ભારતની ગૌરવ ગાથા….. ( કવિતા)
=====================================================================
ભારત થી અમેરિકા એક પત્ર ………….
========================================================
( અમેરિકાથી એક પત્ર ” અમેરિકાની ઝાંખી” ના જવાબમાં જેસરવાથી એક
પત્ર જેનું સ્વપ્નની કલમે ” ભારતની ગૌરવ ગાથા ” સ્વરૂપે અંકિત થયું…….
=======================================================
( રાગ=….. આંધળી માં નો કાગળ ……
=================================================
ભારત છે દેવતાઓની ભૂમિ થયા ઋષિ, મુનિ ને સંત
એવી આધ્યાત્મિકતા ધરતી પરથી દીપેશ લખે ખત
ભાઈ મારો છે નોર્વોક ગામે
બ્રિજેશ જેસરવાકર જ નામે
રામ- કૃષ્ણ- બુદ્ધ – નાનક ને થયા છે મહાવીર સ્વામી
હનુમાનજી -જલાબાપા- સાથે કબીર ને સહજાનંદ સ્વામી
સવાર-સાંજ આરતી કીર્તન થાયે
ભક્તિ ભાવમાં સૌ તરબોળ દેખાયે
સૂર્ય -ચન્દ્ર- અગ્નિ -ધરતી , પવન સાથે જ ગૌ માતા
મહેનત પ્રમાણે આપે છે સૌને, ઉપરવાળો જ અન્નદાતા
ગંગા- જમના- ગોદાવરી ને સરસ્વતી
તાપી- નર્મદા- મહી ને સાબરમતી
આ ધરતી પર તો માનવતા , છે એક રૂડી ચીજ
આવેલાને ને આવકાર આપે ઈજ્જતની છે બીક
ભૂખ્યાને તો એ જરૂર ભોજન કરાવે
મુશીબત ના ટાણે એ દોડી ને આવે
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય
હિન્દી તો છે રાષ્ટ્રભાષા,પણ ગુજરાતીએ વિવેક દેખાય
તમારે ત્યાં પાણીના પૈસા લેવાય
અહી તો મફત પરબો જ મંડાય
ઝાંસીની રાણી- તાત્યા ટોપે થયા બહાદુરશા ઝફર
સ્વતંત્ર સંગ્રામના સેનાનીઓ, કુરબાની ની કરી સફર
વિક્રમ થયો છે પરદુઃખભંજન રાજા
રાણા પ્રતાપ ને શિવાજી મહારાજા
આ દેશની ધરતી પર થઈ ગયો એક જ ફકીર
આફ્રિકાની ભૂમિ પર ફેક્યું એણે સત્યાગ્રહ કેરું તીર
સાબરમતી કેરો એ સંત જ કહેવાયો
અહિંસા ના રસ્તે એ આઝાદી લાવ્યો.
ભગતસિહ, આઝાદ, મોલાના, ટીળક, લાલ,બાલ, પાલ
શાસ્રી, સુભાષ, નહેરુ, ને સરદારે તો કરી છે કમાલ
બારડોલીમાં અંગ્રેજ હકુમત હચમચાવી
અખંડ ભારત કેરી જુઓ ધુણી ધખાવી
ગેટ વે ઓફ ઇન્ડિયા મુબઈમાં, ને કલકતામાં બ્રીજ હાવરા
કુતુબ, લાલ કિલ્લો દિલ્હીમાં , ને તાજ મહાલ તો આગરા
આણંદની ઓળખ શ્વેતક્રાંતિ છે અમુલ ડેરી
રથયાત્રા માટે મશહુર અમદાવાદ ને પૂરી
ગ્વાલિયર ને વડોદરા તો ભાઈ, શ્રીમંત રાજવી કેરાં શહેર
અજન્તા – ઈલોરાની ગુફાઓ, સાથે જુઓ લખનૌ કેરી જ લહેર
જયપુર ને તો કહેવાય છે ગુલાબી નગર
ભોપાલ,પટના, બેગ્લોર, મદ્રાસ, ને અમૃતસર
અમેરિકા- રશિયા- ઈંગ્લેડ- કેનેડા , ફ્રાંસ સિંગાપુર ને પાકિસ્તાન
ભારતને જ માતા કહેવાય ભાઈ, ના દુબઈ ચીન કે જાપાન
સમર્પણ ની ભાવના હરદમ શીખાયે
કાયમ પડોશી રાષ્ટ્રો ની મદદે જાયે.
ભારત છે ભવ્ય ભૂમિ ને ભવ્ય સંસ્કૃતિનો વારસો જ ગણાય
એક દિ દુનિયાને જરૂર દોરશે, ને જગતનો તાત જ થાય
ભારતની ગૌરવ ગાથા દુનિયામાં ગવાય
એક વાર ” સ્વપ્ન “ની પાંખે બેસવાનું થાય
==============================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
ગોવિંદકાકા,
જેમ જેમ તમારી આ રચના વાંચતો ગયો તો એમ થયું આ રચના વાંચી એટલે જાણે ભારતદર્શન કરી લીધું.
ખુબ સરસ ગોવિંદકાકા.
માધવ મેજિક બ્લોગ
LikeLiked by 1 person
શ્રી માધવભાઈ,
તમે ભારત દર્શન કરી લીધું એટલે મારું કાવ્ય સફળ થઈ ગયું.
આપના સ્નેહ ભર્યા પ્રતિભાવ બદલ ખુબ આભાર.
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
યાહુ મેઈલમાં આપની કવિતા વિષે જાણ્યું .આપના બ્લોગમાં મુલાકાત લીધી તો
ગુજરાત અને ભારત માણવા મળ્યું .કવિતામાં ભારતની દર્શન યાત્રા કરવાનો લહાવો
મળ્યો. અસલ ભારતીય ,ગરવો ગુજરાતી, સાચો જવામર્દ અને નીડર કવિની કવિતા
માણવાનો સોનેરી મોકો મળ્યો. સંપૂર્ણ ભારતીયતાથી ભરેલા કવિને સલામ.
LikeLiked by 1 person
શ્રી જયેન્દ્રભાઈ,
આપના પ્રેમ અને ઉત્સાહથી ભરપુર સંદેશ બદલ ખુબ ખુબ આભાર..
આવતા રહેજો અને કાવ્યો માણતા રહેજો. ભાતીયતા આપના ઉદ્દાત વિચારોને
માથે ચડાવી આને વધવું છું. કાવ્યમાં આપે ભારત માણ્યું એ જાણી મારી કવિતા
સફળ થઈ ફરી આપના આભાર સાથે સલામ…..
LikeLike
શ્રી ગોવિંદ કાકા,
ચિત્રલેખા વાળા કેતનભાઈએ લખેલા લેખમાં સાચું કહ્યું છે અને તે સાચું છે કર લોકો
તમને ” જેસરવાના ઝંડા પ્રેમી ગોવિંદ કાકા ” કહેશે. આપતો સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમી છો.
જો કોઈને ભારત વિષે જાણવું હોય અને તમારી કવિતા વચે તો ૮૦ ટકા ભારત સમજાઈ
જાય. વાહ કાકા વાહ સાચો ભારતીય દિલદાર
LikeLiked by 1 person
શ્રી હિતેનભાઈ,
આપના પ્રેમ અને ઉત્સતથી ભરપુર સંદેશ બદલ ખુબ ખુબ આભાર..
આવતા રહેજો અને કાવ્યો માણતા રહેજો.
LikeLike
આદરણીય ગોવિંદકાકા,
મઝા પડી. હું તમારી કવિતા વાચી પપ્પા ને આઝાદીના ઈતિહાસ વિષે પૂછતો
તે સમજાવતા હતા. બધાને ભારતની વાતો કરવાની મઝા આવી ગઈ.અમને
આઝાદી , સત્યાગ્રહ,ઝાંસીની રાની, તાત્યા ટોપે, ઝફર જે વિષે ખબર નહી તે
બાબતે બહુ જાણવા મળ્યું. વાહ કાકા વાહ.
LikeLiked by 1 person
શ્રી નિશી,
ભારતના ઈતિહાસ વિષે તમે ઇન્તેજારી બતાવી ઘણું બધું મેળવ્યું હશે.
પપ્પા પાસે બીજું ઘણું બધું જાણો. ભારતનો ભવ્ય ઈતિહાસ સમૃદ્ધ છે.
આપનો ખુબ આભાર.
LikeLike
શ્રી ગોવીદભાઈ,
વાહ રે ભાઈ ગોવિંદા આલા રે આલા. ભારતીય સંસ્કૃતિના રખેવાળ એવા સ્વપ્નોના સોદાગરજી .
અમેરિકામાં રહીને ગુજરાત ભારતના સ્વપ્ન સેવવા એવું બહુ ઓછા લોકો કરી શકે. આપ ભારત પ્રત્યે
કેવી અને કેટલી લાગણી ધરાવો છો એ આ ભવ્ય કવિતાની ભવ્યતા બતાવે છે..
ભારત માતા કી જય……. જય હિન્દ
LikeLiked by 1 person
શ્રીકલ્પેશભાઈ,
હર ભારતીય ભારત માતાનું જતન કરવું અને રાષ્ટ્ર પ્રેમ દર્શાવવો એ ફરજ છે.
ભારતીય હોવાના નાતે મારી પ્રથમ ફરજ માતૃભૂમિનું ઋણ ચુકવવાની હોય જ.
આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
શ્રી ગોવિંદભાઈ
ભારત માતાકી જય. ભારતના ખૂણે ખૂણે ફરી વળી લખ્યું છે.
વાહ રે વાહ આવા ગરવા ગુજરાતીઓ પરદેશમાં રહી ભારતનો
ઈતિહાસ ગજવે છે. ધન્યવાદ
LikeLiked by 1 person
શ્રી તેજ્લભાઈ
હર ભારતીય ભારત માતાનું જતન કરવું અને રાષ્ટ્ર પ્રેમ દર્શાવવો એ ફરજ છે.
આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
આપની લેખન કળા અને ભાવના અને કલમને સો સો સલામ.
LikeLiked by 1 person
આદરણીય શ્રી કિશોરભાઈ,
આપ જેવાના પ્રેરક પ્રતિભાવો થકી લખવાનું બળ મળે છે.
આપના સુન્દર પ્રતિભાવ બદલ ખુબ આભાર.
LikeLike
શ્રી ગોવિંદભાઈ,
તમારી દેશ ભાવના પરદેશમાં વસવા છતાયે યથાવત રહી છે તે બદલ એક મિત્ર તરીકે
ગૌરવ અનુભવું છું. આપની લેખન કળા અને ભાવના ને સો સો સલામ …
આપના જેવી વતન અને દેશદાઝ ભાગ્યે જ વતનથી દુર વસતા જોવા મળતી હોય છે.
આ દાઝ સદાય જલતી રહે અને બીજાને પ્રેરણા આપતી રહે.
LikeLiked by 1 person
શ્રી હસમુખભાઈ,
આપના સુદર વધામણી આપતા સંદેશ માટે ખુબ ખુબ આભાર.
શ્રી ચંદુભાઈ વતનમાં આવવાના છે… જાણ માટે.
LikeLike
શ્રી ગોવિંદ રાજા,
ખુબ જ મનભવન કવિતા રચી છે. ભારતની વિવિધતાની એક ઉચી ઉચાઈને દર્શાવી છે.
આવી મનોહર માતૃભૂમિની મુલાકાતે જઈ રહ્યો છુ. મેં કવિતા પ્રિન્ટ કરી પાસપોર્ટ સાથે મૂકી
દીધી છે. મિત્રોને વંચાવવા માટે. દેશપ્રેમથી છલકાતી કવિતા એક દેશપ્રેમીની કલમે.
અભિનંદન…..
LikeLiked by 1 person
શ્રી ચંદુભાઈ,
આપના પ્રતિભાવ દેઅરા એક માતૃભૂમિને તાદ્રશ્ય અનુભવી રહ્યો છુ.
બસ ભવ્ય ભારતની મુલાકાતે જાવ છો તો મારા વતી વતનની રજને માથે ચડાવશો .
આપનો ખુબ ખુબ આભાર.
LikeLike
મન પ્રફુલ્લિત કરી નાખ્યું..માતૃભુમી ના ઈતિહાસ ની આટલી સરસ કવિતા.
અભિનંદન …અભિનંદન…અભિનંદન.
Ramesh Patel(Aakashdeep)
LikeLiked by 1 person
આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ )
આપના આશીર્વાદ ફળ્યા. સાહેબ આપ તો મારા પ્રેરણાસ્રોત છો .
આપના અભિનદન રૂપી આશીર્વાદ રૂપી પ્રતિભાવ બદલ ખુબ ખુબ અંતરથી આભાર.
LikeLike
ખુબ સુંદર કાવ્ય ગોવિંદભાઇ…
LikeLiked by 1 person
શ્રી નટખટ મારા લાલ સોહમભાઈ,
આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
ખુબ સુંદર ગોવિંદકાકા…
LikeLiked by 1 person
શ્રી તપનભાઈ,
આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
શ્રી ગોવિંદ કાકા,
આપ, ભારત દેશ ની બહાર રેહતા હોવા છતાં પોતાની માતૃભુમી ના ઈતિહાસ ની આટલી સરસ કવિતામય યાદગીરી અપાવી એ બદલ આપનો ખુબ ખુબ આભાર. આપે સાચ્ચેજ ભારત ના દેશપ્રેમી હોવાનો પુરાવો આ સુંદર કવિતા દ્વારા આપી દીધો છે. આપનાં દેશપ્રેમ ને અમે ભારત થી બિરદાવીએ છે.
LikeLiked by 1 person
શ્રી વેદાંગભાઈ,
દરેક વ્યક્તિએ માતૃભાષા પ્રેમ અને દેશપ્રેમ કાયમ માટે અંતરમાં જલતો રાખવો જોઈએ એમ હું માનું છું
આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
Dear Hiren bhai yes I fully agrees with u r views….Very nice and a true picture of Bharat…Hats off to PADARTHE SAMARPAAN ji ne….Bhagvan teo thaki hazu beeje avi adhabhoot kavita o lakhave ane aapnane vanchava..maanva male…Aabhar saha…
LikeLiked by 1 person
આદરણીય શ્રી શાંતાકુમારજી,
આપના બેનમુન અભિપ્રાય દ્વારા આંતર મન પ્રફુલિત થયું. હજુ પ્રજાસતાક દિન નિમિતે થોડા કાવ્યો આપને ભેટ ધરીશ.
હવે તારીખ ૨૦ , થી ૩૦ સુધીમાં પરાર્થે સમર્પણમાં ઘણા કાવ્યો મુક્તકો અને સાટકા ( વ્યંગ કવન ) આવશે.
આપના સુંદર અને મધુર પ્રતિભાવ માટે ખુબ આભાર.
LikeLike
.
આદરણીય શ્રી હિરેનભાઈ,
આપની ડાયરીમાં મારી કવિતાના સમાવેશ બદલ ખુબ આભાર.
LikeLike
ગોવીન્દકાકા,
ફરી એક વાર તમારી કવિતાએ મન પ્રફુલ્લિત કરી નાખ્યું… કેટલી સુંદર રીતે તમે ભારતની ગૌરવગાથા લખી અને મોટાભાગની વાતો/વસ્તુ તમે બહુ સહજ રીતે કવિતામાં ગુંથી લીધી.
અભિનંદન
LikeLiked by 1 person
આદરણીય શ્રી હિરેનભાઈ,
આપના ઉત્સાહ વર્ધક સંદેશ દ્વારા મન ભાવન્કિત બની ગયું આપનો ખુબ ખુબ આભાર.
LikeLike