ચિત્રગુપ્તની આંતર વેદના… કાવ્ય


ચિત્રગુપ્તની આંતર વેદના…. કાવ્ય

============================================================

મિત્રો આજે દુનિયાભરના કોપ્યુટરો હેગ થઇ જાય છે.એફ.બી આઈ 

સી. બી. આઈ .આઈ એસ. આઈ જેવી સંસ્થા ચિત્રગુપ્ત ખોલે તો શું

નામ આપવું એમ વિચારે છે  ત્યારે નેતાઓ દ્વારા ચિત્રગુપ્તનું કોમ્પ્યુટર

હેગ કરાય અને તેમના હક્ક પર તરાપ મરાય જેમ કે હેન્ગ કરવાની

સતા પર રાષ્ટ્ર પ્રમુખો સહી કરે તો જ ફાંસી થાય તેની રસપ્રદ માહિતી

 કાવ્ય દ્વારા વણવી છે .આશા છે કે આપણે ગમશે.

================================================================

============================================================

અરજી કરી ચિત્રગુપ્તજીએ વિષ્ણુ અદાલત માંય

 

વિચારો પ્રભુ  મૃત્યુ લોકમાં જુઓ  કેવું અનેરું થાય

 

દેશ દેશની એજન્સીઓ જુદા જુદા નામે જ  રચાય

 

એફ.બી.આઈ,સી.બી.આઈ,આઈ.એસ..આઈ  દેખાય

 

નિત નવા નાટકો  ક્યારેક કોમ્પુટર હેગ થઇ જાય

 

બીજું બધું  ઠીક પણ મારા ડેટા હેગ કરી લઇ જાય

 

નેતાઓનું  કૌભાંડ કરોડનુંને લાખનો મુકુટ ચડાવાય

 

કરોડો દેવી દેવતા છે એમાંથી કોઈકને રીઝવી જાય

 

લાખો કરોડોને દુભવ્યા એના નામે પુણ્ય કેમ દેખાય ?

 

મારા વા’લા ભ્રષ્ટાચાર વાઇરસ ફેલાવી  કામ કરી જાય

 

નિયમ કરો એક  સમન્વય સાધી આશિર્વાદજ અપાય

 

પેલા સવા રૂપિયો ચડાવે પ્રેમથી એ ત્યાં જ રહી જાય

 

બીજી  એક વાત એવી  અમારા હક્ક પર હવે તરાપો મરાય

 

હેન્ગ કરવાની સતા અમારી પણ રાષ્ટ્ર પ્રમુખોની સહી થાય

 

અફઝલ ગુરુ ને ક્સાબ ક્યારનાય છે અમારા ચોપડા માંય

 

પણ આ રાજકારણી નેતાઓ નફફટ બની ગાંઠે ના  ક્યાંય

 

આપણે એક સંસ્થા ખોલીએ સી.વાય.પી.આઈ નામ અપાય

 

ચિત્રગુપ્ત- યમરાજ-પાડા- સંશોધન એ સંસ્થા અનેરી સ્થપાય

 

પ્રભુ આપનાં મંદિરો વાતાનુકુલિત ભ્રષ્ટ નેતાઓની ભીડ ઉભરાય

 

શાળા મંદિરમાં રાષ્ટ્રીય તહેવારે બિચારા ભુલકાં એકલાં જ દેખાય

 

હે પ્રભુ આપનાં કાજે હનુમાનજીએ લંકા જલાવી કર્યો રાક્ષસ નાશ

 

હનુમાન જયંતિએ ભ્રષ્ટાચાર વિનાના ભારતમાં મુક્ત લેવાય શ્વાસ

 

===============================================================

સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )

Advertisements

22 thoughts on “ચિત્રગુપ્તની આંતર વેદના… કાવ્ય

 1. વાહ મામા વાહ
  ખુબજ લાજવાબ અને સુન્દેર વિચાર
  અને સમુન્દેર જેવા ગેહેરા
  ખરેખર હવે મને વધારે શબ્દો ને શોધવા મારે મારા વતન ગુજરાત માં જઇ laibrerry માં
  જવુજ પડશે એમાં હવે ના ચાલે
  ખરેખર મામા મારા પરિવાર માં મને ખુબજ ગર્વ છે કે મારો મામા સમયની સાથે અને જોતાની સાથે સુંદર અતિ સુંદર કાવ્ય ની રચના કરે છે

  Like

 2. માનનીય શ્રી ગોવિંદભાઈ,

  ફેસ બુક પર ચિત્રગુપ્તની વેદના વાચી વાહ શું કલ્પનાના ઘોડા દોડાવ્યા છે.

  ભાઈ….ભાઈ..અફલાતુન….લાજવાબ ..કાવ્ય મઝા આવી ગઈ

  Like

 3. શ્રી ગોવિંદભાઈ,

  પ્રભુ આપનાં મંદિરો વાતાનુકુલિત ભ્રષ્ટ નેતાઓની ભીડ ઉભરાય

  શાળા મંદિરમાં રાષ્ટ્રીય તહેવારે બિચારા ભુલકાં એકલાં જ દેખાય

  તદ્દન ખરી વાત કહી દીધી. આ તો આપે ફરજ દરમ્યાન અનુભવ્યું હશે.

  જોરદાર ઝટકા દેતું કટાક્ષ કાવ્ય.

  Like

 4. શ્રી ગોવિંદ રાજા

  બીજી એક વાત એવી અમારા હક્ક પર હવે તરાપો મરાય

  હેન્ગ કરવાની સતા અમારી પણ રાષ્ટ્ર પ્રમુખોની સહી થાય

  ખુબ સરસ વ્યંગ કર્યો છે. બસ એક કાવ્ય દ્વારા રાજકીય માણસોને આયનો બતાવી દીધો

  વાહ રાજા કમાલનું ભેજું ધરાવો છો.

  Like

 5. વાહ ગોવિંડભાઈ ..સુંદર નવી ભાતનુ, આ વ્યંગ કવન ચીત્રગુપ્તની નવી પેઢીને જરૂર કામ લાગશે.
  મજા આવી , ફોન પર આપને મળવાનો પણ આનંદ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ).

  Like

 6. પ્રભુ આપનાં મંદિરો વાતાનુકુલિત ભ્રષ્ટ નેતાઓની ભીડ ઉભરાય

  શાળા મંદિરમાં રાષ્ટ્રીય તહેવારે બિચારા ભુલકાં એકલાં જ દેખાય

  હે પ્રભુ આપનાં કાજે હનુમાનજીએ લંકા જલાવી કર્યો રાક્ષસ નાશ

  હનુમાન જયંતિએ ભ્રષ્ટાચાર વિનાના ભારતમાં મુક્ત લેવાય શ્વાસ

  Wah ! Govindbhai…Kamal Kari !

  Hanuman Jayanti Na Divase Aa Post Pragat kari Ek Anokhi Majaa Api !
  Liked the Rachana !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you all on Chandrapukar for the New Posts of 18th & 19th !

  Like

  1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

   આપ જેવા વડીલ મહાનુભાવોના પ્રેમ ભર્યા આશીર્વાદ થકી આવું કૈક લખવાની

   પ્રેરણા મળે છે

   આપના આશીર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 7. નિત નવા નાટકો ક્યારેક કોમ્પુટર હેગ થઇ જાય
  બીજું બધું ઠીક પણ મારા ડેટા હેગ કરી લઇ જાય….આ પંક્તિઓમાં અને
  “મિત્રો આજે દુનિયાભરના કોપ્યુટરો હેગ થઇ જાય છે…’
  ‘હેગ’ નહીં પણ ‘હેક’ જોઇએ.
  hack·er  [hak-er]
  રચનાનો ટોન ગમ્યો અને તમારી વૈશ્વિક દુભાતી લાગણી પણ.કેવળ કંપ્યુટર પર જ નહીં ગુજરાતી મેગેઝીનોમાં મેં અંગ્રેજીમાંથી ગુજરાતી કરી પોતાને નામે ચઢાવેલી કવિતાઓ
  વાંચી છે છેલ્લું ઉદાહરણ કવિલોકમાં જોયું છે,આવા હેકર્સનું શું કરીશું???

  Like

  1. આદરણીય શ્રી હિમાંશુભાઈ,

   આપ દ્વારા જણાવેલ હેક શબ્દ સાચો છે મારી ભૂલ થઈ ગઈ છે. તી. વી. પર કે કોઈ બોલે એ

   સાંભળી હેગ લખેલુ. સાચી માહિતી બતાવવા બદલ ખુબ આભાર. ઉઠાંતરી કરનારને વચન

   પ્રતિષ્ઠાની કઈ જ પડી હોતી નથી બસ ચોરી કરવી એ એમને મન જન્મ સિદ્ધ હક્ક હોય તેવું

   માંસ ધરાવતા હોય છે. આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 8. “આપણે એક સંસ્થા ખોલીએ સી.વાય.પી.આઈ નામ અપાય
  ચિત્રગુપ્ત- યમરાજ-પાડા- સંશોધન એ સંસ્થા અનેરી સ્થપાય ”
  હવે ૨૧મી સદીમા ઘરડે ઘડે નીચેના કાંઠલા ચઢાવશો.તેના એપટીટ્યુટ ટેસ્ટમા નીચેના શબ્દોની ટીપ્પણી તૈયાર કરી
  ૧ વાસ્તવિક ભૂમંડલ
  ૨ વ્યૂઅર
  ૩ કીહોલ,
  ૪ઇંક
  ૫ ઉપગ્રહ ચિત્રાવલી
  ૬ હવાઈ છાયાંકન
  ૭ભૌગોલિક સૂચના પ્રણાલી
  ૮ ત્રિ આયામી
  ૯ ભૂમંડલ પ્રાપ્ત ચિત્રોં ના અધ્યારોપણ
  ૧૦ ધરતીના ચિત્રણ
  ૧૧ તીન વિભિન્ન અનુજ્ઞપ્તિયોં
  ૧૨ માઇક્રોસૉફ્ટ વિન્ડોજ઼ એક્સ પી અથવા વિસ્તા, મૈક ઓએસ એક્સ, લિનુક્સ ફાયરફૉક્સ , આઈ ઈ 6 (IE6) અથવા આઈ ઈ 7
  ૧૩આભાસી ભૂમંડલ
  ૧૪ ભૂસ્થાનિક
  ૧૫ સિંહાવલોકન
  ૧૬ વિનિર્દેશન
  ૧૭ રિઝોલ્યૂશન અને પરિશુદ્ધતા
  ૧૮ રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતા મુદ્દાઓ |
  ૧૯ ફ્લાઇટ સિમુલેટર |
  ૨૦ સહાયતા ખંડ .
  પછી
  “આપદાઓં” શોધી શકો કેગિએસ્લેંબેર્ગ, લેવરકુસેન, જર્મની કે ગિએસ્લેનબર્ગ, એન કે નજીક એ3 ઑટોબાહન પર એક સળગતી કાર
  અથવા
  સમુદ્ર તટ પર જહાજ ડૂબે છે.
  અને ચિત્રગુપ્તના ચોપડામાં નોંધશો.

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુબહેન,
   આપનો આ નવી જાણકારી અનુભવતો આશીર્વાદ રૂપી સંદેશ મન ભવન અને નવીનતમ શબ્દાવલી
   વાળો શુભ સંદેશ સુંદર છે આપનો ખુબ આભાર.

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s