ચાલ્યા તમે તો ભ્રષ્ટાચાર કરીને


ચાલ્યા તમે તો ભ્રષ્ટાચાર કરીને 

=======================================

( મારા ભોળા દિલનો શિકાર કરીને…

=======================================    

  મારા ભોળા સેવક..(૨)

ચાલ્યા તમે તો આજે ભ્રષ્ટાચાર કરીને 


 ચૂંટ્યા તમને ને હાય અમે પ્યાર કરીને 

ચાલ્યા  તમે તો આજે ભ્રષ્ટાચાર કરીને

 હાય!  ભારત દેશને  બરબાદ   કરીને

મારા ભોળા સેવક..ચાલ્યા તમે

 

 કીધું અમે વારંવાર સેવા કરો તમે

પણ ખેલ્યા સદા દાવ અવળા તમે

ચુંટાયા છો સેંવા માટે તો સેવા કરોને

 ના બોલ્યા મનમાં  ગાંઠો   તમે કરીને

ચાલ્યા  તમે તો આજે ભ્રષ્ટાચાર કરીને

 હાય! ભારત દેશને  બરબાદ   કરીને

 મારા ભોળા સેવક..ચાલ્યા તમે

 

 એમના વચન પર અમો  મહોર મારી

જીતી ગયા પછી ક્યા જરૂર છે અમારી

આમને  જોઈ  જનતા માથા કૂટે છે
 સાહેબી જોઈ એમની છાતી કૂટે છે
ચાલ્યા તમે તો  આજે  ભ્રષ્ટાચાર કરીને
હાય! ભારત દેશને  બરબાદ કરીને 
મારા ભોળા સેવક… ચાલ્યા તમે  
 
 
ચિટક્યાં  તો  વારો અમારો બાકી છે
પાંચ વર્ષે  તો  ઘાટ તમારો બાકી છે
લેખાં જોખાંનો વહેવાર  હજી બાકી છે
સબક શીખવવા   વેપાર  હજી બાકી છે
ચાલ્યા તમે તો આજે  ભ્રષ્ટાચાર  કરીને
હાય!  ભારત દેશને બરબાદ કરીને
મારા ભોળા સેવક ….ચાલ્યા  તમે
=====================================
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
Advertisements

10 thoughts on “ચાલ્યા તમે તો ભ્રષ્ટાચાર કરીને

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
   આપના પ્રેરણા યુક્ત આશીર્વાદ વડે આપે મુજમાં જે દીપ જાળવ્યો છે
   તેમાંથી જ વેદના અને આક્રોશ પ્રગટ થયા છે ઘણી વાર કાવ્ય મઠારવામાં
   આપનો સહયોગ પ્રાપ્ત થાય છે તે મારું કાવ્ય બેલેન્સ વધારવામાં મદદ
   રૂપ થાય છે અને આ સત્ય હકીકત ક્યારેય વિસરાશે નહી.
   આપના પ્રેમ સંદેશ બદલ ખુબ ખુબ આભાર.

   Like

 1. શ્રી ગોવિંદ કાકા,
  પ્રથમ તો આપને આપણા પ્રજાસત્તાક દિન ના પર્વ ની શુભકામનાઓ ( મોડી મોડી પણ દિલ થી…..).
  આપણા ભારત દેશ ના સેવકો ની વાત કરીએ તો ધિક્કાર આવી જાય છે. ” સેવા કરો તો મેવા મળે ” એવી કહેવત છે પણ અહી તો સેવા કોને કરવી છે બસ મેવા ખાવા છે, અને એ પણ આપણા પૈસા થી ( પ્રજા ના ). આપણા કિંમતી વોટ લઇ ને આ લૌકિક ભાષા માં કેહવાતા ” સેવકો ” ( પ્રજા હિત ના ભક્ષકો ) મોટા મોટા ખાતા લઈને દેશ ની જનતા ના પૈસાથી એ ખાતા નું ખાતું તો એવું ખાલી કરી નાખે છે ને તેમના ખાતા એવા ભરી દે છે, પછી તેમને આપણા લીધેલા કિંમતી ” વોટ ” નથી દેખાતા પણ બસ પૈસા ની ” નોટ ” દેખાય છે.
  ” સાહેબી જોઈ એમની છાતી કૂટે છે “. આ લાઈન મને ખુબ ગમી છે.
  ખરેખર ગોવિંદ કાકા આપનાં મન મેં જે રોષ આ દેશ ના નેતાઓ પ્રતિ છે તે દરેક ભારતીય ના મન માં ચાલી રહ્યો છે. ખબર નથી કે ક્યારે આ બધો રોષ એક સાથે જ્વાળામુખી બની ને આ દેશ ના ભ્રષ્ટ રાજકારણ ને ખદેડી નાખશે અને એક નવા ભારત નું નિર્માણ કરશે ?

  Like

  1. શ્રી વેદાંગભાઈ,
   આપે સાચીવાત ખી છે. આપણા વોટ પછી તેમને નોટ જ દેખાય છે.
   ખાતું લઈને ખાવાનું જ કામ કરે છે મારા વ્હાલા ………કામચોર ભ્રષ્ટાચારી
   આપને પણ શુભ કામના … આપણા પ્રેરણા યુક્ત પ્રતિભાવ બદલ ખુબ આભાર.

   Like

 2. આ ભોળા ભોળા ,નાજુક ,નમણા સેવકો ને નાજુક સેવા જ ગમે છે
  એસી મો રહેવું , એસી , ગાડી મો ફરવું , વિમાન મો ફરવું ,પાંચ તારક હોતેલ્મો ઉતરવું
  સ્વદીસ્ત ભોજન લેવું , માલ મલાઈ ,એકથી કરવી , સરકારી લાભો લેવા ,પગર્ભાથ્થો
  વગેરે વગેરે ,જીવનભરનો બોધીલેવો , આ બધા નાજુક સેવકો છે

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s