લોક લડતની લહેર…… ( કાવ્ય )


લોક લડતની  લહેર  ….. (કાવ્ય)

=================================================================

મિત્રો આદરણીય અન્ના હજારેના  ઉપવાસ આંદોલનથી દેશભામાથી

ભ્રષ્ટાચાર વિરુદ્ધનો લોકજુવાળ જોયો સરકાર નમી અંતે લોકપાલ

બિલનો સ્વીકાર થયો. જેમ ૧૯૮૩ માં શ્રી કપિલદેવ ના સફળ નેતૃત્વ

હેઠળ પ્રથમ વર્લ્ડ કપ જીત્યો અને અઠ્ઠાવીસ વર્ષ બાદ શ્રી ધોનીના નેતૃત્વ

થકી બીજો વર્લ્ડ કપ મેળવ્યો . આજથી છત્રીસ વર્ષ  પહેલા લોક નાયક શ્રી

આદરણીય જયપ્રકાશ નારાયણ સફળ નેતૃત્વ હેઠળ સફળ ક્રાંતિ  થઈ હતી

એવી ક્રાંતિ આદરણીય અન્નાજી ના નેતૃત્વ હેઠળ આજે આકાર લઈ રહી છે.

 

====================================================================

    લોક નાયક જયપ્રકાશ નારાયણ  -માર્ચ -૧૯૭૫

=======================================================

આદરણીય શ્રી અન્ના હજારે — એપ્રિલ -૨૦૧૧

=================================================

 

જોઈ જુસ્સો જનતાનો જુઓ સરકાર પણ ઝુકી જાય છે

અન્નાજી હજારેના આદર્શને   જન સમર્થન મળી જાય છે

ભ્રષ્ટાચાર  છાવરનારા  નેતોના તો  મોં  સિવાઈ જાય છે

અક્કડ રહેતી સરકારો પણ રાતો રાત  નમતી  જાય છે

આ મુદ્દા તે મુદ્દા આ નહી તે નહી એવી વાતો થાય છે

ભાઈ ભ્રષ્ટાચાર  મુદ્દાઓથી  ધોતિયાં કેમ ઢીલાં થાય છે

હોય જો સાચા જનસેવક તો લોકપાલથી કેમ ગભરાય છે

લોકોથી ચૂંટાયા હવે લોક માંગણીથી  કેમ  પાછા પડાય છે

હતો સીતેરનો દશક એક લહેર ઝબુકતી ચોગમ ઝબૂકી હતી

જયપ્રકાશજીની એક  હાકલે હિન્દ પ્રજા કેરી રણહક વાગી હતી

અન્નાજી કેરા ઉપવાસે જનતા જનાર્દનને  નવી દિશા દેખાય છે

અઠ્ઠાવિશે  વર્લ્ડ કપ તો છત્રીસ વર્ષે લોકલડત લહર દેખાય  છે

================================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Advertisements

10 thoughts on “લોક લડતની લહેર…… ( કાવ્ય )

 1. આદરણીયશ્રી. ગોવિંદભાઈ પટેલ

  આપે જનહિતના જ્વાળને વાચા આપતી

  સરસ રચના મુકેલ છે,

  આપનો દેશપ્રેમ – દેશભક્તિને દાદ આપવી પડે.

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Like

 2. અન્નાજી કેરા ઉપવાસે જનતા જનાર્દનને નવી દિશા દેખાય છે

  ભારતમાતા રડે છે કેમ આજે ?

  જાગો, જાણો, ઓ ભારતવાસીઓ તમે આજે !……(ટેક)

  ગોવિન્દભાઈ,

  આજે મેં ઉપર મુજબનું કાવ્ય પ્રગટ કર્યું.

  કાવ્ય લખાણ બાદ, ફોટો જોઈતો હતો ..અને તમારા બ્લોગનો ફોટો લઈ મુક્યો.

  અને તમોને ઈ મેઈલ કર્યો.

  હવે તમારી રચના વાંચી. ગમી.

  તમે આવી જ “અના હઝારે”વિષેની રચના વાંચવા પધારજો..અને સાથે સાથે “મારૂં મન” પણ પોસ્ટરૂપે છે તે વાંચશો તો આનંદ થશે.

  ફરી મળીશું >>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

  Like

  1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

   હું આપના ચંદ્ર પુકારે પહોચ્યો અને આપ મારે આગણે પધાર્યા

   આપની રચના મન ભરીને માણી ખુબ સરસ ભાવ પીરસ્યાં છે

   આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 3. તમારા લખાણથી પ્રેરણા લઇ અમે પણ ઉપવાસ પ્રાર્થના કર્યા

  અને

  પ્રચાર ઇ મેઈલ કર્યા હવે શુભ પરિણામ નજરે પડે છે

  .ઠેર ઠેર અજંપો,આક્રોશ દેખાય છે

  ત્યાં પણ શાંતી થાય તેવી પ્રાર્થના

  તમારું ઇ મેઇલ લખશો

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s