અમેરિકાના વિઝામાં નવી શ્રેણી …… ( કાવ્ય )


અમેરિકાના વિઝામાં નવી શ્રેણી ….. ( કાવ્ય )

====================================================================

આજે અમેરિકાએ નવી વિઝા નીતિ જાહેર કરી એક નવો વર્ગ ઉમેર્યો છે. 

 સ્પેશીયલ COO – 1નામનો નવો વર્ગ  ઉભો કર્યો છે અને તેમાં લગભગ

૨૧૦૦૦નો કોટા ભરવાનો છે તો યુ. એસ એ ની વાટ જોતા  નવ યુવાનોમાં

 જો નીચે મુજબની લાયકાત હોય તો કાયમી ધોરણે વસવાટ કરવા વિસા

મેળવી સુન્દર સ્વપ્ન પૂર્ણ કરી  શકે છે .

======================================================

 ========= અમેરિકન કોન્સ્યુલેટ નવી દિલ્હી  ============ 

==================================================

 

બરાક ઓબામાં અને સેનેટરોની મીટીંગ મળી

સાથમાં કોંગ્રેસમેનો  ને ગવર્નરો સુગંધ  ભળી

 

વિચારણાને સલાહ સૂચનોનો દોર  રહ્યો જારી

ઇમિગ્રેશનના નિયમોને વિભાગો રહ્યા વધારી

 

ઘણા જાણભેદુ ને હોશિયાર મળશે એશિયા કન્ટ્રી 

 નવા વિભાગમાં સમાવી  લઈને આપીએ એન્ટ્રી

 

કરપ્શન ના કરાય  ને ના થાય ખાતામાં વૃદ્ધિ

આપણા કરતાં ભારતીય નેતાઓમાં જબરી બુદ્ધિ 

 

થાય ગોટાળા ને કૌભાંડો ઘણા પ્રધાનો જાય છુટી 

કરોડોની માલ મિલકત  દર્શાવે  નથી કોડી  ફૂટી

 

દરેક પક્ષમાંથી એક આવે ને સાથે એમની ટોળી 

અભ્યાસક્રમ એમનો શીખીએ તો થાય દિવાળી

 

જુઠ્ઠો, લંપટ,લુચ્ચો છેતરે ને ખીસ્સે રાખે જે કાયદા

વચનો આપી ભૂલી જાય એ શીખવે અનેરા  ફાયદા 

 

COO-1 મારી મહોર  રાજદૂત કચેરી સંદેશ છુટ્યા

કરપ્શન- ૧ના વિસા માટે પક્ષોએ ઘણાને  લુંટ્યા

 

આવવું હોય અમેરિકા તો અમારો સંપર્ક જ સાધો

જઈ કમાવવાનું છે પણ  અહી   લુંટવામાં શો વાંધો 

 

બનાવવા માંડો  દરેક પક્ષમાંથી  એકની  યાદી  સારી  

પહેલી એપ્રિલ આજે કાલે આવશે તો  બંધ રહેશે બારી  

 

================================================================

COO – 1  એટલે કરપ્શન – ૧ સમજવું.

અમેરિકાના ૨૫ રાજ્યો માં ગવર્નર હોય છે જયારે  આપણે

ત્યાં મુખ્ય મંત્રી  કહેવાય .

પક્ષો એટલે ભારતના રાજકીય પક્ષો દરેકમાંથી મહા ભ્રષ્ટાચારી

બે પાંચ જરૂર મળશે.

અહી આવતા પહેલા લોકોને વિઝા અપાવવા પણ પૈસા ખંખેરી લઇ તિજોરી ભરશે.

કરોડોની મિલકત હોવા છતાં ઉમેદવારી ફોર્મમાં ફૂટી કોડી નથી તેવું દર્શાવશે.

———————————————————————————————————–

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Advertisements

14 thoughts on “અમેરિકાના વિઝામાં નવી શ્રેણી …… ( કાવ્ય )

 1. શ્રીમાન. ગોવિંદભાઈ

  ખુબજ સરસ

  આવવું હોય અમેરિકા તો અમારો સંપર્ક જ સાધો

  જઈ કમાવવાનું છે પણ અહી લુંટવામાં શો વાંધો

  બનાવવા માંડો દરેક પક્ષમાંથી એકની યાદી સારી

  પહેલી એપ્રિલ આજે કાલે આવશે તો બંધ રહેશે બારી.

  ખુબજ ગમેલી પંક્તિઓ સાહેબ

  કિશોરભાઈ

  Like

 2. શ્રી ગોવિંદ રાજા ,

  એપ્રિલ ફૂલ માટે એક જોરદાર મુદો પકડી ભ્રષ્ટાચારી નેતાઓને એક સંદેશ આપ્યો છે કે

  પરદેશમાં લોકો આપના માટે શું વિચારે છે….. જોરદાર…એપ્રિલ….ફૂલ…

  Like

 3. શ્રી ગોવિંદભાઈ,

  વાહ ભાઈ…..ભાઈ… અમેરિકાના વિસા નવા વર્ગમાં મળશે એવી આશામાં કાવ્ય વાચતા અંતે વાચકો એપ્રિલ ફૂલ બની ગયા.

  અફલાતુન વિચાર મૂકી બધાને બનાવ્યા.

  Like

 4. એપ્રીલ ફુલ અંગે ગુગ્ગલની પ્રાણીઓના અવાજના ભાષાંતર કરતી વાત સારી લાગી.
  ગઇ વખતે.કબુતરથી ગુગ્ગલના નિર્ણયો લેતી વાત ખૂબ અસરકારક રહી હતી પણ
  આજે તમારી પોસ્ટ જોઇ

  હૅટ્સ ઓફ

  છેક સુધી ફુલ જ રહ્યા

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુ બહેન,

   આપનો આશીર્વાદ સમો સંદેશ નિત નવું એક પ્રેરક બળ પૂરું પાડે છે. અને ઉત્સાહ બેવડાઈ જાય છે.

   આપને કૃતિ ગમી એટલે મારું લેખન સફળ થઈ ગયું. બસ આ રીતે આશીર્વાદ વરસાવતા રહેશો.

   આપનો હદય પુએવક ખુબ જ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s