જેમાં જણાયે ફાયદો એ જ સાચો કાયદો…. (કાવ્ય)


” જેમાં જણાયે ફાયદો એ જ સાચો કાયદો “..(કાવ્ય)

=================================================================

દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય,

લક્ષ્મી વર પરણશે વૃંદાને એતો કેવું  અજબ જેવું  કહેવાય.

સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ  તો  દ્વીપત્ની પદ  સોહાય,

દેવોમાં વાદ વિવાદ  ને  ચર્ચા કેરો દોર ઘડી ઘડી  થાય.

નારદ આમતેમ દોડે  બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય,

હવે સમય ઘણો ઓછો રહ્યો કૈક નવા રસ્તાઓ  વિચારાય.

સમગ્ર  બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું  હવે  શો કરવો  ઉપાય,

વિષ્ણુજી  વિચારે ચડીયા  સ્વર્ગના દેવોને કેમ સમજાવાય.

વિચારે   ચઢી  વિચરણ કરતા  સામેથી નારદજી  ભટકાય ,

નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય.

શોધી લાવું  સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય,

“જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય.

નેતાઓ  ને જરૂર પડે તો ત્યાં  કાયદા પણ  બદલાઈ  જાય,

શીખી લઈએ તેમની પાસેથી તો  સ્વર્ગ ભૂમિએ  એવું થાય.

કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહી કયાંક દેખાય,

નહિતર ‘સ્વપ્ન’ને પૂછી જોઈએ કયાંકથી  સરનામું મળી જાય.

=================================================================

 

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Advertisements

6 thoughts on “જેમાં જણાયે ફાયદો એ જ સાચો કાયદો…. (કાવ્ય)

  1. ભરતની ભારત ભૂમિમાં આવુ થાય એમ .

    ” શોધી લાવું સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય,

    “જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય.

    નેતાઓ ને જરૂર પડે તો ત્યાં કાયદા પણ બદલાઈ જાય,

    શીખી લઈએ તેમની પાસેથી તો સ્વર્ગ ભૂમિએ એવું થાય. “

    Like

  2. શ્રી ગોવિંદભાઈ આલોક અને પરલોક બંનેને એકી સાથે આપે રમાડી દીધા. સરસ એક સ્પંદન
    જગાવતું કાવ્ય. શીઘ્ર કવિને ધન્યવાદ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    વાહ! આજનો જમાનો કેવો સોહાય
    કાયદાના ફાયદા ઊઠાવે અન્યાય
    જીત્યો એ જ ભાઈ સિકંદર કહેવાય.
    આકાશદીપ

    Like

  3. ભાઈ શ્રી ગોવિંદરાજા ,
    અફલાતુન , ભારતના રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ માટે
    કાયદાનું કેવું અર્થઘટન કરે છે તે સરસ વર્ણવ્યું છે.
    બીજું કે તમે પ્રભુને આમન્ત્રણ આપો છો, વચન યાદ કરાવો છો.
    સાથો સાથ કાયદાની સમજ માટે નેતાઓનું ઉદાહરણ આપો છો.
    વાહ પ્રભુ વાહ મારા ગોવિંદા…………….

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s