ભ્રષ્ટાચાર દિન……. ( કાવ્ય )


ભ્રષ્ટાચાર દિન…….   ( કાવ્ય )
 
===========================================
 
જુઓ વિવિધતામાં એકતા ભારતની વખણાય 
 
વિવિધ ધર્મોના ઉત્સવોપણ ભાવથી ઉજવાય   
 
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી ભાવપૂર્ણ  થાય
 
મહાનુભાવોની જન્મ-પુણ્ય તિથિઓ ઉજવાય
 
૧૨ ફેબ્રુઆરી બાપુનો સર્વોદયદિન મનાવાય
 
સર્વોદય ને બદલે આજે બધે  સ્વ-ઉદય દેખાય
 
મનાવવો છે  ભ્રષ્ટાચાર દિન ક્યારે ઉજવાય ?
 
અંદાજપત્રના દિનને ભ્રષ્ટાચારદિન કહેવાય
 
નક્કી કરી દેવું પહેલેથી શેમાં કેટલું ખવાય ?
 
ફાળવણી માયાજાળની લોકોને ઉલ્લુ બનાવાય
 
પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય
 
ભ્રષ્ટાચાર ના કરીએ તો સ્વીસ બેન્કનું શું થાય ? 
 
 
==========================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

16 thoughts on “ભ્રષ્ટાચાર દિન……. ( કાવ્ય )

  1. પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય

    ભ્રષ્ટાચાર ના કરીએ તો સ્વીસ બેન્કનું શું થાય ?
    ……………………….
    ભ્રષ્ટાચારમાં એકતા..
    પ્રજાને જોરના ઝટકા
    સરાહનીય સુંદર મઝાનો સંદેશ..શ્રી ગોવિંદભાઈ,
    Ramesh Patel(Aakashdeep)

    Like

  2. શ્રી ગોવિંદભાઈ,

    જુઓ વિવિધતામાં એકતા ભારતની વખણાય

    વિવિધ ધર્મોના ઉત્સવોપણ ભાવથી ઉજવાય

    આપની ઉપરોક્ત કડીમાં જે ભાવ છે તે દેશની ઓળખાણ નો છે, અને હાલના રાજકારણીઓએ ઉપરોક્ત કડીને પોતાન જીવનમાં અન્ય રીતે યથાર્થ ઠેરવી છે, વિવિધ રીતે ભ્રષ્ટાચારમાં એકતા છે અને તે પણ વિવિધ ધર્મના/ પક્ષના લોકો ભેગા થઈને આચરે છે.

    Like

    1. આદરણીય શ્રી અશોકકુમાર,
      આપની વાત તદ્દન સાચી છે. દરેક પક્ષના લોકો ભેગા મળી દેશને ( પ્રજાને ) લુટી રહ્યા છે.
      આપ મારે આગણે પધારી સુંદર મજાનો પ્રતિભાવ લાવ્યા તે બદલ આપનો ખુબ આભાર

      Like

  3. શ્રી ગોવિંદ રાજા,
    તમારે નેતા બનવાની જરૂર હતી. ત્યાં રૂબરૂમાં આ બધાને તડ ને ફડ સંભળાવત તો ખરા.
    મને અને ઘણા મિત્રોને યાદ છે કે આપ શિક્ષક હતા ત્યારે શિક્ષકોની સાચી વાત હોય ત્યારે
    તાલુકા અને જીલ્લા પંચાયત પ્રમુખ , કલેકટર ,મામલતદાર કે ધારા સભ્ય ને પ્રધાનોને
    સંભળાવી દીધું છે. ઘણી વાર તો જોરના ઝટકા જેવી શાયરીઓ પણ ઝટકાવતા. અને
    માઈક લઇને જાહેરમાં ખખડાવતા. હજુ પણ એવો મિજાજ. કોઈની પરવા નહિ.

    Like

  4. પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય….

    ગોવિંદકાકા આ છે સ્વાર્થની દુનિયા અહિયા કોણ જોવે છે બીજાનું ભલું અહીયાતો બસ બધાને છે બસ પોતાના ખીસા ભરવા…..

    Like

  5. વાહ ..વાહ .. મુરબ્બી શ્રી ગોવિંદભાઈ ,

    નક્કી કરી દેવું પહેલેથી શેમાં કેટલું ખવાય ?
    ફાળવણી માયાજાળની લોકોને ઉલ્લુ બનાવાય
    પ્રજા છો પોકાર કરે પણ પોતાનું ભલું જોવાય
    ભ્રષ્ટાચાર ના કરીએ તો સ્વીસ બેન્કનું શું થાય ?

    Like

    1. શ્રી કિશોરભાઈ,

      આપની વાત સાચી છે. ભારતના ભ્રષ્ટાચારી નેતાઓ આદું ખાઈને પડ્યા છે.

      આપ પધાર્યા અને અમુલ્ય પ્રતિભાવ દર્શાવ્યો તે બદલ ખુબ આભાર.

      Like

    1. શ્રી માધવભાઈ,/હર્ષદભાઈ,

      અપની વાત સાચી છે. સ્વીસ બેંક ભારતના ભ્રષ્ટાચારી નેતાઓ અને ઉદ્યોગપતિના

      બે નંબરના નાણાંથી જ ચાલે છે. આપ પધ્ર્યા અને અમુલ્ય પ્રતિભાવ દર્શાવ્યો તે

      બદલ ખુબ ખુબ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.