
વેચાતો આવ્યો છું..(કાવ્ય )

લાલજી મોહનની રમત..( વ્યંગ કાવ્ય )
=========================================================================
કાર્ટુન ચિત્ર માટે ગુગલનો આભાર
==========================================================================
લાગ્યો રમતનો રંગ જામ્યો હતો ક્રિકેટનો જંગ
હરખતું હૈયું ને ઉછળતો દિલમાં જ એક ઉમંગ
લાલજી ને મોહન વિચારતા કાતરિયામાં પેઠા
કઈ રમત રમાડવી બધાને એ વિચારવા બેઠા
ક્રિકેટમાં આપણું ગજું નહી દોડવાનું જ ના ફાવે
કુશ્તીમાં પટકવા માટે ખલી ને દારસીગ ઝુકાવે
લંગડી કે ખોખોની અનોખી મઝા એક બીજાને ઝાલે
લડે ઝઘડે આપણી સેના ને આપણું મુખ મલકાવે
આપણે બેવ મુખોટા ને બેય નારી મોરચા સંભાળે
મીરાં છોકરી સીધી સાદી નિર્ણાયક ભૂમિકા બજાવે
તમે કહો જી મેડમ અને મારો ભાવ કોઈ ના પૂછે
આવ હરખા આપણે બેવ સરખા કહી આંસુઓ લુછે
આપણે રામ રાવણ તો કદી દુર્યોધન અર્જુન બનવું
લડ્યા કરે આપણી સેનાઓ ને આપણે જોયા કરવું
દિવસ આખો આમ ઝઘડા ઝઘડીમાં પસાર કરવો
સાંજ પડે ભાડા ભથ્થાંનો ભેગા મળી હિસાબ કરવો
દેશની મિલકત કે નાણાંને પોતીકું ગણીને જ રહેવું
છે ખાનગી સમજણ આપણી સેના જનતાને ના કહેવું
==============================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
લાવો વર્લ્ડ કપ જીતી જઈ….( કાવ્ય )
================================================
જુઓ વર્લ્ડ કપની વેળા થઈ, જાગોને મારા ધોની ભઈ
થાકનાં બહાનાં ચાલશે નંઈ, જાગોને મારા ધોની ભઈ
હાથમાં બેટ બોલ લઇ, ફરકાવો પતાકા ભારતની ભઈ
મામા માસીના સામે છે ભઈ એમને પટકો હાર જ દઈ
રાણી રાજના એ બધા કંઈ, બતાવી દો બધા એક થઇ
બાપુની દાંડીએ નાસ્યા ગઈ,ખેરવજો એમની દાંડી અંઈ
બન્ટી બબલીના સહોદર સઈ, રોજ કનડતા અમને રઈ
રોજ ફોલી ખાતા ઉંદર થઇ, બતાવો એમની જગા કંઈ
ત્રિરંગાના તણખા વેરો અંઈ,ચોગ્ગા છગ્ગા કેરી ચોટ દઈ
ખુબ કમાયા છો ભારત મંઈ ,કરજ ચુકવવાની વેળા થઇ
ત્યાસીના વર્ષને દોહરાવો અંઈ, અગિયારનું યાદગાર ભઈ
અબાલ વૃદ્ધની એક ઈચ્છા અંઈ, લાવો વર્લ્ડ કપને જીતી જઈ
===============================================
અંઈ = અહી… નઈ-નહિ, .. મંઈ =મહી….સંઈ = સહી,..રઈ=રહી..
(૧)મામા માસીના એટલે ઇંગ્લેન્ડના વંશજો કે જે બીજે વસ્યા.
દ.આફ્રિકા-ઓસ્ટ્રેલીયા -ન્યુઝીલેન્ડ -આયર્લેન્ડ -કેનેડા -કેન્યા
નેધરલેંડ વિગેરે જ્યાં હજુ તેમના વડા રાણી ગણાય છે.
(૨) બન્ટી બબલી એટલે પાક.બંગલા દેશ અને શ્રી લંકા રોજ
કૈકને કૈક રીતે હેરાન કરે છે……….
================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
એક પ્રેમીની આશા અરમાનો…. ( કાવ્ય )
====================================================
પ્રેમ કેરી માયાજાળમાં કેવો ગુંચવાઈ જ ગયો છું
જયારે પાસે છો ત્યારે તમારાથી દુર થઇ ગયો છું
આવ્યો છે જગતના દ્વારે જયારે વેલેન્તાઇન દિન
પ્રેમથી ઝૂમી નાચીને ખુશીના ફુવારે ઉડી રહ્યો છું
વહેલી સવારથી નીકળ્યાં છો મનાવવા પ્રેમ દિન
એકાદ તાજું અગર વાસી ફૂલ આપો ઝંખી રહ્યો છું
સુગંધિત ફૂલોની સુવાસ જેમ મ્હેકી રહ્યાં’તાં જીવનમાં
પણ જરૂર પાછા ફરશો એ સ્વપ્નો હજુ જોઈ રહ્યો છું.
========================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
વેલેન્ટીન દિન બને હર્ષ દિન… (કાવ્ય )
==========================================
જીવનમાં પ્રેમની પરીક્ષાઓ લેવાય છે સાથી
પરીક્ષામાં પાસ ને નાપાસ થવાય છે સાથી
પરીક્ષાના જુદા જુદા સ્વરૂપોની કલ્પનામાં
ક્યારેક પ્રેમપત્રો ની આપ લે થાય છે સાથી
પત્રોની ઝંઝટ ક્યાં રહી હવે આ જગતમાં
મોબાઈલને ઈમેઈલથી સંદેશ થાય છે સાથી
વેલેન્ટીન દિને પ્રેમીઓ ઝૂમી ઉઠે સંસારમાં
કયાંક ભેટસોગાદોની આપ લે થાય છે સાથી
કુદરતના કરિશ્માએ ઋતુઓ પણ રૂઠી છે
તાજાં ને ક્યાંક કાગળનાં ફૂલો અપાય છે સાથી
પ્રેમની વાતો જ આમ તો સીધી લાગે છે
કયારેક વેલણથી બરડો પણ ધવાય છે સાથી
ઉજવજો પ્રેમથી પ્રેમદિન હરરોજ જીવનમાં
વેલણ દિન પ્રેમમાં હર્ષ દિન બની જાય સાથી
કરો પ્રેમ માતા પિતા ભાઈ બહેન ને દેશને
પ્રેમિકા ને બધાય જગમાં ખુશખુશાલ થાય સાથી
=================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
===============================================================================================
” પ્રેમ સ્વીકાર દિનની શુભેચ્છા “
( આભાર ગુગલનો…)
મિત્રો વેલેંન્ટૈન દિવસ એટલે પ્રેમ સ્વીકાર દિન આવે છે ત્યારે ” બેફામ “સાહેબની ગઝલ ” નયનને બંધ રાખી ”
પરથી કોમ્પ્યુટરના પાર્ટને શરીરના ભાગો અને અન્ય સાથે સરખામણી કરી કૈક નવીનતા ભર્યું લખવાનો એક નમ્ર
પ્રયાસ કર્યો છે.જોકે કોમ્પ્યુટરનો ખાસ અનુભવ નથી પણ મારા ખ્યાલ મુજબ નવયુવાનો રૂપેનભાઈ, સોહમભાઈ,
વેદાંગભાઈ,હિરેનભાઈ,માધવભાઈ,સતીષભાઈ રાઠોડ, મયુરભાઈ( ગુજરાતી સંસાર),રજનીભાઈ ટાંક, અવકાશ સુથાર
( શિક્ષણાકાશ) એમ કોમ્પ્યુટરની જાણકારી વાળા યુવાનો લખે તો કૈક ઓર મઝા આવે અને કાવ્ય વધુ નિખરે. મારે
તો પુત્રને વારંવાર પૂછવું પડે.પછી તે સમજાવેત્યારે ખબર પડે પછી લખવું પડે.આ કાવ્ય માટે પાંચ વાર તેને જોબ
પર ફોન કર્યો ત્યારે પાર્ટસની ખબર પાડીને કાવ્ય રચાયું.
કેટલાક યુવાનોના નામ સમજ આપવા પૂરતા દર્શાવ્યાં છે માટે કોઈ મન પર ના લેકે મારું નામ કેમ નહી ? .
બધાજ મારા પ્રિય અને દિલમાં વસેલા જ છો.અને તે માટે કાવ્યની શરૂઆત પહેલા માફી માગી લઉં છું………
આપના આદર સત્કાર સહ…..
(આજનું કાવ્ય જગતભરના પ્રેમીઓ ને પ્રેમ સ્વીકાર દિનની ભેટ સ્વરૂપે અર્પણ )
====================================================================================================
( ચિત્ર માટે ગુગલનો આભાર )
===========================================================
શ્રધ્ધાના સ્ક્રીન ઉઘાડી મેં જયારે તમને જોયાં છે
હતાં તમે એજ કે પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
કાયાનાં કોમ્પ્યુટરમાં તમને પણ ખોળી ના શક્યો
ગુગલના ગગને પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
મનના માઉસને ફેરવતાં દિન રાત એક થઈ ગયાં
યાહુની યાદોમાં પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
વર્ક સ્ટેશનના વિભાગમાં ના છબી તમારી મળી
મેમરીકાર્ડ કિનારે પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
માયાના મધર બોર્ડમાં લપેટાઈને ખોળતો રહ્યો
વિડીયો કાર્ડ સહારે પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
દિલની ડિસ્ક પર ફેરવ્યા છે તમને જિંદગી ભર
માઈક્રોસોફ્ટ વિંગની પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
લેપટોપની લલના જેવાં મન મંદિરના મૂર્તિ તમે
ડેસ્ક ટોપના દ્વારેથી પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
વેલેંન્તાઈન એટલે પ્રેમના સ્વીકાર કેરો દિન
પ્રણયપ્રેમની યાદોમાં પુષ્પ પાંખડીએ તમને જોયાં છે
પ્રેમ સ્વીકારનો અનોખો દિન જ આવી ચડ્યો
‘સ્વપ્ન’ ના સહારે રહી પુષ્પ પાંખડીએ તમને જોયાં છે.
========================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )
વસંતનાં વધામણાં…. ( કાવ્ય )
===================================================================
સાખી
વસંત આવ્યો હો સખી રે (૨) અને આંબે આવ્યો મોર
કોયલડી ટહુકા કરતીને ભાઈ નાચી ઉઠ્યા છે મનમોર
=====================================================================
===================================================================
થયાં વસંતના વધામણાં ને મનડું મારું મલકે છે
મલકે છે રે ભાઈ મલકે છે ને મનડું મારું મલકે છે
આનદ ઉલ્હાસ ભર્યો સર્વે જગતમાં ને,
આંબલિયા ડાળે કોયલ ટહુકે ને મનડું મારું મલકે છે
કુદરતની છે લીલા કેવી અનેરી ને,
માનવ પશુ પક્ષી જ હરખે ને મનડું મારું મલકે છે
ઝૂમી ઉઠશે આં ધરતી ગગન પણ,
આંબલિયે પેલો મોર મહેંકે ને મનડું મારું મલકે છે
વાતાવરણની કેવી છે અનેરી આભા,
પીળા ફૂલોની ચાદર ચમકે ને મનડું મારું મલકે છે
પશુ પક્ષી તણા મધુરા અવાજોએ,
પીળું ,નીલું ભૂરું ગગન ગરજે ને મનડું મારું મલકે છે
મોઘેરાં વસંતના થયાં છે વધામણાં,
માનવ જીવન ઉલ્હાસે છલકે ને મનડું મારું મલકે છે
રાધા- કૃષ્ણજીના હેત હરખ કેરા હીંચોળે,
રંગ પિચકારી ચઢી ચગડોળે ને મનડું મારું મલકે છે.
===================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )