મા ગુર્જરી ની આરતી….


   

       મા ગુર્જરી ની આરતી….

========================================================

 

માનવંતા વડીલો મિત્રો અને વ્હાલા બહેન સ્વર્ણિમ ગુજરાતની

ઉજવણી પસંગે ગરવા ગુજરાતની ગૌરવ ગાથા દર્શાવતી એક

નવીન આરતીની રચના કરી છે આશા છે કે આપને ગમશે અને

ગમતાનો ગુલાલ કરવા વધાવશો….. જય જય ગરવી ગુજરાત…

========================================================
 
(રાગ==== જય આધ્યા શક્તિ માં…….)
 
========================================================
 
જય જય ગુર્જરી મૈયા , માડી જય જય ગુર્જરી મૈયા,
 
નમામિ દેવી નર્મદે (૨) ઓમ જય જય ગુર્જરી મૈયા.
 
એકમે અમદાવાદ મૈયા, દિને દિને વિસ્તરતું, (૨)
 
પહેલ કરી ને રહેતું (૨) પાછુ ન કદી પડતું … …. …. …. ઓમ જય ગુર્જરી…
 
બીજે બહુચરાજી મૈયા, બાલારામ અતિ સુંદર, (૨)
 
રાધનપુર સાંતલપુર (૨) ખેડબ્રહ્મા , હિમતનગર ………..ઓમ જય ગુર્જરી…
 
ત્રીજે તીથલ ધામ મૈયા, સમુદ્ર શોભા સારી (૨)
 
તારાપુર ના ભૂલીએ (૨) છે એ ભાલની બારી …….. .    ઓમ જય ગુર્જરી…
 
ચોથે ચોટીલા મૈયા, માજી ચામુંડા સવારી, (૨)
 
ચરોતરની છે શોભા (૨) અમુલ બ્રાંડ ન્યારી ……… ….  ઓમ જય ગુર્જરી…
 
પાંચમે પોરબંદર , કીર્તિ મંદિરની બલિહારી (૨)
 
પાવાગઢ, પાલીતાણા(૨) પાટણ પ્રભુતા પ્યારી ………. ઓમ જય ગુર્જરી….
 
ષષ્ઠીએ શુકલતીર્થ , કબીરવડની કથા ન્યારી (૨)
 
શણગાર સજીને સોળે (૨) માં ખોડીયાર ખમકારી …….. . ઓમ જય ગુર્જરી….
 
સપ્તમીએ સારંગપુર , કષ્ટ ભંજન દાદા ભારી (૨)
 
સાસણ ના સાવજ તો (૨) ગીરનાર ગગન ધારી ……. … ઓમ જય ગુર્જરી….
 
અષ્ટમીએ અંબાજી મૈયા, અંકલેશ્વરે તેલ કુવા (૨)
 
જેસલ – તોરલ સમાધિ (૨) ભુજ અંજાર જોવા …….. … ઓમ જય ગુર્જરી….
 
નવમીએ નારાયણ સરોવર, ભાવનગર તો ભમ્યા (૨)
 
ગોંડલ રાજકોટ રહીને (૨) જામ રણજી જામનગરે જોયા  …ઓમ જય ગુર્જરી…..
 
દસમે દાંડી યાદ કરો , જાગી હતી જનતા સારી (૨)
 
સરદાર બન્યા બારડોલી (૨) પારસીનું નવસારી ………… ઓમ જય ગુર્જરી…..
 
એકાદશી અક્ષરધામ , ગાંધીનગર રાજધાની ધામ (૨)
 
મુખ્યમંત્રી જીવરાજને (૨) અમરેલી એમનું ગામ……………. ઓમ જય ગુર્જરી
 
દ્વાદશીએ દ્વારકા ડાકોર,બાવનગજ ધજા લહેરાય (૨)
 
સોમનાથ કેરા મંદિરે (૨) હર મહાદેવ સંભળાય ………. . ઓમ જય ગુર્જરી…
 
તેરસે તો તરણેતર નો , મેળો શામળાજી સાથ (૨)
 
મેઘાણીજી ને માણો (૨) સુરતના નર્મદનો નાદ ………… ઓમ જય ગુર્જરી….
 
ચૌદશે ચાણસ્મા ચુંવાળ, વડોદરા સંસ્કૃતિક નગરી (૨)
 
ભાગ્યું તોયે ભરૂચ (૨) નડિયાદ છે સાક્ષર નગરી …….. ..ઓમ જય ગુર્જરી…..
 
પૂનમે તો પાલનપુર, પેટલાદ સંસ્કૃત પાઠશાળા (૨)
 
જુનાગઢ ને સાપુતારા (૨) ગઢડા ઉઝા બરવાળા ………….ઓમ જય ગુર્જરી…
 
ખંભાત નવાબી શહેર , સંખેડા , ઇડર વખણાય (૨)
 
વીરપુર ને ગોધરા(૨) થર્મલ, ધુવારણ વીજળી થાય……… ઓમ જય ગુર્જરી…
 
વલ્લભ વડ રાસમાં, આઝાદી જંગે લડત લડાય (૨)
 
બોરસદમાં તો છાવણી (૨), સત્યાગ્રહમાં જ નખાય ………ઓમ જય ગુર્જરી…
 
શેઢી, ભોગાવો ને વાત્રક, મહી મચ્છુ સાબરમતી (૨)
 
રૂપેણ બનાસ ,વિશ્વામિત્રી (૨) તાપી ને સરસ્વતી …………..ઓમ જય ગુર્જરી…..
 
નીરમા, કેડીલા, નેનો ; આબાદ, સુમુલ ,દૂધ સાગર (૨)
 
કૃભકો,રિલાયન્સ,અંબુજા (૨) રીફાઇનરી ને ફર્ટીલાઈઝર ……ઓમ જય ગુર્જરી….
 
જનતાપરિષદ, સ્વતંત્ર , શાસક, સંસ્થા ને રાજપ (૨)
 
કિમલોપ ને મજપા (૨) સામ્યવાદી ને ભાજપ …………….ઓમ જય ગુર્જરી..
 
બળવંત,ચીમન છબીલ; હિતન્દ્ર શંકરને કેશુભાઈ (૨)
 
ઘનશ્યામ,અમર,નરેન્દ્ર (૨)માધવ, દિલીપ બાબુભાઈ ……….ઓમ .જય ગુર્જરી…
 
આરતી ટાણે  ગુજરાતની ,ઇન્દુચાચા કેમ  ભૂલાય (૨)
 
શહીદોની સાથમાં (૨) રવિશંકર દાદા ના વિસરાય …………ઓમ જય ગુર્જરી….
 
ભાવ ભક્તિ ઉભરાયે, વેપાર ને વિકાસ સધાય (૨)
 
ગાંધી, સરદાર તો આજે (૨) દેશ વિદેશ પૂજાય……………….ઓમ જય ગુર્જરી.
 
માં ગુર્જરી ની આરતી , હર ગુજરાતી તો ગાય (૨)
 
“સ્વપ્ન” હૈયે આજે (૨) જય ગરવી ગુજરાત થાય ……………ઓમ જય ગુર્જરી…
 
=================================================================
 
” સ્વપ્ન ” જેસરવાકર ( ગોવિંદ પટેલ )
 
(  નોધ;;;= કાવ્યના  પ્રાસ માટે મહાનુભાવો ને ટુકા નામથી સંબોધ્યા છે
 
                આ અંગે માફી બક્ષો એવી વિનંતી.)
“સ્વપ્ન “ના વંદન
Advertisements

18 thoughts on “મા ગુર્જરી ની આરતી….

  1. શ્રી ગોવિંદ કાકા,

    આ ગુજરાતની આરતીમાં આખા ગુજરાતની સફર કરવી દીધી આપે

    ગુજરાતનો એક પણ ખૂણો કે બીજા સ્થળો કે નેતાઓ ,પક્ષ સમાજના સેવકો ભૂલ્યા નથી..

    Like

  2. ગોવિંદભાઈ,

    ગુજરાતના ના ગુણગાન ગાતી યશોગાથા આરતીના સ્વરૂપમાં રચવી અને ગાઈ

    શકાય તવા રાગમાં.એ આપ જેવા ગરવા ગુજરાતી જ રચી શકે. વાહ રે વાહ

    ગુજરના ખૂણે ખૂણાને ચીવટથી સમાવ્યો છે. વાહ મારા સવાઈ ગુજરાતી. અભિનંદન.

    Like

  3. ભાઈશ્રી. ગોવિંદભાઈ

    સરસ આરતી સરસ પંકતિઓ સાથે બનાવેલ છે, મજા પડી ગઈ

    નીરમા, કેડીલા, નેનો ; આબાદ, સુમુલ ,દૂધ સાગર (૨)

    કૃભકો,રિલાયન્સ,અંબુજા (૨) રીફાઇનરી ને ફર્ટીલાઈઝર ……ઓમ જય ગુર્જરી….

    કિશોરભાઈ પટેલ

    Like

    1. આદરણીય શ્રી કિશોરભાઈ
      આપ આગણે પધારી અનેરો સંદેશ લાવ્યા તે બદલ આપનો ખુબ આભાર
      આપે આરતી ગાઈ અને માણી તે માટે ખુબ આભાર
      હું ક્રુઝમાં અલાસ્કા કેનેડા ગયો હતો તેથી જવબ આપવામાં મોડું થયું છે તે બદલ ક્ષમા ચાહું છું

      Like

  4. Govindbhai,
    I had come back to your Blog several times to read a New Post.
    I see my comment as the last comment for this “old Post”..& no new Posts.
    NOW….
    I know you are out of USA…
    If you are away, hope you have the best of time !
    DR. CHANDRAVADAN MISTRY

    Like

    1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ
      આપ આગણે પધારી અનેરો સંદેશ લાવ્યા તે બદલ આપનો ખુબ આભાર
      આપે આરતી ગાઈ અને માણી તે માટે ખુબ આભાર
      હું ક્રુઝમાં અલાસ્કા કેનેડા ગયો હતો તેથી જવબ આપવામાં મોડું થયું છે તે બદલ ક્ષમા ચાહું છું

      Like

  5. માં ગુર્જરી ની આરતી , હર ગુજરાતી તો ગાય (૨)

    “સ્વપ્ન” હૈયે આજે (૨) જય ગરવી ગુજરાત થાય ……………ઓમ જય ગુર્જરી…
    Govindbhai…
    Late again !
    મા ગુર્જરીની આરતી વાંચવા..ગાવા મોડો પડ્યો છું.

    તો, શું થયું ?

    આ આરતીમાં જે પીરસ્યું છે તે તો ગમે ત્યારે માણી શકાય.

    સુંદર !

    ડો. ચંદ્રવદન

    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Govindbhai..See you on Chandrapukar !

    Like

    1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ
      આપ આગણે પધારી અનેરો સંદેશ લાવ્યા તે બદલ આપનો ખુબ આભાર
      આપે આરતી ગાઈ અને માણી તે માટે ખુબ આભાર
      બહારગામ હોવાથી જવબ આપવામાં મોડું થયું છે તે બદલ ક્ષમા ચાહું છું

      Like

  6. શ્રી ગોવિંદભાઈ

    ગુજરાતના ખૂણે ખુબ ફરી વળી ગુજરાતના ગુણગાન ગાવામાં કાઈ બાકી રાખ્યું નથી.

    ઘેર બેઠા સમગ્ર ગુજરાત દર્શન થઈ શકે તેવું તદ્દન અનોખું ગીત ગુંજન ગાવાનો લ્હાવો મળ્યો

    અભિનંદન સાથે ખુબ ધન્યવાદ.

    Like

  7. ગોવિંદ રાજા,
    ગુજરાતની ગૌરવ ગાથા ગાતી આરતી એક અનોખા સ્તમ્ભ સમાન છે.

    વાહ ગોવિદ રાજા વાહ ગોવિંદ રાજા
    સુંદર શબ્દો સજાવ્યા(૨) ગાઈ ગુજરાત ગાથા…વાહ ગોવિંદ રાજા

    Like

  8. શ્રી ગોવિંદભાઈ
    જ્ઞાન સૌરભ અને વતન પ્રેમને બિરદાવતી એક અનોખી, શોધવા જઈએતો પણ ના મળે
    એવી ઉચ્ચ કૌશલ્ય ભરી કૃતિ. ખૂબ ખૂબ અભિનંદન..ઐતિહાસિક તથ્યોને સમાવવા માટે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ)
      આપના સ્નેહ અને પ્રેમથી ભરપુર સંદેશ દ્વારા મનમાં અનેરો ઉલ્લાસ વ્યાપી ગયો
      આના આશીર્વાદથી ભરપુર સંદેશ બદલ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s