Monthly Archives: મે 2011

સ્વાતંત્ર્ય સેનાનીનું જન્મ શતાબ્દી વર્ષ….કાવ્ય


 
સ્વાતંત્ર્ય સેનાનીનું જન્મ શતાબ્દી વર્ષ… કાવ્ય
 
======================================================================
 
ગામ જેસરવાનાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી મહીજીભાઈ મરઘાભાઈ પટેલ ૧૭ મે ૨૦૧૧ના રોજ
 
 સોમાં વર્ષમાં પ્રવેશ્યા. એક દેશદાઝ અને સેવાનીજાગૃત મૂર્તિ એવા આદરણીય શ્રી મહીજીકાકાને
 
 શત શત સલામ  સાથે જન્મ શતાબ્દી વર્ષની શુભ કામના……………..
 
 
જન્મ શતાબ્દી વર્ષમાં  “સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા ” પણ ચારેક લાખના ખર્ચે નીચે
 
 દર્શાવેલ ડીઝાઇન પ્રમાણે પેટલાદ તાલુકાના ધોરણ ૧ ના ૪૧૦૦ બાળકોના ” શાળા પ્રવેશોત્સવ ”
 
ટાણે સ્કુલ બેગો આપવાનું નક્કી કરેલ છે . સાથે સોજીત્રા તાલુકાની એક, બારસદ તાલુકામાં સંતોક્પુરા,
 
ગોરેલ નામણ અને ખંભાત તાલુકામાં બાન્ચ નંબર   ૬,૭,૮ અનેઓ.એન.જી.સી પાથમિક શાળા એમ
 
૪૫૦૦ શુલ બેગો  બનાવી આપવામાં આવશે.
 
 
 
જન્મ  શતાબ્દીની વધામણી આપવી હોય તો પત્ર નીચેના  સરનામે  લખશો.
=========================================================================
 
સ્વાતંત્ર્ય સેનાની શ્રી મહીજીભાઈ મરઘાભાઈ પટેલ
 C/O  =શ્રી હર્ષદભાઈ આર. સુથાર
મધુરમ…
મુકામ – જેસરવા, તા.-પેટલાદ, જીલ્લો- આણંદ…  ૩૮૮૪૫૦
ગુજરાત..
 
 

જો ઈમેઈલથી શુભેચ્છા સંદેશ મોકલવો હોય તો  નીચે મુજબ મેઈલ કરશોજી

 

 

=========================================================================
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
સ્વાતંત્ર્ય સેનાની મહીજીકાકાને કોટી કોટી વંદન હો 
 
સેવાના સમર્થ સેનાનીનું સ્વાસ્થ જીવન સુંદર હો
 
ઓગણીસો બારની સતરમી મેએ શાહપુરે જન્મ ધર્યો
 
માતૃશ્રી ગંગાબા ને પિતા મરઘાભાઈએ  આનંદ ભર્યો  
 
હિન્દ છોડો ચળવળમાં ઝંપલાવ્યું યરવડા જેલ તેડું આવ્યું
 
મહીનાભર જેલવાસ વેઠ્યો,દેશ સમાજ સેવાનું ઘેલું લાગ્યું
 
સોમાં વર્ષમાં પ્રવેશ્યા  સેવા કરવા હરદમ ડગલું ભરે
 
સેવા કાજે જેનું મન મોર બની હરદમ થનગનાટ કરે
 
રાખે નહિ આશ કોઈની હર કામકાજ  પોતાની જાતે કરે
 
સેવા કાજે જેનું મન મોર બની હરદમ  થનગનાટ  કરે
 
જેમ મેઘધનુષ્ય કદી સંતાય નહિ ઘનઘોર વાદળો માંહી
 
સેવા કાજે હરઘડી તૈયાર રહે સેવા માટે કદી બહાનાં નહિ
 
રાંધવું કપડાં ધોવાં સાફ સફાઈ  કરવી ના કોઈની આશ ધરે
 
આશ નહિ કોઈની ના કાર કે સ્કુટરની ખેવના પગપાળા ફરે
 
સ્વાતંત્ર્ય સેનાની અને તલાટી કમ મંત્રી કેરું પેન્શન  આવે
 
એ રકમથી આંધળાં બહેરાં મુગાંની શાળાઓમાં દાન કરાવે
 
ગરીબોને શિયાળામાં ધાબળા ઉનાળામાં છાસની પરબ કરે
 
રાતદિન સેવા કાજે એમનું મન મોર બની થનગનાટ  કરે
 
પેન્શની આવકમાંથી પુત્ર કે પોત્રોને એક પાઈ પણ NA  ધરે
 
ખાદીનાં ધોતી બાંડિયું સાથે પગેચંપલ ને થેલો ખભે  ભરે
 
જન્મ શતાબ્દી વર્ષની વધામણી આપને જીવન સવાયું બને
 
સ્વપ્ન કાવ્ય ગણગણે સ્વીકારજો વંદન મસ્તક ચરણે જ નમે 
 
====================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )  

નવો પક્ષ કેવો રચવો…. કાવ્ય


નવો  પક્ષ કેવો રચવો…… કાવ્ય
=============================================
 
બાબા રામદેવ અને અન્ના હજારે રાજકારણમાં આવવાની ના પડે છે
 
એટલે અમને થયું ચાલો એક નવી દુકાન ખોલીએ કેમ કે બેઠા કરતાં
 
બજાર ભલા…. વિના મૂડી રોકાણ વિનાનો ધંધો…..
============================================ 
 
 
 
અમને પણ  નવા  પક્ષ રચવાનો અનેરો રંગ લાગ્યો
 
ચર્ચા વિચારણા કરવા માટે  મિત્રોનો સહકાર માંગ્યો
 
બાબા રામદેવ ને અન્ના હજારે પક્ષ રચવાના નથી
 
એટલે અમને ચસ્કો ઉપડ્યો પક્ષ રચવા મથી મથી
 
નામ શું રાખવું એની વિચારણામાં ફરતા અહી  તહીં
 
પ્રજા સહાયક પક્ષ નામ  વિચાર્યું કોઈ કહે ખુબ કહી
 
શું નિશાન રાખીશું, ઝંડો કેવો ને કાર્યાલય રાખવું કંઈ
 
આ બધું એવું રાખવું નવલુંનવેલું બોલબાલા થઇ જઈ
 
વાચક મિત્રોને વિનંતી નામ,ઝંડા કાર્યાલય કહેશો ભઈ
 
સૂચનો સ્વીકારી હવે પછીના કાવ્યમાં કહેશું જશો નઈ
 
=============================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

ક્રુઝમાં અલાસ્કાની સફર …કાવ્ય


ક્રુઝમાં અલાસ્કાની સફર ….. (કાવ્ય)
===========================================
મારા વંદનીય વડીલો , માનવંતા મિત્રો અને વ્હાલા બહેનો
 
હમણાં નોર્વેજીયન સ્ટાર નામના ક્રુઝમાં અલાસ્કા ગયેલો તે
 
અંગે કાવ્ય રસ પીરસ્યો છે. છેલ્લા ૨૦-૨૫  દિવસથી આપના
 
બ્લોગમાં જઈ અભિપ્રાય આપી શક્યો નથી તે બદલ દિલથી
 
આપની માફી ચાહું છું…..
 
============================================
==================================================================
=====================================================================
તેરમાં મજલાનું દ્રશ્ય ……
=============================================
 
બન્યું કૈક એવું કે તરતા નગરમાં જઈ ચઢ્યો 
 
નોર્વેજીયન સ્ટારના ક્રુઝ પર અલાસ્કામાં ફર્યો 
 
વર્ષો જુના  હિમ ગ્લેશીયરે હેલીકોપ્ટરે  ઉતર્યો
 
સ્નો પીગળતાં બની જતા ઝરણાં જોઈ રહ્યો
 
ક્રુઝ કહો કે શીપ હતું જ એના તુટકે જ ગયો 
 
તેર મજલાના એ તરતા નગરે હર જગા ફર્યો
 
ચાર મજલા એમની સામગ્રી અને બીજું જ હતું
 
પાંચથી બાર મજલા કેબિનોથી ભરપુર જ હતું
 
રેસ્ટોરન્ટમાં અમેરિકન ચાઇનીઝ પંજાબી મળે
 
ભારતીય નેપાળી ફિલીપીન્સ કામ કરતા મળે
 
ત્રેવીસો માનવી સમાવવાની  ક્ષમતા એમાં જડે
 
અગિયારસો પચાસ ક્રુઝ મેમ્બર હસતા મુખે મળે
 
તેરમાં મજલે બાસ્કેટબોલ સ્વિમિગ  ઝકુઝી હોય 
 
કપડાં જ્વેલરી પેન્ટિગને પીણાંના બાર પણ હોય
 
થીયેટર અને કેસીનો સાથે હોટલો મળે અપરમ્પાર
 
જેને જે ખાવું હોય લઇ લે કોઈ પણ ના ટોકે  લગાર
 
કસરત કરવા જીમની સગવડ બાર લીફ્ટ  સોહાય 
 
તરતા નગરમાં ફરી  જવા માટે મન પણ લલચાય  
 
===========================================
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

મા ગુર્જરી ની આરતી….


   

       મા ગુર્જરી ની આરતી….

========================================================

 

માનવંતા વડીલો મિત્રો અને વ્હાલા બહેન સ્વર્ણિમ ગુજરાતની

ઉજવણી પસંગે ગરવા ગુજરાતની ગૌરવ ગાથા દર્શાવતી એક

નવીન આરતીની રચના કરી છે આશા છે કે આપને ગમશે અને

ગમતાનો ગુલાલ કરવા વધાવશો….. જય જય ગરવી ગુજરાત…

========================================================
 
(રાગ==== જય આધ્યા શક્તિ માં…….)
 
========================================================
 
જય જય ગુર્જરી મૈયા , માડી જય જય ગુર્જરી મૈયા,
 
નમામિ દેવી નર્મદે (૨) ઓમ જય જય ગુર્જરી મૈયા.
 
એકમે અમદાવાદ મૈયા, દિને દિને વિસ્તરતું, (૨)
 
પહેલ કરી ને રહેતું (૨) પાછુ ન કદી પડતું … …. …. …. ઓમ જય ગુર્જરી…
 
બીજે બહુચરાજી મૈયા, બાલારામ અતિ સુંદર, (૨)
 
રાધનપુર સાંતલપુર (૨) ખેડબ્રહ્મા , હિમતનગર ………..ઓમ જય ગુર્જરી…
 
ત્રીજે તીથલ ધામ મૈયા, સમુદ્ર શોભા સારી (૨)
 
તારાપુર ના ભૂલીએ (૨) છે એ ભાલની બારી …….. .    ઓમ જય ગુર્જરી…
 
ચોથે ચોટીલા મૈયા, માજી ચામુંડા સવારી, (૨)
 
ચરોતરની છે શોભા (૨) અમુલ બ્રાંડ ન્યારી ……… ….  ઓમ જય ગુર્જરી…
 
પાંચમે પોરબંદર , કીર્તિ મંદિરની બલિહારી (૨)
 
પાવાગઢ, પાલીતાણા(૨) પાટણ પ્રભુતા પ્યારી ………. ઓમ જય ગુર્જરી….
 
ષષ્ઠીએ શુકલતીર્થ , કબીરવડની કથા ન્યારી (૨)
 
શણગાર સજીને સોળે (૨) માં ખોડીયાર ખમકારી …….. . ઓમ જય ગુર્જરી….
 
સપ્તમીએ સારંગપુર , કષ્ટ ભંજન દાદા ભારી (૨)
 
સાસણ ના સાવજ તો (૨) ગીરનાર ગગન ધારી ……. … ઓમ જય ગુર્જરી….
 
અષ્ટમીએ અંબાજી મૈયા, અંકલેશ્વરે તેલ કુવા (૨)
 
જેસલ – તોરલ સમાધિ (૨) ભુજ અંજાર જોવા …….. … ઓમ જય ગુર્જરી….
 
નવમીએ નારાયણ સરોવર, ભાવનગર તો ભમ્યા (૨)
 
ગોંડલ રાજકોટ રહીને (૨) જામ રણજી જામનગરે જોયા  …ઓમ જય ગુર્જરી…..
 
દસમે દાંડી યાદ કરો , જાગી હતી જનતા સારી (૨)
 
સરદાર બન્યા બારડોલી (૨) પારસીનું નવસારી ………… ઓમ જય ગુર્જરી…..
 
એકાદશી અક્ષરધામ , ગાંધીનગર રાજધાની ધામ (૨)
 
મુખ્યમંત્રી જીવરાજને (૨) અમરેલી એમનું ગામ……………. ઓમ જય ગુર્જરી
 
દ્વાદશીએ દ્વારકા ડાકોર,બાવનગજ ધજા લહેરાય (૨)
 
સોમનાથ કેરા મંદિરે (૨) હર મહાદેવ સંભળાય ………. . ઓમ જય ગુર્જરી…
 
તેરસે તો તરણેતર નો , મેળો શામળાજી સાથ (૨)
 
મેઘાણીજી ને માણો (૨) સુરતના નર્મદનો નાદ ………… ઓમ જય ગુર્જરી….
 
ચૌદશે ચાણસ્મા ચુંવાળ, વડોદરા સંસ્કૃતિક નગરી (૨)
 
ભાગ્યું તોયે ભરૂચ (૨) નડિયાદ છે સાક્ષર નગરી …….. ..ઓમ જય ગુર્જરી…..
 
પૂનમે તો પાલનપુર, પેટલાદ સંસ્કૃત પાઠશાળા (૨)
 
જુનાગઢ ને સાપુતારા (૨) ગઢડા ઉઝા બરવાળા ………….ઓમ જય ગુર્જરી…
 
ખંભાત નવાબી શહેર , સંખેડા , ઇડર વખણાય (૨)
 
વીરપુર ને ગોધરા(૨) થર્મલ, ધુવારણ વીજળી થાય……… ઓમ જય ગુર્જરી…
 
વલ્લભ વડ રાસમાં, આઝાદી જંગે લડત લડાય (૨)
 
બોરસદમાં તો છાવણી (૨), સત્યાગ્રહમાં જ નખાય ………ઓમ જય ગુર્જરી…
 
શેઢી, ભોગાવો ને વાત્રક, મહી મચ્છુ સાબરમતી (૨)
 
રૂપેણ બનાસ ,વિશ્વામિત્રી (૨) તાપી ને સરસ્વતી …………..ઓમ જય ગુર્જરી…..
 
નીરમા, કેડીલા, નેનો ; આબાદ, સુમુલ ,દૂધ સાગર (૨)
 
કૃભકો,રિલાયન્સ,અંબુજા (૨) રીફાઇનરી ને ફર્ટીલાઈઝર ……ઓમ જય ગુર્જરી….
 
જનતાપરિષદ, સ્વતંત્ર , શાસક, સંસ્થા ને રાજપ (૨)
 
કિમલોપ ને મજપા (૨) સામ્યવાદી ને ભાજપ …………….ઓમ જય ગુર્જરી..
 
બળવંત,ચીમન છબીલ; હિતન્દ્ર શંકરને કેશુભાઈ (૨)
 
ઘનશ્યામ,અમર,નરેન્દ્ર (૨)માધવ, દિલીપ બાબુભાઈ ……….ઓમ .જય ગુર્જરી…
 
આરતી ટાણે  ગુજરાતની ,ઇન્દુચાચા કેમ  ભૂલાય (૨)
 
શહીદોની સાથમાં (૨) રવિશંકર દાદા ના વિસરાય …………ઓમ જય ગુર્જરી….
 
ભાવ ભક્તિ ઉભરાયે, વેપાર ને વિકાસ સધાય (૨)
 
ગાંધી, સરદાર તો આજે (૨) દેશ વિદેશ પૂજાય……………….ઓમ જય ગુર્જરી.
 
માં ગુર્જરી ની આરતી , હર ગુજરાતી તો ગાય (૨)
 
“સ્વપ્ન” હૈયે આજે (૨) જય ગરવી ગુજરાત થાય ……………ઓમ જય ગુર્જરી…
 
=================================================================
 
” સ્વપ્ન ” જેસરવાકર ( ગોવિંદ પટેલ )
 
(  નોધ;;;= કાવ્યના  પ્રાસ માટે મહાનુભાવો ને ટુકા નામથી સંબોધ્યા છે
 
                આ અંગે માફી બક્ષો એવી વિનંતી.)
“સ્વપ્ન “ના વંદન