વંદન  હમારાં……..જેણે.
 
=========================================================================
 
સ્વપ્ન  જેસરવાકર    (  ગોવિંદ  પટેલ )

Advertisements

2 thoughts on “રાષ્ટ્રપ્યારા ગાંધી બાપુને વંદન હમારા… ( અંજલિ કાવ્ય )

    1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ)
      આપના સુંદર અને સ્નેહ ભર્યા સુંદર અભિપ્રાય બદલ દિલથી આભારી છું.
      હું બોચાસણ વલ્લભ વિદ્યાલય કે જે ગુજરાત વિદ્યાપીઠની શાખા છે. ત્યાં
      પ્રાથમિક શિક્ષકની ટ્રેનીગ લીધી . સમ્પૂર્ણ ગાંધીવાદી વિચારસરણી ધરાવતી
      સંસ્થા. એટલે ગાંધી ગીતો ગવાતો, નવા રચવાના . ગાવાના. એટલે થોડી
      હથોટી બેઠી. બીજું લખતા લહિયો થાય તેવું.
      આપનો ખુબ ખુબ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s