અમેરિકા ની ઝાંખી…… ( કવિતા )
=====================================================
અમેરિકા થી ભારત એક પત્ર
==================================================
અમેરિકાની ભૌતિક સુવિધાઓ= ઉચ્ચારો=પદ્ધતિઓ સ્ટોરો= અણુશસ્ત્રો =
જોવાલાયક સ્થળો =શહેરો=બેકારી-શાસન પદ્ધતિ= તેમજ મંદિરો અને
ભક્તિભાવનું વર્ણન કરતો પત્ર …….
==================================================
(રાગ ………….. આંધળી માં નો કાગળ …………..)
===================================================
અમેરિકા છે અજાયબ ધરતી , વિશ્વ મહાસત્તાનો ખંત
એવી ભૌતિકતાની ધરતી પરથી, ગોવિંદ લખે ખત
ભત્રીજો મારો જેસરવા ગામે
દીપેશ ચીમનભાઈ નામે
કોમ્પુટરરાઈઝ પદ્ધતિ બધી જગ્યાએ જોવા જાણવા જેવું
રણગાડી-વિમાનો-રડાર- ને મિસાઈલ એ અચરજ કેવું
આ તો અણુશસ્ત્રોનો ખજાનો
માનવી તમે માનો યા ના માનો
આ દેશમાં પેટ્રોલ બળે ને , પાણીની જેમ મોટર ફરે
આખો દિવસ એ ગાડીમાં ફરે ને પછી એ વોકીગ કરે
માઈલ ને એ માયલ કહાવે
ઓઈલ ને એ ઓયલ ગણાવે
સ્વીચો ઉધી , રસ્તા ઉધા અવળા છે દિન અને રાત
મેટ્રિક પદ્ધતિ દુનિયામાં આવી, આણે ના માની વાત
હજુ પણ પાઉંડ , રતલ ચાલે
ગેલન – ઔસને એ ના ભુલાવે
રાલ્ફ -આલ્બર્ટસન – આલ્ફબીટા – વિવા ને છે લકી
દરેક વસ્તુ પેકેટમાં જ મળે ને છાપેલા ભાવજ નક્કી
ટાર્ગેટ – માર્વીન્સ – ને સિયર્સ
પ્રાઇસ ક્લબ ને હોમ ડીપો સ્ટોર્સ
પટેલ બ્રધર્સ -ઇન્ડિયા ફૂડ ને ગીફ્ટ , ગણેશ ગ્રોસરી કહેવાય
પાયોનીયર પર સુરતી ફરસાણ ને કેશ એન્ડ કેરી ના ભૂલાય
અરટેશિયામાં તો લીટલ ઇન્ડિયા દેખાય
જયાં સાડી- ઝવેરાત ને મીઠાઈ વેચાય
રાધાકૃષ્ણ- અક્ષર પુરશોતમ- ને માલી બુ નું મંદિર જણાય
આઈ, એસ .એસ ઓ થકી નવું સ્વામીનારાયણ મંદિર બંધાય
ભક્તિભાવ ને ઉત્સવમાં રસ અનેરો
ગરવો ગુજરાતી વેપાર-ગરબામાં શૂરો
દુરથી ડોલર ચકરડા જેવો ને એક ના ત્રીસ દેખાય
પણ ડોલર લેતા દમ પડે છે અહી ચીસ પાડી જવાય
અહી પણ છે બેકારોની મુશ્કેલી
વિશ્વ મંદીની જાણે ચઢી છે હેલી
મેજિક-માઉન્ટએન,ડિઝનીલેન્ડ ને સાનફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ
ન્યુજર્સી, શિકાગો, બોસ્ટન , અલાસ્કા ને હવાઈ ટાપુ ના છે બેટ
ન્યુયોર્કમાં છે સ્વાતંત્ર્ય દેવીની પ્રતિમા
ભાઈ લોસ એન્જલસની છે અનેરી આભા
વોશિગ્ટન ડી.સી . માં છે વાઈટ હાઉસ પ્રમુખ શ્રીનું ધામ
રિપબ્લિક અને ડેમોકેટ ના સેનેટરો માટે ચર્ચા નો મુકામ
આવી છે અમેરિકા દેશની ઝાંખી
” સ્વપ્ન “ ને કોઈએ પાંખો આપી
================================================
૪ જુલાઈ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન છે
આ ગીત જાન્યુઆરી ૧૯૯૨ માં લખેલ છે
============================================
ભારતની ગૌરવ ગાથા હવે પછી મુકીશ
તે ગીત ફેબ્રુઆરી૧૯૯૨ માં લખેલ છે.
==========================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Mane aa post read karvama khubh maja aavi, Tame khubh majana vicharo lakho cho. Tamaro blog visit karvani khub khub maja aave che, specially work par aavya pachi jayare jayaare desh ni yaad aave tare to khubh aanand thay che, India ma pan mara ghar na ne huin blog vise vaat karu. Thank you. Nava Varse Na tamene Khubh Khubh Pranam. Aaa varse pan tamara blog vachvani looking forward to it.
LikeLike
શ્રી હેતલબેન,
બસ ઝાખીમાં જામી જાવ.. ગમ્યું ને ?
તમે દેશમાં મારા કાવ્યોની વાતો કરો છો
અને કાવ્યો વાચો છો. સરસ.
આપના પ્રતિભાવ બદલ ખુબ આભાર
LikeLike
Nice Nice, I like this, describing aspects of lifestyle, and different parts of America, Enjoy reading the Poem, Amazing how your lines touch the heart!
LikeLike
શ્રી દિપેશભાઇ,
બસ ઝાખીમાં જામી જાવ.. ગમ્યું ને ?
આપના પ્રતિભાવ બદલ ખુબ આભાર
કાવ્યો વાચો છો ખુબ સરસ
LikeLike
શ્રી ગોવિંદ મામા,
આવા મઝાના કાવ્યો વાચવા મળે છે . માણવાના મળે છે
અમેરિકા વિષે ઘણું જાણવાનું મળ્યું. જાતે જોયું હોય તેવું લાગ્યું
અભિનંદન…… નમસ્કાર..
LikeLike
ભાઈ રૂપ,
તારા સરસ સંદેશા માટે ખુબ આભાર.
હવે ભારતની ગૌરવ ગાથા જાન્યુઆરીમાં આવશે.
૨૦૧૧ ના નુતન વર્ષાભિનંદન
LikeLike
VERRY NICE POEM SIR
GOOD THIKINKIG . ENJOY
LikeLike
આભાર નીશિલભાઈ આપનો
LikeLike
શ્રી ગોવિંદ કાકા,
હમણાં વતનમાં ગયો ત્યારે ખબર પડી કે તમારો બ્લોગ છે
ખુબ સરસ બ્લોગ. બધી જાતની, ભાત ભાતની કવિતો.
જુદા વિષયો. બધીમાં અનેરી મઝા.
કોમ્પુટરરાઈઝ પદ્ધતિ બધી જગ્યાએ જોવા જાણવા જેવું
રણગાડી-વિમાનો-રડાર- ને મિસાઈલ એ અચરજ કેવું
આ તો અણુશસ્ત્રોનો ખજાનો
માનવી તમે માનો યા ના માનો
ખરી સો આની સાચી વાત કહી. મઝા..મઝા. આ…વી…ગ…..ઈ….
LikeLike
શ્રી મુકેશલાલ,
આપના અપ્રતિમ સંદેશ બદલ આભાર.
LikeLike
અમેરિકાની સરસ તસવીર રજૂ કરી છે. અભિનંદન ગોવિંદભાઈ.
LikeLike
આદરણીય શ્રી જગદીશભાઈ,
આપના ઉત્સાહ પ્રેરિત પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
સ્વીચો ઉધી , રસ્તા ઉધા અવળા છે દિન અને રાત
મેટ્રિક પદ્ધતિ દુનિયામાં આવી, આણે ના માની વાત
આ બે લાઈન તે દેશનું વર્તન અને વિચાર રજુ કરે છે.
ભારતમાં બેઠા જ અમેરિકાના દર્શન કરવી દીધા.
ધન્યવાદ છે આપને સુંદર કવિતા માટે …………….
LikeLike
શ્રી હસમુખભાઈ,
આપના પ્રેમ ભર્યા પ્રતિભાવ બદલ આભાર.
LikeLike
આ દેશમાં પેટ્રોલ બળે ને , પાણીની જેમ મોટર ફરે
આખો દિવસ એ ગાડીમાં ફરે ને પછી એ વોકીગ કરે
ક્યા બાત હૈ ગોવિંદભાઇ….
ઉપરની બે પંક્તિ તો હદયમાં સ્પર્શી ગઇ… 🙂
LikeLike
શ્રી સોહમભાઈ,
આપના સુંદર અને ઉત્સાહ પ્રેરિત પ્રતિભાવ બદલ આભાર.
LikeLike
વાહ ગોવિંદ રાજા વાહ,
અમેરિકાના ખૂણે ખૂણા દર્શાવી બધું જ કાવ્યમાં સમાવી લીધું.
ધન્ય છે કવિને અને કવિતાને ……….
LikeLike
શ્રી ચંદુભાઈ,
આપના અનન્ય પ્રતિભાવ બદલ આભાર.
LikeLike
nice poem………
LikeLike
ભાઈ શ્રી અવકાશ,
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું અદકેરું સ્વાગત છે
ભલે પધાર્યા. આપની પ્રગતી ઉતરોતર વધે એવી શુભ કામના
આપના અમુલ્ય પ્રતિભાવ બદલ ખુબ આભાર
LikeLike
In your Rachana, you have taken the “photos” of USA.
Nicely told the “Lifestyles” of those in America…& also made the Readers see the “different places” of America.
Liked the Post !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Hope to see you on Chandrapukar to read the New Post.
Inviting your Readers to Chandrapukar too !
LikeLike
આદરણીય ડો.શ્રી ચંદ્રવદન ભાઈ,
ચન્દ્રપુકાર થયો અને પરાર્થે સમર્પણના હદયના તાર ઝણઝણી ઉઠ્યા .
આપના આશીર્વાદ સમા સંદેશને ઝીલતા હૈયું ગદગદિત થી ગયું
આપનો ખુબ ખુબ આભાર.
LikeLike