માનવતા કેરો સાદ..(કવિતા )


 

 માનવતા  કેરો સાદ….. ( કવિતા )

====================================================

 

સમુદ્રમાંથી તો  સુનામી ઉઠી, માનવ જાતની દશા બેઠી

કાળનો પ્રકોપ તો ચાલી ઉઠ્યો, ભાઈ શું કિરતાર  રુઠ્યો

પલ વારમાંતો જીવતું જાગતું ,શહેર બની બેઠું છે રાખનું

ટેલીફોનના થાંભલા તૂટ્યા,ને  સિગ્નલના  હિસાબો મટયા

ટ્રેનો આખી ગરક થઈ ગઈ,ને  વાહનોનો ના કંઈ પતો ભાઈ

મકાનો તણાઈ ને ચાલ્યા, માનવીતો પાણીમાં  વહીને હાલ્યા 

વીજળી પાણી કેરું સંકટ તોળાઈ ,અણુરીએક્ટર  ગયા રિસાઈ

માતા પિતા  પતિપત્ની ને ભાઈ સહી  એક બીજાની જુદાઈ

દુનિયા જોઈ રહી  નજરે, કંઈ રીતે પૂછે એક બીજાની ખબરે

શાંત જાપાન બન્યું અશાંત, જન જન માનવ કરે  કલ્પાંત

દુનિયા આખી મદદે દોડી, ખાદ્ય સામગ્રી દવાઓ પહોચાડી

બને તેટલી મદદે કરજો માનવ જાત  મહામાનવી બનજો

માનવતા કેરો પડ્યો છે સાદ, ને ભાઈ સાંભળજો આ નાદ

વહારે ચડજો નિર્વિવાદ ,રાખો મદદ કેરો અવસરીયો યાદ

===================================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

18 thoughts on “માનવતા કેરો સાદ..(કવિતા )

  1. ટેલીફોનના થાંભલા તૂટ્યા,ને સિગ્નલના હિસાબો મટયા

    ટ્રેનો આખી ગરક થઈ ગઈ,ને વાહનોનો ના કંઈ પતો ભાઈ

    મકાનો તણાઈ ને ચાલ્યા, માનવીતો પાણીમાં વહીને હાલ્યા

    વીજળી પાણી કેરું સંકટ તોળાઈ ,અણુરીએક્ટર ગયા રિસાઈ
    સરસ રચના

    Like

  2. ટોકિયોના શિન્તો ધર્મ પાળનારા આ આફતને જાપાની ભાષામાં ‘તેમ્બાત્સુ’ કહે છે. એટલે કે ભગવાને મોકલેલી સજા કહે છે.
    ટીવી રિપોર્ટર ગ્લેન બેકએ પણ કહ્યું કે આ ભૂકંપ ઈશ્વર તરફથી ચેતવણીનો પૈગામ છે.
    એક પૂજનીય જૈન ગુરુએ કહ્યું કે જાપાન ઉપરની આ આફતને ઈશ્વરીય સજા ગણાય
    રિપોર્ટર લી જેય વોકરે લખ્યું છે કે ટોકિયોના ૭૮ વર્ષના બુઝુર્ગ ગવર્નર શિન્તારો ઇશિહારાએ ધડાકો કરીને કહ્યું કે ‘આ આફત એક ડિવાઈન પનિશમેન્ટ છે.’ ‘જાપાનીઓ ખૂબ જ ઇગોથી પીડાતા હતા. બધા ગ્રીડી બની ગયા હતા. સ્વાર્થી અને અહ્મના બંદા બની ગયેલા. તેની આ શિક્ષા છે.!
    તેવી જ પોલીટીકલ આફતો માટે મંતવ્યો છે
    પણ અમે તો
    માનવતા કેરો પડ્યો છે સાદ, ને ભાઈ સાંભળજો આ નાદ
    વહારે ચડજો નિર્વિવાદ ,રાખો મદદ કેરો અવસરીયો યાદ
    માનતા સામાન્ય જન છીએ અને અમારી ભાવના તો તેઓને થાય તે રીતે મદદ અને પ્રાર્થના કરવાની છે.સંતો,નેતાઓ અને પ્રેસવાળાની વાત તે જાણે…

    Like

    1. પરાર્થે સમર્પણમાં પુનીત પાવન પગલાં પડી આપે વિશિષ્ટ સમજ આપી

      પરભુની માયા અને વૃદ્ધ આત્માનો સંદેશ રેલાવ્યો સાથે અમુલ્ય પ્રતિભાવ રૂપી

      સંદેશ પાઠવ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.

      Like

  3. શ્રી ગોવિંદ રાજા.

    સેવાકીય ભાવના જેની રગે રગમાં છલાકાતી હોય તેજ માનવતાનો સાદ સુંદર રીતે સંભળાવી શકે

    સરસ હદયના ભાવો વ્યક્ત કરતી નમૂનેદાર રચના કે જે મનના ભાવથી સર્જાયી હોય.

    Like

  4. શ્રીમાન. ગોવિંદભાઈ

    તમારી દરેક રચનાઓ હ્ર્દયને સ્પર્શી જાય છે, ભાઈ

    સરસ રચના અને સરસ પંક્તિ

    “માતા પિતા પતિ પત્ની ને ભાઈ સહી એક બીજાની જુદાઈ

    દુનિયા જોઈ રહી નજરે,કંઈ રીતે પૂછે એક બીજાની ખબરે.”

    Like

  5. શ્રી ગોવિંદભઈ, આપની રચના હદયને શ્પર્શી ગઈ..માનવતાને આહ્વાન દઈ ગઈ…માનવથી ભૂલ થતી હશે છતાં પ્રભુ કરુણાવાન છે તેમ જ પ્રત્યેક માનવે માનવને યત્કીંચીત સાથ કે સહકાર આપવો જ જોઇએ..જેથી માનવતા રહે..આપની રચના ખુબ જ સંવેધ્ય છે..જાપાનમાં સહુ માનવીઓનું જીવન ફરી સ્વસ્થ બને એજ પ્રભુ પ્રાર્થના..

    સમુદ્રમાંથી તો સુનામી ઉઠી, માનવ જાતની દશા બેઠી
    કાળનો પ્રકોપ તો ચાલી ઉઠ્યો, ભાઈ શું કિરતાર રુઠ્યો
    વીજળી પાણી કેરું સંકટ તોળાઈ ,અણુરીએક્ટર ગયા રિસાઈ
    માતા પિતા પતિપત્ની ને ભાઈ સહી એક બીજાની જુદાઈ
    માનવતા કેરો પડ્યો છે સાદ, ને ભાઈ સાંભળજો આ નાદ

    Like

    1. આદરણીય શ્રી દિલીપભાઈ,

      આપ ખુબ જ સરસ અને હદય સ્પર્શી ભાષામાં લખો છે તેજ રીતે પ્રેરણા યુક્ત સંદેશ દ્વારા અમ જેવા

      નવોદિતોને એજ રીતે પોતીકા ગણી સુંદર પ્રતિભાવ રૂપી અનોખો ઉત્સાહવર્ધક સંદેશ પાઠવો છો તે

      બદલ હું આપનો ઋણી ચુ. આપનો અંતરથી ખુબ જ આભાર.

      Like

  6. બને તેટલી મદદે કરજો માનવ જાત મહામાનવી બનજો

    માનવતા કેરો પડ્યો છે સાદ, ને ભાઈ સાંભળજો આ નાદ

    વહારે ચડજો નિર્વિવાદ ,રાખો મદદ કેરો અવસરીયો યાદ
    ……………
    .દુનિયા જોઈ રહી નજરે, કંઈ રીતે પૂછે એક બીજાની ખબરે
    .સુંદર સંદેશ ………………….Shri Govindbhai..Heart touching poetry.

    Ramesh Patel(Aakashdep)

    Like

  7. માનવતા કેરો પડ્યો છે સાદ, ને ભાઈ સાંભળજો આ નાદ

    વહારે ચડજો નિર્વિવાદ ,રાખો મદદ કેરો અવસરીયો યાદ

    Govindbhai… Nice one telling of the TRAGIC EVENTS in Japan.
    Your ending Lines touches me after the “hurt” within my Heart…HELP..those in Need, all you Humans !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visits/comments on Chandrapukar.

    Like

Leave a reply to Ramesh Patel જવાબ રદ કરો