શ્રી શિવ બાવની…. શિવ મહિમા


 

 

//

 

                          શ્રી શિવ બાવની  
  
======================================================
 
            ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત !
 
         જન્મ મૃત્યુ    જરાવ્યાધિ  પીડિતં  કર્મબંધને !!
 
=======================================================
 
 
 
શિવ મહિમાનો નાવે પાર અર્બુદા જનનીની થાયે હાર
 
સુર બ્રહ્મા પણ કાયમ ગાય છતાંય વાણી  અટકી  જાય.. (૧)
 
જેનામાં  જેવું છે જ્ઞાન    તે જ  રીતે  તે  ગાયે   ગાન
 
હું પણ અલ્પમતિ અનુસાર ગુણલા તારા  ગાવું  અપાર… (૨)
 
કોઈ ન પામે તારો ભેદ    વર્ણન  કરતાં  થાકે   વેદ
 
બૃહસ્પતિ પણ ભાવે ગાય છતાંન કોઈ વિસ્મિત  થાય….(૩)
 
મંદમતિ હું તારો બાળ  પીરસવા ચાહું  છું રસથાળ
 
બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ  એ પણ તારું  છે ત્રિગુણ  રૂપ…..(૪)
 
જગતનું સર્જન ને સંહાર  કરતાં તુજને થાય ન વાર 
 
પાપીજન કોઈ શંકા કરે  લક્ષ ચોર્યાસીમાં  કાયમ  ફરે …..(૫)
 
તારી  શક્તિ  કેરું  માપ     જે કાઢે તે  ખાયે માર
 
વળી અજન્મા કહાવો આપ સૃષ્ટિ  ક્યાંથી રચી અમાપ…..(૬)
 
વારે વારે  સંશય  થાય  અક્કલ સૌની  અટકી જાય
 
ત્હારી  કાયા અદભૂત  નાથ  કોણ કરે  તારો  સંગાથ …….(૭)
 
ભસ્મ શરીરે પારાવાર  અદભૂત છે તારો   શણગાર  
 
ફણીધર ફરતા ચારે કોર વનચર કરતા શોર બકોર……(૮)
 
નંદી પર થાયે સ્વાર   ભૂત પ્રેતનું   સૈન્ય  અપાર 
 
બીજ ચંદ્ર છે ઠંડોગાર  ત્રિશુળનો   જબરો  ચમત્કાર………(૯)
 
મસ્તકે વહેતી ગંગાધાર  ત્રીજું લોચન શોભે  ભાલ   
 
સરિતા સાગરમાં સમાય  જગ તુજમાં લીન થાય………(૧૦)
 
અસ્થિર જગ તો કહેવાય તેમાં રહેતા સ્થિર સદાય
 
વાત બધી સમજની  બહાર  હૈયા કેરી થાયે   હાર…….. (૧૧)
 
ગગન માંહે બ્રહ્મા જાય  વિષ્ણુ તો પાતાળે સંતાય
 
છતાં ન નીકળે શક્તિ માપ એવી તારી અદભૂત છાપ..(૧૨)
 
ત્રિભુવનને પળમાં જીતનાર તે પણ આવે તારે દ્વાર
 
રાવણ સ્તુતિ ખુબ કરે  મસ્તક છેદી ચરણે જ ધરે…….(૧૩)
 
આપ કૃપાથી મળિયું બળ  કૈલાશે અજમાવી  કળ
 
અંગુઠો દાબ્યો તત્કાળ  રાવણે પાડ્યો જ ચિત્કાર………(૧૪)
 
શરણે આવ્યો બાણાસુર   બળ તેને દીધું ભરપુર 
 
સાગરે મથતા સુર અસુર  વિષ દેખી ભાગ્યા દુર ……….(૧૫)
 
આપે કીધું છે વિષપાન  નીલકંઠનું પામ્યા માન
 
ઉભું કરે તમ સામે તુત   પળમાં થાયે ભસ્મી ભૂત………(૧૬)
 
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય  ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય
 
પૃથ્વી તારો રથ કહેવાય   સૂર્ય શશી ચક્રે સોહાય………(૧૭)   
 
હરિ તમારું પૂજન કરે સહસ્ત્ર કમળને શીશ પર ધરે
 
ચઢાવતાં ખૂટ્યું છે એક  નયન કમળથી  રાખી ટેક……(૧૮)
 
દીધું સુદર્શન ભાવ ધરી  સ્નેહથી સ્વીકારે હરિ
 
યજ્ઞ થકી જે અર્પે ભાવ  તેના સાથી  આપ જ થાવ….(૧૯)
 
ફૂલ મંદન આવ્યો મન માંય  કામ બાણ મારે છે ત્યાંય
 
બાળ્યો પલમાં કરવા નાશ શરણાગતથઈ આવ્યોપાસ..(૨૦)
 
સ્મશાન માંહે કીધો વાસ  ભૂત પ્રેત નાચે  ચોપાસ
 
અગ્નિ સૂર્ય ને પવન શશી  આપ રહ્યા છો વ્યાપક વસી…(૨૧)
 
ગગન ધારા વારિ તમ રૂપ  કહાવો વિશ્વ સકળના ભૂપ
 
ઓમ કાર નિર્ગુણ છો આપ  સુર મુનિવર જપતા  જાપ…….(૨૨)
 
ચારે ખૂણા ને ચારે દિશ    વ્યાપક આપ વસો છો ઈશ
 
માર્કન્ડેયને નાખ્યો પાસ  યમ તણો છોડાવ્યો છે પાસ…….(૨૩)
 
ભોળા માટે ભોળો થાય  સંકટ સમયે કરતો  સહાય
 
શરણાગતના સુધરે હાલ  સંપત આપી કરતો ન્યાલ………(૨૪ )
 
ધરતી સારી કાગળ થાય  સમુદ્ર શાહી  થઈને રેલાય
 
લેખન થાય બધી વનરાય તો પણ શંખનાદ અટકી જાય….(૨૫)
 
પાર કહો શી રીતે પમાય  રામભક્ત થઈ ગુણલા ગાય
 
પાઠ કરે તે પુનિત થાય  જન્મ મરણ  કેરું ચક્કર  જાય……..(૨૬)
 
===================================================================
 
                           ( દોહરો )
 
પાઠ કરે જે પ્રેમથી      સદાય પ્રાતઃ  કાળ
 
રામભક્ત તેનો જગે   થાયે ન વાંકો વાળ
 
==================================================
 
રચયિતા— શ્રી રામભક્ત
સંકલન—- સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

12 thoughts on “શ્રી શિવ બાવની…. શિવ મહિમા

  1. બહુ નામી શિવ

    સાખી..
    કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…
    ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય . સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

    શિવ શંકર સુખકારી ભોલે…
    મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

    ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
    ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..

    ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
    બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…

    વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
    વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સમશાન વિહારી…ભોલે…

    મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
    મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….

    ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
    દાસ “કેદાર” કેદારનાથ તું, બૈજનાથ બલિહારી…..ભોલે…

    રચયિતા:
    કેદારસિંહજી મે. જડેજા
    ગાંધીધામ.
    ૯૪૨૬૧ ૪૦૩૬૫
    kedarsinhjim@gmail.com
    kedarsinhjim.blogspot.com

    Like

    1. આદરણીય ભાઈ શ્રી કેદારસિંહજી
      મારા કોમ્પ્યુટરમાં કોઈ ખામી હોવાના કારણોસર જવાબ પાઠવવામાં મોડો પડ્યો છું. તે બદલ ક્ષમા ચાહું છું
      આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર. આપની રચના ખુબ ગમી

      Like

  2. પાર કહો શી રીતે પમાય રામભક્ત થઈ ગુણલા ગાય

    પાઠ કરે તે પુનિત થાય જન્મ મરણ કેરું ચક્કર જાય
    Govindbhai..
    I came before & posted my comment & it was rejected
    Yes Nice Rachana of RAMBHAKT..& it was nice of you to publish it as Post
    May Lord Shiva’s Blessings be on ALL !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com

    Like

  3. નંદી પર થાયે સ્વાર ભૂત પ્રેતનું સૈન્ય અપાર

    બીજ ચંદ્ર છે ઠંડોગાર ત્રિશુળનો જબરો ચમત્કાર………(૯)

    મસ્તકે વહેતી ગંગાધાર ત્રીજું લોચન શોભે ભાલ

    સરિતા સાગરમાં સમાય જગ તુજમાં લીન થાય………(૧૦)
    શીવ પુરાણ સમ આ બાવનીથી મંગલ મંગલ ભાવો ગુંજી ઊઠ્યા.સરસ મહિમાનો થાળ આપે ધર્યો.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. શ્રી ગોવિંદભાઈ,

    શિવરાત્રીના પવન પર્વે શિવ બાવની જેવી ઉતમ કૃતિ મુકીને આપે ભક્તિ ભાવનું દર્શન કરાવ્યું

    હર હર મહાદેવ..

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.