જગતભરમાં હિન્દુત્વના આદર્શને પ્રસરાવનાર યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી


જગતભરમાં હિન્દુત્વના આદર્શને પ્રસરાવનાર યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી
 
 
 
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિના  માર્ગ સુધી વળગી રહો
 
આવું  અનોખું સૂત્ર આપનાર  અને ૧૧ જાન્યુઆરી ૧૮૯૩ માં
 
અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરીષદમાં જેમણે
 
પ્રવચનમાં ભાઈઓ અને બહેનોના ઉદબોધન દ્વારા જનતા
 
અને જગતભરના ધર્મ ગુરુઓને અચંબામાં નાખીને માનવતા
 
ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્ર નિર્માણ, અને હિદુત્વ વિષે વિશાળ
 
દિલથી મુદ્દાની સભર છણાવટથી દુનિયાના ધર્મગુરુઓને ક્ષણિક
 
વિચારવંત કરી હિન્દુત્વનો ઝંડો જગ આકાશે લહેવરાવ્યો એવા
 
યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી નો ૧૨ જાન્યુઆરીએ જન્મ દિન છે
 
આવો એમના થોડા મુદ્દાઓને જીવનમાં આત્મસાત કરી તેમના
 
જન્મ દિને રાષ્ટ્ર નિર્માણમાં આપણું કર્તવ્ય બજાવીએ……..
 
 
 
યુગોના યુગો સુધી લહેરાતા અને માનવ જાતને પ્રેરણા આપતા 
 
રહે એમના  આદર્શ વિચારો ………………………………………………
 
 
=================================================
 
 
 
આત્મ વિશ્વાસ  વગરનો વ્યક્તિ નાસ્તિક છે
 
 
આત્મ વિશ્વાસ અંતરના દેવત્વને  પ્રગટાવી દે છે
 
 
દેવત્વની પ્રાપ્તિ થયા  બાદ વ્યક્તિ સર્વસમર્થ  બને છે
 
 
જે રાષ્ટ્ર આત્મ વિશ્વાસ ગુમાવી દે છે તે રાષ્ટ્રનું મૃત્યુ નિશ્ચિત છે
 
 
ધર્મ જ એવું પરીબળ છે  કે  જે  વ્યક્તિ અને રાષ્ટ્રને શક્તિ રૂપી બળ પ્રદાન કરી શકે છે
 
 
દરેકમાં પુરુષત્વ , માનવ ગરિમા અને આત્મ સન્માન પેદા કરવું જોઈએ
 
 
સત્યની ઘોષણા  ધર્મથી અને ધર્મની ઘોષણા સત્યથી થાય છે.
 
 
===============================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
Advertisements

18 thoughts on “જગતભરમાં હિન્દુત્વના આદર્શને પ્રસરાવનાર યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી

 1. સ્વામી વિવેકાનંદની રૂપેરી પહેચાન દેતી આ પોષ્ટ ને તેમના ભવ્ય ફોટા મનભરીને માણ્યા.આપની
  વતન પ્રેમી કલમને ધન્યવાદ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. આત્મ વિશ્વાસ વગરનો વ્યક્તિ નાસ્તિક છે

  આત્મ વિશ્વાસ અંતરના દેવત્વને પ્રગટાવી દે છે
  Govindbhai….
  Nice to read this Post on Swami Vivekanand.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  ALL READERS are invited to Chandrapukar to read a Post on Swami Vivakand & LISTEN to his VOICE on a VIDEO CLIP !

  Like

 3. ગોવિંદભાઇ, સ્વામી વિવેકાનંદના ૧૫૦માં જન્મદિન નિમિત્તે આપણે એમના મહાન વિચારોને યાદ કરીએ.થોડું પણ જીવનમાં ઉતારીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઇએ.

  Like

 4. આજના ભારતને, “ઊઠો જાગો અને ધ્યેયને પ્રાપ્ત કરો” એવું આહ્વાવાન આપનારા સ્વામી વિવેકાનંદ જેવા મહામાનવની ખૂબજ જરુર જણાય છે, તમારી વાત સાથે મારો સુર પુરાવું છું.

  Like

  1. આદરણીય ડો. શ્રી મેવાડા સાહેબ,

   આપના પવન પગલા વડે પરાર્થે સમર્પણમાં વિરલ વ્યક્તિત્વ એવા યુગ પુરુષ

   સ્વામીજીનો કેખ ઝળહળી ઉઠ્યો સહે આપના અનમોલ પ્રતિભાવ બદલ ખુબ આભાર

   Like

 5. શ્રી ગોવિંદભાઈ,

  પારકાઓ ને પણ પોતાના ભાઈ બહેન તરીકે સંબોધનાર એવા ભારત ના મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદ ના ૧૫૦ માં જન્મદિન નિમિત્તે આપણે સૌ એમના અવિરત શક્તિ નો સ્તોત્ર સમાન મહાન વિચારો ને યાદ કરીએ એ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બરોબર છે. આજના હજારો લેખકો કે વિચારકો ભેગા મળી ને આજ ના યુવાનો ને ઉત્સાહ કે પ્રેરણા વાચક લખાણો વડે જે વિશ્વાસ પેદા ના કરી શકે તે વર્ષો પેહલા લખેલા સ્વામી વિવેકાનંદ નું એક સુત્ર આજ સુધી કેટ કેટલાયે યુવાનો ની જીંદગી બદલી નાખી છે. તો આવા મહાન વ્યક્તિત્વ ને મારા કોટી કોટી પ્રણામ.

  Like

  1. શ્રી વેદાંગભાઈ ,

   આપની વાત સાચી છે આજના લેખકો, વિદ્વાનો તત્વચિંતકો ના કરી શકે

   તેવું વિરલ વ્યક્તિત્વ તેમના ભાષણો દ્વારા યુવાનોને પ્રેરણા આપી છે.

   આપના અંતરંગ દ્વારેથી જે વિરલ પ્રતિભાવ મળ્યો તે બદલ આભાર.

   Like

  1. શ્રી એસ. એસ રાઠોડ સાહેબ,

   આપના આગમને અમારા આપને વધામણાં.આપની વાત સાચી છે

   સ્વ્મીજી વર્ષો પહેલા જે પારખી ગયા હતા તે અત્યારના યુગના માનવી

   પારખી ના શક્યા. આના પ્રેમ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

ટિપ્પણીઓ બંધ છે.