મહા સંગ્રામની મહેચ્છા.. (કાવ્ય)


મહા સંગ્રામની મહેચ્છા …. ( કાવ્ય )

===============================

મિત્રો ૨૦૧૧ નો ક્રિકેટ મહાસંગ્રામ ૧૯ ફેબ્રુઆરીથી

ઢાકા ( બંગલા દેશ )થી શરુ થશે .આવો આપણા

સમર્થ યોદ્ધાઓને  આપની અપેક્ષા જણાવીએ.

 

==================================

 

એક લક્ષ્ય , નિશાન,ધ્યેય  એક વિશ્વાસ છે

મહાસંગ્રામ જીતવા કેરો અમને વિશ્વાસ છે

ચૌદ દેશના યોદ્ધઓનો જામતો સંગ્રામ છે

દેશવાસીઓના પ્રેમ તણો આપને આરામ છે

ચૌદ દેશના યોદ્ધા તણું મહાભારત નિશાન છે 

બસો દશ તણા ખેલાડીઓનું આ મહામિશન છે

થશે  બંગલા દેશથી એ કાર્યક્રમની શરૂઆત છે

આઝાદ કરાવ્યું આપણે  વાત જગવિખ્યાત છે

નક્કી તેર દેશો સામે આપણી જ આ  ટક્કર છે

મોઘેરા ભારત ભૂમિમાં જંગ જીતનારા નટવર છે

સમર્થ યોદ્ધા તણી ફોજના સૌ ભારતના પ્યારા છે

ગગને લહેરાવી ને કહેજો કે ત્રિરંગા હમારા ન્યારા છે 

======================================== 

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

12 thoughts on “મહા સંગ્રામની મહેચ્છા.. (કાવ્ય)

    1. આદરણીય શ્રી કિશોરભાઈ,

      આપનું આગમન હંમેશા અનેરો આનંદ આપતું હોય છે આપના સહુનો વિશ્વાસ આશા અને ઉમંગ જરૂર

      પુરા થશે.અને આપનો સુમધુર સંદેશ ખુબઉમળકો વધારે છે …આપનો ખુબ આભાર.

      Like

    1. શ્રી હર્ષદભાઈ/માધવભાઈ,
      આપના પ્રેમ સિંચિત ઉત્સાહભર્યા સંદેશ બદલ ખુબ આભાર.
      કપ લાવ્વોજ જોઈએ ના લાવે તો દાતણની સોટીએ ફટકારવા જોઈએ.! કોને

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.