શાસ્ત્રીની ની અંતિમ ક્ષણો બાદ…. ( કાવ્ય )


શાસ્ત્રીજી ની અંતિમ ક્ષણો બાદ…… ( કાવ્ય )

===================================================================

 

 

કદમાં વામન પણ નિર્ણય શક્તિમાં વિરાટ કે જેમણે ૧૯૬૫ ના

યુધ્ધમાં પડોશી દેશના દાંત   ખાટા કરી નાખેલા એવા આપણા લાડીલા  

સ્વ. વડા પ્રધાન  લાલ બહાદૂરશાસ્ત્રીજીની ૧૧ જાન્યુઆરીએ પુણ્ય તિથી

આવે છે. તો તેમની યાદમાં આ ગીત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ.

              …… જય જવાન……જય કિસાન…

====================================================================

( રાગ–   આધળી માનો કાગળ…)

======================================================================

આંખ માથું કદી દુખ્યાં નથી ને આવ્યો નથી કદી તાવ

માવડી એની માને જ નહી  મારો લાલ  મરી કેમ જાય

                                              શું એના અન્ન જળ ખૂટ્યાં ?

                                               કે પછી મારા  નશીબ ફૂટયાં

ઘંટડી વાગે ને ટેલીફોન જાગે , મારા લાલના સુર સંભળાય

તાશ્કંદ મંત્રણા તો  પૂરી થઈ  ને    આવું છું  હું કાલ   સવાર

                                              નહોતું  જાણ્યું  જાનકી નાથે

                                              કે પ્રભાત શું રે  જ થશે

જોત  જોતામાં વાવડ આવ્યા કે શાસ્ત્રીજી સ્વર્ગે સીધાય

હદય રોગ   કેરો   હુમલો  થયો  ને  પ્રાણ પંખેરું  તો જાય

                                             ઝુંટાયું  છે રત્ન જ  સાચે

                                             કાળ  બન્યો છે કૂણો  જાણે

મઘરાતે   તો  ભારતની જનતા  જાગી ઉઠી છે  તત્કાળ

સફાળી થઈને વિસ્મય પામી શું  શાસ્ત્રીજી લીધી વિદાય 

                                               હશે શું એ વાત જ સાચી

                                              કે  રમી  કોઈએ મેલી બાજી

શાંત તાશ્કંદ અશાંત થયું ને કોસીજીન  ભરે મૃગ  ફાળ

ડોક્ટર કેરું ધાડું જ આવ્યું પણ જ્યાં જીતી ગયો છે કાળ

                                               હે પ્રભુ તમે  આ શું કીધું

                                              સુંદર સ્વપ્નું  ભુંસી દીધું

કાયા તારી તો વામન  હતી પણ કાર્ય  તારું વિશાળ

ભારતના ભડવીર બનીને  વેરીને મારી  છે  લપડાક

                                              જેવો તું    યુધ્ધમાં શૂરો

                                              તેવો તું શાંતિમાં પૂરો

મહાવીર ગૌતમ ગાંધી જવાહર સરદાર ભારત ભડવીર

એ શાંતિના દુતોના પગલે માંડ્યા છે પગલાં  શાંતિ  વીર

                                              અયુબ સાથે તેં   હાથ  મિલાવ્યા

                                              શાંતિના  તેં   સુર   જગાડ્યા           

રિપુ મિત્રની કાંધે   ચડીને  શાસ્ત્રીજી  આવ્યા છે નિજ દેશ

પનોતા પુત્રના  અંતિમ  દર્શને તો આવ્યા છે  દેશ-વિદેશ

                                              પેલી આ ગંગા  જ રુએ

                                              ઓલી  આ જમુના  રુએ

દેવી લલીતા તો શોકમાં ડૂબ્યાંને  રુવે  છે  હૈયા  ફાટ

અરે અભાગણી કેવી ભૂલવી સાથે ના લીધી કાં નાથ

                                              સાવિત્રી  સત્યવાનને માટે

                                              તો લલીતા  શાસ્ત્રીજી માટે

દેશ વિદેશથી દૂતો આવ્યા ને આવ્યા  રાય ને રંક

ભારતની જનતાને છોડી  પોઢ્યા છે અગ્નિને  અંક

                                             સંદેશો તમે  જગને જ દીધો

                                            શાંતિ કેરો  પંથ જ  છે સીધો

============================================================

રચયિતા —-   અજ્ઞાત

સંકલન- સ્વપ્ન  જેસરવાકર     ( ગોવિંદ પટેલ )

Advertisements

12 thoughts on “શાસ્ત્રીની ની અંતિમ ક્ષણો બાદ…. ( કાવ્ય )

  1. આ વિરાટ વ્યક્તિત્વનું સ્મરણ આજના દિવસે કાવ્યરૂપે વાંચીને ભાવથી મસ્તક નમી ગયું ! એમની યાદ તાજી કરવા બદલ અને આ ભાવભર્યા કાવ્ય બદલ આભાર !

    Like

    1. શ્રી રેખાબહેન,

      આવા વિરાટ વ્યક્તિત્વ સામે હર ભારતીયનું મસ્તક પ્રેમથી ઝુકી જાય તેવું અનમોલ વ્યક્તિત્વને

      ભારતના અબાલ વૃદ્ધ સદાય યાદ કરતા રહેશે.

      આપના અક્ષયપાત્ર દ્વારા જે અક્ષય પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.

      Like

    1. ભાઈ રૂપેશ,

      પસંગ જ એવો બની ગયો હતો કે સમગ્ર ભારતના બાલ અબાલ વૃદ્ધ યુવાનો

      મહિલા શક્તિ તમામ શોક ગ્રસ્ત બની આખો દેશ ગમગીન બની ગયો હતો

      આપના સંદેશ બદલ આભાર..

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s