ક્રિકેટ મહાકુંભની આરતી


 

         ક્રિકેટ મહાકુંભની આરતી
============================================================
 
ઓમ જય ક્રિકેટ દેવા સ્વામી ઓમ જય ક્રિકેટ દેવા
 
ક્રિકેટ મહાકુંભે, વર્લ્ડ કપે (૨) ક્રિકેટે જમ્યા જંગ એવા …….ઓમ
 
બોલ બેટ ની રમત એવી રમે ખેલાડી અગિયારા (૨)
 
ખેલાડી  બારમો  લાવે લઈ જાયે (૨) ને પાણી પાનારા…….ઓમ
 
નિર્ણાયકો હોય બે પણ તેર પર નજર  રાખનારા (૨)
 
ત્રીજો  નિર્ણાયક હોય અદ્રશ્ય (૨) કોઈક વાર પૂછાનારા….ઓમ
 
બોલ્ડ,કેચ,સ્ટમ્પીગ,રનઆઉટ એમ  રીતો જુદી જુદી (૨)
 
ચોક્કા છક્કાની રમઝટે (૨) ફિલ્ડર કેચ પકડે  કુદી કુદી ……ઓમ
 
પચાસ ઓવરની રમત એક ઓવરે હોય છ  દડા (૨)
 
એક ટીમ દાવમાં  ઉતરે  તો (૨)   રમતી ત્રણસો દડા……. ઓમ
 
આઠ દેશના ખેલાડીઓ રમશે ને લાખો  ડોલર લેવા (૨)
 
તડાકો ચેનલોને  જાહેરાતના (૨) મનમાન્યા ભાવ લેવા…..ઓમ
 
કમાણી કરશે વર્લ્ડ ક્રિકેટ કમિટી ને યજમાન દેશ એવા (૨)
 
લાખો કરોડો ક્રિકેટ પ્રેમીઓ તો (૨) સમય ને પૈસા ખોવા….ઓમ
 
======================================================= 
 
સ્વપ્ન જેસરવાકર     ( ગોવિંદ પટેલ )
Advertisements

14 thoughts on “ક્રિકેટ મહાકુંભની આરતી

 1. શ્રી ગોવિંદ રાજા,
  કમાણી કરશે વર્લ્ડ ક્રિકેટ કમિટી ને યજમાન દેશ એવા (૨)
  લાખો કરોડો ક્રિકેટ પ્રેમીઓ તો (૨) સમય ને પૈસા ખોવા….ઓમ
  વાહ રે વાહ ક્રિકેટ પર આરતી.
  સરસ મઝા આવી.

  Like

 2. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

  આપે મહાકુભની આરતી તો કરી હવે મારે તો પ્રસાદી જોઈએ…………..!

  કારણ કે અમો આરતીમાં હાજર રહ્યા એટલે પ્રસાદનો સાદ તો પાડીએ જ ને….!

  મારો હક બને છે, મોકલો ત્યારે…!

  સરસ રચના

  હાર્દિક શુભેચ્છાઓ

  આપનો કિશોર

  Like

 3. Dear Shri Govindbhai…
  AA aapni 2nd ke 3rd kavita che world cup maha koombha per ni..I have read all of them and enjoyed a lot.
  Yes u r right…teo j kamashe..aapne tau fakt ghnthna kharchine anand melavavano che ane vakhat ni barbadi te nafama….
  Have laghbhag ek mahino sunyavakash……
  God save the nation..
  Any how best of Luck to my country..BHARAT….INDIA….jsk
  Ever yours…..sanatkumar dave

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s