અસરના ઓટલેથી મળ્યો સવાલ… ( કાવ્ય )


અસરના ઓટલેથી મળ્યો સવાલ….. (કાવ્ય ) 
 
=======================================================
 
આદરણીય શ્રી યશવંત કાકાના બ્લોગ   ” અસર “ના ઓટલે માં
 
” અમને પૈસા પાછા મળવા જોઈએ ! લેખ વાંચીને મનમાં  એક
 
વિચાર ઉદભવ્યો  કે ચુંટાયેલાને પાછા બોલાવવાનો હક્ક મળવો
 
જોઈએ.  અને એના ઉદ્દેશ્યથી આ રચનાએ રૂપ રંગ સજ્યાં.
 
આદરણીય યશવંતકાકાના સ્નેહ  અને આશીર્વાદની અપેક્ષા 
 
સહ  આપની સમક્ષ રજુ કરું છું
 
========================================================
 
 
અસર  કેરા  ઓટલે  થી  હવે  એક આ સવાલ  મળ્યો છે
 
 
પછી વિચારતાં વિચારતાં  અમને આ જવાબ  જડ્યો  છે
 
 
અમને પૈસા પાછા મળવા જોઈએ ! એવો સાજ પડ્યો છે
 
 
ઘણી પુરાણીવસ્તુ ફરીફરી વેચવાનો  રીવાજ ચઢ્યો છે
 
 
 આ વેચાયેલો પોપટ પાંચ વર્ષે પાછો વરઘોડે ચઢ્યો છે
 
 
એ  જુદી જુદી જગ્યાએ   ઉભા રહેવાને  રવાડે   ચઢ્યો છે
 
 
આતો ધોતી,ઝભ્ભો , ટોપી ત્યજી આધુનિક  વાદે વળ્યો છે
 
 
પહેરી જીન્સ, સફારી  સુટ  બૂટના વરણાગી વાડે ભળ્યો છે
 
 
નવી  બોટલમાં જુનો દારૂ  કેવો  મંદ  મરક મરકી રહ્યો છે
 
 
આ પોપટીયો કટકી  કૌભાંડ કેરી ચૂર્ણ ફાકી ફાકી ગયો છે
 
 
એ વહેચતો ને વેચાતો વારંવાર લોકોની નજરે ચઢ્યો છે
 
 
વાયદા  પત્રકમાં કેટલીય બાદબાકીની  ખબરે   જડ્યો છે
 
 
અમારું આપેલું પાછું લેવાનો  ના નજરે  રસ્તો પડ્યો  છે
 
 
અમારો મોકલેલ પોપટીયો   હવે કાયદા ઘડતો   થયો  છે
 
 
માંડો ત્રિરાશી મહેનત કરી   કોણ  સિલક ગણતો થયો  છે
 
 
આ પોપટ વર્ષે પચાસ  પ્રોપર્ટીનો  માલિક બનતો  ગયો છે
 
 
=============================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )
Advertisements

14 thoughts on “અસરના ઓટલેથી મળ્યો સવાલ… ( કાવ્ય )

 1. શ્રી ગોવિંદભાઈ “આંધળીમાનો કાગળ” એ માના હૃદયનો ચીત્કાર હતો..આપે એક વતન પ્રેમીની
  વાત પત્ર દ્વારા ગુંથી.ખૂબ ચટેકાદાર અને મજેદાર કવિતા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. શ્રી ગોવિંદ રાજા
  હજુ મારા મિત્રો તમારા કાવ્યો વાચી રહ્યા છે
  પણ હવે હું જ કહીશ કે વિચારોનું વાવાઝોડું .
  વાવાઝોડાની માફક વિચારો પ્રકટે છે
  સરસ. મઝા પડી ભાઈ મઝા પડી રે….

  Like

 3. શ્રી ગોવિંદ કાકા,

  હમણાં જ હસ્મુક્ભાઈ મળ્યા ને કાવ્યની વાત થઈ.

  હું કોલેજ જતો હતો ત્યારે. પોપટીયાની જબરી ખબર

  લીધી છે. આ વિચારવાનો અને લખવાનો ટાઇમ ક્યારે

  મળે છે…….. એક્સલન્ટ . નમસ્તે.

  Like

 4. શ્રી ગોવિંદભાઈ ,
  સરસ પાત્ર શોધી લાવો છો. પોપટીયો.
  વ્હેચતો અને વેચાતો વારંવાર લોકોની નજરે ચડ્યો છે.
  જોરોં કા ઝટકા………. લગા દિયા રે……..
  અફલાતુન…….

  Like

  1. શ્રી હસમુખભાઈ,
   તમને ખબર હોય તો હું પહેલેથી આ લોકોને પોપટ કહેતો હતો.
   બધા પોપટ જેવા જ છે. રંગમાં આવી ને લીલા કરવા વાળા
   અને ખાવામાં લાલ ચાંચ જેવા.
   અભિપ્રાય બદલ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s