તમને દેશી માનું કે માનું પરદેશી….


તમને દેશી માનું કે માનું પરદેશી…
============================================================
રાગ: નૈને નૈને મળે જ્યાં છાના- (ફિલ્મ- અખંડ સૌભાગ્યવંતી )
============================================================
નયનોમાં વરસ્યાં  નીર ,  થયું મનડું  અધીર, 
તમને  દેશી માનું   કે  માનું પરદેશી..
વાતો કહું છું વહાલી , ભાષા છે કાલી ઘેલી ,
તમને દેશી માનું   કે માનું  પરદેશી.
પરદેશી  થઈને  તમે પરદેશ  જ  રહ્યા ,
શાને મનમાં લાવો છો ઓ વહાલા.
શરમાઈ ગયા ભરમાઈ ગયા,
નિશાસા નાખો  હર વાતમાં
પરદેશ પ્રેમના ભાવ જાગ્યા, વિદેશીના વાદે  ચઢ્યા .
તમને દેશી માનું  કે  માનું પરદેશી.
મળે સ્વદેશનું ગગન , ઉંચે ઉડે દિલનાના પતંગ
છેડાય મુક્ત મનની સરગમ
દુખ દર્દ માં મિલાવો કદમ,
ભારતની હમેશા કરો સફર
સાથો  સાથ અમે જીવવાના, ગુણલા ભારતના ગાવાના
તમને દેશી માનું કે માનું  પરદેશી.
=========================================================
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

8 thoughts on “તમને દેશી માનું કે માનું પરદેશી….

  1. તમે સ્વદેશ ચલ્યા આવો મારા ભાઈ

    તમે સ્વદેશ ચાલ્યા આવો.

    અમને તડપાવો નહિ , અમને તડપાવો નહિ,

    ” પરદેશી થઈને તમે પરદેશ જ રહ્યા ,

    શાને મનમાં લાવો છો ઓ વહાલા.

    શરમાઈ ગયા ભરમાઈ ગયા,

    નિશાસા નાખો હર વાતમાં

    પરદેશ પ્રેમના ભાવ જાગ્યા, વિદેશીના વાદે ચઢ્યા .

    તમને દેશી માનું કે માનું પરદેશી…..!

    Like

  2. શ્રી ગોવિંદભાઈ,

    વાહ શું વાત છે.? સ્વદેશ પ્રેમની ભાવના જગાવતું ગીત અને

    તે પણ આજથી ૪૫ વર્ષ પહેલા આવેલી ગુજરાતી ફિલ્મના

    રાગમાં. ખુબ સરસ ગીત અને ભાવ.

    Like

    1. શ્રી સુશીલભાઈ,
      બસ કાવ્ય લખવા બેઠો બે લીટી લખીને અખંડ સૌભગ્યવંતીનું
      ગીત યાદ આવ્યું ને તે રાગ પર કાવ્ય લખી નાખ્યું..
      આપના અભિપ્રાય બદલ આભાર

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s