Monthly Archives: માર્ચ 2011

નથી અમે કોઇથી પણ ગભરાનારા..( કાવ્ય )


નથી અમે કોઇથી પણ ગભરાનારા…  (કાવ્ય)
=====================================================
 
આજે મોહાલીમાં રમાનારી સેમી ફાઈનલ પહેલા આફ્રીદી અને
 
ઉમર ગુલ ખુબ ગર્જયા. ચાલો કાવ્ય રૂપે જવાબ આપીએ.
 
રાહત ફતેહઅલીની જાહેરાત વારંવાર આવે છે પણ પાકિસ્તાનને
 
રાહત ના મળી. યુનીસ ખાન – YOU-NICE , આવ ફરી દઉં== આફ્રીદી
 
ઉમર ગુલ – જેની ઉમર ગુલ કરી સહેવાગ ને તેન્ડુલકરે
 
    રામ  –  રાવણ એટલે ભારત –  શ્રી લંકા
 
========================================================
 
 
© 3.bp.blogspot.com
================================================]]]]]]
 
છે દુશ્મન દુશ્મન ઘણાયે અમારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
ઈતિહાસ  સાક્ષી જુઓ તપાસનારા 
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
લડત પહેલા એક્સપ્રેસ ખડકાવનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
અકમલની અક્કલ ઠેકાણે લાવનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
હાફીઝને તો ખુદા હાફીઝ કહેનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
you-nice  ભત્રીજીને ફ્રોક આપનારા 
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
શાહિદ આવ તને ફરી દઉં કહેનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
અબ – દુર હે જીત  રકઝક   કરનારા 
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
આવ વહાબ તું છે રીયાઝ કરનારા 
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
મિસ બોલ ને છે  તું હક  કરનાનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
સહેવાગ- સચિન ઉમર ગુલ કરનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
ક્યાં ગયા BUT  કિન્તુ પરંતુ કરનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
જાહેરાત આવે છે નહિ રાહત દેનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
પાકિસ્તાન પતન મોહાલી મોહનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
યુદ્ધ મોરચે કે વિશ્વ કપે ના હારનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા  
 
રામ-રાવણ યુધ્ધે મુબઈમાં ચઢનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
બેટાથી બાપ સવાયા  સમજાવનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
ત્રિરંગા કેરી શાને જંગે ઝંપલાવનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
========================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

જયકારો હો જયકારો..( કાવ્ય )


     જયકારો હો જયકારો…….. ( કાવ્ય )

======================================================================================

 

આજે ગુજરાતના ગૌરવ સમા સરદાર પટેલ સ્ટેડીયમમાં ભારતના જાંબાજ જવાંમર્દોએ છેલ્લા

ત્રણ વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલીયાને રસાકસી ભર્યા જંગમાં હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ

કરી ભારતની જનતાને હર્ષના હુલામણા કરવ્યા છે આવો આપને તેમને જયકારાથી વધાવીએ…..

                     ………..  જયકારો હો જયકારો…………

 

======================================================================================

( રાગ==   ક્યા ખુબ લગતી હો ……. ફિલ્મ– ધર્માત્મા )

=======================================================================================

 

જયકારો હો જયકારો થયો છે ભારતનો જયકારો

 

થયો ઓસ્ટ્રેલિયાનો ઘેર જવાનો વારો હો વારો … થયો છે .ભારતનો

 

સચિન બન્યો અઢાર હજારો હો અઢાર હજારો

 

આવ્યો છે  પોન્ટીગને રડવાનો  વારો હો વારો ……..થયો છે ભારતનો

 

ના રહ્યો ભાઈ સદીનો સથવારો હો સથવારો

 

હવે સદીને તો સમુદ્રમાં પધરાવો હો પધરાવો……..થયો છે ભારતનો

 

મોહાલીમાં જીતનું  મન બનાવો હો બનાવો

 

હવે પાકિસ્તાનને  તમે  પછાડો  હો પછાડો……………થયો છે ભારતનો

 

સચિનનું ‘સ્વપ્ન’ સાકાર બનાવો હો બનાવો

 

હવે વર્લ્ડ કપને તમે ઘેર  લાવો હો લાવો………. ….થયો છે ભારતનો

 

ભારતની જનતાને તમે ઝુમાવો હો ઝુમાવો

 

આકાશે ફરકતો ત્રિરંગો અમારો  હો અમારો ……. …. થયો છે ભારતનો

 

============================================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

ખાંભી એમની દિલમાં ચણજો..( કાવ્ય )


ખાંભી એમની  દિલમાં ચણજો… (કાવ્ય)
 
==============================================================
 
આજના ભારતમાં ઘણા નેતાઓનાં સ્મારકો અને યોજનાઓ વિપુલ 
 
પ્રમાણમાં છે જયારે દેશદાઝથી પ્રેરિત થઈ  ભરયુવાનીમાં જેમણે આઝાદી 
 
કાજે પ્રાણ ન્યોછાવર કર્યો છે તેમની યાદ સતત માનસપટ પર  રહે  તે 
 
ઉદેશ્યથી કહેવાનો  પ્રયત્ન કરેલ છે  કે તેમની ખાંભી દિલમાં ચણજો. 
 
અર્થાત તેમને કદી ભૂલશો નહિ……….      વંદે માતરમ  ……………….
 
==============================================================
 
==================================================
 
માર્ચ મહિનો તારીખ ત્રેવીસ ને ઓગણીસો એકત્રીસ સાલ 
 
હસતા મુખે ફાંસીએ ચઢીને શહીદી વહોરી ભારતના લાલ 
 
ના ભૂલશો એ દેશદાઝની  દિલેરી, હતી જેમની ભાવના ભલેરી….(૨)
 
 
 
ભગતસિંહના સરીખા સાથી સુખદેવ ને ઋણી રાજગુરુ
 
આઝાદીના દીવાનગી  છે કેવી  દેશ કાજે  જીવન  ધર્યું  
 
ના ભૂલશો એ દેશદાઝની દિલેરી, હતી જેમની ભાવના ભલેરી ….(૨)
 
 
 
લાલ લજપતરાય કેરા ભાષણોથી બ્રિટીશ સરકાર  ગભરાય
 
સાયમન કમિશનના  વિરોધમાં  જલિયાંવાલાએ જીવ જાય 
 
ના ભૂલશો એ દેશદાઝની  દિલેરી, હતી જેમની ભાવના ભલેરી….(૨)
 
 
 
ન્યાયતંત્રનો એ ગોઝારો દિવસ કેમેય કરી ના ભૂલાય
 
કાયદા વિરુદ્ધ સાયંકાળે  દીધી ફાંસીએ ઇતિહાસે  લેખાય
 
ના ભૂલશો એ દેશદાઝની  દિલેરી, હતી જેમની ભાવના ભલેરી….(૨)
 
 
 
આઝાદીના દીવાનાની ફોજમાં ખુદીરામ બોઝ ને આઝાદ
 
ભારત માતાના દીવાનાએ જુઓ કેવો અગ્રેજોને દીધો સાદ
 
ના ભૂલશો એ દેશદાઝની દિલેરી,હતી જેમની ભાવના ભલેરી….(૨)
 
 
 
આઝાદીના એ ભારત ભક્તોને તમે ‘સ્વપ્ન’  સાદે સુણજો
 
ભલે ભૂલી જાય નેતાઓ પણ ખાંભી એમની દિલમાં ચણજો
 
ના ભૂલશો એ દેશદાઝની દિલેરી, હતી જેમની ભાવના ભલેરી….(૨)
 
 
 
===========================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

શહીદોનો આત્મા કહે છે..(.કાવ્ય.)


 શહીદોનો આત્મા કહે છે……… ( કાવ્ય )

 
 

=========================================
 
 
૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારતના ભડવીર  ક્રાંતિકારી
 
નવલોહિયા સરદાર ભગતસિંહ ,રાજગુરુ અને સુખદેવ હસતા 
 
મોઢે   વંદે માતરમ  પોકારતા ફાસીએ ચઢી શહીદી વહોરી લીધી હતી.
 
આવો આજે એ શહીદોનો આત્મા શું કહે છે તે…………
 
===============================================================
 
આઝાદીની ઉષાએ જીવવું ને ગુલામીના મોતે મરવું નથી,
 
ગુલામી સહેતાં  જીવવું પડે  એવું જીવન તો  જીવવું નથી.
 

પ્રાણ  છે  જ્યાં સુધી આ  જીવનમાં દેશદાઝને ભૂલવું  નથી,

 શહીદી વહોરનાર ભડવીરોને   જીવનમાં  વિસરવું નથી.

જાન કોઈનો મારે લેવો નથી ને કોઇથી મારે ડરવું નથી,

આતંકવાદના અગ્નિરૂપી  તણખલા ને  મારે છોડવું  નથી.

ભાષણ કરી  જુઠા વાયદા આપી વચનમાં વિચરવું નથી,

કાળાં ધોળાની કમાઈ કરી  ભ્રષ્ટાચારી મારે  બનવું નથી.

ભગતસિંહની એતો  ભાવના ભલેરી એને ભૂલી  જવું નથી,

સુખદેવના ભાઈ સોનેરી સોણલાં એને કચડી  જાવું નથી.

રાજગુરુની દેશપ્રેમ  ખુદ્દારીને ભૂલી મારે   ભરમાવું  નથી,

લાલ લજપતરાયની  અનોખી  શહીદી  ભૂલી જાવું નથી.

માનપાન  ક્ષણિક  જીવનમાં એ વાટે મારે વિચરવું  નથી,

આઝાદી હતા એ  લડ્યા   એમને સત્તા સ્થાને બેસવું નથી.

પ્રજાના સેવક  છો તમો નેમાલિક બની જવું   સારું નથી,

ત્રિરંગા શાન કાજે અડગ રહી કોઈની સામે નમવું નથી.

ભલે  ના ચણાય ખાંભીઓ ને પાળિયા બની પુજાવું નથી,

પ્રતિજ્ઞા કરો  જીવનમાં કે માતૃભૂમિના કાજે વેચાવું નથી.

શહીદોનો આત્મા   ‘સ્વપ્ન’ શબ્દે બીજું  કંઈ   જોઈતું નથી,

સમારંભો ને  મેળાવડા રોજ,શહીદ સ્મારકે કોઈ  જોતું નથી.  

==================================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

ફાગણના ફાગ ખેલો…બ્લોગરલાલ.. (કવિતા)


 
ફાગણના ફાગ ખેલો બ્લોગરલાલ…. (કવિતા ) 
 
==============================================================
  
ગુજરાતી બ્લોગ જગતના આદરણીય વડીલો માનવંતા મિત્રો
 
અને વ્હાલસોયી બહેનો તેમજ ભારતના જન જનને
 
હોળી – ધુળેટીની શુભ કામના…………………………….
 
================================================================
 
  
ફાગણના ફાગ તમે   ખેલો………….બ્લોગરલાલ
 
રંગ કેસુડોનો  આજ ઢોળો…………..બ્લોગરલાલ
 
હોળીની વધાઈ આપજો…………….બ્લોગરલાલ
 
ઉત્સવો મન ભરી માણજો………….બ્લોગરલાલ  
 
આવ્યો છે  હોળી દિન રૂડો…………..બ્લોગરલાલ
 
પીરસો દૂધપાક ને  પૂડો……………બ્લોગરલાલ  
 
રંગ  પિચકારીનો   છાંટો….. ……….બ્લોગરલાલ
 
ખાલી ના જાય જો  આંટો………….  બ્લોગરલાલ
 
આવી છે  રંગ રંગ હોળી……………બ્લોગરલાલ
 
બનોને  ધેરૈયાની  ટોળી…………….બ્લોગરલાલ
 
ધાણીની જેમ તમે  ફુટો….. ………..બ્લોગરલાલ
 
ચણાની મઝા તો  લુંટો ……………..બ્લોગરલાલ
 
ખજુરને  તો ખુબ ખાઓ………… …બ્લોગરલાલ
 
મીઠા મધ જેવા   થાઓ……………..બ્લોગરલાલ
 
જુદાને  રંગો  અજમાવો…………….બ્લોગરલાલ
 
રગીન બ્લોગ તો બનાવો…………  બ્લોગરલાલ
 
લેખો તો    મઝાના  લખો………….  બ્લોગરલાલ
 
કવિતા ને  કાવ્યો કલાપો…………. બ્લોગરલાલ
 
ગીતો ગુંજનમાં તો ગાવો…….. …. બ્લોગરલાલ  
 
ગઝલ અનેરી જ  સજાવો……. ….. બ્લોગરલાલ
 
પ્રેમ પ્રકૃતિને  લાડ લડાવો…………બ્લોગરલાલ
 
સુંદર સંસ્કૃતિને  જ ગજાવો………..બ્લોગરલાલ
 
પ્રજાનાપ્રશ્નોને વાચા આપો……….. બ્લોગરલાલ  
 
દેશ દુનિયાચર્ચામાં  રાખો……. …  બ્લોગરલાલ
 
અવકાશની ઉચાઇ આંબજો………… બ્લોગરલાલ
 
સાગર ઉડાઈએ  પહોંચજો…………. બ્લોગરલાલ
 
મીઠાં મીઠા ગીતડાં ગાજો…………..બ્લોગરલાલ
 
પ્રેમ સ્નેહ  સોણલાં સેવજો…………  બ્લોગરલાલ
 
એક બીજાના બ્લોગે  જાજો….. ……બ્લોગરલાલ
 
મીઠો આવકારો આવી દેજો………. બ્લોગરલાલ
 
બંધુત્વ બહેની બંધન  બાંધજો…….  બ્લોગરલાલ
 
પ્રેમ બંધનથી ભીજવી  દેજો………..બ્લોગરલાલ
 
એકબીજાના ભેરુબંધ  બનજો……….બ્લોગરલાલ  
 
પ્રતિભાવ  પિચકારી મારજો………  બ્લોગરલાલ
 
રંગ બેરંગી રંગ જ છાટજો……….. બ્લોગરલાલ
 
ગમતાનો ગુલાલ  ઉડાડજો………..બ્લોગરલાલ
 
વડીલો ને તમે  વાંચજો…………… બ્લોગરલાલ  
 
મિત્રોની મિત્રતા માણજો………….. બ્લોગરલાલ
 
‘સ્વપ્ન’ આજ સોનેરી સજાવો….. … બ્લોગરલાલ
 
હોળી-ધૂળેટી શુભકામના કહેજો……. બ્લોગરલાલ
 
======================================
 
સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)

પિચકારી મને ના મારશો .( હોળી ભજન )


 
 આદ્ય કવિ  નરસિંહ મહેતા ગુજરાતના પ્રથમ કવિ  છે. તેમનું   રચેલું
હોળીના સમયે ગવાતું  એક પદ રજુ કરું છું………………………..
=========================================================================
  
   = પિચકારી  મને ના  મારશો=  (હોળી-ભજન)                       
===========================================
 
 
 
 
પિચકારી  મને  ના  મારશો 
ના મારશો  હો નંદ લાલ રે…..   પિચકારી મને ના મારશો.
 
મારે માથે  છે પાણીનું  બેડલું
 
મારી કેડે છે નાનેરા  બાળ  રે…..  પિચકારી  મને  ના  મારશો.
 
ઘેર  સાસુ   અમારાં ખીજશે
 
કંઈ  નણંદલ દેશે  ગાળ રે…..     પિચકારી  મને   ના  મારશો.
 
ઘેર નાનો દીયેરીયો લાડકો
 
પરણ્યો છે વિખનું ઝાડ રે…..     પિચકારી   મને   ના   મારશો.
 
મુખ માંજું ને આંજું રે આંખડી
 
બળવંતા ના બાંધું બે હાથ રે……  પિચકારી   મને  ના   મારશો.
 
લ્યો ને અબીલ ગુલાલ ખોળા ભરું
 
તે લઈ છાંટો હો નંદલાલ રે…..    પિચકારી  મને   ના   મારશો.
 
મે’તા નરસીના સ્વામી શામળા
 
તમે  વેગળા અહીંથી જાવ રે….. પિચકારી  મને  ના   મારશો.
 
==========================================================================
 
 પદના રચયિતા===== આદ્ય કવિ નરસિહ મહેતા..==================
==========================================================================
 
સંકલન= સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
 

રેડીયેશનનો ગભરાટ. (કાવ્ય )


રેડીયેશનનો ગભરાટ…. ( કાવ્ય )

==========================================

     (ન્યુક્લીયર પ્લાન્ટ —  જાપાન )

 

માઝા  મુકતો સમન્દર પાતાળ ઉભરે ઉપર

રેલાતો લાવા ઝઝુમતી જીદગીના દાવા

ઝંઝાવાતોની સફર મટ્યું  જાગતું  શહેર

ડૂબ્યાં તરતા વહાણ ડૂબતું જમીન કળણ

ન્યુક્લીયરનો વિસ્ફોટ ડૂબ્યાં મકાન  કોટ

લાખો બન્યા બેપતા જીવન ખાયે  ખતા

અચાનક સુનામી જીવન બને અનામી

જન જીવન વેર વિખેર કુદરતનો આ કહેર

પ્રગતિનું જાપાન બન્યું માનવ  સ્મશાન

ધબકતું જે ટોકિયો રેડીયશને રસ્તો રોકીયો

કરતા અખતરો  માનવ જીવન માટે ખતરો

દુનિયાનો ફફડાટ   રેડીયેશન તણો ગભરાટ

=================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

માનવતા કેરો સાદ..(કવિતા )


 

 માનવતા  કેરો સાદ….. ( કવિતા )

====================================================

 

સમુદ્રમાંથી તો  સુનામી ઉઠી, માનવ જાતની દશા બેઠી

કાળનો પ્રકોપ તો ચાલી ઉઠ્યો, ભાઈ શું કિરતાર  રુઠ્યો

પલ વારમાંતો જીવતું જાગતું ,શહેર બની બેઠું છે રાખનું

ટેલીફોનના થાંભલા તૂટ્યા,ને  સિગ્નલના  હિસાબો મટયા

ટ્રેનો આખી ગરક થઈ ગઈ,ને  વાહનોનો ના કંઈ પતો ભાઈ

મકાનો તણાઈ ને ચાલ્યા, માનવીતો પાણીમાં  વહીને હાલ્યા 

વીજળી પાણી કેરું સંકટ તોળાઈ ,અણુરીએક્ટર  ગયા રિસાઈ

માતા પિતા  પતિપત્ની ને ભાઈ સહી  એક બીજાની જુદાઈ

દુનિયા જોઈ રહી  નજરે, કંઈ રીતે પૂછે એક બીજાની ખબરે

શાંત જાપાન બન્યું અશાંત, જન જન માનવ કરે  કલ્પાંત

દુનિયા આખી મદદે દોડી, ખાદ્ય સામગ્રી દવાઓ પહોચાડી

બને તેટલી મદદે કરજો માનવ જાત  મહામાનવી બનજો

માનવતા કેરો પડ્યો છે સાદ, ને ભાઈ સાંભળજો આ નાદ

વહારે ચડજો નિર્વિવાદ ,રાખો મદદ કેરો અવસરીયો યાદ

===================================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

શતકધારી શતકધારી સચિન…. ( કાવ્ય)


શતકધારી  શતકધારી સચિન…..( કાવ્ય)
 
===================================================
 
===============================================
 
શતકધારી  શતકધારી  શતકધારી
 
સચિન કેવો શતકધારી  (૨)
 
જુઓ એણે કેવી કરી બધાથી  યારી…. સચિન
 
રન  હિમશિખરે પર બેઠો એકલડો
 
રહ્યા છે  સર્વ  રેકોર્ડ એના નામધારી….સચિન
 
ટેસ્ટ  ક્રિકેટ કેરા  ફોરમેટમાં   તો
 
ખેલી છે એણે એકાવન શતક પારી…..સચિન
 
વનડે ક્રિકેટ  કેરા ફોરમેટમાં તો
 
ખેલી છે શતકની અડતાલીસ પારી……સચિન
 
ઓગણીસની  ઉંમરે શરૂઆત કીધી
 
સાડત્રીસે શરમાવે  જુવાનોને ભારી…..સચિન
 
દુનિયાભરના મેદાનો પર ખેલ્યો
 
ક્રિકેટ રમતા દેશો સામે  સેન્ચ્યુરી………સચિન
 
ભલભલા બોલરોને ખુબ ધમકાર્યા 
 
ખેલદિલી દિલમાં  ભરી છે  સારી ……..સચિન
 
કેચ પકડ્યા છે ને લીધી વિકેટો
 
માણી ભરપુર ક્રિકેટ રમત ન્યારી……..સચિન
 
સર્વાધિક ટેસ્ટ ને વનડે  ખેલ્યા એણે
 
એકવીસ વર્ષથી રમત  એકધારી……,.સચિન
 
ગ્વાલિયરની રમત કેમ   ભૂલાય
 
સાઉથ આફ્રિકાને પડ્યો છે ભારી…….સચિન
 
વર્લ્ડ કપમાં બેહજાર રન જ કીધા
 
વર્લ્ડ કપમાં ખેલી  છ  શતક પારી……સચિન
 
ઝૂમે  છે ભારત ને ઝૂમે છે પ્રેમીઓ
 
ખરો ભારત રતન  તણો  હક્કદારી……સચિન
 
ગૌરવ છે ક્રિકેટપ્રેમીઓને  એના પર
 
ભારત ભાગ્ય વિધાતાને જાવું વારી ….સચિન
 
========================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

મારી રહ્યો છે કિરતાર..(કાવ્ય )


મારી રહ્યો છે કિરતાર……. ( કાવ્ય )
 
=======================================================
 
 
 
 ===================================================================
 
 રેલાતો હતો વરસાદ પૃથ્વીના પટમાં
 
મન મોર બની નાચતું  થનગણાટમાં
 
કહ્યું  કૈક બનાવો તમતમતું વરસાદમાં  
 
ભજીયા ને ચટણી માણીએ સ્વાદમાં
 
છણકો સભળાયો શ્રીમતીનો ક્રોધમાં
 
એમ શું ડાચું નાખી જુઓ કોમ્પુટરમાં
 
ફેબૃઆરીનું બીલ આવે તો  છે  માર્ચમાં
 
રોજ તપાસ કરો છો બીલની  ટપાલમાં
 
હજુ ચક્કર ચાલે એ સગલીના  પ્રેમમાં
 
આવું ખોટું આળ મારા પર તું  નાખમાં 
 
તો કહે જુઓ આ ક્રેડીટ કાર્ડના બીલમાં
 
થઇ ફૂલો  પ્રેમકાર્ડની ડીલીવરી મફતમાં
 
ભૂલ્યા નથી લખણ જુવાનીના ઘડપણમાં
 
ચાલો ભજીયાનો સ્વાદ ચખાડું  વેલણમાં
 
કોઈએ કહી  કહેવત જુઓ આ સંસારમાં
 
એ સત્ય હકીકત બની છે આ જીવનમાં
 
મરેલાને ના મારીએ ને  બે નારી ભરથાર
 

શું કામ મારવો એને મારી રહ્યો  કિરતાર

 
====================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )