સુશાસન આપતાં જોયા નથી……. ( કાવ્ય )


સુશાસન આપતાં જોયા નથી….  ( કાવ્ય )

===================================================

યુવાનીને  ઘડપણમાં  પલટાતી જોઈ છે મેં,

પણ ઘડપણને પલટાતા યુવાનીમાં જોયું નથી.

અજ્ઞાનીને જ્ઞાનીમાં પલટાતા જોયા છે મેં,

પણ જ્ઞાનીને કદીયે વિજ્ઞાની થતા  જોયા નથી.

સંત્રીને  કોઈક દિન મંત્રી  થતાં જોયા છે મેં,

પણ  એક મંત્રીને કદીયે  સંત્રી  થતાં જોયા નથી.

જયનો વિજય મનાવતા જોયા છે ઘણાયે મેં,

પણ વાયદાનાં વચનો નિભાવતા કદી જોયા નથી.

કૌભાંડોની કાવેરી વહેતી જોઈ છે ઘણીયે મેં,

સેવા,સદાચારની પાવન ગંગા વહેતી   જોઈ નથી.

માનવથી નેતાઓ  થતાં જોયા છે ઘણાય મેં,

પણ નેતાને માનવ થતો  હજુ સુધી   જોયો નથી.

યોગ,આસનોના પાઠ ભણતાં એમને જોયા છે મેં,

પણ દુશાસનોને સુશાસન આપતાં કદીયે જોયા નથી.

========================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Advertisements

8 thoughts on “સુશાસન આપતાં જોયા નથી……. ( કાવ્ય )

 1. યુવાનીને ઘડપણમાં પલટાતી જોઈ છે મેં,

  પણ ઘડપણને પલટાતા યુવાનીમાં જોયું નથી…..
  This is how your Rachana begins !
  You talked of “GHADAPAN”and much more …
  Today I have a Post on “GHADAPAN” on Chandrapukar !
  What a coincident ! It can ONLY GOD INTENDED !
  Liked your message in your Rachana !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to Chandrapukar !

  Like

  1. આદરણીય શ્રી ડો. ચંદ્રવદનભાઈ,

   આપના આગમનના એંધાણ થયા પણ હું જરા અવકાશમાં લટાર

   મારતો ચંદ્રનો પુકાર સાંભળી ત્યાં પહોચી ગયો હતો એટલે મેળાપ

   થઈ શક્યો નહિ. બાકી અમારા પર ચન્દ્રનો પુકાર થયા એટલે મઘ

   જેવી મીઠ્ઠી શીતળતાનો આલ્હાદક અનુભવ થાય. બસ ત્યારે આપના

   આગમને અમારું સ્વાગત અને ખુબ ખુબ આભાર.

   Like

 2. રામચંદ્રજી કહ ગયે સીયાસે
  ઐસા કલજુગ આયેગા
  હંસ ચુનેગા દાનાપાની ઔર કૌ મોતી ખાયેગા.
  શ્રી ગોવિંદભાઈ સરસરીતે સમાજીક અવસ્થાને કાવ્ય દર્પણમાં મઢી.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. માનવથી નેતાઓ થતાં જોયા છે ઘણાય મેં,
  પણ નેતાને માનવ થતો હજુ સુધી જોયો નથી…..
  જયનો વિજય મનાવતા જોયા છે ઘણાયે મેં,
  પણ વાયદાનાં વચનો નિભાવતા કદી જોયા નથી……
  સંત્રીને કોઈક દિન મંત્રી થતાં જોયા છે મેં,
  પણ એક મંત્રીને કદીયે સંત્રી થતાં જોયા નથી…!!!!!!!
  સાચી વાત … હા આપણાં પુરાણો પ્રમાણે એકજ વાર આ બન્યું હતું …..વચને બંધાયેલા વિષ્ણુ ભગવાન બલિ રાજા ને ત્યાં દ્વારપાલ થયા હતા….અને એને ત્યાંથી છોડાવવા માટે લક્ષ્મીજી એ બલિરાજાને ભાઈ બનાવી ને રાખડી બાંધી હતી !!!!!

  Like

  1. શ્રી પારુબહેન,
   આપના પુરાણના એક પ્રેરક પ્રસંગના સંદેશ સાથે પ્રેરક બળ આપતો
   પ્રેમ ભર્યો સંદેશો અનન્ય વિચાર શક્તિ પૂરી પડે છે એ દ્વારા નવીન
   કલ્પનાઓ મળી રહે છે. આપનો ખુબ ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s