ભારતનું સમુદ્ર મંથન …(કવિતા)


                        ભારતનું સમુદ્ર મંથન ……કવિતા  

 
=========================================================================================================
                         
                                    ચિત્ર માટે ગુગલનો આભાર
============================================================================================================
 
(  રાગ == મારી હુંડી સ્વીકારો મહરાજ રે…શામળા ગિરધારી )
========================================================================================
 
હે મારી અરજ સુણોને  ગુણીજન રે  પ્યારા  ભારત વાસી
 
સાચું હોય તો  એને વધાવજો  રે પ્યારા  ભારત વાસી
  
સમુદ્ર મંથન કરાવ્યું ને શામળિયાએ ખેલ્યા અનેરા ખેલ
 
અગણિત રત્નો મેળવ્યા થયો દેવ દાનવનો અજબ મેલ રે…પ્યારા ભારત વાસી
 
દેવો રત્નો પામીયા ને  થયો છે  અતિ આનદનો  જ ખેલ
 
મેરુ પર્વત અને વાસુકી નાગ કેરું ખુબ જ  કાઢ્યું તેલ  રે…….પ્યારા ભારત વાસી
 
આપે રત્નો મેળવવા કાજે કર્યું ને  માતાઓએ રાખી પત
 
શિવાજી,પ્રતાપ,લક્ષ્મીબાઈને   જન્મ દઈ રાખ્યો  વટ રે………પ્યારા ભારત વાસી
   
અમે પણ  ભારત મંથન કર્યું ને પામ્યા અનમોલ રતન
 
ગાંધી,સરદાર,જવાહર, સુભાષ, ભગત જેવા જ  કંચન રે ……પ્યારા ભારત વાસી
 
આ વિરલાઓએ કંઈ પણ ના લીધું  કર્યું છે બસ અર્પણ
 
અંગ્રેજી હકુમતને હઠાવી ને ભારતમાતાનું  ઋણ તર્પણ રે……..પ્યારા ભારત વાસી
 
સો કરોડની જનતાએ વારંવાર આદર્યું છે  ભારત મંથન
 
રત્નો કે હીરા ના મળ્યા ફક્ત મળ્યા નફફટ નાગા જન રે……પ્યારા ભારત વાસી
 
કોયલા રૂપે મળ્યા સુખરામ,દિગ્વિજય,અર્જુન,ને અશોક
 
બોફોર્સ,ટેલીકોમ,યુરીયા,આદર્શ ,દુરસંચાર કરાવે  શોક  રે …..પ્યારા ભારત વાસી
 
કેવા કોયલા પાકયા કલમાડી વિલાસ,થોમસ ને રાજા
 
લાજ શરમ કંઈ છે નહિ ને  એ તો વગાડે એમનાં વાજાં   રે…….પ્યારા ભારત વાસી
 
નામ રામ ને કૃષ્ણ  જપ્યા કરે છે ઝીણા મુશરફનું નામ
 
ત્યાં વડા પ્રધાન થવાત કરાંચીથી  આવ્યા છો શું  કામ રે…….પ્યારા  ભારત વાસી
 
ભારત માતાને ગોળી કરી સત્તાનો મેરુ  પર્વત જ   ફરે
 
યુપીએ અને એનડીએના આખલાઓ પ્રજાનું નેતરું કરે રે……પ્યારા ભારત વાસી
 
સમાજવાદી,સામ્યવાદી,જનતાદલને રાહુ કેતુ કહેવાય
 
ડીએમકે, અન્ના,તેલગના,ફારુકની એ બધા ઝેરીલા થાય રે…..પ્યારા ભારત વાસી
 
સો કરોડે મંથન કર્યું તો મળ્યા પથરા બે ત્રણ હજાર
 
ભાડા ભથ્થાં માટે જીવે એ ઉદરડા પ્રજાને આપે ગાજર રે ….પ્યારા ભારત વાસી
 
પ્રભુ બોલાવી લ્યો બધા બળદોને નાખો નરકની માંય
 
ઘાંચીના  ગાડે જોડી એમને સજા કરજો આપ તો ત્યાંય રે…..પ્યારા ભારત વાસી
 
સ્વપ્ન કેરી અરજ સ્વીકારજો ઓ દિનબંધુ  દીનાનાથ
 
આ ભારત કેરી ભોળી પ્રજાનો તમે સાંભળજો અંતર નાદ રે….પ્યારા ભારત વાસી
 
=================================================================================
જનતા દળમાં રાજદ આવી જાય, અન્ન એટલે અન્નાડી એમ કે, ફારુક એટલે નેશનલ કોન્ફરન્સ
અકાલી દલ, શિવ સેના, મહારાષ્ટ્ર  નવ નિર્માણ ,બીજું જનતા દલ સમાવી સક્યો નથી પણ
સમજી લેવાનું કે બધા પક્ષો આ વલોણામાં કોલસા પત્થ્થર રૂપે છે……. આભાર સહ..
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
Advertisements

10 thoughts on “ભારતનું સમુદ્ર મંથન …(કવિતા)

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ પટેલ ( સ્વપ્ન )

  આપે આપનો અનુભવનો નિચોડ આ સંસારને આજે આપી દીધો છે,

  આજના સમયની તાસિર છે, વાહ….ભાઈ…સરસ પંક્તિઓ છે, ભાઈ………!

  ” પ્રભુ બોલાવી લ્યો બધા બળદોને નાખો નરકની માંય

  ઘાંચીના ગાડે જોડી એમને સજા કરજો આપ તો ત્યાંય રે…..પ્યારા ભારત વાસી.”

  કિશોરભાઈ પટેલ

  Like

  1. આદરણીય શ્રી કિશોરભાઈ,
   ભારતની સાંપ્રત સમસ્યા ઉકેલવા દર પાચ વર્ષે મતદાન યજ્ઞ કરીએ છીએ
   પણ વ્લોનામાં ઘી નથી નીકળતું પણ ખાટી છાસ જેવા નેતાઓ મળે છે.
   આપના સુંદર પ્રતિભાવ માટે ખુબ આભાર

   Like

 2. સો કરોડની જનતાએ વારંવાર આદર્યું છે ભારત મંથન

  રત્નો કે હીરા ના મળ્યા ફક્ત મળ્યા નફફટ નાગા જન રે……પ્યારા ભારત વાસી

  કોયલા રૂપે મળ્યા સુખરામ,દિગ્વિજય,અર્જુન,ને અશોક

  બોફોર્સ,ટેલીકોમ,યુરીયા,આદર્શ ,દુરસંચાર કરાવે શોક રે …..પ્યારા ભારત વાસી

  કેવા કોયલા પાકયા કલમાડી વિલાસ,થોમસ ને રાજા

  લાજ શરમ કંઈ છે નહિ ને એ તો વગાડે એમનાં વાજાં રે
  શ્રીગોવિંદભાઈ
  આપની બારિક રાજનૈતિક વિશ્લેષણ અનુભવો થકી,
  ભારત દેશની વાસ્તવિકતાથી ભરી આ રચના,
  લોક જાગૃતિ માટે કામ કરી જાય, એવી અભિલાષા.સરસ કૃતિ માટે
  અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ )
   આપ જેવાના આશીર્વાદ થકી આ અભિલાષા પૂર્ણ થશે એવી આશા સાથે આપના આગમન સાથે
   ઉત્સાહ વર્ધિત પ્રતિભાવ લાવ્યા તે બદલ ખુબ આભાર.

   Like

 3. શ્રી ગોવિંદભાઈ,

  નામ રામ ને કૃષ્ણ જપ્યા કરે છે ઝીણા મુશરફનું નામ
  ત્યાં વડા પ્રધાન થવાત કરાંચીથી આવ્યા છો શું કામ રે…….પ્યારા ભારત વાસી
  મને લાગે છે કે આ પંક્તિમાં રામ જેઠમલાની અને લાલક્ર્શ્ન અડવાણીનો ઉલ્લેખ છે.
  સરસ મંથન વિષયને પસંદ કરી પ્રજાની વાતને વાચા આપી છે.

  Like

 4. શ્રી ગોવિંદ રાજા,

  ભારત માતાને ગોળી કરી સત્તાનો મેરુ પર્વત જ ફરે
  યુપીએ અને એનડીએના આખલાઓ પ્રજાનું નેતરું કરે રે……પ્યારા ભારત વાસી
  આપે બહારની જનતાની વાત હળવેકથી કવિતામાં કહી દીધી
  પ્રજાનું મંથન બધી બાજુથી થઇ રહ્યું છે.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s