એ અનોખું સ્વપ્ન જ છું….. ( કાવ્ય )


એ અનોખું  સ્વપ્ન જ  છું…. ( કાવ્ય )
 
===============================================
 
સારા સંસારના લોકો જુઓ નિહાળે  છે મને,
 
પણ હું હાથતાળી  દઈ ને ચાલ્યું  જાઉં છું.
 
પ્રેમીઓ, ધનિકો ને ગરીબો, રાજકારણીઓ ,
 
જાગતાં  ઉઘતા જુએ  પણ ઉડી ને જાઉં છું.
 
રાત્રે દિવસે કદી બપોરે ને વહેલી સવારે,
 
હકીકત તો ક્યારેક ચકનાચૂર પણ થાઉં છું.
 
અમેરિકાથી  ઝીમ્બાબ્વે સુધી એક જ લહર,
 
આશા તો ક્યારેક નિરાશા પણ  બની જાઉં છું.
 
જોવાનો હક્ક સહુને  સરખો  છે આ જગતમાં,
 
પણ ના જોશો મને એકલું  હું એક મૃગજળ છું.
 
મારા  જોયા પછી આવે છે સુખ  દુખ  જીવનમાં,
 
હા ભાઈ હું  એજ  અનેરું અનોખું  સ્વપ્ન જ છું.
 
=====================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
Advertisements

10 thoughts on “એ અનોખું સ્વપ્ન જ છું….. ( કાવ્ય )

    1. આદરણીય શ્રી જગદીશભાઈ,
      આપના અનોખા અને પ્રેમ ભર્યા સુંદર પ્રતિભાવ બદલ ખુબ
      ખુબ આભાર. ભારત ભ્રમણ કેવું રહ્યું. અવાર નવાર પધારી
      ઉત્સાહ વધારતા રહેશો એવી અભિલાષા.

      Like

  1. શ્રી ગોવિંદભાઈ, ( સ્વપ્ન)
    વાહ ભાઈ વાહ શું સુંદર સ્વપ્ન જોવડાવો છો.
    અને આવીને પાછા ઉડી જાઓ છો.
    સરસ કાવ્ય રચ્યું છે.

    Like

    1. શ્રી પારુબહેન,
      આપ સરીખા બહેનનો આશીર્વાદ ભર્યો પ્રતિભાવ મળ્યો.
      વાંચીને એક ભાઈને ખુબ આનંદ થયો. બહેની આવા આશીર્વાદ
      વરસાવતા રહેશો. ભાઈ આપનો આભારી છે.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s