છેતરાઈ ગયા ભોળા….. ( ભજન )


        છેતરાઈ ગયા ભોળા….  ( ભજન )
 
======================================================== 
 
વ્હાલા મિત્રો બીજી માર્ચ ૨૦૧૧ના રોજ મહા શિવરાત્રીનું મહા પર્વ છે
 
આપ સહુની મનોકામના દેવાધિદેવ ભોલાનાથ શંકરદાદા પૂર્ણ કરે.
 
સહુને મહા શિવરાત્રીની શુભ કામના
 
જય જય શિવ શંકર— જય બમ બમ ભોલે… જય મહાદેવ
 
=======================================================
ચિત્ર માટે આભાર ગુગલનો……
 
======================================================
 
છેતરાઈ ગયા રે  ભોળા ભાંગમાં ભુલાયા
 
છેતરાઈ ગયા રે   ભોળા છેતરાઈ ગયા
 
વૈકુંઠ હતું તે  વિષ્ણુજીએ લીધું
 
બ્રહ્માંડ હતું તે બ્રહ્માજીએ લીધું
 
કૈલાશના ડુંગરા મારા  ભોળાને  દીધા રે ….ભોળા છેતરાઈ.
 
કુમ કુમ હતું તે વિષ્ણુજીએ  લીધું
 
અબીલ હતું તે  બ્રહ્માજીએ  લીધું
 
રાખનાં રખોપા મારા  ભોળાને દીધાં રે ….. ભોળા છેતરાઈ.
 
લક્ષ્મીજી હતાં તે વિષ્ણુજીએ  લીધાં
 
ગીતા ને ગાયત્રી બ્રહ્માજીએ   લીધાં
 
વહેતાં ગંગાજી  મારા  ભોળાને  દીધાં રે ….. ભોળા  છેતરાઈ.
 
અમૃત હતું તે  વિષ્ણુજીએ લીધું
 
દુધના કટોરા  બ્રહ્માજીએ લીધાં
 
ઝેરના કટોરા મારા ભોળાને દીધા રે ………ભોળા છેતરાઈ.
 
હીરા માણેક તો વિષ્ણુજીએ લીધાં
 
મોતીઓની માળા બ્રહ્માજીએ લીધી
 
નાગનાં ગુંચળાં મારા ભોળાને દીધાં રે ……ભોળા છેતરાઈ.
 
ગરુડજીને  તો વિષ્ણુજીએ  લીધો
 
સોનેરી હંસલો બ્રહ્માજીએ   લીધો
 
રખડતો નંદી મારા ભોળાને  દીધો રે……. .ભોળા  છેતરાઈ. 
 
 
======================================================= 
 
રચયિતા—– અજ્ઞાત
સંકલન—– સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
Advertisements

10 thoughts on “છેતરાઈ ગયા ભોળા….. ( ભજન )

 1. કૈલાશના ડુંગરા મારા ભોળાને દીધા રે
  વહેતાં ગંગાજી મારા ભોળાને દીધાં રે

  ઝેરના કટોરા મારા ભોળાને દીધા રે
  નાગનાં ગુંચળાં મારા ભોળાને દીધાં રે

  રખડતો નંદી મારા ભોળાને દીધો રે

  ATALU BHOLA SHIVJINE MALYU…

  છેતરાઈ ગયા રે ભોળા ભાંગમાં ભુલાયા

  છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા
  The Rachakar said all these & cpmpared BHLENATH to VISHNU & BRAHMAJI
  Liked the Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you all on Chandrapukar !

  Like

  1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
   સાચી વાત બ્રહ્મા અને વિષ્ણુજીએ બધું વહેચી લઇ નકામું શિવજીને આપ્યું.
   છતાય ભોલેનાથ તેમાય ખુશ.
   આપના ભક્તિયુક્ત સુંદર સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s