Monthly Archives: ડિસેમ્બર 2010

અમેરિકા ની ઝાંખ==(કવિતા)


અમેરિકા ની ઝાંખી…… ( કવિતા )

=====================================================

    અમેરિકા થી ભારત એક પત્ર

==================================================

અમેરિકાની ભૌતિક સુવિધાઓ= ઉચ્ચારો=પદ્ધતિઓ સ્ટોરો= અણુશસ્ત્રો =
જોવાલાયક સ્થળો =શહેરો=બેકારી-શાસન પદ્ધતિ= તેમજ મંદિરો અને
ભક્તિભાવનું વર્ણન કરતો પત્ર …….
==================================================
(રાગ ………….. આંધળી માં નો કાગળ …………..)
===================================================
અમેરિકા છે અજાયબ ધરતી , વિશ્વ મહાસત્તાનો ખંત
એવી ભૌતિકતાની ધરતી પરથી, ગોવિંદ લખે ખત
                                                          ભત્રીજો મારો જેસરવા ગામે
                                                          દીપેશ ચીમનભાઈ નામે
કોમ્પુટરરાઈઝ પદ્ધતિ બધી જગ્યાએ જોવા જાણવા જેવું
રણગાડી-વિમાનો-રડાર- ને મિસાઈલ એ અચરજ કેવું
                                                         આ તો અણુશસ્ત્રોનો ખજાનો
                                                         માનવી તમે માનો યા ના માનો
આ દેશમાં પેટ્રોલ બળે ને , પાણીની જેમ મોટર ફરે
આખો દિવસ એ ગાડીમાં ફરે ને પછી એ વોકીગ કરે
                                                           માઈલ ને એ માયલ કહાવે
                                                          ઓઈલ ને એ ઓયલ ગણાવે
સ્વીચો ઉધી , રસ્તા ઉધા અવળા છે દિન અને રાત
મેટ્રિક પદ્ધતિ દુનિયામાં આવી, આણે ના માની વાત
                                                          હજુ પણ પાઉંડ , રતલ ચાલે
                                                         ગેલન – ઔસને એ ના ભુલાવે
રાલ્ફ -આલ્બર્ટસન – આલ્ફબીટા – વિવા ને છે લકી
દરેક વસ્તુ પેકેટમાં જ મળે ને છાપેલા ભાવજ નક્કી
                                                          ટાર્ગેટ – માર્વીન્સ – ને સિયર્સ
                                                         પ્રાઇસ ક્લબ ને હોમ ડીપો સ્ટોર્સ
પટેલ બ્રધર્સ -ઇન્ડિયા ફૂડ ને ગીફ્ટ , ગણેશ ગ્રોસરી કહેવાય
પાયોનીયર પર સુરતી ફરસાણ ને કેશ એન્ડ કેરી ના ભૂલાય
                                                          અરટેશિયામાં તો લીટલ ઇન્ડિયા દેખાય
                                                          જયાં સાડી-  ઝવેરાત ને મીઠાઈ વેચાય
રાધાકૃષ્ણ- અક્ષર પુરશોતમ- ને માલી બુ નું મંદિર જણાય
આઈ, એસ .એસ ઓ થકી નવું સ્વામીનારાયણ મંદિર બંધાય
                                                          ભક્તિભાવ ને ઉત્સવમાં રસ અનેરો
                                                          ગરવો ગુજરાતી વેપાર-ગરબામાં શૂરો
દુરથી ડોલર ચકરડા જેવો ને એક ના ત્રીસ દેખાય
પણ ડોલર લેતા દમ પડે છે અહી ચીસ પાડી જવાય
                                                          અહી પણ છે બેકારોની મુશ્કેલી
                                                          વિશ્વ મંદીની જાણે ચઢી છે હેલી
મેજિક-માઉન્ટએન,ડિઝનીલેન્ડ ને સાનફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ
ન્યુજર્સી, શિકાગો, બોસ્ટન , અલાસ્કા ને હવાઈ ટાપુ ના છે બેટ
                                                          ન્યુયોર્કમાં છે સ્વાતંત્ર્ય દેવીની પ્રતિમા
                                                          ભાઈ લોસ એન્જલસની છે અનેરી આભા
વોશિગ્ટન ડી.સી . માં છે વાઈટ હાઉસ પ્રમુખ શ્રીનું ધામ
રિપબ્લિક અને ડેમોકેટ ના સેનેટરો માટે ચર્ચા નો મુકામ
                                                          આવી છે અમેરિકા દેશની ઝાંખી
                                                          ” સ્વપ્ન “  ને કોઈએ પાંખો આપી
================================================
 ૪ જુલાઈ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન છે
આ ગીત જાન્યુઆરી ૧૯૯૨ માં લખેલ છે
============================================
ભારતની ગૌરવ ગાથા હવે પછી મુકીશ
તે ગીત ફેબ્રુઆરી૧૯૯૨ માં લખેલ છે.
==========================================
સ્વપ્ન જેસરવાકર      ( ગોવિંદ પટેલ )

અસરના ઓટલેથી મળ્યો સવાલ= ( કાવ્ય )


અસરના ઓટલેથી મળ્યો સવાલ….. (કાવ્ય ) 
 
=======================================================
 
આદરણીય શ્રી યશવંત કાકાના બ્લોગ   ” અસર “ના ઓટલે માં
 
” અમને પૈસા પાછા મળવા જોઈએ ! લેખ વાંચીને મનમાં  એક
 
વિચાર ઉદભવ્યો  કે ચુંટાયેલાને પાછા બોલાવવાનો હક્ક મળવો
 
જોઈએ.  અને એના ઉદ્દેશ્યથી આ રચનાએ રૂપ રંગ સજ્યાં.
 
આદરણીય યશવંતકાકાના સ્નેહ  અને આશીર્વાદની અપેક્ષા 
 
સહ  આપની સમક્ષ રજુ કરું છું
 
========================================================
 
 
અસર  કેરા  ઓટલે  થી  હવે  એક આ સવાલ  મળ્યો છે
 
 
પછી વિચારતાં વિચારતાં  અમને આ જવાબ  જડ્યો  છે
 
 
અમને પૈસા પાછા મળવા જોઈએ ! એવો સાજ પડ્યો છે
 
 
ઘણી પુરાણીવસ્તુ ફરીફરી વેચવાનો  રીવાજ ચઢ્યો છે
 
 
 આ વેચાયેલો પોપટ પાંચ વર્ષે પાછો વરઘોડે ચઢ્યો છે
 
 
એ  જુદી જુદી જગ્યાએ   ઉભા રહેવાને  રવાડે   ચઢ્યો છે
 
 
આતો ધોતી,ઝભ્ભો , ટોપી ત્યજી આધુનિક  વાદે વળ્યો છે
 
 
પહેરી જીન્સ, સફારી  સુટ  બૂટના વરણાગી વાડે ભળ્યો છે
 
 
નવી  બોટલમાં જુનો દારૂ  કેવો  મંદ  મરક મરકી રહ્યો છે
 
 
આ પોપટીયો કટકી  કૌભાંડ કેરી ચૂર્ણ ફાકી ફાકી ગયો છે
 
 
એ વહેચતો ને વેચાતો વારંવાર લોકોની નજરે ચઢ્યો છે
 
 
વાયદા  પત્રકમાં કેટલીય બાદબાકીની  ખબરે   જડ્યો છે
 
 
અમારું આપેલું પાછું લેવાનો  ના નજરે  રસ્તો પડ્યો  છે
 
 
અમારો મોકલેલ પોપટીયો   હવે કાયદા ઘડતો   થયો  છે
 
 
માંડો ત્રિરાશી મહેનત કરી   કોણ  સિલક ગણતો થયો  છે
 
 
આ પોપટ વર્ષે પચાસ  પ્રોપર્ટીનો  માલિક બનતો  ગયો છે
 
 
=============================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

ડુંગળી એ તો દઝાડ્યા રે=(કવિતા )


ડુંગળી એ તો દઝાડ્યા રે….. (કવિતા )
 
==================================================
 
 ડુંગળીએ  તો  દઝાડ્યા રે
 
પોકાર પડ્યો છે પવાર તારો  દેશ ભરમાં
 
ટામેટાં   તો તરફ્ડાવ્યા રે
 
નફો નડ્યો છે પવાર   તારો  દેશ ભરમાં
 
ડુંગળી તણો  ગાંઠીયો  રે
 
તોડ્યો છે ટાંટીયો અમારો રે   દેશ ભરમાં
 
ગળામાં ગાઠીયો ભરાણો રે
 
તને તો બોલતાં દુખાય  છે રે દેશ ભરમાં
 
ભાવ વધ્યા ટામેટા તણા રે  
 
તું તો ટામેટા જેવો દેખાય રે  દેશ ભરમાં
 
વીસના હવે એંસી થયા ત્યારે
 
શું તને પણ શતકનો વહેમ રે? દેશ  ભરમાં
 
દિલ્હીથી દુબઈ ને દિલ્હી રે  
 
આંટા ફેરામાં કૃષિનું નહી ભાન રે દેશ  ભરમાં
 
ગરીબોની  કસ્તુરી કનડશે રે
 
નહી મળે ઉભા રે’વાનું ધામ રે દેશ  ભરમાં
 
મનમોહન કે મોઘવારી વધારણ
 
પાકિસ્તાનમાં ટામેટાં જાય તો શું રહે દેશભરમાં ?
 
==============================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

ક્રિસમસ એટલે શું ?


    

                    ક્રિસમસ એટલે શું ?

===============================================================================

જગત ભરના ખ્રિસ્તી ધર્મના ભાઈ-બહેનો અને બાળકોને  નાતાલની શુભેચ્છા.

MERRY   CHRISTMAS   &      HAPPY HOLIDAY ……………….

ગુણોનો ગુણાકાર–…….પ્રેમના સરવાળા- ……રાગ,ઈર્ષા દ્વેષની બાદબાકી

=========================================================

 ક્રિસમસ

 ક્રીસ – (  ક્રિશ્ના સાથે) મસ-  (મહમદ સાથે) સર્વેને. ( સર્વ ધર્મ સમભાવ )
=======================================================================
 
 X-MAS 
  X –(એક્સ એટલે બધા )  –  (માનવ )  A – (આવે )  S- (સાથે )
====================================================================================
 
CHRISTMAS  
 C (ચાલો)  H (હવે)  R(રહીએ) I (ઈશ્વર) S (સાથે ) T (ત્યાં)  M મારું) A (અને) S (સર્વેનું.)
=====================================================================================
 
નાતાલ
  ના-   નામ   તા- તારું   લ – લઉં
=====================================================================================
 
ઇઝરાયેલની પાવન ભૂમિએ  જેરુસલેમમાં  જન્મ પાયા
 
જીસસ છે  નામ પ્યારૂ  એ માતા મેરીના  લાડલા  જાયા
 
ક્રોસ  શીખવે માનવ  ને  જીવન જીવવાના સરવાળા
 
ગુણાકાર કરવા ક્રોસ  જરા આડો ફેરવો બને ગુણકારા
 
સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ  ચડનારા
 
હદય  બને નિર્મલ  માનવનું  એ પ્રેમ સંદેશ ઝીલનારા
 
============================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ )

સત્તાનું સમરાંગણ..( કાવ્ય)


 સત્તાનું સમરાંગણ ….. ( કાવ્ય-ગઝલ )

=======================================================

આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ )ના કાવ્યોની અસર.

એમનું કાવ્ય રાજરાણી ( જીભ )એના પરિપાક રૂપે આ કાવ્ય

રચવાની પ્રેરણા …..શ્રી આકાશદીપને  ખુબ અભિનંદન..

=======================================================

ગુજરાતના એક ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીજીની એક

ગઝલ ”  માનવ ના થઇ શક્યો તો ઈશ્વર બની ગયો ”  ઉપરથી

લખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે આપને ગમશે..

========================================================

માનવ સત્તાના સમરાંગણમાં કેવો ફસાઈ ગયો.

એશ આરામ  અને મોહમાં  એવો વધેરાઈ ગયો.

મોટાઈ કેરા નશામાં દોડ્યો જ હતો  એવો,

ગાંધી બાપુ તણા એ વહેમમાં બુશ વણાઈ ગયો.

આતંકવાદ કેરા આખલા ઘૂમી રહ્યા ચારેકોર,

ઓબામાં કરતાંય ઓસામા ખુબ  ચર્ચાઈ   ગયો.

પટના બની ગયું હતું જે પૂતના પંદર વર્ષથી,

બિહાર  નિત ઈશની માળા  જપતો થઇ  ગયો.

રાહુ  અને વરુ આજ કાલ બાખડતાં જ રહ્યા,

સો-મે તણાં નિયા ને નકા માં જ ભરાઈ ગયો.

દિગ્ગી,મનીષ,નીતિનની  લપસણી તો કમાલ,

બત્રીસીમાંથી બહાર આવીને લેખ છપાઈ  ગયો.

અરુંધતી ગીલાની ને મળ્યા અબ્લુલ્લા ઓમર,

જીભ  એમનીને ઝરદારીનો સ્વાદ લેવાઈ ગયો.

શહીદોની શાનમાં છે આ સ્વપ્ન કેરું  સમર્પણ,

સંસદની શાનમાં તો જીવન દીપ બુઝાઈ ગયો.

==============================================

રાહુ —  રાહુલ  ગાંધી ,    વરુ —– વરુણ  ગાંધી,

સો–નિયા  ગાંધી ,  મેં – નકા  ગાંધી,    નિત ઈશ—નીતિશ

દિગ્ગી- દિગ્વિજય , મનીષ- મનીષ તિવારી, નીતિન- ગડકરી,

લપસણીની કમાલ- ગમે તેવા નિવેદનો કરવાં  તેના સંદર્ભમાં.

બુશ એટલા માટે કે સત્ય ને શાંતિ કરતા લડવું  ( સંસદમાં )

છેલ્લી પંક્તિઓ સંસદના હુમલામાં જાન ન્યોછાવર કરનાર શહીદોના

સન્માન અર્થે ………………જય જવાન……જય હિન્દ ……………….

==================================================

સ્વપ્ન જેસરવાકર       ( ગોવિંદ પટેલ )

બ્રહ્માંડની અજબ સમસ્યા…


  બ્રહ્માંડની અજબ  સમસ્યા…… ( ગીત-કવિતા )

======================================

               મુક્તક
 
માનવ ઈચ્છે છે જીવનમાં ઉપકારની  જ આશા
 
પ્રભુએ  કદીય મનમાં એવી લાગણી રાખી નથી.
 
સુરજ ચંદ્ર નિત આપે છે  પ્રકાશ આ  દુનિયાને,
 
છતાયે  કદીયે  કોઈ બીલની માંગણી કરી નથી. 
 
===========================================
 

 

બ્રહ્માંડ પણ હવે તો ગુંજવા  લાગ્યું ને

અહીં  તો એકાંતની પળો ઘટી ગઈ છે

જેટ વિમાનોથી  ગાજી રહ્યું  આકાશ ને

ગરુડ  વાહનની મઝા તો મરી ગઈ છે

અગણિત વિમાનો ઉંડે આકાશ  વિષે ને

એર ટ્રાફિક કેરી  સમસ્યા  થઇ ગઈ છે

ટ્રાફિક નિયમન કાજે રડાર  જરૂરી ને

લક્ષ્મીજીને  મંજુરીની ફાઈલ ગઈ છે

બીજા બધી એરલાઇન્સો તો ઠીક ને

એરઇન્ડિયા કૈક આકાશે ભટકી ગઈ છે

તાતા , રિલાયન્સ ને  અરજી કરી ને

કોમ્યુનીકેશનમાં રાજાની જરૂર પડી  છે

પડે ઉપરથી જાય નીચે એ નિયમ ને

નીચેથી મિસાઈલો ઉપર તાકી  ગઈ છે

ચાંદા સુરજના બીલ   ભરતા નથી ને

ચન્દ્ર , મંગળ ઉપર નજર ચોંટી  ગઈ છે

કર્યું છે  પ્રદુષણ પૃથ્વીના ખૂણે ખૂણે ને

વા’લાઓ એ હવે અવકાશે નજર કરી છે

======================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

સેન્ચ્યુરીયને શતકીય શમણું…(કવિતા)


 

 સેન્ચ્યુરીયને શતકીય શમણું …… (કવિતા)
 
=================================================
 
    ” બેહજાર દશની સાલ ને  કરી  સચિને  કમાલ “
 
ભારતીય જન ગણ મન ના હરેક  નાગરિકના હરખના હુલામણે
 
ભારતીય જન જન દ્વારા અંતરના ઉમળકે  પ્રગટતા આનંદના
 
અવસરે શતકીય વિક્રમ  વિજેતા માસ્ટર બ્લાસ્ટર સચિન ને અર્પણ ….
 
 
=================================================
 
સેન્ચ્યુરીયને શમણાં  આજ  સાકાર થયા છે  રે લોલ.
 
માસ્ટર સચિનનો શતક થયો છે  પચાસમો રે લોલ .
 
આજ ખેલી છે શતકની અર્ધ શતકીય  પારી રે લોલ.
 
ભાઈ ઝૂમવા લાગી  ભારતીય ટીમ તો ન્યારી રે લોલ.
 
જુઓ ધોની ને દ્રવિડ ના વાગ્યા  છે  ધમકારા રે લોલ.
 
ગંભીર ને સહેવાગ કેરા  લાગ્યા છે ચમકારા રે લોલ.
 
ઇશાંત ,હરભજન ને લક્ષ્મણ  તો હેતે  હરખાયા  રે લોલ.
 
શ્રીશાન્થ ,જયદેવ, રૈના ઝબકીને તો જાગીયા રે લોલ.
 
અમલા, કાલીસ, ડીલીવીયર્સ,  સ્મિથ વિચારીયા રે લોલ.
 
સન્ની, કપિલ,રવિ,મદન,ચેતન,મોહિન્દર હરખીયા રે લોલ.
 
ભારત ને જગના ક્રિકેટ પ્રેમીઓ મરક મલકિયા રે લોલ.
 
સ્વપ્ને  આજે સચિન ,અંજલિ , અર્જુનને  વધાવિયા  રે લોલ. 
 
=================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

મુક્તકો……..


                   મુક્તકો …..

===================================================

પોસ્ટ તણા  પ્રેમની છે આ અનોખી   વાત એવી,

પધાર્યા પ્રેમથી પણ સ્વાગત કરી શક્યો જ નહિ.

ગીત, ગઝલ, લેખ,,ટુચકા, મજાક કે બીજું કંઈ પણ,

આપને રૂબરૂ  મળીને  પીરસી  શક્યો પણ જ નહિ .

========================================

વીત્યાં બાળપણ યુવાની ને ઘડપણનો આવ્યો આરો,

ને જવાબદારીના બોજમાં જિંદગી  તો દબાઈ   ગઈ.

હસવું, રડવું, લડવું, ઝગડવું ક્યારેક રીસાવું ને મનાવું,

ગમે તેમ તોય એ લાખેણી જિંદગી  તો જીવાઈ ગઈ.

=========================================

ઝંઝોળી  ઝાકળ  ને એક દિ જોયું  જ હતું 

એક  સોનેરી  સોણલું  હરતું  ફરતું  જ દેખાયું.

નીરખવા ગયો  જ્યાં વધારે ત્યાં  તો એ ,

એકલું એકલું અધૂરું  ઝબુક્તું  રમતું  જ દેખાયું.

==========================================

હતા એક પિતામહ ભીષ્મ જેની પ્રતિજ્ઞા વખણાય છે,

ભાઈના માટે હસ્તિનાપુરની ગાદી પણ છોડી જાય છે.

શું  જમાનો આજે  છે  આ હળાહળ કળીયુગ જ  કેરો,

આજ જ્યાં જુઓ ત્યાં શકુનિઓનો વહીવટ દેખાય છે.

==========================================

 

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

સુશાસન આપતાં જોયા નથી..( કાવ્ય )


સુશાસન આપતાં જોયા નથી….  ( કાવ્ય )

===================================================

યુવાનીને  ઘડપણમાં  પલટાતી જોઈ છે મેં,

પણ ઘડપણને પલટાતા યુવાનીમાં જોયું નથી.

અજ્ઞાનીને જ્ઞાનીમાં પલટાતા જોયા છે મેં,

પણ જ્ઞાનીને કદીયે વિજ્ઞાની થતા  જોયા નથી.

સંત્રીને  કોઈક દિન મંત્રી  થતાં જોયા છે મેં,

પણ  એક મંત્રીને કદીયે  સંત્રી  થતાં જોયા નથી.

જયનો વિજય મનાવતા જોયા છે ઘણાયે મેં,

પણ વાયદાનાં વચનો નિભાવતા કદી જોયા નથી.

કૌભાંડોની કાવેરી વહેતી જોઈ છે ઘણીયે મેં,

સેવા,સદાચારની પાવન ગંગા વહેતી   જોઈ નથી.

માનવથી નેતાઓ  થતાં જોયા છે ઘણાય મેં,

પણ નેતાને માનવ થતો  હજુ સુધી   જોયો નથી.

યોગ,આસનોના પાઠ ભણતાં એમને જોયા છે મેં,

પણ દુશાસનોને સુશાસન આપતાં કદીયે જોયા નથી.

========================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

વખોડે છે….(.કાવ્ય )


વખોડે છે……….

======================================

          મુક્તક

=======================

મિત્રો ય  મળ્યા છે કેવા જુઓ

એમના જ  લહેણાંનો ય   ભાર    છે.

હસી ખુશી ગુજારતા દિવસ ને રાતો ,

હવે એમણા  મહેણાંનો ય  માર છે.

==================================

 

સાગર ઉપર કરી  સવારી અમે,

જુઓ નાવને  મોજાં રગદોડે  છે.

જીવનના બંધન  ઝાંઝવા નીર,

એ પળમાં પ્રાણને    તરછોડે છે.

સંસાર સંગ્રામ ક્યાંય છે સ્થિર,

એ પળમાં  સબંધો ને   તોડે છે.

સાચા ખોટાની પરખ કરવા કાજે ,

એ હજારો  મોતીઓને ફોડે છે.

કરતા હતા મોજથી વખાણ મારા,

એ મિત્રો જ મને  હવે વખોડે છે.

શું કરવું સમજ નથી  પડતી મને,

સ્વપ્ન એકલો એકલો જ રડે છે.

=================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )