ખોડીયાર બાવની….
========================================================
જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત.
હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ.
તું બેલી તું તારણહાર, જગ સારા ની પાલનહાર.
ગાજે તારો જય જયકાર, વંદન કરીએ વારંવાર.
નોંધારાની તું આધાર, શરણે રાખી લે સંભાળ.
મમતાનો તું સાગર માત, વેદ પુરાણે જાણી વાત.
માંમડીયા ચારણને ઘેર, પગલા પાડી કીધી મહેર .
મ્હેણાં ઉપર મારી મેખ , ભક્તિની તે રાખી ટેક.
આવડ,જોવડ,તોગડ હોલ્ય,ચાંચાઈ, વીજ, ખોડ્લની જોડ.
સતની તું ઝળહળતી જ્યોત, પ્રેમ તણી ના આવે ખોટ.
અવની પર લીધો અવતાર, પરચા પૂર્યા અપરંપાર.
દુષ્ટોનો કરતી સંહાર , તુજને જોતાં કંપે કાળ .
આસન તારા ઠામે ઠામ , ગૌરવ ગાજે ગામે ગામ.
નવખંડ ગાજે તારું નામ, જગ જનની તું પૂરણકામ .
જુનાગઢના રા’ ની નાર, આવી માડી તારે દ્વાર.
દીકરો દઈને ટાળ્યું દુખ , અજવાળી છે એની કુખ .
માયાનાં કીધા મંડાણ , રા’ નવઘણ ને ક્યાંથી જાણ .
વિપતના વાદળ ઘેરાય, લીલા તારી ના સમજાય .
ડગલે પગલે ભાળ્યાં, દુખ, રાજ્ય તણું રોળાયું સુખ .
માં દીકરો ભટક્યા વન માંય , અગ્નિ પરીક્ષા એવી થાય.
મારગમાં તાણી તલવાર , આવ્યા દુશ્મન સૈનિક ચાર.
માં તુજને કીધો પોકાર , જગ જનની તેં કીધી વ્હાર.
મધદરિયે જાગ્યું તોફાન, જાવા બેઠા સૌના પ્રાણ.
માડી તેં થઈને રખવાળ , ઉગારી લીધો નિજ બાળ .
બૂડતાની તેં પકડી બાંય , માં ખોડલ તું મીઠી છાંય .
દિવસો પર દિવસો જાય , રા’ નવઘણ તો મોટો થાય.
નૌતમ લીલા તારી થાય, ગેડી દડાની રમત રમાય.
ભરૂચનો રીઝ્યો ભૂપાળ , કન્યા કેરાં દીધાં છે દાન.
તારણહારી તેં રાખી ટેક, નસીબના તેં બદલ્યા લેખ.
જૂનાગઢનું મળ્યું રાજ , રા’નવઘણ રાજાધિરાજ.
મામાની દીકરી જાસલ , વિપતના માથે વાદળ.
સિંધભૂમિમાં થઇ છે કેદ, છોડાવવાની લીધી ટેક.
અશ્વારૂઢ થઇ આગળ જાય, મારગ લાંબો કેમ કપાય.
મુંઝવણ એવી મનમાં થાય, ખોડલ તારી માગી સહાય.
સ્મરણ કરતાં ભાગ્યું દુખ, દેવ ચકલીનું લીધું રૂપ.
ભાલા ઉપર બેઠી માત, બાળકને દેવાને સાથ.
માયા તારી અપરંપાર , રા’ ઉતર્યો સાગરની પાર.
જાસલનો થઈને રખેવાળ, સિંધ ધણીને માર્યો ઠાર.
ચરણકમળનો થઈને દાસ, નવઘણ કરતો તુજને યાદ.
ભાગ્યાની તું ભેરુ માત , એક અટલ તારો વિશ્વાસ .
આતાભાઈની પૂરી આશ, રાજપરામાં કીધો વાસ.
નરનારીનાં હરખે મન, તુજ ચરણે થાતાં પાવન .
અંધજનોને દેતી આંખ , પાંગળાને તું દેતી પાંખ .
મૂંગો તારાં મંગળ ગાય, માડી તારી કરુણા થાય.
હાથ ત્રિશુળ કુમકુમની આળ, મગર પર થઇ અસવાર .
ખોડલ તારું નામ છે એક, તોય તારાં સ્થાન અનેક.
ખમકારી તું માં ખોડીયાર , સુખ શાંતિ સૌને દેનાર.
સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.
તારી કૃપા જેના પર થાય, દુખ નિવારણ તેનું થાય.
મનનું માગ્યું આપે માત , ના કરતી કોઈને નિરાશ.
અધમ તણો કરતી ઉદ્ધાર , વરસાવે અમૃતની ધાર.
“બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.
============================================================
રચયિતા : શ્રી બિંદુ ભગત
સંકલન : સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
ખોડિયાર માતા ની ચોપડિયો જે મળે છે તેમાં અલગ બાવની છે. તો સાચી બાવની કઈ તે જેને ખબર હોય તે જાણ કરશો
LikeLike
ખોડીયાર બાવનીના રચયિતાના ફોન નં. જણાવવા વિનંતી
LikeLike
આ બાવની ની એમપી3 મારીપાસે છે મારો સંપર્ક કરો 98252 57404
LikeLike
પ્રિય ગોવિંદ ભાઈ
બિંદુ પટેલની ખોડિયાર બાવની વાંચી .
LikeLike
Khodiyar bavni
LikeLike
I read once time in a day .most of in morning time when i am coming at office. i feel ma with me . very good creation and thank to you for making this ” bavani ” Ma khodiyar and Ma Ashapura Always blessing to us…Jay Mataji .Again thank you Sir.. Ahirwad
LikeLike
Jay khodiyar
LikeLike
પ્રિય ગોવિંદ ભાઈ
ખોડીયાર બાવનીમાં તમે ખોડિયાર આઈ નો આખો ઈતિહાસ લખી નાખ્યો . તમારો આભાર આતાના જય ખોડિયાર
LikeLike
give me mp3 bavani in jay jagdamba khodal mat, shakti rupe tu sasksat
LikeLike
ભાઇ મિતેશ
ખોડિયાર બાવની એમ પી ૩ માટે તપાસ કરીશ
જય ખોડિયાર
LikeLike
મા ખોડિયારની જય હો,
મા ના આશીર્વચનો આપના કુટુંબ પર હંમેશા રહે.
સુંદર રચના
LikeLike
માનનીય વહાલા ભાઇ શ્રી કિશોરભાઇ,
આપની શુભ કામનાઓ હંમેશાં મને ફળી છે
બસ આવો ભાવ દર્શાવવા બદલ ખુબ આભાર
LikeLike
Shri Govindbhai,
Khodiyar bavni amo roj gaiye chhiye.pan bavni ni mp3 aaj sidhi kyay malti nathi. to janvaso.
LikeLike
શ્રી જગદીશભાઇ,
હવે ડીસેમ્બર ૨૦૧૩ સુધી રાહ જુઓ આપની શોધમા સફળતા મળશે
જય ખોડિયાર
આપના સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
DEC-14 STARTING BUT YET WE HAVE NOT REC.MP3 KHODIYAR BAVNI
LikeLike
Dear Sir, we have allready waiting upto Dec-15,but till the date we have not rec.mp3 khodiayar bavni.
LikeLike
jay khodiyar ma
u darverse chaline ma kodal na darsane bhavnagar javu chu
jay hodiyar
LikeLike
ખુબ ખુબ આભાર હેતલબેન
LikeLike
Khodiyar Maa, Smaran karta j mari vhare aavva badal aabhar Maa…maa mane aetli shakti aapjo ke hu mari life ni mota ma moti exam ma saraa marks sathe Pass thav… Maa i have worked hard and have put in ma 100%… Only you can provide me the courage And strength needed. Jai Sai Maa. Jai Khodiyar.320 Maa.
LikeLike
શ્રી શ્રેયા બહેન,
મા ખોડીયાર આપની સર્વે મનોકામના પૂર્ણ કરી સફળતાના શિખરો સર કરાવે એવી માડીને પ્રાર્થના
અપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર.
જય મા ખોડીયાર
LikeLike
maa na gun jetala go atla ochha pade
LikeLike
શ્રી રમેશભાઇ
જય ખોડિયાર મા
LikeLike
શ્રી ગોવિંદલાલ,
જય ખોડીયાર માં. ખોડીયાર બાવની ફેસ બુક પર વાંચી.
મઝા આવી ગઈ. ભાવનગર માં ખોડીયારનું મંદિર અને
તાંતણીયો ધરો વિગેરે યાદ આવી ગયું.
જો શક્ય હોય તો મને પ્રિન્ટ કરીને મોકલજો. જય ખોડીયાર.
LikeLike
ભારતીજી,
આપનો આભાર. જય ખોડીયાર.
LikeLike
જય જગદંબા ખોડલ મત, શક્તિ રૂપે તું સાક્ષાત,
હદય કમલમાં કરજો વાસ કામ ક્રોધનો કરજો નાશ.
ઘણા સમયથી ખોડીયાર બાવની શોધતી આજે મળી.
જય ખોડીયાર.
LikeLike
શ્રી સવિતાબહેન,
આપે માં ખોડીયાર બાવની ગાઈ હશે. આપને આપના
મેઈલ એડ્રેસ પર હું ખોડીયાર બાવની જરૂરથી મોકલી
આપીશ.. આભાર સહ.
LikeLike
Thank you for posting Great Khodiyar Mata ni Khodiyar Bavani, You write very nice amazing, always great to read your post and visitng your blog remind me of Gujarat and India ALOT. Makes me proud that I am a Gujarati reading post from all Gujaratis. Thank you…this reminds me of my young days in INdia when every evening my family and I would sing Khodiyar Bavani and Hanuman Chaalisa..thank you please keep posting great things. Always great to visit your blog and all nice comments from everyone on the blog as well you take the time to write to each person very nice comments. Thank you Swapna Jesarvakar.
LikeLike
ભાઈ શ્રી દીપેશ,
માં ખોદીયારની આરતી અને બાવની વાચી ભારત અને ગુજરાત યાદ આવી ગયું .
મારા માટે આનદ ની વાત છે. પરદેશમાં રહી ભારતીય સંસ્કૃતિ વાગોળો છો.તે
બદલ ધન્યવાદ. રોજ બાવની અને ચાલીસા કરતા હતા તે યાદ છે એજ મહત્વનું છે.
આપનો આભાર.
LikeLike
Thank you again, tame khubh mast lakho cho…huin India Khodiyar Mata na darsan gayi hati, mara family saathe huin gayi hati, aa vachine mane khubh aanand thayo.
LikeLike
હેતાક્બેન,
જય જગદંબા ખોડલ માત , શક્તિ રૂપે તું સાક્ષાત,
માંખોડીયાર બાવની એક સુંદર પાઠ છે. રોજ કરવાથી
શાંતિ મળે છે. જય ખોડીયાર.
LikeLike
ખમકારી તું માં ખોડીયાર , સુખ શાંતિ સૌને દેનાર.
સુનિવર મુનિવર ગુણલા ગાય,પ્રેમ સુધા તું સૌને પાય.
તારી કૃપા જેના પર થાય, દુખ નિવારણ તેનું થાય.
મનનું માગ્યું આપે માત , ના કરતી કોઈને નિરાશ.
અધમ તણો કરતી ઉદ્ધાર , વરસાવે અમૃતની ધાર.
“બિંદુ” ખોળે રમતો બાળ , માડી કરજો ભવજળ પાર.
………………………..
જય ખોડીયાર. જય માં ભવાની.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ )
આપના ભક્તિ ભાવ ભર્યા પ્રતિભાવ પર ખુબ ખુબ આભાર.
જય ખોડીયાર. જય માં ભવાની.
LikeLike
Jai Khodiyar Mata !
Happy Navratri to ALL !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar soon !
LikeLike
આદરણીય શ્રી ડો. ચંદ્રવદનજી ,
આપ જેવા મહાનુભાવના પુનીત પગલા મારા બ્લોગમાં થયા
ને બ્લોગ તેમજ હું ધન્ય થઈ ગયા.. આપ જેવા વડીલ મહાનુભાવોના
આશીર્વાદ થકી આ બધું કામ થાય છે. મેં બ્લોગ જગતની ગૌરવ ગાથામાં
ચંદ્ર પુકારને વાણી લીધેલ છે. આપનો ખુબ ખુબ આભાર.
નવલી નવરત્રિમાં માં ખોડીયાર આપની મનોકામના સફળ બનાવી દરેક
કાર્યમાં યશ કીર્તિ અપાવે. જય ખોડીયાર. જય માં ભવાની.
LikeLike