ભારત ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે…..


ભારત ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે…
 
 
======================================================
 
જુઓ ગાંધીના નામે ગઠીયા  કૈક   તર્યા ,
 
મતની ભીખ માંગતા  એજ   કાયમ ફર્યા.
 
કાર્યો  દેશ કે જનતા તણાં કંઈ ન કર્યાં ,
 
નફફટ  થઈને  બધાએ  ખોટા નાટક કર્યા . 
 
=====================================================
 
હવે  એ સરદારના નામે નિવેદનો   કરે,
 
એક બીજાને પછાડવા  સભાઓ  જ  ભરે.
 
સરદાર  છે  સહુના ને રહેશે જીવનભર,
 
સતા તમને ના મળે તો સરદાર શું કરે.?
 
====================================================
 
બન્ને પક્ષોએ  સરદારનું કયું  કાર્ય  જ કર્યું,
 
ના કાશ્મીર કે નક્સલવાદે એક પગલું ભર્યું.
 
પરદેશી શાસનમાં શહેરને પણ સમૃદ્ધ કર્યું,
 
હર દેશવાસીના હૈયે સરદાર નામ જ ચઢ્યું .
 
====================================================
 
રહેવા દેજો  નિવેદનબાજી ના કરો મહેરબાની કરી,
 
સરદાર કેરી  દેશદાઝ  અને  સેવાભાવના  છે  ખરી.?
 
સરદાર  એક જ  હતા  ને  એક જ રહેશે દુનિયાભરમાં ,
 
સ્વપ્નદ્રષ્ટા ભારતનાને  સમરજો  દિલમાં પ્રેમ  ધરી.
 
====================================================
 
શુરવીર  એવા સરદાર  જવલ્લે  જ  મળે છે,
 
સાચા દેશસેવક સરદાર જવલ્લે જ મળે છે.
 
દ્રઢસંક્લ્પી એવા સરદાર જવલ્લે જ મળે છે,
 
ભારત  ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે.
 
======================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )
Advertisements

6 thoughts on “ભારત ભાગ્ય વિધાતા જવલ્લે જ મળે છે…..

 1. શ્રી. ગોવિંદભાઈ

  ખુબજ સરસ પંક્તિઓ

  શુરવીર એવા સરદાર જવલ્લે જ મળે છે,

  સાચા દેશસેવક સરદાર જવલ્લે જ મળે છે.

  આપ જેવા મિત્રો કે વડીલો પણ જવલ્લેજ, ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે.

  કિશોરભાઈ પટેલ

  Like

 2. સુંદર સરદારી ની યાદ કરાવી
  બન્ને પક્ષોએ સરદારનું કયું કાર્ય જ કર્યું,

  ના કાશ્મીર કે નક્સલવાદે એક પગલું ભર્યું.

  પરદેશી શાસનમાં શહેરને પણ સમૃદ્ધ કર્યું,

  હર દેશવાસીના હૈયે સરદાર નામ જ ચઢ્યું .

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s