દુર દર્શન અને પાસ દર્શન … (કવિતા)


દુર દર્શન અને પાસ દર્શન … (કવિતા)

                                                                 ===============================

વર્ષો જૂની એક એવી દિલની  કહાણી સંભળાવું છું

દુરદર્શન ને પાસ દર્શનની પ્રેમ કહાણી જણાવું છું

આવ્યું દુર દર્શન જયારે આનંદ થયો તો મનમાં

મન મારું મોર બનીને નાચવા લાગ્યું તન મનમાં

દિલમાં તો  વસંત ખીલતી તમને  જોઈને  તનમાં  

ખીલતા પુષ્પની  જેમ જોઈ તમને હું હરખાતો  મનમાં

જોઇને એન્ટીના તમારું  ઉચે નજર કરી લઉં  છું

 વાવાઝોડામાં  ડોલતું જ  જોઈ ગભરાઉં જાઉં છું

જમાનાની ઝાલિમ  નજરો પણ પડતી લાગે છે

હાલત પણ એવી થાય કે  નજરોની ગોળી વાગે છે

પાસ દર્શનની તો ક્યાં નવાઈ કાયમ પાસે છે

 કડવા શબ્દોની મિસાઈલ એ  હરદમ નાખે છે

ભૂલેચૂકે નીકળે જો  વાત તમારી રુદન રોકાતું નથી

સમજાવું   લાખવાર તોયે એમને કશું સમજાતું નથી

વેપારની અદમ્ય ઈચ્છાઓને મનમાં બાંધી રાખીતી  

પાસ દર્શન , દુરદર્શનના શેરની લોટરી બહાર પાડીતી

વેચાયા તમારા તો થોડા, ના પાસ દર્શનના ખરીદનાર મળ્યા

પાંખડીયો ફૂલની સુકાયેલી જ એમની, તમારાં તાજાં નીકળ્યા  

લખીને કાગળ તમને સર્વેની વાત જણાવું છું હું

દુર દર્શન અને પાસ દર્શનનો ભેદ જણાવું છું હું

દુર દર્શન એટલે પ્રેમિકા ને પાસ દર્શન એટલે પત્ની 

 પ્રેમની પૂજા ઘણા માને છે કે ભાઈ ભજીયા સાથે ચટણી

આ વાત સાથે તમને સમજાવાનું એજ કે  જીવનમાં આવું  બનતું

સમજી ગયા તે શાણા ને ના સમજે તેને આવું કાયમ જ  નડતું

ઈચ્છા  મારી એ છે કે પ્રેમનો પવિત્ર દિવસ આવે

સહુ કોઈ એમને પ્રેમ પુષ્પોની ભેટ દઈને વધાવે

વેલેન્તાઈન દિવસ જીવનમાં હર રોજ ઉજવાય

પ્રેમીઓના પ્રેમજીવનની કહાનીઓ રોજ લખાય

શબ્દો થકી વધાવ્યા તમને એજ આશિષ આપું છું

પ્રેમ તમારો પવિત્ર બને જગમાં એ આશા જગાવું છું

ફૂલ સરીખું જીવન મહેકાવો તો પ્રભુ પ્યારા મળશે

જગતના  મુક્ત પ્રેમની જગ  ગગને  કહાણી બનશે

=============================================

સ્વપ્ન જેસરવાકર     ( ગોવિંદ પટેલ )

Advertisements

28 thoughts on “દુર દર્શન અને પાસ દર્શન … (કવિતા)

 1. શ્રી ગોવિંદભાઈ,
  શ્રી ચંદુભાઈએ આ કવિતા વિશે ફોન કરેલો પણ સમયના અભાવે
  તમજ કોમ્પુટર બગડ્યું હોવાથી વાચી શક્યો નહોતો.
  ખુબ સરસ સમન્વય કર્યો છે. દુર દર્શન અને પાસ દર્શન

  Like

 2. શ્રી ગોવિંદ કાકા
  મેં દુરદર્શન ભારતની પહેલી ચેનલ હતી એવું જાણ્યું છે. હાલ બહુ જોવાનો
  મોકો મળતો નથી કોઈક વાર આજતકમાં સમાચારવખતે બતાવે છે. કહે છે કે
  રામાયણ અને મહાભારત સીરિયલે ધૂમ મચાવી હતી. સરસ

  Like

 3. શબ્દો થકી વધાવ્યા તમને એજ આશિષ આપું છું

  પ્રેમ તમારો પવિત્ર બને જગમાં એ આશા જગાવું છું

  ફૂલ સરીખું જીવન મહેકાવો તો પ્રભુ પ્યારા મળશે

  જગતના મુક્ત પ્રેમની જગ ગગને કહાણી બનશે
  ……………………………………………………..
  શ્રીગોવિંદભાઈ
  સરસ ચીંતનભરી રચના ..કહાણી બની ઝૂમી.
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )

   “શબ્દો મારા આશીર્વાદ તમારો એ બેનો સંયોગ જયારે થાય છે

   ત્યારે મારા મનની ઉર્મીઓમાં એક નવો અહોભાવ સર્જાય છે.”

   હમેશની જેમ આપનો જોમથી ભરપુર પ્રતિભાવ મારું પ્રેરક બળ બને છે

   એટલા માટે આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ખુબ આભાર.

   Like

 4. શ્રી.ગોવિંદભાઈ

  તમે કાગળ લખીને મોકલો છો સંદેશો,

  તમો દુર છો ઘણાં પણ લાગો છો નજીક,

  દુર દર્શન એટલે પાસ દર્શન………..!

  ખુબ જ સરસ

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Like

 5. દુર દર્શન અને પાસ દર્શનનો ભેદ જણાવું છું હું

  દુર દર્શન એટલે પ્રેમિકા ને પાસ દર્શન એટલે પત્ની….
  Nice Rachana ! I selected these 2 Lines !
  કહાણી તમારી વાંચી, ભેદ જાણી ગયો,

  હવે, પ્રેમિકા અને પત્નીને જુદા તમે પાડો !

  પ્રમિકા નજરે આવતા, દીલ ખુબ રાજી બને,

  દૂર હોય ત્યારે દીલ તો ખરેખર પાગલ બને !

  પત્ની નજીક હોય ત્યારે દીલ શાંત બની પ્રેમ દર્શાવે,

  દૂર હોય ત્યારે, દીલ પ્રેમિકા બની, પ્રેમ દર્શાવે !

  >>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai..it is ALWAYS nice to see you on Chandrapukar !

  Like

  1. આદરણીય શ્રી ડો.ચંદ્રવદનભાઈ,

   હવે, પ્રેમિકા અને પત્નીને જુદા તમે પાડો !

   પ્રમિકા નજરે આવતા, દીલ ખુબ રાજી બને,

   દૂર હોય ત્યારે દીલ તો ખરેખર પાગલ બને !

   પત્ની નજીક હોય ત્યારે દીલ શાંત બની પ્રેમ દર્શાવે,

   દૂર હોય ત્યારે, દીલ પ્રેમિકા બની, પ્રેમ દર્શાવે !
   આપે તો બે લાઈન પસંદ કરી છ લાઈન આપી. મન પ્રફુલિત થઇ ગયું.

   આપના હમેશ મુજબ પ્રેરણાયુક્ત પ્રતિભાવથી દિલ ઝૂમી ઉઠે છે. આપનો

   ખુબ ખુબ આભાર.

   Like

 6. ફૂલ સરીખું જીવન મહેકાવો તો પ્રભુ પ્યારા મળશે

  જગતના મુક્ત પ્રેમની જગ ગગને કહાણી બનશે
  ખુબ સુંદર..

  અરે ગોવિંદકાકા તમે સરસ રચના થકી દુરદર્શનની યાદ તાજા કરાવી દીધી…દુર દર્શન એટલે પ્રેમિકા ને પાસ દર્શન એટલે પત્ની
  i must asked my husband to read at least this line…….

  બ્લોગ પર આવ્યા મુલાકાત લીધી અભાર તમારી comment ખુબ ગમી.. આવીરીતે બ્લોગની મુલાકાત લેતા રહેજો ..

  Like

  1. શ્રી પ્રગ્નાંજલિબહેન,

   પ્રથમતો આપ અમારે આગણે પધ્ર્યા તે બદલ ખુબ જ આભાર.

   જો નામમાં ( આપના) ભૂલ થી હોય તો માફ કરશોજી.

   આપનો અમુલ્ય પ્રતિભાવ અમારા માટે માર્ગદર્શન રૂપ છે અને

   અમે લોક સંગીતના દ્વારે જરૂર આવતા રહીશું. આપનો ખુબ ખુબ આભાર.

   Like

 7. ખૂબ સરસ રચના….
  પ્રેમ તમારો પવિત્ર બને જગમાં એ આશા જગાવું છું
  ફૂલ સરીખું જીવન મહેકાવો તો પ્રભુ પ્યારા મળશે
  જગતના મુક્ત પ્રેમની જગ ગગને કહાણી બનશે……

  Like

 8. અરે ગોવિંદકાકા તમે સરસ રચના થકી દુરદર્શનની યાદ તાજા કરાવી દીધી . ગોવિંદકાકા દુરદર્શનની જૂની સીરીયલોની સર્કસ ,ફૌજી , યુગ , મુંગેરીલાલ કે હસીન સપને , વાગલે કી દુનિયા , નુક્કડ , બુનિયાદ , ઉડાન ,તહેકીકાત , શાંતિ , વ્યોમકેશ બક્ષી , ચંદ્રકાંતા, રંગોળી , ચિત્રહાર ,હમ લોગ , રાજા ઓર રેંચો , રિપોર્ટર , ઓમ નમઃ સિવાય , રામાયાણ , મહાભારત , શ્રી કૃષ્ણ ની યાદ તાજી થઇ ગઈ .

  Like

  1. શ્રી રુપેનભાઇ,
   આપના પ્રેમ અને ઉત્સાહ વર્ધક સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
   કામકાજ જણાવતા રહેશો પહેલા આ બધા નામો સમાવેશ
   કરવા વિચારેલું પણ કવિતા ખુબ લાંબી થાય અને કહેવાનું
   રહી જાય માટે સમવય નહી. મનોજ ફ્લેગ મોકલશે.

   Like

 9. ગોવિંદભાઈ ખૂબ સરસ રચના.

  દુર દર્શન અને પાસ દર્શનનો ભેદ જણાવું છું હું

  દુર દર્શન એટલે પ્રેમિકા ને પાસ દર્શન એટલે પત્ની

  પ્રેમની પૂજા ઘણા માને છે કે ભાઈ ભજીયા સાથે ચટણી

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s