પિચકારી મને ના મારશો ….( હોળી ભજન )


 
 આદ્ય કવિ  નરસિંહ મહેતા ગુજરાતના પ્રથમ કવિ  છે. તેમનું   રચેલું
હોળીના સમયે ગવાતું  એક પદ રજુ કરું છું………………………..
=========================================================================
  
   = પિચકારી  મને ના  મારશો=  (હોળી-ભજન)                       
===========================================
 
 
 
 
પિચકારી  મને  ના  મારશો 
ના મારશો  હો નંદ લાલ રે…..   પિચકારી મને ના મારશો.
 
મારે માથે  છે પાણીનું  બેડલું
 
મારી કેડે છે નાનેરા  બાળ  રે…..  પિચકારી  મને  ના  મારશો.
 
ઘેર  સાસુ   અમારાં ખીજશે
 
કંઈ  નણંદલ દેશે  ગાળ રે…..     પિચકારી  મને   ના  મારશો.
 
ઘેર નાનો દીયેરીયો લાડકો
 
પરણ્યો છે વિખનું ઝાડ રે…..     પિચકારી   મને   ના   મારશો.
 
મુખ માંજું ને આંજું રે આંખડી
 
બળવંતા ના બાંધું બે હાથ રે……  પિચકારી   મને  ના   મારશો.
 
લ્યો ને અબીલ ગુલાલ ખોળા ભરું
 
તે લઈ છાંટો હો નંદલાલ રે…..    પિચકારી  મને   ના   મારશો.
 
મે’તા નરસીના સ્વામી શામળા
 
તમે  વેગળા અહીંથી જાવ રે….. પિચકારી  મને  ના   મારશો.
 
==========================================================================
 
 પદના રચયિતા===== આદ્ય કવિ નરસિહ મહેતા..==================
==========================================================================
 
સંકલન= સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
 
Advertisements

10 thoughts on “પિચકારી મને ના મારશો ….( હોળી ભજન )

    1. આદરણીય શ્રી પ્રવીણભાઈ,
      સાચી વાત છે તે સમયમાં તહેવારોનું ખાસ મહત્વ હતું જયારે અત્યારે બસ ફક્ત ઉજવવા પૂરતા તહેવારો ઉજવાય છે.
      આપ મારે આગણે પાધરી અમારું આગણું પાવન કરી શુભ સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s