ફડચામાં જતી બેંકો જેવો ઘાટ છે.. (કાવ્ય )


ફડચામાં જતી  બેંકો જેવો જ ઘાટ છે…

================================================

પ્રણયના પુષ્પોને  પ્રેમની  પોટલીમાં  બાંધી દીધાં ,

દિલદારના હદય ખાનામાં હળવેથી મૂકી  દીધાં .

હતું મને એમકે આ સેલ્ફ ડીપોઝીટનું  છે લોકર ,

પણ નફરત કેરી આગથી એમણે એને બાળી દીધાં .

હું  તો સમજ્યો કે દિલનો આ સલામત  ભંડાર  છે,

પાંચ વર્ષે બમણા થાય એવો  અનોખો  પ્યાર છે.

બેફીકર હતો એવો કે  પ્રેમની  આ સીધી   વાટ  છે,

અહિયાં પણ  ફડચામાં જતી બેંકો  જેવો   જ ઘાટ  છે. 

======================================================

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

Advertisements

10 thoughts on “ફડચામાં જતી બેંકો જેવો ઘાટ છે.. (કાવ્ય )

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  માણસ એક બેંક છે,

  તેની પાસે દરેકનો વિશ્વાસ નામનો એક ચેક છે,

  તેનુ મુલ્ય તે કેટલુ આંકે તેના પર છે,

  સુંદર રચના ભાઈ

  આપનો કિશોર

  Like

 2. આમ જોવા જઈએ તો દિલ પણ બેંક જેવા નબળા થઇ ગયા છે… બેંક ક્યારે ઉઠી જાય તે કેવાય નહિ અને દિલ પર એટેક ક્યારે આવી જાય તે પણ કેવાય નહિ…
  સરસ સરખામણી કરી છે ગોવિંદભાઈ.
  Madhav’s Magic Blog

  Like

  1. શ્રી માધવભાઈ ,

   દિલને એટેક આવે અને પ્રેમ ટેકઓફ કરે. રોવાનું તો બંને વખતે દર્દીએ જ છે.

   હ્દયનો દર્દી કે પછી પ્રેમનો દર્દી.

   સુંદર પ્રતિભાવ બદલ આભાર. આપનો બ્લોગ યાદીમાં ઉમેરી દીધો છે.

   Like

 3. શ્રી ગોવિંદભાઈ,

  વાહ ભાઈ વાહ પ્રેમને આબાદ રીતે બેંકો સાથે સરખાવી સુંદર સમન્વય

  દ્વારા નિરૂપણ કરેલ છે. નેતાઓના કર્નામોથી બેન્કોની દુર્દશા નિર્માણ પામી છે.

  Like

  1. ,શ્રી હસમુખભાઈ,

   બેંકો છેલ્લા સાત થી આઠ વર્ષમાં ખાડે ગઈ તેને પ્રેમ દગો દે તે સાથે

   સરખાવી વિશ્વાસધાત કેવો થાય છે તેનું દર્શન છે. અભિપ્રાય બદલ આભાર.

   Like

 4. શ્રી ગોવિંદ રાજા,

  અત્યારના લોકર સ્ટીલનેસ સ્ટીલના નહિ પોલા હોય છે.

  વસ્તુ દિલ જેવી કોમલ હોય તો તૂટતા વાર નથી લાગતી.

  બેન્કોની વાત સાચી સરખાવી છે.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s