ગાંધીજીનાં સ્મરણો..( કાવ્ય )


 

        ગાંધીજીનાં સ્મરણો ….. ( ગીત-કવિતા )

 

=======================================================================

   રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની અંતિમ યાત્રાનું દ્રશ્ય ..

                         ( આભાર– ગુગલ )

 

૩૦ મી જાન્યુઆરી એટલે શહીદ દિન .  આજના દિને ભારતના રાષ્ટ્રપિતા

 

મહાત્મા ગાંધી બાપુ દેશ કાજે શહીદીને વર્યા. ભારતે મુક્તિદાતા અને જગતે

 

એક સત્ય અહિંસા અને સત્યાગ્રહનો પુજારી ગુમાવ્યો . રાષ્ટ્ર સંઘ દ્વારા તેમના

 

જન્મ દિવસને શાંતિ દિવસ તરીકે ઉજવાય છે .તે પણ ભારતનું ગૌરવ ગણાય.

 

ભારત ભરમાં દર વર્ષે ૩૦ મી જાન્યુઆરીના દિવસે સવારના ૧૧ કલાકે તમામ

 

શહીદોને અંજલિ અર્પવા ૨ મીનીટનું મોંન રખાય છે…. ” શહીદો અમર રહો”….

 

=====================================================================

 

“દુર્બળ દેહ ને પોતડી પહેરી, સજ્યો સત્યાગ્રહનો શણગાર

 

અંગ્રેજ હકુમતને હંફાવી,   એના સત્ય અહિંસાનો ચમત્કાર

 

અપાવી આઝાદી  હિન્દને એણે ત્યારે  વરત્યો   જયજયકાર

 

એકતા કાજે ગોળીઓ ઝીલી  અંતે  જપ્યો રામનામ રણકાર”

 

=================================================

           ગાંધીજીનાં સ્મરણો…….

====================================================

 

ગાંધીજીનાં સ્મરણો આવે , સૌના હૈયા ને ભાવે

 

અંગ્રેજ હકુમતને હંફાવે ,જગત એના  ગુણ ગાવે.

 

અહિંસાના હથિયાર બનાવ્યા ને રેટિયો લીધો હાથ

 

આઝાદી  કેરી હાકલ દીધી જયારે ત્રિરંગી ઝંડા સાથ….. ગાંધીજીનાં.

 

હિન્દ દેવીને હાકલ કરીને  સ્વરાજ કેરી  જ શાન 

 

એકી  અવાજે દેશ જગાડ્યો, દેશ બન્યો  બળવાન…..   ગાંધીજીનાં.

 

પંડિત  નહેરુ ને વીર વલ્લભ, નેતાજી સુભાષ બોઝ

 

હિન્દ તણા  ભારતીય યોધ્ધા,  દીસંતા જબરા જોધ….. ગાંધીજીનાં.

 

તારીખ ત્રીસને  માસ જાન્યુઆરી , સાંજનો  શુક્રવાર 

 

ગોડસેની ગોળીએથી વીધાંણા,    હિંદના તારણહાર….. ગાંધીજીનાં.

 

શહેર દિલ્હીના  વાયરા વાયાને,   રેડીયોના રણકાર

 

દેશના બાપુ સ્વર્ગે સિધાવ્યા  મચી ગયો  હાહાકાર……  ગાંધીજીનાં.

 

ચંદન કાષ્ઠની ચિતા રચાવી , મૈયા જમુનાને તીર

 

આઝાદી કેરા અમર ઓઢી  , પોઢ્યા છે એ  નરવીર …..  ગાંધીજીનાં.

 

સંત ગયા શિખામણ મૂકી , તમે રાખજો રૂડી  ટેક

 

હિંદના જન જન એકઠા મળી, રાખજો રૂડો  વિવેક……. ગાંધીજીનાં. 

 

================================================

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

Advertisements

14 thoughts on “ગાંધીજીનાં સ્મરણો..( કાવ્ય )

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,
   આપનું આગમન એટલે જાણે સુરતથી હૈયે હૈયું વાત કરતુ હોય તેવું લાગે છે.
   સાચી વાત છે બાપુએ આધી સામે ઝુકાવ્યું હતું આપના પ્રેમમય સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 1. સંત ગયા શિખામણ મૂકી , તમે રાખજો રૂડી ટેક

  હિંદના જન જન એકઠા મળી, રાખજો રૂડો વિવેક…
  Nice Rachana…Nice Anjali !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai…Thanks for your visit/comment on Chandrapukar !

  Like

  1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ,
   આપના પ્રેમ અને ઉત્સાહપ્રેરિત સંદેશ દ્વારા એક અનોખો આનંદ અનુભવાયો .
   આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ ખુબ આભાર.

   Like

 2. ગાંધીજીનાં સ્મરણો આવે , સૌના હૈયા ને ભાવે

  અંગ્રેજ હકુમતને હંફાવે ,જગત એના ગુણ ગાવે.

  અહિંસાના હથિયાર બનાવ્યા ને રેટિયો લીધો હાથ

  આઝાદી કેરી હાકલ દીધી જયારે ત્રિરંગી ઝંડા સાથ….. ગાંધીજીન
  …………………….
  Really nice..Enjoyed.
  Ramesh Patel(Aakashdeep)

  Like

 3. હિન્દ દેવીને હાકલ કરીને સ્વરાજ કેરી જ શાન

  એકી અવાજે દેશ જગાડ્યો, દેશ બન્યો બળવાન….. ગાંધીજીનાં.

  પંડિત નહેરુ ને વીર વલ્લભ, નેતાજી સુભાષ બોઝ

  હિન્દ તણા ભારતીય યોધ્ધા, દીસંતા જબરા જોધ….. ગાંધીજીનાં.
  …………………………….
  એક અભ્યાસી અને આગવી પ્રતિભા ધરાવતા શ્રી ગોવિંદભાઈની, ઐતિહાસિક બ્લોગ પોષ્ટ
  ખૂબ જ સરસ લાગી.કવિ યોધ્ધાને ખૂબ જ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
   આપના પ્રેરણા યુક્ત આશીર્વાદ વડે આપે મુજમાં જે દીપ જાળવ્યો છે
   તે કાયમ જળ હળતો રહી આપ જેવા વડીલોના આશીર્વાદ પામતો રહે
   એવી હંમેશા પ્રાર્થના સાથે આપનો ખુબ ખુબ આભાર.

   Like

  1. આદરણીય શ્રી કેશવભાઈ,
   મારા બ્લોગમાં પૂજ્ય બાપુનો સોરઠો અને બીજા કાવ્યો છે.
   હજુ પણ સમયાન્તરે લખતો રહીશ. આપના પવન પગલાં
   અમ દ્વારે સુદ્ર પ્રતિભાવથી થયા તે બદલ ખુબ આભાર.

   Like

 4. એક વશત્ર્મોથી બે કીધા
  અડધું ઓઢ્યું અડધું પહેર્યું
  દેશ કાજે ,દેહ છોડ્યો ,
  હોકી,અંગ્રેજ,ચોખ્ખું કર્યું ઓગણું
  ધન્ય બાપુ ,ધન્ય ગોધીજી
  રડે રહીયત, તમે ,સ્વર્ગે સીધાવિયા

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s