ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી… ( કવિતા)


ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી…. (કવિતા)
==================================================================
રાગ:  દિલ લુંટને વાલે જાદુગર……..( ફિલ્મ— મદારી )
===================================================================
બાપુના આદર્શ  ભારતમાં  ભ્રષ્ટાચારનો કોઈ ઉપાય નથી,
નિષ્ઠાવાન  નેતાઓ  વિના  ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              ક્યાંક બોફોર્સના ભૂતો હજુ પણ જાગે  છે,
              એન્ડરસનો ભારત છોડીને પણ ભાગે છે,
સોનિયાજી ગાંધી અટક ત્યાગો ને,………… ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              આદર્શ સોસાયટીમાં અશોક  શોક  કરાવે છે,
              વિલાસરાવો  જુઓ વિલાસમાં જ  રાચે છે,
સુશીલકુમાર જરા સુશીલ થાઓને, ………. ભ્રષ્ટાચાર મુક્ત  ભારત  નથી.
              કલમાડી  કેરા કકળાટો હૈયે હજુ વાગે છે,
             કોમનવેલ્થ રમતના  ભણકારા  લાગે છે,
દુનિયામાં થતા ધજાગરા અટકાવોને,……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              અશોક ને ભુજબળના ગજ ક્યાં વાગે છે,
              પૃથ્વીરાજ ચૌહાણ નવા સી.એમ આવે છે,
સત્તાના સયુંકતા  હરણમાં લાગોને,………   ભ્રષ્ટાચાર  મુક્ત ભારત નથી.
              રજવાડા ગયાં પણ હજુ રાજાઓ લાગે છે,
              બની બેઠેલા નામના રાજાના ધક્કા વાગે છે,
ટેલિકોમમાં કરોડના ગોટાળા શોધોને , …….ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.
              જમીન કૌભાંડોના ગોટાળા ચારેકોર ચાલે છે,
              યેદુરપ્પા પુત્ર પુત્રીઓને મોંઘી જમીન આલે છે,
રેડી બંધુઓને ભાઈ હવે તો  રોકોને, …….  ભ્રષ્ટાચાર મુક્ત ભારત  નથી.
              કારગીલ કોફીનમાં ફર્નાન્ડીઝ નામ ચમકે છે,
              જુઓ રબડીઓ, માયાવતીઓ રાજ ચલાવે છે,
લાલુના ઘાસચારા ને યાદ  કરોને , ……. .. ભ્રષ્ટાચાર  મુક્ત  ભારત નથી.
               સંસદમાં ત્રણસો કરોડપતિઓ  બિરાજે  છે,
               પાંચ વર્ષે આવકમાં  વધારો  નોધાવે છે,
ચુંટ્યા  એમનો ખ્યાલ કદીક રાખોને,…….   ભ્રષ્ટાચાર મુક્ત  ભારત  નથી.
              અમિત શાહ જેવા પક્કડમાં તો આવે છે,
               કલમાડી, રાજા ,અશોક  બિન્દાસ લાગે છે,
એમની ધરપકડ ને રિમાન્ડ  માંગો ને, ……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત  નથી.
             યુવાધન હવે તો  એક  જ ઉપાય લાગે છે,
             નિસ્વાર્થ ને સેવાભાવી નેતાઓ   માંગે છે,
ચુંટણીમાં  સઘળો  હિસાબ   પતાવોને,  …….  ભ્રષ્ટાચાર  મુક્ત ભારત નથી.
=======================================================================
( રાષ્ટ્રપિતા બાપુની અટક ગાંઘી છે અને તે દુનિયામાં ગાંધી અટક બદનામ
ના થાય તે માટે ભ્રષ્ટાચાર ના અટકાવી શકાય તો અટક ત્યાગવાનું કહ્યું છે.)
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ )

12 thoughts on “ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી… ( કવિતા)

 1. જેમાં ચાર શબ્દ આગળ કે પાછળ આવે તે બધાજ વિચાર માંગી લે છે.

  આચાર, વિચાર, પ્રચાર, ભ્રષ્ટાચાર, લાચાર વિગેરે

  ” યુવાધન હવે તો એક જ ઉપાય લાગે છે,

  નિસ્વાર્થ ને સેવાભાવી નેતાઓ માંગે છે,

  ચુંટણીમાં સઘળો હિસાબ પતાવોને, ……. ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી.”

  Like

 2. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા તેવુ કહેવાય છે. ભ્રષ્ટાચારનાં અનેક કારણો પૈકીનું એક કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિતગાર હોતી નથી.
  કૉંગ્રેસી રાજકારણીઓએ ભારત દેશને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવ્યો છે.
  ભ્રષ્ટાચાર એ સામાજિક દૂષણ છે. તેનાથી દેશનું પતન થાય છે અને સમાજ અંધકારની ગર્તામાં ધકેલાય છે.
  ભ્રષ્ટાચારનો ભરડો દેશના વિકાસને થંભાવી સામાજિક સુવ્યવસ્થાને ઉધઇની જેમ કોરી ખાય છે અને રાષ્ટ્રીય તંત્ર ખોખલું બનાવે છે.
  ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા પ્રત્યેક નાગરિક જાગ્રત બની તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રતીકસમાન આગળ આવે.
  ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે નાગરિકો પરનો અત્યાચાર, અત્યાચારને ડામવા સમાજે ઘોર નિદ્રામાંથી જાગવું જરૂરી બન્‍યું છે.
  ભ્રષ્ટાચાર ઊભી પૂંછડીએ ભાગશે, પણ જ્યારે દરેક નાગરિક સાબદો થઈ સ્વાભિમાની તલવાર વીંઝશે.
  આપણે સૌએ, મારું નહીં આપણાપણાના ભાવે ભ્રષ્ટાચારી બાળજતનને અટકાવી જાહેર સેવાને ઉગારવા કમર કસવી પડશે.
  જો આપણે સુખી થવું હોય તો, ભ્રષ્ટાચારને તિલાંજલિ આપવી પડશે અને દેશના ખરા નાગરિક તરીકેની ફરજો અદા કરવી પડશે.
  લાંચ આપવી તે લાંચ સ્વીકારવા કરતાં મોટો ગુનો અને પાપ છે.
  તોષણ એ માનવીય ગુણોને ભ્રષ્ટ બનાવી, સમાજને અધઃપતનના માર્ગે લઇ જાય છે.
  ભ્રષ્ટાચારનો રાક્ષસ વિકાસશીલ રાષ્ટ્રને આભડી રહ્યો હોય ત્યારે માનવીય ગુણોમાં ભ્રષ્ટપણું રાષ્ટ્ર માટે લાંછન અને કેન્સરસમો રોગ છે.

  Like

  1. શ્રી રાકેશભાઈ, “રાહી”
   આપે પ્રતિભાવ રૂપી સંદેશમાં ભ્રષ્ટાચાર વિષે અંગ્રેજ સરકારથી શરૂઆત થઈ તે જણાવ્યું સાથે ભ્રષ્ટાચાર અંગે
   ખુબ વિસ્તરું મહીથી આપી ઉપાય પણ સૂચવ્યા તે ખુ સરસ વિચાશીલ છે આપનો ખુબ આભાર.

   Like

 3. શ્રી ગોવિંદભાઈ,
  આપે હાલના ભારતનું સચોટ ચિત્ર દોર્યું છે. બાપુનું નામ બદનામ થતું બચાવવા સોનિયાજીને ગાંધી નામ બદલવાની સલાહ આપી આપે આપની અંદરના ક્રોધને બહુ સારી રીતે વ્યક્ત કર્યો છે.
  આપની જેમ થોડા બીજા કવિઓ પણ સમાજની સામે દર્પણ ધરે તો કેવું સારૂં? સાહિત્ય એ ખરેખર સમાજનો અરિસો છે.
  ખૂબ ખૂબ અભિનંદન.

  -દાવડા

  Like

  1. આદરણીય શ્રી પી.કે દાવડા સાહેબ
   આપનું અમારે આગણે આગમન અમારે મન એક ઉત્સવ બની ગયું .
   આપના આશીર્વાદ રૂપી સ્નેહ સંદેશ દ્વારા હૈયું આનંદ વિભોર બની નાચી
   ઉઠ્યું . આવા અનેરા આશીર્વાદ ને શિખામણ આપતા રહેશો
   આપને નમસ્કાર સાથે વંદન સહીત આભાર.

   Like

 4. ધન્યવાદ દેશ ભક્તિ ની ભાવના થી ભરપુર કવિતા વોચવા મળી
  આ સાથે વધુ કહેવાનું મન થાય છે

  રાત્રે [શાશનમો ] નીન્દ્રામો [વહીવટ્મો] ફોલી ખાતા ઉંદરો થી [નેતાઓથી ] આ શરીર રૂપી [દેશને ] બચાઓ
  લી. પ્રહેલાદ પ્રજાપતિ

  Like

 5. શ્રી ગોવિંદમામા ,
  ગઈકાલે એક મીટીગમાં તમારા કાવ્યોની વાત નીકળી. તમે ભ્રષ્ટાચારી
  નેતાઓ વિષે સરસ લખ્યું છે. ઝપટે લીધા છે. પણ બધા કહેતા હતાકે આ
  પ્રાણીઓ કદી સુધારવાના નથી. સવાર સાજ ક્યાંથી તોડી ખાવું તેવા
  વિચારમાં જ રાચતા હોય છે. સરસ કવિતા .

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s