લાલજી મોહનની રમત… ( વ્યંગ કાવ્ય )


લાલજી મોહનની રમત..( વ્યંગ કાવ્ય )

=========================================================================

                                      કાર્ટુન ચિત્ર માટે ગુગલનો આભાર

==========================================================================

લાગ્યો રમતનો રંગ જામ્યો  હતો ક્રિકેટનો જંગ

હરખતું  હૈયું ને ઉછળતો  દિલમાં જ એક  ઉમંગ

લાલજી ને મોહન  વિચારતા કાતરિયામાં પેઠા

કઈ રમત રમાડવી બધાને એ  વિચારવા  બેઠા

ક્રિકેટમાં આપણું ગજું નહી દોડવાનું જ ના  ફાવે

કુશ્તીમાં પટકવા માટે  ખલી ને  દારસીગ ઝુકાવે

લંગડી કે ખોખોની અનોખી મઝા એક બીજાને ઝાલે

લડે ઝઘડે આપણી સેના ને આપણું મુખ મલકાવે

આપણે  બેવ મુખોટા ને બેય  નારી  મોરચા સંભાળે

મીરાં છોકરી સીધી સાદી નિર્ણાયક ભૂમિકા બજાવે

તમે કહો જી મેડમ અને મારો ભાવ કોઈ ના પૂછે

આવ હરખા આપણે બેવ સરખા કહી  આંસુઓ  લુછે

આપણે રામ રાવણ તો કદી દુર્યોધન અર્જુન બનવું

લડ્યા કરે આપણી સેનાઓ ને આપણે જોયા કરવું

દિવસ આખો આમ ઝઘડા ઝઘડીમાં પસાર કરવો

સાંજ પડે ભાડા ભથ્થાંનો ભેગા મળી હિસાબ કરવો

દેશની મિલકત કે નાણાંને  પોતીકું ગણીને જ  રહેવું

છે ખાનગી સમજણ આપણી સેના જનતાને ના કહેવું

==============================================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Advertisements

12 thoughts on “લાલજી મોહનની રમત… ( વ્યંગ કાવ્ય )

 1. શ્રી ગોવિંદ રાજા,
  દિવસ આખો આમ ઝઘડા ઝઘડીમાં પસાર કરવો
  સાંજ પડે ભાડા ભથ્થાંનો ભેગા મળી હિસાબ કરવો
  ઝાબરા ઝાટકા. લાલજી મોહન ને જબરા રમાડ્યા છે.
  સુન્દર વાહ…..વાહ રાજા.

  Like

 2. ભાઈશ્રી.ગોવિંદભાઈ

  સરસ રસદાર અને દમદાર છે,

  લંગડી કે ખોખોની અનોખી મઝા એક બીજાને ઝાલે

  લડે ઝઘડે આપણી સેના ને આપણું મુખ મલકાવે

  કિશોરભાઈ

  Like

  1. શ્રી કિશોરભાઈ,

   જીવનમાં બધાય રમત રમતા હોય પણે તે નિખાલસ પણ હોય જયારે આમની રમત

   સ્વાર્થ અને લાલચ સાથે લુંટની હોય છે. આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ આભાર.

   Like

 3. દિવસ આખો આમ ઝઘડા ઝઘડીમાં પસાર કરવો

  સાંજ પડે ભાડા ભથ્થાંનો ભેગા મળી હિસાબ કરવો

  KATAX KAVYA…..Nicely done !
  Abhinandan for a Nice Rachana….Hasta Hasta Kahevanu Hatu Te Kahi Didhu !
  Dr. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai…Hope to see you on my Blog for the New Post.

  Like

 4. સરસ , સુંદર , કટાક્ષ , છાતી સોસરું તીર ,
  પણ આ રીઢા ,ઓને આવો તીર વાગતો નથી એનું શું ?

  દેશની મિલકત કે નાણાંને પોતીકું ગણીને જ રહેવું
  છે ખાનગી સમજણ આપણી સેના જનતાને ના કહેવું

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s