જન જન કેરા મનમાં વસે સરદાર હમારા…….. ( કાવ્ય )


જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )
 
===============================================================================
 
પ્યારા વાંચક મિત્રો ૩૧ ઓક્ટોમ્બર ના રોજ એકતા અખંડીતત્તાના સ્વપ્નદ્રષ્ટા
 
અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ આવે છે તો
 
ગીતના માધ્યમ દ્વારા તેઓને યાદ કરી તેમના કાર્યો અને ગુણોને જીવનમાં
 
ઉતારવા પ્રયત્નશીલ બનીએ એવી અભિલાષા સહ……
 
===============================================================================
 
( રાગ:   આંધળી માનો કાગળ )
 
=================================================================================
 
ખેડા જીલ્લો   ખમીરવંતો ને ગૌરવવંતી  છે ગુજરાત ,
 
ઝવેરભાઈ ને ઘેર જન્મ્યા  છે  બળુકા બંધુ   બે   ભ્રાત.
 
                                જન્મ્યા છે  એ નડીયાદ  મોસાળે ,
 
                                વિઠ્ઠલ  અને વલ્લભ એવા નામે.
 
પ્રાથમિક શિક્ષણની  લીધી છે શિક્ષા  કરમસદ  ગામે ,
 
માધ્યમિક શિક્ષણ  મેળવ્યું છે  ભાઈ  પેટલાદ  મુકામે 
 
                                ઉચ્ચ શિક્ષણ માટે દીધો છે ડંકો,
 
                                વિલાયત   જવાનો નિર્ધાર પાકો.
 
બેરિસ્ટર બની ને જબરી  એમણે તો  કરી છે વકીલાત,
 
હિન્દુસ્તાન આવી  ગરીબોના  સાક્ષી બન્યા છે સાક્ષાત.
 
                                 ગાંધી બાપુ  કેરા  સંપર્કે  આવ્યા,
 
                                પરદેશી  પોશાક પણ ના ભાવ્યા.
 
બોરસદમાં જજિયા વેરો   ખેડામાં પ્લેગની મહામારી,
 
લડતના માંડી સરકાર સામે,સેવાના  બન્યા ભેખધારી .
 
                                 દાંડી યાત્રામાં જ ચેતના જગાવી .
 
                                 રાસમાં  વલ્લભ વડે ધૂણી ધખાવી.
 
ખેડૂતોના મહેસુલ વધારી,ઘર જમીનની  જપ્તી ચલાવી,
 
સરદારે પોકારે  બારડોલી  જાગ્યું ને સરકાર પણ  ડોલાવી.
 
                              માફ થયું મહેસુલને સરકાર ગઈ હારી,
 
                              કેવી રંગત લાવી  સરદારની સરદારી.
 
હિન્દ છોડોની  લડત લડ્યા ગાંધી  સાથે ખભે ખભો મિલાવી,
 
રાત દિવસ પરવા ના કરી ને રહ્યા જેલમાં  દિવસો વિતાવી. 
 
                             આઝાદીની ઉષાએ ઉગ્યો  આનંદ ને ઉમંગ .
 
                             પ્રજાએ   સહુને વધાવ્યા  સરદાર કેરા સંગ  .
 
છસો  રજવાડા એક જ કર્યાને  ગુથી છે ભારત ભાગ્યની માળા ,
 
આઝાદી મળી ભવ્ય ભારત ભૂમિને અંગ્રેજોએ ભર્યા  છે ઉચાળા ,
 
                               એકતા અખંડીતત્તા  કેરી  હાંક જ  વાગી,
 
                                જુનાગઢ  જાગ્યું ને  હૈદરાબાદ ગયું હાલી.
 
અમુલ કેરો મંત્ર જ આપ્યો ને પોલસનને  કર્યો  છે પડકાર,
 
શ્વેત ક્રાંતિ  કેરા બીજ  રોપ્યા ને ખેડૂતો   થયા  છે ખબરદાર.
 
                               ગરીબ જનતાનો બન્યો સાચો હમદર્દી,
 
                               બનાવી  છે  સાચા જન સેવકની કીર્તિ
 
સોમનાથ   મંદિરે કરી અડગ  પ્રતિજ્ઞા  જીર્ણોધ્ધાર  કેરી,
 
શુરા સરદારે  એક  અંજલી જળ લઇ  કરી છે એને  પૂરી ,
 
                               કાશ્મીર કેરું કોકડું  આજે પણ  ગુંચાવે  .
 
                              વારે ઘડીએ સરદાર કેરી યાદ  અપાવે.
 
રાજઘાટ, શાંતિઘાટ, વિજયઘાટ ,ઘાટ  ઘાટ છે  કેરી   હારમાળા ,
 
લોક જનતાના પ્રાણ પ્યારા સરદારને ભૂલી ગયા દિલ્હીવાળા, 
 
                               ભલે  તમે ભૂલી ગયા છો સરદાર પ્યારા.
 
                              જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.
 
====================================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )
Advertisements

4 thoughts on “જન જન કેરા મનમાં વસે સરદાર હમારા…….. ( કાવ્ય )

 1. શ્રી ગોવિંદકાકા ,
  સરદાર પટેલ વિષે સુંદર કાવ્ય રચના કરી છે. તમારા સરદાર પ્રેમ વિષે
  અમો નાના હતા ત્યારથી જાણીએ છીએ. તમે ખંભાતથી સરદાર રેલી કાઢેલી
  ત્યારે અને ૧૯૯૫ માં જેસરવાથી એકતા અખંડીતતા રેલી કાઢેલી ત્યારે પેટલાદ
  અમે જોવા આવેલા. ઘણા સ્કુત્રો હતા. સરદાર વિષે તમે પરીક્ષા ચાલુ કરેલી.
  એવું અમે સાભળ્યું છે. સરસ ગીત અને સરદારની સ્માંરાંજલિ .

  Like

 2. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )

  આ બધો પ્રતાપ થોડા અંશે આપનો છે. બાકી બીજા કરતા વધારે

  સરદાર વિષે વાચ્યું છે. હું શિક્ષક હતો તો બાળકોને કહેતો કે વાત

  કરવામાં ગાંધીજીના વિચારો કરો પણ અમલ કરવાનો થાય ત્યારે

  હમેશા સરદારના વિચારોનો અમલ કરો.

  આપના પ્રેમ અને ઉત્સાહ વર્ધક પ્રતિભાવ માટે ખુબ આભાર.

  Like

 3. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈના જીવન ચરિત્રને, આપે વાંચી વિચારી અને આત્મસાત કરી
  કવિતામાં ઢાળ્યો હોવાથી, ભાવ ઊભરી આવ્યા છે. ગોવિંદભાઈ આ તમારો આગવો અંદાજ
  ખૂબ જ મજાનો છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s