મુક્તકો……….


—-પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને
 
અનુરૂપ થોડા ‘ મુક્તકો ‘  રજુ કરું છું. આશા છે આપને ગમશે .
 
============================================================
 
               મુક્તકો
=============================================================
 
Union Home Minister Lal Krishna Advani addressing an election meeting at Hajipur Court Ground on Sunday, in favour of BJP candidate Nrityanand Roy
 
 
 ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે
 
આક્ષેપબાજી નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે
 
સળગી રહી છે સરહદો ને, વિલાઈ ગયું  છે ‘સ્વપ્ન’
 
આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે
 
=====================================================
 
 
 
 કૌભાંડો ને ગોટાળા જેવું રાજકારણ છે આપણું
 
લોકો ભલે પાડતા બુમો, પણ આ રાજ છે આપણું
 
ચુંટણી ટાણે દઈ ભેટ અને વચનોનું ‘સ્વપ્ન’
 
પાંચ વરસ ચરી ખાવાનું આ ખેતર છે આપણું
 
======================================================
 
 
 
  સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો
 
ગુણાકાર ગણ્યો છે એમના બેનામી  ખાતાંઓનો
 
ભાગકારનું ‘સ્વપ્ન’ છે એમનું આ દેશની સરહદોનું
 
બાદબાકીમાં ગણી લીધું છે  એમણે  આપેલા વચનોનું
 
 
========================================================
 
 
 હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ
 
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ
 
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આંગણે   જુઓ
 
ભૂગોળ અને   ભૂમિતિને અખંડીતત્તા  તાંતણે જુઓ
 
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
 
વ્યાકરણમાં વીંટળાઈ ને માનવતાને આબાદ જુઓ
 
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના ‘સ્વપ્ન’ પર
 
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
 
============================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )
Advertisements

12 thoughts on “મુક્તકો……….

 1. જનજનની મનોવ્યથા મુક્તકો દ્વારા સંદેશ દઈ રહી છે.દરેક મુક્તક ભાવ અને ચુનંદા શબ્દોથી
  એક ગરીમા સાથે તરવર્યું છે.શ્રી ગોવિંદભાઈ આપના આ ઉમદા કાર્યને ખૂબ ખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )

   આપનો સંદેશ રૂપી આશીર્વાદ હમેશા મારા માટે પ્રેરણાદાયક રહ્યો છે.

   આપના શબ્દો દ્વારા ઘણું શીખવા, જાણવા મળે છે.

   આપના આશીર્વાદ રૂપી શબ્દો માટે ખુબ ખુબ આભાર.

   Like

 2. શ્રી ગોવિંદભાઈ,

  શ્રી ચંદુભાઈનો ફોન હતો કે મુક્તકો માનો તો સવારની કડક મીઠી ચા સાથે

  આપના મુક્તક રૂપ નાસ્તાને માની રહ્યો છું . શું કાબ્કા માર્યા છે. ફોટાઓ પણ

  ખુબ અનુરૂપ મુક્યા છે. વાહ આજની પરિસ્થિતિને અનુરૂપ સરસ સવેદના રજુ

  કરી આજની તસ્વીર નજર સમક્ષ ઉપસાવી છે. સો સો સલામ કવિ હદય ને.

  Like

 3. વાહ ગોવિંદ રાજા,

  રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના ‘સ્વપ્ન’ પર

  ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
  કમાલનું ભેજું છે તમારું. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતી નિગ માં આ મુક્તકોને

  દુનિયાભરના દેશોમાંથી લગભગ ૧૦૪ કોમેન્ટ મળી હતી અને દરેકના મોઢામાંથી

  વાહ રે વાહના સાદ સંભળાતા હતા ખરું ને ? જોરદાર લેખન કાર્ય છે આપનું.

  શું મનના ભાવ અને શબ્દોમાં રમાડ્યા છે… અભિનંદન.,સલામ , ધન્યવાદ.

  Like

  1. શ્રી ચંદુભાઈ,

   આપની વાત સાચી છે આ મુક્તકોને ગુજરાતી નીન્ગના બ્લોગમાં ૧૦૧ કોમેન્ટ મળી હતી.

   આપના ઉષ્માસભર સંદેશ માટે આભાર. ભારત ક્યારે જવાના તે જણાવશો.?

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s