સરદાર વાણી… (કાવ્ય )


        સરદાર   વાણી …….. ( કાવ્ય ) 
 
========================================================
 
ગાજી   હતી  આ  ગુજરાતે,  વજ્જરવાણી  સરદારની .
 
           નિર્ભય  સિંહ  સમી  એ   છાતી ,
 
            બુલંદ    જોમભરી     ઉભરાતી ,
 
શોર્યવંતી તીખી ને, તાતી જેમ ધાર હોય તલવારની .
 
            બારડોલી   તે    રહેતું  ડોલી ,
 
            હાલક    ડોલક      હૈદરાબાદ ,
 
            તેજ   ભરેલા  ઊડે   તિખારા   ,
 
             ટકરાયે    જાણે    પોલાદ    ,
 
ફરે  નજર   ત્યાં , જાય    શમી    રંજાડો   રણકારની .
 
           એ   શબ્દોનાં   તીર  વછુટયાં ,
 
           સહુ   જુનવાણી  તખ્તો  તૂટ્યાં ,
 
            એની    ફુંકે     રાજ     ઉડ્યાં ,
 
            ભૂપતિઓનાં    તાજ      ઉડ્યાં ,
 
એક   થયો    ભારત ,  એ   પ્રતીતિ    લોખંડી    નીરધારની .
 
             શુર     બનો      બહાદુર    બનો ,
 
             ખંખેરો      મનની       ભીતિ ,
 
             નહિ    સામર્થ્ય   વિના  સંપતિ ,
 
             ભય    વિના     નહિ    પ્રીતિ   ,
 
ગિરા   એ  કડવી    કઠોર , ભીતર   વત્સલ    અમૃતધારની .
 
===================================================
 
 
રચયિતા:    કવિ શ્રી નાથાલાલ  દવે
 
સંકલન  :    સ્વપ્ન  જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

8 thoughts on “સરદાર વાણી… (કાવ્ય )

 1. શ્રી ગોવિંદમામા ,
  સરદાર એટલે સરદાર તેમની તોલે ભારતનો કોઈ નેતા આવે નહિ.
  સાદાઈ, સરળતા , દ્રઢ નિર્ણય શક્તિ, નિર્ભીકતા ,સેવા એવા હજારો
  ગુણો ધરાવતી વ્યક્તિ એટલે લોખંડી મનોબળ ,ગુજરાતનું ગૌરવ,
  અને ચરોતરનો ચમકતો સિતારો એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.

  Like

 2. શુર બનો બહાદુર બનો ,

  ખંખેરો મનની ભીતિ ,

  નહિ સામર્થ્ય વિના સંપતિ ,

  ભય વિના નહિ પ્રીતિ ,

  ગિરા એ કડવી કઠોર , ભીતર વત્સલ અમૃતધારની .
  ………………………………………….
  વાહ! સરદારને શોભે તેવી કવિતા આદરણીય કવિશ્રી નાથાલાલે ભેટ ધરી છે. આવી જોમવંતી
  કવિતા બ્લોગ પોષ્ટ પર મૂકી શ્રી ગોવિંદભાઈએ પ્રસાદી ધરી છે. આ કવિતા વાંચી ખૂબ જ
  આનંદ થયો અને પ્રેરણા મળી.આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )

   આપના શ્રી નાથાલાલ દવેના સરદાર વાણી કાવ્ય અંગેના

   અનોખા પ્રેરણાસ્ત્રોત અભિપ્રાય બદલ આપનો દિલથી ઋણી ચુ.

   આપનો ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s