Monthly Archives: એપ્રિલ 2011

શ્રી સત્ય સાંઈ બાબાને શ્રદ્ધાંજલિ… કાવ્ય


શ્રી સત્ય સાંઈ બાબાને શ્રદ્ધાંજલિ… કાવ્ય
==========================================================================================
 
Sathya Sai Baba - Satya SaiBaba - Sri Sathya Sai Baba

 

 
==============================================================================================
 
સત્ય સેવા અને શ્રધ્ધા કેરું આ મિશન છે
 
ધર્મ ધામ  ને  ધજા કેરું  આ  દર્શન   છે
 
જલધારાથી મહેકતું કર્યું આ વતન છે
 
આરોગ્યધામ કેરું કર્યું અનેરું સર્જન છે
 
દેશ વિદેશ કેરા ભક્તોનું આ ભવન છે
 
શિરડી સાંઈ ભક્તિભાવનું  સનાતન છે
 
સત્ય સાંઈ બાબાનું પુટપર્થી ગગન છે
 
સર્વ ધર્મ ભક્તિભાવ કેરું નવસર્જન છે
 
છોડીનેગયા કરોડો ભક્તો કેરું રુદન છે
 
સદાય ધબકશો  હૃદયમાં એ  ભજન છે
 
શ્રદ્ધાથી વિનવું સ્વીકારજો આ નમન છે
 
સત્યસાંઈ યાદ રહેશે  ભક્તોનું વચન છે
 
========================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

હરખ હૈયે માતો નથી…… કાવ્ય


હરખ હૈયે માતો નથી….. કાવ્ય
 
=======================================================
 
 મિત્રો સને ૧૯૫૦ ની ૨૨ મી એપ્રિલના રોજ સ્વ. વજુભાઈ કોટક
 
નામના  ગરવા ગુજરાતીએ ” ચિત્રલેખા ” નામનું અઠવાડિક મેગેઝીન
 
શરુ કર્યું.  આજે બે લાખ પચાસ હજાર પ્રતો ધરાવતું આ મેગેઝીન
 
 ગુજરાત અને ભારતની સરહદો  વટાવી દુનિયાભરના મોટા ભાગના
 
દેશોમાં ખુબ પ્રચલિત બન્યું છે. ચિત્રલેખા આજે ષષ્ઠીપૂર્તિ ઉજવે છે
 
ત્યારે ગરવા ગુજરાતી વાંચકો , ચિત્રલેખાના પત્રકારો તસવીરકારો
 
લેખકો, સંચાલક મંડળના સભ્યો, કાર્યાલય કર્મચારી ગણ  તેમજ
 
ચિત્રલેખા ગ્રુપના ચેરમેન શ્રી મોલિકભાઈ અને માધુરી બહેનને
 
આજે  ગૌરવવંતા દિને    ખુબ અભિનંદન .
 
=======================================================
 
 
                (   ચિત્ર માટે ગુગલનો આભાર….)
 
 
૨૦ એપ્રિલ ૨૦૧૧ ના રોજ ભારતીય ગણતંત્રના વડારાષ્ટ્રપતિ શ્રીમતી
 
પ્રતિભાબેન પાટીલે સ્વ. વજુભાઈની ટપાલ ટિકિટનુંઅનાવરણ કર્યું છે.
 
 આવી સફળતાના શિખરો સર કરવા બદલ ધન્યવાદ
 
====================================================================
 
  
      ચિત્ર માટે ગુગલનો આભાર
==============================================================
 
 
હે…દેશ દુનિયા ને રાજકારણનાં કરતું  એ લેખાં જોખાં
 
ભાઈ એજ છે ગરવા ગુજરાતીઓનું  ચિત્રલેખા…….ભાઈ એજ છે
 
સાઈઠ વર્ષથી અણનમ અજોડ બેનમુન ચાલે ચકાચક
 
ભાઈ એજ ગૌરવવંતો લોક લાડલો આપણો વજુ કોટક …..ભાઈ એજ
 
================================================================
 
               હરખ હૈયે માતો નથી…
============================================ ====================
( રાગ==  તને સાચવે સીતા સતી – ( અખંડ સૌભાગ્યવંતી)
 
=====================================================
 
આજે અવસર રૂડો વર્તાય હરખ હૈયે  માતો નથી 
 
આજે  ષષ્ઠીપૂર્તિ ઉજવાય હરખ હૈયે માતો નથી
 
બાવીસમી  એપ્રિલ  ને  પચાસની  સાલે
 
પ્રથમ અંક પ્રાગટ્ય તિલક ધર્યું   ભાલે
 
વજુ કોટક જેવા સ્થાપક સોહાય હરખ હૈયે માતો નથી 
 
ગુજરાતી  ને  મરાઠીમાં  તો શરુ જ કર્યું
 
અઠવાડિક  મેગેઝીને  તો ડગલું  જ ભર્યું 
 
જુદા વિભાગોમાં જ  સમાવાય હરખ હૈયે માતો નથી
 
સમાચાર,પ્રસંગો અને સાંસ્કૃતિક વાતોમાં 
 
શબ્દોની સોનોગ્રાફી સાથે ઉંધા ચશ્મામાં
 
કવરસ્ટોરી,દેશ દુનિયા વંચાય હરખ હૈયે માતો નથી
 
જલસા ઘર ને મુખવાસ તો મીઠા ભર્યા
 
ઝલક કાડીયોગ્રામ ને પ્રિયદર્શની  વહ્યા
 
નવલ કથામાં રહસ્ય પમાય હરખ હૈયે માતો નથી
 
જસ્ટ મિનીટ ને હોમ ડેકોરેશન મળે
 
વર્લ્ડ વોચ સાથે લાઈફ સ્ટાઈલ જડે
 
જાણવા માણવા જેવું પરખાય હરખ હૈયે માતો નથી
 
હરકિશન મહેતા સરીખા  તંત્રી મળ્યા
 
ઘેલા ભરતભાઈએ એને આગળ વધાર્યા   
 
માધુરીબેન ને મોલિક હરખાય   હરખ હૈયે માતો નથી
 
દુનિયામાં એક કૈક નવતર જ થયું
 
કોલમ પરથી તો સીરીયલ  બન્યું
 
તારકનાં  ઉલટા ચશ્માં પહેરાય હરખ હૈયે માતો નથી
 
ગરવા ગુજરાતીએ તો  ડંકો રે દીધો
 
દુનિયાભરમાં એને તો ગાજતો કીધો
 
વજુભાઈની ટપાલ ટીકીટ  પડાય હેખ હૈયે માતો  નથી
 
આશા સાથે “સ્વપ્ન”માંગે એટલું
 
ચિત્રલેખા વિકસે  ગગન  જેટલું
 
લાખો કરોડો વર્ષો જ ઉજવાય  હરખ હૈયે માતો નથી.
 
====================================================

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

ચિત્રગુપ્તની આંતર વેદના… કાવ્ય


ચિત્રગુપ્તની આંતર વેદના…. કાવ્ય

============================================================

મિત્રો આજે દુનિયાભરના કોપ્યુટરો હેગ થઇ જાય છે.એફ.બી આઈ 

સી. બી. આઈ .આઈ એસ. આઈ જેવી સંસ્થા ચિત્રગુપ્ત ખોલે તો શું

નામ આપવું એમ વિચારે છે  ત્યારે નેતાઓ દ્વારા ચિત્રગુપ્તનું કોમ્પ્યુટર

હેગ કરાય અને તેમના હક્ક પર તરાપ મરાય જેમ કે હેન્ગ કરવાની

સતા પર રાષ્ટ્ર પ્રમુખો સહી કરે તો જ ફાંસી થાય તેની રસપ્રદ માહિતી

 કાવ્ય દ્વારા વણવી છે .આશા છે કે આપણે ગમશે.

================================================================

============================================================

અરજી કરી ચિત્રગુપ્તજીએ વિષ્ણુ અદાલત માંય

 

વિચારો પ્રભુ  મૃત્યુ લોકમાં જુઓ  કેવું અનેરું થાય

 

દેશ દેશની એજન્સીઓ જુદા જુદા નામે જ  રચાય

 

એફ.બી.આઈ,સી.બી.આઈ,આઈ.એસ..આઈ  દેખાય

 

નિત નવા નાટકો  ક્યારેક કોમ્પુટર હેગ થઇ જાય

 

બીજું બધું  ઠીક પણ મારા ડેટા હેગ કરી લઇ જાય

 

નેતાઓનું  કૌભાંડ કરોડનુંને લાખનો મુકુટ ચડાવાય

 

કરોડો દેવી દેવતા છે એમાંથી કોઈકને રીઝવી જાય

 

લાખો કરોડોને દુભવ્યા એના નામે પુણ્ય કેમ દેખાય ?

 

મારા વા’લા ભ્રષ્ટાચાર વાઇરસ ફેલાવી  કામ કરી જાય

 

નિયમ કરો એક  સમન્વય સાધી આશિર્વાદજ અપાય

 

પેલા સવા રૂપિયો ચડાવે પ્રેમથી એ ત્યાં જ રહી જાય

 

બીજી  એક વાત એવી  અમારા હક્ક પર હવે તરાપો મરાય

 

હેન્ગ કરવાની સતા અમારી પણ રાષ્ટ્ર પ્રમુખોની સહી થાય

 

અફઝલ ગુરુ ને ક્સાબ ક્યારનાય છે અમારા ચોપડા માંય

 

પણ આ રાજકારણી નેતાઓ નફફટ બની ગાંઠે ના  ક્યાંય

 

આપણે એક સંસ્થા ખોલીએ સી.વાય.પી.આઈ નામ અપાય

 

ચિત્રગુપ્ત- યમરાજ-પાડા- સંશોધન એ સંસ્થા અનેરી સ્થપાય

 

પ્રભુ આપનાં મંદિરો વાતાનુકુલિત ભ્રષ્ટ નેતાઓની ભીડ ઉભરાય

 

શાળા મંદિરમાં રાષ્ટ્રીય તહેવારે બિચારા ભુલકાં એકલાં જ દેખાય

 

હે પ્રભુ આપનાં કાજે હનુમાનજીએ લંકા જલાવી કર્યો રાક્ષસ નાશ

 

હનુમાન જયંતિએ ભ્રષ્ટાચાર વિનાના ભારતમાં મુક્ત લેવાય શ્વાસ

 

===============================================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

શબ્દોનો શણગાર …….કાવ્ય


 

 

            શબ્દો નો શણગાર…..કાવ્ય

================================================

             === મુક્તક =====

 

અક્ષરથી જો અક્ષર મળે તો શબ્દ  બની જાય છે

 

શબ્દથી જો  શબ્દ મળે તો વાક્ય સજાઈ જાય છે

 

અલંકારના આભુષણ ને વ્યાકરણના પહેરે વાધા તો

 

વાક્ય થકી  ગીત ગઝલ ને કવિતા રચાઈ જાય છે

 

====================================================

 

Shabdkosh: shaku

 

શબ્દોનો  છે શણગાર ભાઈ શબ્દોનો છે શણગાર

 

શબ્દનો  ભણકાર ભાઈ  શબ્દો  કેરો  છે  રણકાર   …..ભાઈ શબ્દોનો

 

શબ્દ ખાવો શબ્દ  પીવો શબ્દના લ્યો ઓડકાર

 

શબ્દને ઘુંટી ઘુંટી જીવો થાયે જીવન  સાક્ષાત્કાર…. ભાઈ શબ્દોનો

 

શબ્દ થકી બાળપણ ને સગપણ શબ્દથી સંસાર

 

શબ્દથી ચાલે આ સૃષ્ટિ ને છે શબ્દ એનો આઘાર….. ભાઈ શબ્દોનો

 

શબ્દે જાગવું  ને સુવું  શબ્દ થકી હટે  અંધકાર

 

શબ્દથી સાગર ગરજે શબ્દથી મેઘ અનરાધાર……. ભાઈ શબ્દોનો

 

શબ્દ થકી સબંધો ને શબ્દથી ચાલતો સંસાર

 

શબ્દથી સંધાય સરહદો શબ્દ સળગાવે સંસાર……. ભાઈ શબ્દોનો

 

શબ્દથી કાયદા ને  વાયદા શબ્દ  થકી  વેપાર

 

શબ્દથી વચનો ને કર્મો શબ્દે  ચાલે છે સરકાર……. ભાઈ શબ્દોનો

 

શબ્દથી  માત પિતા ભાઈ ભગિની ને ભરથાર

 

શબ્દથી સાધુ સંત ગુરુ ને  નોધારાના આધાર……. …ભાઈ શબ્દોનો

 

શબ્દથી ધર્મ અધર્મ ગાયત્રી ને ગીતાનો સાર

 

બાઈબલ કુરાન શબ્દથી ગુરુ ગ્રન્થનો છે સહાર…….. ભાઈ શબ્દોનો

 

શબ્દ  સાધુ સંત સમજાવે આપે  ઉપદેશ અપાર

 

શબ્દથી નેતાઓના કાળા કામો થાયે  ભ્રષ્ટાચાર……….ભાઈ શબ્દોનો

 

શબ્દે જીવવું શબ્દે મરવું શબ્દે મળશે મોક્ષ દ્વાર

 

શબ્દે જેણે જીવી જાણ્યું થયો છે એનો બેડો  પાર…….. ભાઈ શબ્દોનો

 

શબ્દથી પાકિસ્તાન પછડાવે બાંગ્લા બોલે બે વાર

 

શબ્દ થકી બને છે અમેરિકા જુઓ જગત  જમાદાર…… ભાઈ શબ્દોનો

 

શબ્દ ગાજે શબ્દ નાચે શબ્દે રાગ રાગિણી ભંડાર

 

શબ્દથી નવલકથા નીપજે  શબ્દે જ થાય   સમાચાર….. ભાઈ શબ્દોનો 

 

શબ્દથી સર્જન વિસર્જન  ને  શબ્દ પ્રીત  ભારોભાર

 

શબ્દો કેરું  સરોવર છલકે તો ઘૂઘવે ધસમસતા નીર…..ભાઈ શબ્દોનો

 

શબ્દે માનવ જગતમાં થાયે રામ કૃષ્ણ ને મહાવીર

 

શબ્દે રાવણ કંસ જ બનતા ના આવે શરમ  લગીર…….ભાઈ શબ્દોનો  

 

શબ્દ છે અનોખું આભુષણ શબ્દે  બનો   ધીર ગંભીર

 

શબ્દ મહિમા “સ્વપ્ન” સમજાવે શબ્દ છે સાચું હીર….. ભાઈ શબ્દોનો

 

==============================================================

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

સીતા સ્વયંવર ……… ભજન


 


//

સીતા સ્વયંવર…..  ભજન
  
==============================================================
  
મહાકવિ તુલસીદાસ રચિત સીતા સ્વયંવરનું ભજન
 
તમામ કૃતિકાર ( બ્લોગર ) મિત્રોને રામ નવમીની શુભ કામના
 
photo
 
===================================================================== 
 
              રાગ ===   સોરઠ
 
=====================================================================
 
સાખી == સોરઠ સુરો ના સર્જયો ને ના ચઢ્યો ગઢ ગીરનાર
 
               ના નાહ્યો ગંગા- ગોમતી એનો એળે ગયો  અવતાર
 
===============================================================
 
 
વાલા રાજા રે જનકજીના માંડવે
 
અની હો રે આવ્યા મોટા મોટા ભૂપ (૨)  રાજા રે જનકજીના માંડવે
 
 
વાલા સીતાજીના તાત એમ બોલીયા
 
અની હો રે બોલ્યા રાજા રે જનક  (૨)  ધનુષ ઉપાડે કોઈ  રાજવી … વાલા ધનુષ…
 
અની હો રે  આપું કન્યા કેરા દાન  (૨)   રાજા રે   જનકજીના   માંડવે
 
 
વાલા હાંક  મારીને   રાવણ  ઉઠીયો
 
અની હો રે નાખ્યો ધનુષ પર હાથ (૨) હેઠેથી હાથ નીકળ્યો નહિ……વાલા હેઠેથી…..
 
અની હો રે લાજ્યો  લંકાપતિ   રાય (૨)  રાજા રે જનકજીના   માંડવે
 
 
વાલા અયોધ્યાથી શ્રી હરિ  આવિયા
 
અની હો રે આવ્યા રામ ને લક્ષ્મણ  (૨)  ધનુષ ઉપાડી કીધા  ટુકડા…..વાલા ધનુષ.. 
 
અની હો રે ગગને ગયો રે  અવાજ  (૨)   રાજા રે જનકજીના  માંડવે
 
 
વાલા ફડકે પરશુરામ તો જાગિયા
 
અની  હો રે  શેષ  સરક્યા  પાતાળ (૨) દશેય દિગપાલ લાગ્યાં ડોલવા…વાલા દશેય …
 
અની હો રે ધરતી ધમધમ   થાય  (૨)  રાજા રે જનકજીના   માંડવે
 
 
વાલા સીતાજી ઊભાં મંડપ મધ્યે
 
અની હો રે નીરખે  રઘુવીરનાં રૂપ (૨) સાથે  સહેલીઓનો સાથ છે ………. વાલા સાથે…
 
અની હો રે કરમાં દીસે   વરમાળ  (૨)    રાજા રે જનકજીના  માંડવે
 
 
વાલા ચાર જુગની ચોરી કરી
 
અની હો રે પરણે સીતા ને શ્રી રામ (૨) રાજાએ પુણ્યદાન  બહું કર્યા……….વાલા રાજાએ…
 
અની હો રે કોડે  જમાડ્યો   કંસાર  (૨)     રાજા રે જનકજીના   માંડવે
 
 
વાલા તુલસીના સ્વામી રઘુરાય છે
 
અની હો રે અયોધ્યા આનંદ મંગલ ગાય(૨)  હૈયે હરખની હેલી ચઢી ………વાલા હૈયે ….
 
અની હો રે વરત્યો છે  જયજયકાર (૨)   રાજા જનકજીના માંડવે
 
 
=============================================================================
 
 
રચયિતા —-  મહા કવિ તુલસીદાસ
 
સંકલન—–  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

લોક લડતની લહેર… ( કાવ્ય )


લોક લડતની  લહેર  ….. (કાવ્ય)

=================================================================

મિત્રો આદરણીય અન્ના હજારેના  ઉપવાસ આંદોલનથી દેશભામાથી

ભ્રષ્ટાચાર વિરુદ્ધનો લોકજુવાળ જોયો સરકાર નમી અંતે લોકપાલ

બિલનો સ્વીકાર થયો. જેમ ૧૯૮૩ માં શ્રી કપિલદેવ ના સફળ નેતૃત્વ

હેઠળ પ્રથમ વર્લ્ડ કપ જીત્યો અને અઠ્ઠાવીસ વર્ષ બાદ શ્રી ધોનીના નેતૃત્વ

થકી બીજો વર્લ્ડ કપ મેળવ્યો . આજથી છત્રીસ વર્ષ  પહેલા લોક નાયક શ્રી

આદરણીય જયપ્રકાશ નારાયણ સફળ નેતૃત્વ હેઠળ સફળ ક્રાંતિ  થઈ હતી

એવી ક્રાંતિ આદરણીય અન્નાજી ના નેતૃત્વ હેઠળ આજે આકાર લઈ રહી છે.

 

====================================================================

    લોક નાયક જયપ્રકાશ નારાયણ  -માર્ચ -૧૯૭૫

=======================================================

આદરણીય શ્રી અન્ના હજારે — એપ્રિલ -૨૦૧૧

=================================================

 

જોઈ જુસ્સો જનતાનો જુઓ સરકાર પણ ઝુકી જાય છે

અન્નાજી હજારેના આદર્શને   જન સમર્થન મળી જાય છે

ભ્રષ્ટાચાર  છાવરનારા  નેતોના તો  મોં  સિવાઈ જાય છે

અક્કડ રહેતી સરકારો પણ રાતો રાત  નમતી  જાય છે

આ મુદ્દા તે મુદ્દા આ નહી તે નહી એવી વાતો થાય છે

ભાઈ ભ્રષ્ટાચાર  મુદ્દાઓથી  ધોતિયાં કેમ ઢીલાં થાય છે

હોય જો સાચા જનસેવક તો લોકપાલથી કેમ ગભરાય છે

લોકોથી ચૂંટાયા હવે લોક માંગણીથી  કેમ  પાછા પડાય છે

હતો સીતેરનો દશક એક લહેર ઝબુકતી ચોગમ ઝબૂકી હતી

જયપ્રકાશજીની એક  હાકલે હિન્દ પ્રજા કેરી રણહક વાગી હતી

અન્નાજી કેરા ઉપવાસે જનતા જનાર્દનને  નવી દિશા દેખાય છે

અઠ્ઠાવિશે  વર્લ્ડ કપ તો છત્રીસ વર્ષે લોકલડત લહર દેખાય  છે

================================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

ભ્રષ્ટાચારની લડત … ( કાવ્ય )


ભ્રષ્ટાચારની લડત …. ( કાવ્ય )

=======================================================

પ્રખર  ગાંધીવાદી એવા આદરણીય વડીલ શ્રી અન્ના હજારેની

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં અમેરિકાના લોસ એન્જલસ

શહેરમાંથી હું મારો ટેકો જાહેર કરું છું.

==================================================================

ગામ શહેર રાજ્યો દેશ ક્યાંય બાકી રાખ્યું નથી

જમીન મકાન કોલોની  લુંટવામાં બાકી રહ્યું નથી

લશ્કરના સોદોઓ  સરહદો વેચવામાં બાકી  નથી 

માણસ માણસને વેચવામાં પણ કંઈ બાકી   નથી 

જળને જમીનના સોદો કરીને ખીસાં ભર્યા છે આપે 

હવે તો આસમાન બાકી રહ્યું છે  શાને બાકી  રાખે

સગાંવાદ  ભાઈ ભત્રીજા વાદ કોઈ ખૂણે બાકી નથી

દેશ  મિલકતને પોતીકી ગણી લુંટવાનું બાકી નથી

છો  બહુ ચોખ્ખા તો લોકપાલ બિલથી ગભરાવ શાને ?

અન્નાજી માંગે છે તેવું બીલ  લાવી દેવામાં  વાર   શાને ? 

જાગી ઉઠી છે જનતા ને ભ્રષ્ટાચારીઓ હવે ભાગશે

જન જન ભવ્ય ભારતનો આ લડતને  સાથ આપશે

========================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

આજતક ઉલ્લુ બનાવે….કાવ્ય


 


આજતક  ઉલ્લુ બનાવે… કાવ્ય

 

==========================================================

મિત્રો આજે આપ સમક્ષ   ‘ આજતક ” ચેનલ દ્વારા કેવા ઉલ્લુ બનાવે છે તે કાવ્ય

રજુ કરું છું. જો આપ ધ્યાનથી જોતા હશો તો મારી વાત સાથે સંમત થશો

જો અપને સાચું લાગે તો આપનું મંતવ્ય દર્શાવશો.

=========================================================

 

  

જુઓ આજતક ઉલ્લુ બનાવે  ઉલ્લુ બનાવે ને ગોટે ચઢાવે…

ઉલ્લુ બનાવે   ને  ભાઈ બેવકૂફ   બનાવે ……………………..જુઓ આજતક

 

દમદાર દશ સાલ બતાવે  એ શ્રેષ્ઠતાના એવોર્ડ  બતાવે

કોણે આપ્યા? કેમ આપ્યા ?  કદી નાં દર્શાવે…………………જુઓ આજતક

 

આજતક સબસે તેજ એવું એતો વારંવાર જ દર્શાવે

બ્રેકમાં છે એ  નંબર વન કેમ કદી  ના બતાવે………………..જુઓ આજતક  

 

વારંવાર ન્યુઝ અપડેટ બતાવે એમાં દેશ દુનિયા રમત દેખાડે

કવાર્ટર ફાઈનલ સમાચાર ફાઈનલ સુધી દેખાડે…………….જુઓ આજતક

            ( વિક્રાંત ગુપ્તા )

સચિન ને વિક્રાંત ચર્ચામાં કપિલ, મદનલાલ અજહરને બોલાવે

પૂછે  પ્રશ્ન કપિલજીને જવાબ પહેલા  બ્રેક બોલાવે…………જુઓ આજતક

 

બ્રેકમાંથી આવી કપિલને બદલે લાહોરથી ઇન્ઝુમામ ને બોલાવે

વાક્યે વાક્યે બ્રેક ભૂખ તરસ કે કુદરતી હાજતે  જાયે ………………….જુઓ આજતક

 

લાગે છે કે સચિન વિક્રાંતના દાદા પરદાદા ક્રિકેટ મહારથી 

ક્રિકેટના મહારથી તો પછી એક્સપર્ટની કેમ જરૂર પડે……….જુઓ આજતક 

 ( અજયકુમાર )

મેં  અજયકુમાર આપકી આવાઝ એ કહે ૧૬  સાલોસે  બરીકીયો  સે પરખા

ભાઈ આજતકને થયા દશ સાલ આવું જુઠ્ઠું કેમ ચલાવે………………… જુઓ આજતક

 

પેલા એક સન્નારી આવે નામ સોનિયા  સિંહ ક્રિકેટની સમજ ના પરખે

સોનિયા જો સિંહ બને તો કલમાડી, રાજા,ચવાણ ના કટકાવે…………જુઓ આજતક

 

        (પ્રભુ ચાવલા )

સીધી બાતમાં પેલા પ્રભુ આવે પોતે જ બોલે બીજાને ના બોલવા દે

ભાઈ પ્રભુની મરજી સામેજનતા દર્શકોને ભાજી મૂળા ગણાવે…. …….જુઓ આજતક  

 

કેટરીના, રાખી સવંત ને બીજાને બતાવી યુવાધન ને એ બગાડે

મુવી મસાલામાં નાચ અને અશ્લીલતા એ ભરપુર જરૂર દર્શાવે…..જુઓ આજતક  

 

===============================================================

(૧) દરોજ દશ વર્ષથી આજતકને નંબર – ૧ એવોર્ડ મળ્યા બતાવે છે પણ કોણે ક્યારે

શા માટે આપ્યો તે દર્શાવતા નથી. એક એવોર્ડ આપનાર અને એક લેનાર અને એક

અન્યત્રને બતાવે છે.

(૨) ન્યુઝમાં અપડેટ બતાવે છે તેમાં દુનિયા, દેશ, રમત ની ન્યુઝ પટ્ટી મુકે છે તેમાં

ઘણા એક અઠવાડિયું જુના હોય છે . હમણા ફાઈનલ વખતે રમતમાં દર્શાવતું કે

ભારત ઓસ્ટ્રેલીયાને હરાવી સેમી ફાઈનલમાં પ્રવેશ્યું . કેવા વાસી  સમાચાર.

(૩) ક્રિકેટની રમત પહેલા સચિન અને વિક્રાંત આવે સામે સ્ટુડીઓમાં કપિલજી,

મદનલાલ, અઝહર હોય સવાલ પૂછે તેમને જવાબ સચિન વિક્રાંત આપે. કપિલજીને

પ્રશ્ન પૂછે અને કહે બ્રેક કે  બાદ . બ્રેક માંથી આવી એક વાક્ય બોલે ને પાછો બ્રેક શું

એક વાક્યે એમને ભૂખ ,તરસ કે કુદરતી હાજત લાગી જાય છે. લાગે છે કે એ બે જણ

કપિલ .અઝહર કે મદનલાલ કે ઇન્ઝુમાંમથી મોટા ગજાના ક્રિકેટરો છે

(૪) બ્રેકમાં પછી અજયકુમારની જાહેરાત આવે અને કહે પિછલે સોલા સાલોસે મેને

બારીકીસે પારખા હે અલ્યા ભાઈ આજતક દશ વર્ષથી ચાલુ થયું. જો પહેલા બીજી

ચેનલમાં હતો તો સાચું ભસ ને . આજતકને કેમ શ્રેય આપે છે.

(૫) પેલા સન્નારી સોનિયાસિંહ ક્રિકેટની જર્સી ફેરી ક્રિકેટ વિષે બોલવા માંડે છે. જૂની

મેચોના ટ્રેઇલર બતાવીને પોતાની રાય રજુ કરે છે.

( જો સોનિયા સિંહ હોત તો આ કલમાડી, રાજા, અશોક ચવાણ આ બધા પેદા ના થયા હોત )

(૬) સીધી બાતમાં પેલા પ્રભુ આવે છે પોતાની જાતને પ્રભુ જ સમજતા લાગે છે બસ પશ્ન પૂછવાનો

અને પોતે જ બોલ્યા કરવાનું . બીજાને બોલવાનો સમય જ નહિ આપવાનો . કદાચ સમયનો અર્થ

તેઓ સહારા સમય સમજતા હશે.

(૭) મુવી મસાલામાં કેટરીનાએ આમ કર્યું. રાખી સાવંતે તેમ કર્યું. આ મુવીમાં આમ છે તેમ છે.

અલ્યા મૂવીની ગુણવત્તા , સામજિક અસર, દેશ પર અસર યુવાનો પર અસર એવી કોઈ વાત નહિ.

(૮)પ્રોડ્યુસરો, કલાકારો કે ડાયરેકટર સાથે મળી કિમત મળે તેવી રજૂઆત કરવી. દેશપ્રેમ કે સમાજ

વિગેરે  બાજુ મૂકી આ લોકશાહીના ચોથા પાયાને લુણો આજ થી તક સુધી લગાવી રહ્યા છે.

==============================================================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

વર્લ્ડ કપકી નીકલી સવારી….. કાવ્ય


વર્લ્ડ કપકી નીકલી સવારી…… ( કાવ્ય )

===========================================================================================

માનવંતા મિત્રો,    આદરણીય વડીલો,    વ્હાલસોયાં બહેનો ….   જય હો …. જય હો… જય હો..

 વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમને લાખ લાખ અભિનંદન સાથે કરોડો ભારતીય જનોને ખુબ અભિનંદન

સાથે ખુબ વધાઇ. કાવ્ય બનાવી રાખ્યું હતું પણ રમત પૂરી થાય ત્યારે ફેરફાર કરવા પડે તે આશયથી

રાખી મુકેલ. જયારે પાંચ ઓવર બાકી હતી અને ૩૦ રન કરવાના હતા ત્યારે અનિવાર્ય સંજોગોમાં એરપોર્ટ

જવાનું  થયું. ત્યાં ટ્રાફિક સમસ્યા ઘેરી હતી એટલે ઘેર જવામાં ખુબ મોડું થઈ ગયેલું. એટલે જીત પછી તુરંત કાવ્ય

મૂકી શકાયું  નહોતું. મોડા પડવા બદલ માફ કરશો સાથે સાથે કૃતિકાર ( બ્લોગર ) મિત્રોને જીતના અભિનંદન….

જય હો….. જય હો…. જીત્યું હિન્દુસ્તાન……. જય હિન્દ….. વંદે માતરમ… ભારત માતાકી જય …. જય હો…

================================================================================

============================================================================

 

વર્લ્ડ કપકી નીકલી સવારી દેખ રહી હે દુનિયા સારી

પૂરી હુઈ  આશ હમારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

અઠ્ઠાવીસ સાલ બાદ  પરચમ લહેરાયા

વાહ ધોની  સેનાને ક્યા કરતબ દિખાયા  

ઝૂમ ઉઠી જનતા સારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

ચેમ્પિયનકો ચટકા પાકિસ્તાનકો પટકા  

વાનખેડેમેં રાવણકો ભી  દિયા હે ઝટકા

 ફાયનલમેં જીત હમારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

એક તરફ  હે  જનતા એક તરફ લંકા

દુસરી તરફ ધોની સેનાકા  બજા ડંકા

પૂરી હુઈ આશ શતકોધારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

ત્યાસીકે ધુરંધરોને દી હે બધાઈ

આશિષ દેતે હે ટીમકો હમ ભાઈ

દેખી  વિશ્વવિજેતાકી ખુમારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી  

નભ જગ  સમન્દર  ત્રિરંગા લહરાયા

હર જન જન કે દિલકો ખુબ ભાયા

ખુશી હે  હિમાલયસે ભારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

હરખી  મૈયા  માં ભારતી મુકુટ ધારી

એકસો ઈકીસ કરોડકી  જનતા સારી

જય હો  ગગન ચિચિયારી વર્લ્ડ કપકી નીકલી હે સવારી

============================================== 

સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

અમેરિકાના વિઝામાં નવી શ્રેણી.. ( કાવ્ય )


અમેરિકાના વિઝામાં નવી શ્રેણી ….. ( કાવ્ય )

====================================================================

આજે અમેરિકાએ નવી વિઝા નીતિ જાહેર કરી એક નવો વર્ગ ઉમેર્યો છે. 

 સ્પેશીયલ COO – 1નામનો નવો વર્ગ  ઉભો કર્યો છે અને તેમાં લગભગ

૨૧૦૦૦નો કોટા ભરવાનો છે તો યુ. એસ એ ની વાટ જોતા  નવ યુવાનોમાં

 જો નીચે મુજબની લાયકાત હોય તો કાયમી ધોરણે વસવાટ કરવા વિસા

મેળવી સુન્દર સ્વપ્ન પૂર્ણ કરી  શકે છે .

======================================================

 ========= અમેરિકન કોન્સ્યુલેટ નવી દિલ્હી  ============ 

==================================================

 

બરાક ઓબામાં અને સેનેટરોની મીટીંગ મળી

સાથમાં કોંગ્રેસમેનો  ને ગવર્નરો સુગંધ  ભળી

 

વિચારણાને સલાહ સૂચનોનો દોર  રહ્યો જારી

ઇમિગ્રેશનના નિયમોને વિભાગો રહ્યા વધારી

 

ઘણા જાણભેદુ ને હોશિયાર મળશે એશિયા કન્ટ્રી 

 નવા વિભાગમાં સમાવી  લઈને આપીએ એન્ટ્રી

 

કરપ્શન ના કરાય  ને ના થાય ખાતામાં વૃદ્ધિ

આપણા કરતાં ભારતીય નેતાઓમાં જબરી બુદ્ધિ 

 

થાય ગોટાળા ને કૌભાંડો ઘણા પ્રધાનો જાય છુટી 

કરોડોની માલ મિલકત  દર્શાવે  નથી કોડી  ફૂટી

 

દરેક પક્ષમાંથી એક આવે ને સાથે એમની ટોળી 

અભ્યાસક્રમ એમનો શીખીએ તો થાય દિવાળી

 

જુઠ્ઠો, લંપટ,લુચ્ચો છેતરે ને ખીસ્સે રાખે જે કાયદા

વચનો આપી ભૂલી જાય એ શીખવે અનેરા  ફાયદા 

 

COO-1 મારી મહોર  રાજદૂત કચેરી સંદેશ છુટ્યા

કરપ્શન- ૧ના વિસા માટે પક્ષોએ ઘણાને  લુંટ્યા

 

આવવું હોય અમેરિકા તો અમારો સંપર્ક જ સાધો

જઈ કમાવવાનું છે પણ  અહી   લુંટવામાં શો વાંધો 

 

બનાવવા માંડો  દરેક પક્ષમાંથી  એકની  યાદી  સારી  

પહેલી એપ્રિલ આજે કાલે આવશે તો  બંધ રહેશે બારી  

 

================================================================

COO – 1  એટલે કરપ્શન – ૧ સમજવું.

અમેરિકાના ૨૫ રાજ્યો માં ગવર્નર હોય છે જયારે  આપણે

ત્યાં મુખ્ય મંત્રી  કહેવાય .

પક્ષો એટલે ભારતના રાજકીય પક્ષો દરેકમાંથી મહા ભ્રષ્ટાચારી

બે પાંચ જરૂર મળશે.

અહી આવતા પહેલા લોકોને વિઝા અપાવવા પણ પૈસા ખંખેરી લઇ તિજોરી ભરશે.

કરોડોની મિલકત હોવા છતાં ઉમેદવારી ફોર્મમાં ફૂટી કોડી નથી તેવું દર્શાવશે.

———————————————————————————————————–

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )