નથી અમે કોઇથી પણ ગભરાનારા..( કાવ્ય )


નથી અમે કોઇથી પણ ગભરાનારા…  (કાવ્ય)
=====================================================
 
આજે મોહાલીમાં રમાનારી સેમી ફાઈનલ પહેલા આફ્રીદી અને
 
ઉમર ગુલ ખુબ ગર્જયા. ચાલો કાવ્ય રૂપે જવાબ આપીએ.
 
રાહત ફતેહઅલીની જાહેરાત વારંવાર આવે છે પણ પાકિસ્તાનને
 
રાહત ના મળી. યુનીસ ખાન – YOU-NICE , આવ ફરી દઉં== આફ્રીદી
 
ઉમર ગુલ – જેની ઉમર ગુલ કરી સહેવાગ ને તેન્ડુલકરે
 
    રામ  –  રાવણ એટલે ભારત –  શ્રી લંકા
 
========================================================
 
 
© 3.bp.blogspot.com
================================================]]]]]]
 
છે દુશ્મન દુશ્મન ઘણાયે અમારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
ઈતિહાસ  સાક્ષી જુઓ તપાસનારા 
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
લડત પહેલા એક્સપ્રેસ ખડકાવનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
અકમલની અક્કલ ઠેકાણે લાવનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
હાફીઝને તો ખુદા હાફીઝ કહેનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
you-nice  ભત્રીજીને ફ્રોક આપનારા 
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
શાહિદ આવ તને ફરી દઉં કહેનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
અબ – દુર હે જીત  રકઝક   કરનારા 
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
આવ વહાબ તું છે રીયાઝ કરનારા 
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
મિસ બોલ ને છે  તું હક  કરનાનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
સહેવાગ- સચિન ઉમર ગુલ કરનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
ક્યાં ગયા BUT  કિન્તુ પરંતુ કરનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
જાહેરાત આવે છે નહિ રાહત દેનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
પાકિસ્તાન પતન મોહાલી મોહનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
યુદ્ધ મોરચે કે વિશ્વ કપે ના હારનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા  
 
રામ-રાવણ યુધ્ધે મુબઈમાં ચઢનારા
 
નથી અમે કોઇથી પણ  ગભરાનારા
 
બેટાથી બાપ સવાયા  સમજાવનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
ત્રિરંગા કેરી શાને જંગે ઝંપલાવનારા
 
નથી અમે કોઇથી પણ ગભરાનારા
 
========================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
Advertisements

14 thoughts on “નથી અમે કોઇથી પણ ગભરાનારા..( કાવ્ય )

 1. શ્રી ગોવિંદ રાજા ,

  એક દેશ ભક્ત સાચો હિન્દુસ્તાની કોઇથી ડરનારો ના હોય.

  આકાવ્ય મુજબના ગુનો આપે કેળવેલા છે અને અમે નજરે નિહાળેલા છે.

  સરસ…..યા…યાયા ……

  Like

 2. રામ અને રાવણ વચ્ચે કોઇ ફરક નથી, એક હારનાર છે અન્ય હરાવનાર છે-વિજેતા કોઇ નથી
  માણસ અને ઇશ્વરમાં ફરક શું છે??? એક મરનાર

  Like

  1. આદરણીય શ્રી હિમાંશુભાઈ,
   આપે ખુબ સાચી વાત કહી અને એક જ વાક્યમાં રામ -રાવણ નો ભેદ સમજાવી દીધો.
   આપના પ્રેમથી આશીર્વાદ રૂપી સંદેશ બદલ આપનો ખુબ આભાર..

   Like

 3. રમત રમીએ જીતવા માટે
  ખેલદિલીના ભૂલીએ
  જોશીલા ખેલાડી ધુરંધર સંગે
  વિશ્વકપ રે જીતીએ
  ……
  સેમી ફાઈનલ જીતી ગયા હવે ફાઈનલ માટે ચાલો મુંબઈ..
  આપના જુસ્સાને ધન્યવાદ શ્રી ગોવિંદભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. શ્રી પ્રજ્ઞાજુ બહેન,

   હર હમેશની માફક આપનો ઉત્સાહ પ્રેરિત આશીર્વાદ સમો સંદેશો કૈક નવીન રચના માટે પ્રેરણા આપતો રહે છે.

   આપના સંદેશ બદલ અંતહકરણ પૂર્વક ખુબ જ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s