Monthly Archives: નવેમ્બર 2010

ડોલરિયા દેશમાં ……. ( કાવ્ય )


    ડોલરિયા દેશમાં……( કાવ્ય ) 
    ==================================

     

હે જી પાઉન્ડ તો  પોક મુકાવે ને રિયાલ તો રખડાવે
 
ડોલર તો એક  દિ ડુબાડે પણ મારો રૂપિયો ઋણ ચુકાવે
 
===============================================================
 
( રાગ :નંદ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં )
===========================================================
 
કારોએ તો કચડી નાખ્યા રે ….. …….ડોલર તારા દેશમાં.
 
મેઈનટ્ન્સે તો  મારી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં.
 
વોરન્ટીએ તો  વાઢી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં.
 
બની જાપાનમાં ને, આવી અમેરિકા,
 
ટોયોટા એ  તો તોડી નાખ્યા રે ………ડોલર તારા દેશમાં.
 
મેળવ્યા તા વિઝા ને ખાધા રે પીઝા,
 
યા ! યા ! માં અટવાઈ ગયા રે …… ડોલર તારા દેશમાં.
 
પીધી જ કોક ને મૂકી છે પોક રે,
 
ડોલરમાં તો ડૂબી ગયા રે …… ડોલર તારા દેશમાં.
 
જયારે પીવે બીયર તે જ પડે ગીયર,
 
પાર્ટીમાં તો  પછડાઈ ગયા રે …ડોલર તારા દેશમાં.
 
કરે આજ હાયર ને કાલે પછી ફાયર,
 
ઇન્સુરન્સે તો ઉધા પાડ્યા રે ….ડોલર તારા દેશમાં.
 
ફરવા ગયા મોલ ને ઠેર ઠેર સેલ,
 
ટેક્સમાં તો તણાઈ ગયા રે .. …. ડોલર તારા દેશમાં.
 
આવે તો હાય ને જાયે તો બાય,
 
માણસ ને હાય ગાય કહેવાય રે … ડોલર તારા દેશમાં.
 
હે ગરવા ગુજરાતીઓ ગરિમા સંભાળજો,
 
” સ્વપ્ન ” જગતમાં તો છલકે  રે ….. ડોલર તારા દેશમાં.
 
=========================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

શું પામવા શું જોઈએ?=( કવિતા )


શું પામવા શું જોઈએ ?   ( કવિતા )
====================================================
 
પ્રેમ પામી શકતા નથી ને ફરિયાદ છે પણ,
 
પ્રેમના  પ્રકાશમાં વિશ્વાસનું એક ખાતર જોઈએ.
 
નફરત ભુલાવી શકતા નથી ને બળ્યા કરે પણ,
 
નફરતની નાવ નાથવા પ્રેમનું  અસ્તર જોઈએ.
 
નિરાશામાં રોદણાં રડ્યા કરે છે માનવી પણ,
 
નિરાશાને ખંખેરવા આશાનું એક અત્તર  જોઈએ.
 
શાળાએ જવું નથી ને ડીગ્રીની છે આશા પણ,
 
વિદ્યાધન પામવા સારામાં સારું ભણતર જોઈએ.
 
આયખામાં  વિચારો ને  બદલાની ભાવના પણ,
 
કામ ક્રોધ મીટાવવા મનમાં પ્રેમનું છત્તર જોઈએ.
 
ઉછળે ઉમંગો દિલમાંને આળસુ સ્વભાવ  પણ,
 
સફળતાને પામવા માટે મહેનતનું ચણતર જોઈએ.
 
વિચારે , જુએ એ ના વાચવાનું  વાંચે છે પણ,
 
સારા વિચારોને પામવા વાંચનનું શાસ્તર જોઈએ.
 
રાષ્ટ્ર પ્રેમ મુકે બાજુ પર ને  ઘર પોતાનું ભરે પણ,
 
દેશ કાજે દ્રઢ નિર્ણય ને સદભાવનાનું  બખ્તર જોઈએ.
 
શમણાં  સેવવાં માનવ  સહજ  સ્વભાવ છે પણ,
 
સારાં સ્વપ્ન સેવવા એક મઝાનું  બિસ્તર  જોઈએ.
 
======================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

સ્વપ્ન સજાવતા રહ્યા..( કાવ્ય )


સ્વપ્ન સજાવતા રહ્યા…( કાવ્ય )
================================
 
ઘૂઘવતા સાગરને જોતા રહ્યા,
 
હજારો  જોજન દુર રહ્યા  અમે.
 
કેમ કરી ને આવું પેલી પાર,
 
પરદેશી તો ખરા રહ્યા   અમે.
 
રસ્તો કે નથી ચાલતી હોડી,
 
મનોમન  મુંઝાતા રહ્યા અમે.
 
અહી સબંધોની  કીમત  છે કોડી,
 
સંદેશાની રાહ જોતા રહ્યા અમે.
 
સુગંધ વિનાના ફૂલોમાં વસ્યા ,
 
માનવતા કાજે  તરસતા  રહ્યા .
 
મળે એજ સ્વદેશ તણી ધરતી,
 
સ્વપ્ન મનમાં   સજાવતા  રહ્યા.
 
=============================
 
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

મહંતો અને બાપુઓનાં અનેરાં રૂપ… ( વ્યંગ કાવ્ય )


 મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)
 
======================================================================
 
જુઓ કયાંક રામાયણની ચોપાઈઓનો સુંદર પ્રાસ  છે.
 
તો કયાંક ભાગવતની કથાનો કેવો  મઝાનો  ક્યાસ  છે.
 
સંત પુનીત કેરા પગલે પગલે યાત્રા સંધો પથરાય  છે,
 
તો પ્રમુખસ્વામી પગલે સંસ્કૃતિના અક્ષરધામો થાય છે.
 
બાપા સીતારામ  જુઓ  ક્યાંક સંતરામ પણ દેખાય છે,
 
જલિયાણ જોગીની સાથે ગીરનાર પરિક્રમ્મા થાય છે.
 
કયાંક ભજનો પ્રાર્થનાઓ  ને  અન્નદાન પણ કરાય છે,
 
યોગ ભગાવે રોગના નારે  યોગ શિબિરો પણ થાય છે .
 
છે એવા કૈક જે લોક માનસમાં સ્થાન જમાવી  જાય છે,
 
લોકસેવાને કાર્યક્ષેત્ર બનાવી માનવ પ્રેમ કમાઈ જાય છે.
 
 
 
===========================================================
 
  સાથે  બીજું એક રૂપ………………….
 
 
============================================================
 
હતું મને એમ કે  આ તો આધ્યાત્મિકતાનો દેશ છે,
 
પણ કલ્પના કડવી બની આતો દેશ એવો વેશ છે.
 
કેટલાક બાપુઓ ને મહંતોનો  આ કેવો  આભાસ છે,
 
બનાવી બેઠા  મઠો ને આશ્રમો કૈક  વેપાર  થાય  છે.
 
સરકાર, નેતાઓ,અધિકારીઓ ભક્ત અનેરા થાય છે,
 
મફત જમીનો મેળવી ને  આશ્રમો  મોધાં બંધાય છે.
 
અહી વ્યભિચાર, વિલાસ વૈભવના  અડ્ડા  રચાય  છે,
 
કયાંક દેશદ્રોહ અને  બલિદાન કેરા ખેલ ખેલાય છે.
 
પ્રેમ ,પ્રતિષ્ઠા ને પૂજન સાથે  સ્પર્શનો વહેવાર  છે,
 
પ્રેમના તો અહી રોજ ઉજવાતા નવા  તહેવાર  છે. 
 
કહેવાતા બાપુઓ , મહંતો દ્વારા  ઈજજતો લુટાય છે,
 
અહી આશાઓની આશા ને રામોના રામ  ભેરવાય છે.
 
===========================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

બિન નિવાસી ભારતીયોની કરમ કહાણી..( કાવ્ય )


બિન નિવાસી ભારતીયોની કરમ કહાણી ….( કાવ્ય )
 
============================================================================
 
મિત્રો એક ત્રણ વર્ષનો બાળક તેની માતા સાથે ૨૫ નવેમ્બરે ભારત
 
આવવાનો હતો. એક માસથી વિઝા માટે અરજી કરી. પુરાવા માગ્યા
 
તેની પૂર્તતા કરી .માતાના વિઝા ૨૩  નવેમ્બરે આવ્યા બપોરના ૩ વાગે
 
ફોન દ્વારા પૂછ્યું તો કહે બાળકના  પાસપોર્ટમાં વિઝા તૈયાર છે .કાલે એટલે કે 
 
૨૩ નવેમ્બરે તમો રૂબરૂ આવી લઇ જાવ .ઓરેગન રાજ્યમાંથી સાન ફાર્ન્સીસકો
 
૩૩૦  માઈલનું  અંતર  કાપતા સારું વાતાવરણહોય તો ૭ કલાક થાય. સ્નો ખુબ
 
પડતો હોવાથી તેના પિતા મોડા પડ્યા તો ઓફીસ બંધ.બીજા દિવસે ૨૪ મીએ  ૮ વાગે
 
ગયા તો કહે કોન્સ્યુલેટ ૯ વાગે ખુલે. પછી કહે પાસપોર્ટ  તોપોસ્ટ કરી દીધો છે.
 
હવે ૨૫ નવેમ્બર સવારે ૧૦ વાગ્યાનું વિમાન છે. લોસ એન્જલસથી ઓરેગન
 
તેમના ઘરે  જવું હોય તો ૭૦૦ માઈલ એટલે કે ૧૨-૧૪ કલાક કારમાંથાય.
 
૨૫ નવેમ્બરથી અમેરિકામાં થેન્ક્સ ગીવીગની લાંબી રજાઓ ૪ દિવસની હોય.
 
પેલો નાના બાળક આઈ લવ માય ઇન્ડિયા એક મહિનાથી ગાતો હતો. આખરે વિના
 
પાસપોર્ટ તેની ભારત મુસાફરી શક્ય ના બની. કેવી છે આ નોકરશાહી ?
 
અશોક ચવાણ, રાજા, કલમાડીના રાજીનામાનું નાટક કરનારી સરકાર આ બની બેઠેલા 
 
નોકર બાદશાહો  ને કશું કરશે ખરી કે પછી લાંચમાં ડોલર ખિસ્સામાં મૂકી જવા દેશે.
 
આપના અભિપ્રાયો જણાવશો. અને કોઈ સરકાર સુધી આ વાત પહોચાડશો અને
 
 નાના બાળકની  વ્યથા ને મનોબળ પૂરું પડશો એવી આશા સહ…………..
 
====================================================================================
 
 
 
પ્રવાસી ભારતીય દિન કેરી હર વર્ષ  ઉજવણી થાય,
 
થોડા   પ્રવાસી ભારતીય કેરું સન્માન અદકેરું કરાય.
 
આવો ને રોકાણ કરો તો ભારત ભવિષ્ય ઉજળું  થાય,
 
મધુરાં મીઠા ભાષણો કરી ને વાહ વાહ પણ   કરાય.
 
નવેમ્બર ડીસેમ્બર આવે ને હર ભારતીય સ્વદેશમાં જાય,
 
કોઈના સગા સબંધી તો કોઈને ત્યાં  લગ્ન પ્રસંગો  યોજાય.
 
વિઝા માટે હર કોઈ ભારતીય દુતાવાસના ચક્કરો  ખાય,
 
પરદેશમાં પણ અમલદારશાહી જુઓ  કોઈને ગાંઠી ના   જાય.
 
આ નથી, તે નથી, રૂબરૂ કેમ આવ્યા? ઉદ્ધત જવાબ અપાય,
 
આઠ કલાક તણો પગાર ચૂકવાય ને નવ થી બાર કામ થાય.
 
લગ્ન તારીખ કે પછી પ્રવાસ તારીખ નક્કી હોય તો શું થાય,
 
પાસપોર્ટ તમારો મેઈલ કર્યો છે  એવા જુઠ્ઠા  બહાનાં  બતાવાય.
 
દેશમાં નોકરશાહી ગાંઠે નહિ ને  પરદેશમાં પણ  ધજાગરા થાય,
 
ભારતીયોની  સાથે સાથે પરદેશીઓ પણ આવા સવાલોથી મુંઝાય.
 
મનમોહન મોરલીયો વગાડ્યા કરે કૃષ્નાઓ તો ગોપીઓથી  ઘેરાય,
 
ભારતની સંસ્કૃતિ કેરા  ધજાગરા દુનિયાભરમાં  મોટેથી   સંભળાય.
 
જાગો મોદીજી, લાલ કૃષ્ણજી ,જેટલીજી ગુજરાતીઓની વેદના સમજાય,
 
તમે  તો ગુજરાતમાંથી ચુંટાવ તમને  ગુજરાતીઓનું હિત ના પરખાય.?
====================================================
 
કે પછી ના પરખાય……કે પછી ના પરખાય…..!!!!!!!!!!!!!
 
=======================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

ફડચામાં જતી બેંકો જેવો ઘાટ છે.. (કાવ્ય )


ફડચામાં જતી  બેંકો જેવો જ ઘાટ છે…

================================================

પ્રણયના પુષ્પોને  પ્રેમની  પોટલીમાં  બાંધી દીધાં ,

દિલદારના હદય ખાનામાં હળવેથી મૂકી  દીધાં .

હતું મને એમકે આ સેલ્ફ ડીપોઝીટનું  છે લોકર ,

પણ નફરત કેરી આગથી એમણે એને બાળી દીધાં .

હું  તો સમજ્યો કે દિલનો આ સલામત  ભંડાર  છે,

પાંચ વર્ષે બમણા થાય એવો  અનોખો  પ્યાર છે.

બેફીકર હતો એવો કે  પ્રેમની  આ સીધી   વાટ  છે,

અહિયાં પણ  ફડચામાં જતી બેંકો  જેવો   જ ઘાટ  છે. 

======================================================

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી… ( કવિતા)


ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી…. (કવિતા)
==================================================================
રાગ:  દિલ લુંટને વાલે જાદુગર……..( ફિલ્મ— મદારી )
===================================================================
બાપુના આદર્શ  ભારતમાં  ભ્રષ્ટાચારનો કોઈ ઉપાય નથી,
નિષ્ઠાવાન  નેતાઓ  વિના  ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              ક્યાંક બોફોર્સના ભૂતો હજુ પણ જાગે  છે,
              એન્ડરસનો ભારત છોડીને પણ ભાગે છે,
સોનિયાજી ગાંધી અટક ત્યાગો ને,………… ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              આદર્શ સોસાયટીમાં અશોક  શોક  કરાવે છે,
              વિલાસરાવો  જુઓ વિલાસમાં જ  રાચે છે,
સુશીલકુમાર જરા સુશીલ થાઓને, ………. ભ્રષ્ટાચાર મુક્ત  ભારત  નથી.
              કલમાડી  કેરા કકળાટો હૈયે હજુ વાગે છે,
             કોમનવેલ્થ રમતના  ભણકારા  લાગે છે,
દુનિયામાં થતા ધજાગરા અટકાવોને,……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              અશોક ને ભુજબળના ગજ ક્યાં વાગે છે,
              પૃથ્વીરાજ ચૌહાણ નવા સી.એમ આવે છે,
સત્તાના સયુંકતા  હરણમાં લાગોને,………   ભ્રષ્ટાચાર  મુક્ત ભારત નથી.
              રજવાડા ગયાં પણ હજુ રાજાઓ લાગે છે,
              બની બેઠેલા નામના રાજાના ધક્કા વાગે છે,
ટેલિકોમમાં કરોડના ગોટાળા શોધોને , …….ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              જમીન કૌભાંડોના ગોટાળા ચારેકોર ચાલે છે,
              યેદુરપ્પા પુત્ર પુત્રીઓને મોંઘી જમીન આલે છે,
રેડી બંધુઓને ભાઈ હવે તો  રોકોને, …….  ભ્રષ્ટાચાર મુક્ત ભારત  નથી.
              કારગીલ કોફીનમાં ફર્નાન્ડીઝ નામ ચમકે છે,
              જુઓ રબડીઓ, માયાવતીઓ રાજ ચલાવે છે,
લાલુના ઘાસચારા ને યાદ  કરોને , ……. .. ભ્રષ્ટાચાર  મુક્ત  ભારત નથી.
               સંસદમાં ત્રણસો કરોડપતિઓ  બિરાજે  છે,
               પાંચ વર્ષે આવકમાં  વધારો  નોધાવે છે,
ચુંટ્યા  એમનો ખ્યાલ કદીક રાખોને,…….   ભ્રષ્ટાચાર મુક્ત  ભારત  નથી.
              અમિત શાહ જેવા પક્કડમાં તો આવે છે,
               કલમાડી, રાજા ,અશોક  બિન્દાસ લાગે છે,
એમની ધરપકડ ને રિમાન્ડ  માંગો ને, ……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત  નથી.
             યુવાધન હવે તો  એક  જ ઉપાય લાગે છે,
             નિસ્વાર્થ ને સેવાભાવી નેતાઓ   માંગે છે,
ચુંટણીમાં  સઘળો  હિસાબ   પતાવોને,  …….  ભ્રષ્ટાચાર  મુક્ત ભારત નથી.
=======================================================================
( રાષ્ટ્રપિતા બાપુની અટક ગાંઘી છે અને તે દુનિયામાં ગાંધી અટક બદનામ
ના થાય તે માટે ભ્રષ્ટાચાર ના અટકાવી શકાય તો અટક ત્યાગવાનું કહ્યું છે.)
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ )

જેમાં જણાયે ફાયદો એ જ સાચો કાયદો.. (કાવ્ય)


” જેમાં જણાયે ફાયદો એ જ સાચો કાયદો “..(કાવ્ય)

=================================================================

દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય,

લક્ષ્મી વર પરણશે વૃંદાને એતો કેવું  અજબ જેવું  કહેવાય.

સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ  તો  દ્વીપત્ની પદ  સોહાય,

દેવોમાં વાદ વિવાદ  ને  ચર્ચા કેરો દોર ઘડી ઘડી  થાય.

નારદ આમતેમ દોડે  બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય,

હવે સમય ઘણો ઓછો રહ્યો કૈક નવા રસ્તાઓ  વિચારાય.

સમગ્ર  બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું  હવે  શો કરવો  ઉપાય,

વિષ્ણુજી  વિચારે ચડીયા  સ્વર્ગના દેવોને કેમ સમજાવાય.

વિચારે   ચઢી  વિચરણ કરતા  સામેથી નારદજી  ભટકાય ,

નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય.

શોધી લાવું  સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય,

“જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય.

નેતાઓ  ને જરૂર પડે તો ત્યાં  કાયદા પણ  બદલાઈ  જાય,

શીખી લઈએ તેમની પાસેથી તો  સ્વર્ગ ભૂમિએ  એવું થાય.

કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહી કયાંક દેખાય,

નહિતર ‘સ્વપ્ન’ને પૂછી જોઈએ કયાંકથી  સરનામું મળી જાય.

=================================================================

 

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

જુઓ આ તો કેવું પોકળ વચન …(.કવિતા )


જુઓ આ તો  કેવું  પોકળ  વચન….
=================================================================
હે  કનૈયા  આપ્યું છે સુંદર જ્ઞાન,ગીતા બોધમાં સમજાવ્યું શાણ,
સગા સબંધી કોઈ નથી તારા સામે છે દુશ્મન એ નક્કી જાણ.
મંદિરો માં ભક્તો એ  મુક્યું છે  ભેટ  સ્વરૂપે  અપાર જ દાન,
મહંતો ને ટ્રસ્ટીઓ લડી મરે, આતો કેવું અપનાવ્યું ગીતા જ્ઞાન.
કોમનવેલ્થ રમતનું કોભાંડ તો  આદર્શ સોસાયટીનું રમખાણ,
સંસદમાં બેઉ સેનાઓ થઈ તૈયાર, ના રાખે  ગાળાગાળીનું ધ્યાન .
સુદર્શન કેરા ચક્ર ચાલે દિગ્વીજ્યો તો ખોટા બુમ બરડા જ પાડે
ક્યાં ગયું એ ભવ્ય ભારતીય ગૌરવ આતો કેવું અપનાવ્યું છે જ્ઞાન.
બરાક ઓબામાં ભારતઆવે સમગ્ર ભારતીય જન  તેને વધાવે,
સુરક્ષા પરિષદમાં મળશે   કાયમી સ્થાન ને  એ ટેકો જ આપે ,
હિલેરી ક્લીન્ટન જુઓ પાકિસ્તાનને કરોડોની સહાય જ આપે.
ખોટા આશ્વાસનો ને કરે ખોટી વાત જુઓ આ નેતા કેરું  વચન.
હે  પ્રભુ  યાદ છે ખરું આપને  તમારું આપેલું  એ ગીતા જ્ઞાન ,
અધર્મ કેરા નાશ માટે હું અવતરીશ જગમાં   વારંવાર.
પ્રભુ  મને લાગે છે કે તમો ભ્રષ્ટાચારી નેતાઓની કરો છો વહાર,
પીડાતી પ્રજાની લાગણી નથી તમોને નથી લાગતી સહેજે લગાર.
==================================================================
સ્વપ્ન જેસરવાકર     ( ગોવિંદ પટેલ )

રૂપિયામાં જામશે ધોધ…( કવિતા)


 રૂપિયામાં જામશે ધોધ…....( કવિતા )
 
=============================================================
 
રાગ:  સાવન ક મહિના પવન કરે શોર==== ફિલ્મ == મિલન
 
==============================================================
 
થાયે આગમન હેમંતનું  ને જામે ઠંડી કેરું  જોર ,
 
ગરવા ગુજરાતને આંગણે થાયે અતિ  કલશોર……..થાયે આગમન…
 
બિન નિવાસીઓ ઉતર્યા  ને  કારતક મહિનો,
 
જામશે રંગ અનેરો  જયારે   માગશર  મહિનો,
 
આગમને નાચ્યા સગા સબંધીઓના  મનમોર…….. થાયે આગમન…
 
મહુર્તો જોવડાવશે ને કરશે એ આયોજન ,
 
કયાંક  લગ્નો ને કયાંક  ધાર્મિક  પ્રયોજન ,
 
રોજ સંભળાયે યા, યા ને યુ નો  ના  રણકાર ………થાયે આગમન……
 
ઉંધીયા પાર્ટી કરશે ને  યોજશે નવા ફંડા ,
 
કરશે જરૂર ઉંચા ગરવા ગુજરાતના ઝંડા ,
 
વાયબ્રન્ટ ગુજરાત ને રણોત્સવ કેરો શોર……………થાયે  આગમન…
 
પ્રવાસી ભારતીય દિન ને એ ગજાવશે,
 
બિન નિવાસી કેરું એ ગૌરવ  અનુભવશે,
 
દુનિયાભરમાં ગાજશે ગુજરાત કેરો નાદ ……………….થાયે   આગમન … 
 
ઉત્સવો ઉજવશે ને  મેળાઓ મહાલાશે ,
 
તાજી  ખાણી પીણી કેરી મઝા માણશે,
 
ડોલર પાઉન્ડનો રૂપિયામાં જામશે ધોધ……………..થાયે    આગમન…
 
======================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )