સરદાર કેરો ક્યાં ઘાટ છે ?……….. ( કવિતા )


      

          સરદાર કેરો ઘાટ ક્યાં છે.?  ( કવિતા )
 
 
======================================================================
 
માનવંતા મિત્રો ૧૫ ડીસેમ્બરના રોજ અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા
 
સરદારશ્રીની પુણ્યતિથી આવે છે. રાજધાની દિલ્હીમાં મહાપુરુષોના
 
કાર્યો અનુસાર તેમની સમાધિ બનાવી નામ આપવામાં આવ્યા છે.તેમાં
 
સરદારશ્રીની સમાધિ ક્યાંય નથી. સરદારનો સ્વર્ગવાસ મુબઈમાં થયો.
 
તેમના નશ્વર દેહને  દિલ્હી ના જ  લાવવામાં આવ્યો . ચોપાટી પર અગ્નિ
 
સંસ્કાર કરવામાં આવ્યા. આજે મુબઈ કે દિલ્હીમાં તેમનું સમાધિ સ્થળ
 
નથી. વિચારો રાજીવ ગાંધીનું મૃત્યુ તમિલનાડુ થાય અને દિલ્હી લાવી
 
અગ્નિ સંસ્કાર થાય અને સમાધિ બનાવાય. જયારે અખંડ ભારત બનાવી
 
તમને રાજ્યકર્તા જેણે બનવાનો મોકો આપ્યો તેની સમાધિ જ નહિ.
 
વાહ ભારત  વાહ અને નગુણા રાજકર્તાઓ.
 
=======================================================================
 
 
 
ભવ્ય ભારત કેરું આ જન ગણ મન રાજ્ય છે
 
દ્રઢ નિર્ણય અને કોના વિચારોનો  વિજય  છે
 
લોખંડી વિચારોનું એક અનોખું  મનોબળ  છે
 
શું આજના રાજકર્તાઓના મનમાં ભર્યું  ઝેર હળાહળ  છે ?
 
 
 
રાજધાની દિલ્હીએ જુદા જુદા અનોખા ઘાટ છે
 
મહાત્મા ગાંધીજી  બાપુ  કેરો  જુઓ  રાજઘાટ છે
 
ક્યાંક વિજયનો તો વામન કેરો એ શાંતિઘાટ છે
 
બતાવો એકતા અખંડીતતા સરદારશ્રીનો ક્યાં ઘાટ છે ?
 
 
 
તમે ગુજરાતથી ગયા નાયબ વડાપ્રધાન થયા
 
દિલ્હી દરબારમાં આરામથી છ વર્ષ ઝુલતા રહ્યા 
 
પોતાની જાતને  છોટે સરદાર કહેવડાવતા રહ્યા
 
હવે  જવાબ  આપો આ કેવી નામોશી ભરી   વાત   છે ?
 
 
 
ગુજરાતનાએ છવ્વીસ કેરું છે  કોઈ પણ કર્તવ્ય
 
જણાવજો વ્હાલા સાંસદો તમારું  શું છે  મંતવ્ય
 
અખંડ ભારત ના હોત તો કયાંથી સંસદ  સભ્ય
 
રાજાશાહીમાં  ભાડાં ભથ્થાં ને લોકશાહીની ક્યાં વાત છે ?
 
 
 
ગરવા ગુજરાતીઓને આ છે અનોખો   સાદ
 
બાજુ પર મૂકી દઈએ આ પક્ષાપક્ષીનો નાદ
 
અહિંસા દિન, બાલ દિન ઉજવાય કરો યાદ
 
“એકતા અખંડીતતા” દિન ઉજવાય તો કેવી સોનેરી વાત છે ?
 
==================================================================
 
( ગુજરાતના ૨૬ સંસદ સભ્યો છે માટે ગુજરાતના છવ્વીસ લખ્યું છે )
 
સ્વપ્ન જેસરવાકર    (  ગોવિંદ પટેલ )
Advertisements

12 thoughts on “સરદાર કેરો ક્યાં ઘાટ છે ?……….. ( કવિતા )

 1. આપ દ્વારા રચિત આ રચના માટેના

  પ્રતિભાવો વાંચીને હુ ખુબજ આનંદવિભોર બની ગયો

  કે મારા વડીલ મિત્ર સાચે જ સો ટચના સોના જેવા છે.

  તો પછી રચના વિશે હું અભિપ્રાય આપનાર કોણ ?

  વાહ ગોવિંદભાઈ ……..વાહ વાહ ….!

  Like

 2. શ્રી ગોવિંદભાઈ,

  હમણાં ચંદુભાઈએ ફોનથી જણાવ્યું સરદાર ઘાટ ક્યા છે .

  મેં કાલે યાહુ મેઈલ પર વાચ્યું. એક નવતર વિચાર દ્વારા

  શાસકોને સાચી દિશા બતાવવાનો પ્રયાસ. અખંડ ભારત ના

  હોત તો કલ્પના કરવી મુશ્કેલ છે. અને આ સન્માન ભારતના

  શિલ્પીને મળવું જ જોઈએ. સરસ ચાબકા અને રજૂઆત.

  જય સરદારના નાદ સાથે અસંખ્ય અભિનંદન.

  Like

  1. શ્રી હસમુખભાઈ,

   આપના પ્રોત્સાહન ભર્યા પ્રતિભાવથી હૈયું ગદગદિત થઈ ગયું.

   સરદાર રેલીના તમો તો સાક્ષી છો. મુશીબતો ,બદલીઓનો દોર શરુ

   થઈ ગયેલો. પણ આખરે સર્વ પ્રથમ સફળ સરદાર રેલી કધીલી અને

   સરદાર વિષે પરીક્ષાઓ શરુ કરેલી. બસ જુના સંભારણા યાદ કરી લખી

   લઉં છું આપનો ખુબ આભાર. જય વીર વલ્લભ સરદાર.

   Like

 3. અરે વાહ મારા ગોવિંદ રાજા વાહ,

  સાચી વાત છે સરદારે રજવાડાનું એકત્રીકરણ ના કર્યું હોત તો

  સંસદ ક્યાંથી હોત. એટલે સંસદ સભ્યોએ વિચારવું જોઈએ.

  એકતા દિન તમારી ખંભાત હતા ત્યારની સરદાર રેલી કાઢેલી

  તે સમયે તમે ” એકતા અખંડીતતા દિન” વિષે પ્રવચનમાં માહિતી

  આપેલી. આ કલ્પના હજુ ઘુમરાયા કરતી લાગે છે.

  જય જય શ્રી વલ્લભ વીર સરદાર. એકદમ અનોખું ને મઝાનું.

  Like

  1. શ્રી ચંદુભાઈ,
   આપના પ્રતિભાવ દ્વાર ફલિત થય છે કે સરદાર રેલીમાં કેટલીય
   મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છતાયે અડગ નિર્ણય આપ ,
   શ્રી હસમુખભાઈ, શ્રી વિષ્ણુભાઈ, શ્રી વલ્લભભાઈ, શ્રી દેશમુખ સાહેબ ,
   શ્રી ભાઈલાલભાઈ,શ્રી નારણભાઈ, શ્રી શાંતિલાલ એમ ઘણા બધા
   મીત્રોના સાથ સહકારથી મેં નક્કી કરેલ સરદાર રેલીનું કાર્ય પ્રતિબદ્ધતાથી
   પાર પડ્યું હતું.હું આ વાતે સર્વેનો જીવનભર ઋણી રહીશ.
   આપનો ખુબ ખુબ આભાર. જય સરદાર..

   Like

 4. “એકતા અખંડીતતા” દિન ઉજવાય તો કેવી સોનેરી વાત છે ?
  સરદારશ્રી…..
  ખંધા રાજકરણ ની ઓ કાળી કરતૂતો
  તમે લાગોછો સદા વામણી જગે
  સરદાર, ભારત મા ના સપૂત તને
  આદર ધરી ગર્વથી હર કોઈ નમે

  જય ભારત જ્યાં ગૂંજશે મહા.
  હૃદયમાં જ એ રમશે સદા
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
   સરદાર શ્રી વિષે સુંદર મઝાની ચાર પાચ પંક્તિ આપ દ્વારા માણવા મળી.
   આતિ આનંદ ઉરમાં પ્રગટ્યો . આભાર સહ વિનંતી કે સરદાર વિષે આવું
   જણાવતા રહેશો.. આપનો ખુબ આભાર.

   Like

 5. આર .કે .લક્ષ્મણ સાહેબનું એક સરસ વ્યંગ કાર્ટૂન યાદ આવે છે

  ગોંધીજી ભલા ભોળા ને સાચાને નિશ્વાર્થ ભગત જેવા દેશ પ્રેમી હતા સર્વસ્વ દેશ ને ચરણે ધરી દીધું
  સરદાર સખત સાચા ને નીડર દેશ પ્રેમી હતા. પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું
  નહેરુ સ્વાર્થી ને કુટુંબ પ્રેમી દેશ પ્રેમી હતા , દેશ કુટુંબને સમર્પિત કર્યો
  એટલે તો કહેવાય છે કે મોતીલાલે
  આનંદ ભુવન દેશ ને આપ્યું ને ભારત ભુવન લીધું
  લી. પ્રહેલાદ્પ્રજપતી

  Like

  1. આદરણીય શ્રી પ્રહલાદભાઈ,

   આર. કે. લક્ષ્મણ સાહેબની વાત સો આની સાચી છે.
   જેને ત્યાગ્યું તેણે કદી ના ભોગવ્યું .અને દેખાવ ખાતર ત્યાગી સર્વસ્વ
   ભોગવી લીધું અને હજુ પણ ભોગવે છે.
   આપનો ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s