વસંતનાં વધામણાં….. ( કાવ્ય )


વસંતનાં  વધામણાં….  ( કાવ્ય )

===================================================================

                     સાખી

વસંત આવ્યો હો સખી રે (૨) અને આંબે આવ્યો મોર

કોયલડી ટહુકા કરતીને ભાઈ નાચી ઉઠ્યા છે મનમોર

=====================================================================

===================================================================

થયાં વસંતના વધામણાં ને મનડું મારું  મલકે છે  

મલકે છે રે ભાઈ મલકે છે ને મનડું મારું મલકે છે

આનદ ઉલ્હાસ ભર્યો સર્વે  જગતમાં ને,

આંબલિયા ડાળે કોયલ ટહુકે ને મનડું મારું મલકે છે

કુદરતની  છે  લીલા કેવી અનેરી ને,

માનવ પશુ પક્ષી જ  હરખે ને  મનડું મારું મલકે છે

ઝૂમી ઉઠશે  આં ધરતી  ગગન પણ,

આંબલિયે પેલો મોર મહેંકે  ને   મનડું મારું મલકે છે

વાતાવરણની કેવી છે અનેરી  આભા,

પીળા ફૂલોની ચાદર  ચમકે ને મનડું મારું  મલકે છે

પશુ પક્ષી તણા મધુરા અવાજોએ,

પીળું ,નીલું ભૂરું ગગન ગરજે ને મનડું મારું મલકે છે

મોઘેરાં  વસંતના થયાં છે  વધામણાં,

માનવ જીવન ઉલ્હાસે છલકે ને મનડું મારું મલકે  છે

રાધા- કૃષ્ણજીના હેત હરખ કેરા  હીંચોળે,

રંગ પિચકારી ચઢી ચગડોળે  ને  મનડું મારું  મલકે છે.

=================================================== 

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Advertisements

18 thoughts on “વસંતનાં વધામણાં….. ( કાવ્ય )

 1. શ્રી ગોવિંદભાઈ,

  વસંત આવ્યો હો સખી રે (૨) અને આંબે આવ્યો મોર

  કોયલડી ટહુકા કરતીને ભાઈ નાચી ઉઠ્યા છે મનમોર

  આપને વસંતના ખાસ વધામણાં.. સાખી બહુ જ સરસ છે.

  Like

 2. વાહ ગોવિંદકાકા,
  અતિ સુંદર પીળા ફૂલો ની ચાદર ચમકાવી ને, આંબા ડાળે કોયલ અને મોર ને ટહુકા સાથે નીલા ગગન ની ગર્જના સંભળાવીને રાધા કૃષ્ણ હેત સંગે જે વસંત ના વાયરા ના વધામણા કેરા તમારું મનડું જે મલક્યું છે તે જોઇને અમને સૌ ને હર્ષોઉલ્લાસ થયો છે. ચાલો અમે તમારા ભેગા વસંત ના વાયરા ને વધામણા આપી દઈએ.

  Like

  1. શ્રી વેદાંગભાઈ,

   વાહ રે વાહ એકદમ સુંદર અલંકારિક શબ્દ પ્રયોજન દ્વારા બેનમુન અને મનમોહી લે તેવો

   અનોખો પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર,

   આપને વસંતના વધામણા

   Like

 3. કુદરતને આપે નજીકથી માણી છે અને શબ્દથી અહીં કવિતામાં જડી દીધી છે.સાથે કલરવ અને ભક્તિ
  સઘળું મનને ભાવે તે રીતે આપે હીંચોળ્યું છે. ખૂબ જ સરસ ગીત.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
   આપના પ્રેરણા અને ઉત્સાહ ભર્યા સંદેશ એક નવું આત્મબળ પ્રેરે છે.
   આવા આશીર્વાદ વરસાવતા રહેશો એવી અપેક્ષા સાથે ખુબ ખુબ આભાર.

   Like

 4. વાહ ગોવિંદ રાજા વાહ,

  વસંતના વધામણા પણ કરી દીધા. સમય, સંજોગ, વાર, તહેવાર, પસંગ અને તાજી બનતી

  ઘટનાઓ પર તુરંત જ આપ કાવ્ય લખી નાખો છો. ગજબની ગોઠવણી કરો છો.

  Like

 5. સ્વપ્નભાઈ આપને પણ વસંતના વધામણા…. આપનું મન અને જીવન પણ ખીલતું મહેકતું રહે સદા …
  very very nice….. મોઘેરાં વસંતના થયાં છે વધામણાં,

  માનવ જીવન ઉલ્હાસે છલકે ને મનડું મારું મલકે છે

  રાધા- કૃષ્ણજીના હેત હરખ કેરા હીંચોળે,

  રંગ પિચકારી ચઢી ચગડોળે ને મનડું મારું મલકે છે.

  Like

  1. શ્રી પારુબહેન,
   હર હમેશની માફક મારા બહેનીનો મજાનો મીઠો ટહુકો સંભળાયો એ ટહુકો
   મઝાના આશીર્વાદ સંદેશ લાવ્યો. આ બદલ બહેની આપનો ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s