સતભામાંજી નું રુસણું…( .રાસ )


સતભામાંજી નું  રુસણું……( ભજન… રાસ )
=================================================================
 
પ્રિય મિત્રો શરદ પૂનમે ડાકોર ભજન મંડળી લઈને જતા ત્યારે
 
આ ભજન ગવાતું. છેલ્લે ૧૯૮૯ માં ગયેલો હવે જુના ભજનો
 
ગણ ગણાવું ત્યારે તહેવારને અનુરૂપ ભજન યાદ કરીને આપની
 
સેવામાં પ્રસ્તુત કરું છું લગભગ ૨૧ વર્ષનો સમય વીત્યો છે જેથી
 
રાસમાં ભૂલ હોય તો માફ કરવા અને સુધારવા નમ્ર વિનંતી…સહ..
 
===================================================================
 
 
રમવાને આવો રે સતભામાં સુંદરી ,
 
શરદ પુનમનો ચંદ્ર ચઢ્યો આકાશ જો….. રમવાને આવો..
 
કામણગારી  કામણથી નયનો ભરી,
 
રુમઝુમ રુમઝુમ  ઝાંઝરનો ઝમકાર જો…..રમવાને આવો..
 
રમવાને  હું શું આવું  શ્રી હરિ ,
 
જેના પીયુનો  પર  ઘેર હોય  વાસ જો …..રમવાને હું શું…
 
સપનામાં સુખેય ના દીઠું જરી,
 
પરણી ને પછી પસ્તાણી  છું આજ જો ……રમવાને હું શું…
 
ઘેલા નારી ઘેલું  શું   બોલો તમે,
 
તમ થી  વહાલું  કોઈ નહિ  મુજને  જો……..રમવાને  આવો..
 
મારા માનીતા  આ શું  બોલો તમે,
 
ભૂલ હોય તો પ્રેમથી મને સમજાવો જો …….રમવાને આવો…
 
પારિજાતકનું પુષ્પ જ લાવ્યા સ્વર્ગથી,
 
દીધું રુક્ષ્મણી ને  મુજથી   વહાલી ગણી……..રમવાને હું શું..
 
નથી  મળ્યું  પદ મને પટરાણી તણું,
 
તે દહાડાની  લાગી દિલમાં લાય જો……. રમવાને હું શું…
 
મનાવવા સતભામાં ને   સ્વર્ગે ગયા,
 
લાવ્યા પુષ્પને પૂરી  મનની આશ જો…….રમવાને આવો..
 
લીલા જુઓ શ્રી હરિ એ કેવી  કરી,
 
રાસે રમતાં મલકયા છે વિશ્વનાથ જો……રમવાને   આવો…
 
=============================================================
 
રચયિતા— અજ્ઞાત .
સંકલન–સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

6 thoughts on “સતભામાંજી નું રુસણું…( .રાસ )

 1. ભક્તિ સભર ડાકોરની યાત્રાનું પુણ્ય સ્મરણ પણ ધન્યતા અર્પે છે. આપની રગરગમાં સંસ્કૃતિની
  સરવાણીઓ વહે છે ,જાણે પુણ્યવંતી ધારા.ડાકોરના ઠાકોરનો જન્મષ્ટમીનો વરઘોડો હાથી સાથે
  આખા ડાકોરમાં ફેરવવાનું સૌભાગ્ય મને ,મારી ગુ.વિ.બોર્ડ ની ઈજનેર તરીકેની ફરજ દરમ્યાન ૧૯૭૯માં
  મળેલ અને આજે આ નિમિત્તે સ્મરણ થઈ આવ્યું ને આપને જયશ્રી રણછોડરાય.મજા આવી..ગોવિંદભાઈ
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
   વાહ ખુબ સરસ ડાકોરના ઠાકોરનું સ્મરણ . આપ ગુ.વિદ્યુત બોર્ડમાં
   એન્જીનીયર હતા તે જાની આનંદ થયો. તો આપ પણ ગુજરાત
   સરકારમાં કર્મચારી હતા. ધન્યવાદ. ગુજરાતની સેવા બદલ.
   શરદ પૂનમની આગલી રાત્રે ચૌદશના રોજ ઘણી મંડળીઓ
   આવતી. મંદિરના મખ્ય પ્રવેશ દ્વાર માં પહેલા મચી લોકો અને
   બીજા અમો બેસતા. ખુબ રંગત જામતી.આજે પણ જુના કાંસીના
   ઘણા ભજન યાદ છે. આપના સંદેશ બદલ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s