Monthly Archives: જૂન 2011

લખપતિ બની ગયું આગણું રે લોલ…કાવ્ય


લખપતિ બની ગયું આગણું રે લોલ…કાવ્ય

=============================================

મિત્રો આદરણીય શ્રી રમેશભાઈ ( આકાશદીપ ) ના બ્લોગ પર

 

લાખ મુલાકતીઓનું આગમન થયું . અને શ્રીરમેશભાઈ લખપતિ

 

બની ગયા આ જોઈ મને એક વિચાર આવ્યો કે ચાલો તેમને

 

કાવ્યમય અભિનંદન આપીએ.

 

==============================================

આદરણીય શ્રી રમેશભાઈ (આકાશદીપ)ને હાર્દિક અભિનંદન

તેમનાં સ્પંદન ઉપાસના અને ત્રિપથગા એમ ત્રણ પુસ્તકો

પ્રગટ થયાં છે.

વાંચકો ફૂલ ( અભિનંદન) બરસાઓ આકાશદીપ આયા હે !

==============================================

 

મંગલ પ્રસંગ વર્તાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

મોઘા મહેમાન પધાર્યા મહામુલી ભેટ લાવ્યા

 

આગણું પાવન કીધું પ્રતિભાવનું નજરાણું દીધું

 

હૈયું  હરખથી  ઉભરાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

ગીત ગઝલ સોને મઢયાં કવિતાને હિરલે જડયાં

 

સમાચારને કાવ્યમાં ગુંથ્યા ભજનતો ભાવે રચ્યાં

 

અલંકાર લેતું અંગડાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

નામ રૂડું “આકાશદીપ” ધર્યું સાહિત્ય ક્ષેત્રે ડગલું ભર્યું

 

છંદ પણ ક્યારેક છલકાય વાંચી વાચકનું  મન મોહાય

 

પુસ્તકો તો પ્રગટ થાય લખપતિ બની ગયું આગણું રે લોલ

 

==============================================

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

જિંદગી એ શું છે ?


જિંદગી એ શું છે ? 
==============================================
 
જિંદગી એક પડકાર છે………………. એને ઝીલી લ્યો
 
જિંદગી એક અનમોલ ભેટ છે ……..એનું સ્વાગત કરો
 
જિંદગી એક સાહસ છે…………………એનો મુકાબલો કરો
 
જિંદગી એક વિષાદ છે………………..એને પાર કરો
 
જિંદગી એક કરુણાંતિકા છે……………એને મહેસુસ કરો
 
જિંદગી એક કર્તવ્ય છે………………..એનું પાલન કરો
 
જિંદગી એક રમત છે………………….એને રમી જાણો
 
જિંદગી એક રહસ્ય છે ……………….એને ઉકેલવા મથો
 
જિંદગી એક સંગીત છે………………..એને ગાઈ જાણો
 
જિંદગી એક અવસર છે………………એને આવકાર આપો
 
 જિંદગી એક મુસાફરી છે…………….એને પરિપૂર્ણ કરો
 
જિંદગી એક વચન છે………………..એને નિભાવી જાણો
 
જિંદગી એક પ્રેમ છે…………………..એનો આનંદ માણો
 
જિંદગી એક સોંદર્ય છે……………….એની કદર કરો
 
જિંદગી એક અનુભૂતિ છે……………એનો અનુભવ કરો
 
જિંદગી એક સંઘર્ષ છે……………….એનો સામનો કરો
 
જિંદગી એક સમસ્યા છે…………….એનો જવાબ શોધો
 
જિંદગી એક ધ્યેય છે………………..એને પ્રાપ્ત કરો
 
જિંદગી એક ફરજ છે…………………એનું સુપેરે પાલન કરો
 
જિંદગી અમુલ્ય ખજાનો છે…………એનું જીવની જેમ જતન કરો
 
જિંદગી પ્રેમ શાંતિનો સંદેશ છે…….એને વહેંચતા રહો
   
જિંદગી એક સ્વાભિમાન છે………..એને માટે અડગ રહો 
 
જિંદગી દેશાભિમાન છે………………એને માટે મારી ફિટો
 
જિંદગી પ્રભુની દેન છે……………….એ ઉપકાર કદીયે ના ભૂલો
 
જિંદગી જગત કલ્યાણ માટે છે…..એટલા માટે સ્વ નહિ પણ સર્વ  માટે જીવો 
 
======================================================
સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ)

કઈંક કરી છુટીએ …. કાવ્ય


કંઈક  કરી  છુટી…કાવ્ય
=============================================
 
મિત્રો જેને જેવી જરૂરિયાત હોય તેજ રીતે તેને આપી દાન
 
કરવું આવા અસંખ્ય દાન આપી શકાય અને છતાય નરસિહ
 
મહેતાના ભજન પ્રમાણે મન અભિમાન ના લાવે તે સાચો
 
ઇન્શાન કહેવાય.
 
=============================================
 
ભૂખ્યાને અન્નદાન આપજો , તરસ્યાને દો પાણીદાન
 
વસ્ત્રવિહીનને વસ્ત્રદાન દો ,માનહીનને દો સાચું  માન 
 
ભયભીતને અભયદાન દો, નિરાધારને દો આશ્રયદાન
 
શોકમગ્નને શાંતિદાન દો,  નિર્બળને દેજો   સેવાદાન 
 
દુઃખી-પીડિતને  ધૈર્યદાન દો, રોગીજનને  ઓષધદાન
 
પંથ ભૂલ્યાને માર્ગદાન દો, હતાશ દિલને આશાદાન
 
જ્ઞાનહીનને જ્ઞાનદાન દો , શંકિત મનને   શ્રધ્ધાદાન
 
ધર્મહીનને ધર્મદાન દો , નાસ્તિકને  દેજો ઈશ્વરદાન
 
જેને જેવી જરૂર હોય ત્યારે તેને દેજો તેનું જ દાન
 
સંતોષથી હરખાજો  પણ તેને ના ગણશો  અહેસાન
 
નિજને દાતા લેખાવીને  લેશ ઘટે નહિ જે અભિમાન
 
પ્રભુને આપ્યું પ્રભુના નામે , આપી છુટે એજ ઇન્શાન
 
=========================================
આ રચના કોઈ અજ્ઞાત કવિશ્રીની છે.
 
સંકલન==  સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

દુકાન ખોલાવી છે…કાવ્ય


દુકાન ખોલાવી છે…કાવ્ય
==============================================
માનવ જીવન એક ચોપાટ છે જેમાં કોઈની હાર તો
 
જીત થાય છે જે જીત પચાવી જાણે અને હારને ખુશીના
 
ખજાના મળ્યા હોય તેમ દિવાળી મનાવે ને માનવ જાતનો
 
સહારો બની દુખ ભગાડે તેવી વ્યવસ્થા કરે તે મહામાનવ.
================================================
 
આજે અમે જીવનની ચોપાટ એવી બિછાવી છે 
 
ફેંકી સોગઠાં ભાગ્ય કેરા રંગત કેવી જમાવી છે
 
કરશે ફેંસલો મુજ જીવન કેરી  રાહનો એજ
 
એક અનેરી દિલમાં આશ એવી જગાવી છે
 
કોઈ વખત જીતવું તો કોઈ વખત હારવું
 
હારમાં પણ અમે જીતની ખુશી મનાવી છે
 
હાર ને જીત એતો એક સિક્કાની બે બાજુ
 
જીતનારને દિલથી પુષ્પમાળા પહેરાવી છે
 
જીવનમાં જીત તો ક્યારેક મળી છે પણ
 
હારની હરપળમાં દિવાળી ખુબ દીપાવી છે
 
એક બીજાનો સથવારો બને માનવ માત્ર તો
 
માનવ દર્દો ભગાડવાની દુકાન ખોલાવી છે
 
=====================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

કોંગીજનો કહે છે……કાવ્ય


કોંગીજનો કહે છે…..  કાવ્ય
==============================================
મિત્રો હમણાં આઠ દશ દિવસથી ભજવતા નાટકમાં ગાંડા
 
દિગ્વિજય હતા અને  લલ્લુ લપોડશંખ સાથમાં આવી ગયા .
 
 જે કોંગ્રેસને ગાળો ભાંડતા તે હવે તેની સાથે…આ અંગે કોંગીજનો
 
 શું કહે છે તેને દર્શાવતું કાવ્ય..
 
================================================
 
         
 
 
 
તને કેમ કરીને પ્રેમ થયો એ વાતનો જ મને વહેમ થયો
 
કાંઈ અજુગતું તો નથીને કે પછી  મતલબનો પ્રેમ થયો
 
આટલી  બધી ડાહી વાતો  કરે ને ગાંડો કેમ ગરમ થયો
 
ફાડેલો છેડો તારો ત્યારે બકવાસ કરતો ને  નરમ થયો
 
અમારી પાસે પણ છે એક ગાંડો બોલવામાં બેફામ થયો
 
નામ દિગ્વિજય છે દરેક વાતે નિવેદનમાં બેશરમ થયો  
 
કેમ એકદમ પ્રેમ ઉભરાયો તે  લલ્લુ લખોટો રેશમ થયો
 
ક્યાંક ઘાસચારા કૌભાંડ કેપછી પ્રધાનપદનો ભરમ થયો
 
રમાડવા દરેકને સતા મેળવવી એ નહેરુવાદનો ધરમ થયો
 
ગાંધી કુટુંબ ચોખ્ખું  બીજા કૌભાંડી ભ્રષ્ટાચારી મરમ થયો.
 
===============================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

અમારો લલકાર છે…કાવ્ય


અમારો લલકાર છે….કાવ્ય

====================================================

માનવંતા મિત્રો પ્રજાએ  જરૂરિયાત માટે ઓફિસો ને કચેરીઓમાં ધક્કા  ખાવા

પડે. જયારે ચુંટણી પંચ દ્વારા મતદાર કાર્ડ ઘેર બેઠાં મળે અને પક્ષો તે દિવસે

તનતોડ મહેનત કરે આ કેવી વિરોધાભાષી વ્યવથા છે. તે અંગે કાવ્ય રચના

કરી છે આશા છે કે આપને ગમશે.

વડીલ દાદા મતદાર કાર્ડ બતાવી રહ્યા છે

============================================================

બાપાનો અર્થ રાજકારણમાં ૭૦ વર્ષથી વધુ વયના નેતાઓ એમ સમજવું.

જેમ કે મનમોહન બાપા. લાલ કૃષ્ણ બાપા.એમ…………

======================================================

==================================================

બાપુના દેશમાં બાબા બાપા અને બટકી કટકીના વ્યવહાર છે

જુઓ કેવા કેવા પક્ષો ને કેવી કેવી સરકારોનો આ પગથાર છે

ચૂંટણી પંચ મતદાર  કાર્ડ વહેચે  ત્યારે પોતાનો આપે સહકાર છે

ચૂંટણીના દિવસે મતદાન માટે વિના કાર્ડે આગ્રહની તકરાર છે

મતદાર કાર્ડ માટે જ  દોડતા પક્ષોની ખેવના કેમ  જવાબદાર છે

એ બધા એમજ ઈચ્છે કે કેમ કરીને રચાય જ અમારી સરકાર છે

સાભળ્યું તમે કોઈ દિન કે એમને રેશનકાર્ડ અપાવવા દરકાર છે

ક્યારેય યોજ્યો કેમ્પ ગામમાં વીજળી રસ્તા પાણી માટે તૈયાર છે

મતદાન કાર્ડ ઘેર બેઠાં મળે સુવિધા માટે પ્રશ્નો વાયદાની ભરમાર છે

એંશી ટકા જનતાનો પાણી વીજળી શિક્ષણ ને રેશનકાર્ડનો આધાર છે

ફરજીયાત મતદાનનો આગ્રહ કરવો  સતા મેળવવી આશા અપાર છે

પણ ફરજીયાત નાગરિકો ને સુવિધા આપો એવો અમારો લલકાર છે.

========================================================

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

સત્તા કેવા નેતાઓને હાથ લાગી રે…કાવ્ય


સતા કેવા નેતાઓને હાથ લાગી રે…..કાવ્ય

==============================================================

=============================================================

==============================================================

રામદેવજી કૂદયા ને મનમોહન રૂઠયા રામલીલામાં તો  તાંડવલીલા ભાળી રે

કુદકા દોડમાં આવે નંબર પહેલો ને બચવાને પહેરી  સલવારકમીઝ  સાડી રે

કપિલ એ કઈ જાતની પિલ છે ના સિમ્બોલ ના પ્રીક્શીપ્નની જરૂર  લાગી રે

નામ સુબોધ પણ બોધ ના લે જરાયે એની સહાય કોંગ્રેસે કેવી રીતે માગી રે

દેશ બહારનું નાણું ને મિલકતો રાષ્ટ્રીય સંપતિ જાહેર કરવા લડત આપી રે

બાબાજી પેલો ટાપુ  રાષ્ટ્રીય મિલકત જ ગણાય તો આપવા તમે છો   રાજી રે

તમારા બાળ કૃષ્ણ ગયા અંગત કામે તો ક્યાંક નેપાળમાં ગયા નથી  નાશી રે

ઉપવાસ માટે રામલીલાની શી જરૂર ઇન્ડિયા ગેટ જંતર મંતરની યાદ તાજી રે

જયાં છે બધાં દ્વાર એ હરદ્વારને મૂકી તમે શા માટે દિલ્હી દ્વારની વાટ ઝાલી રે

દેવતા સંતોની ભૂમિથી આહલેક જગાવાય પણ તમને હાઈટેકની લગની લાગી રે

મનભરી ભાંડી હતી  ગાળો   પાંચ વર્ષથી હતાં જુદાં તેમની અનેરી જોડી જામી રે

રામ હજુ અયોધ્યામાં ઉભા જ રહ્યા   ગંગા અભિયાનની ભુંગળો જોરથી વાગી રે

રાજઘાટે કર્યા ઉપવાસ કે ઠુમકા નિતિમતાની વાતો કરતા પક્ષને લગની લાગી રે

દુનિયામાં તમાશો સૌથી મોટા  લોકશાહી દેશમાં સતા કેવા નેતાઓની હાથ લાગી રે

======================================================================

સ્વપ્ન જેસરવાકર   (ગોવિંદ પટેલ) 

દિવાલે લખાવી દીધું છે…..કાવ્ય


દિવાલે લખાવી દીધું છે…..કાવ્ય
============================================= 
=================================================
રામરાજ્યના આદર્શનું બાપુના સ્વપ્નને મિટાવી દીધું છે 
 
પ્રજાની આશા ને અરમાનોના  સ્વપ્નને  જલાવી દીધું છે
 
પ્રજાના પૈસે બંગલામાં માલિકીપણું  પોતે લખાવી દીધું છે
 
પક્ષના નામે જમીનને બંગલા લઇ બધું  પચાવી દીધું છે
 
મફત રહેવાનું  જમવાનું  બીલ નહી એવું કરાવી દીધું છે
 
નોકર રસોઈયા અંગરક્ષક મફતમાં એવું ભણાવી દીધું છે
 
કેન્ટીનમાં પચીસની ડીશ મળે બસોનું ભથ્થું સેરવી લીધું છે
 
ફોન બીલ સરકાર ભરે છતાં રોકડું નાણું મેળવી લીધું છે
 
હજુ તો માગો વધતી જાય જમાઈ પદ ગણાવી  દીધું છે
 
દલા તરવાડીની વાડી સમજી બેઠા બાપીકું જણાવી  દીધું છે
 
જાગશે પ્રજા વશરામ ભુવાના ડંડા પડશે એ  ક્હાવી દીધું છે
 
ચેતી જાવ સમજી જાવ શાનમાં અમે દિવાલે લખાવી દીધું છે
 
===================================================
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

કિંમતી મત એમને આપી દીધો…કાવ્ય


કિંમતી મત એમને આપી દીધો…કાવ્ય
000000000000000000000000000000000000000000000000000000
 
આપના પવિત્ર અને કિંમતી મતને આપણે જાણે અજાણ્યે એવા
 
નેતાને આપી દઈએ છીએ જેનું ફળ સારા દેશે ભોગવવાનું આવે છે
 
=======================================================
—–=================================================
 
વાત થાય છે ભ્રષ્ટાચારની તો અમે પણ એના ભાગીદાર છીએ 
 
વિચાર્યા સમજ્યા વગર અમારો કિંમતી મત એમને આપી દીધો  
 
ના પરખ્યા ના જાણ્યા ના વિચાર્યા ના નાણ્યા
 
દારૂ ચવાણા ને પૈસાની લાલચે કીંમતી મત એમને આપી દીધો
 
વચનોને વાયદા એમના સાચા માની  લીધા
 
સગાવાદ ને પક્ષના ચિન્હ પર કિંમતી મત એમને આપી દીધો
 
રેલીઓમાં  પ્રવચને તાળીઓ જ પાડી  દીધી
 
ટીવી મિક્ષ્ચરની લાલચો  પર કિંમતી મત એમને આપી  દીધો
 
પૈસા લેતાં પકડાયા તો પૈસા આપી છૂટી ગયા
 
પ્રજા કરતા પક્ષ મહાન એવા છે કિંમતી મત એમને આપી દીધો
 
કામ કઢાવવા અમે પણ ગયાતા કચેરીમાં
 
ફોન કર્યો તો કહે પ્રસાદી ધરો એવાને કિંમતી મત આપી દીધો
 
ના સમજી અમોએ કિંમત પવિત્ર મતની
 
પીતળિયા નમુનાને  સિક્કો મારી એમને કિંમતી મત આપી દીધો
 
લુંટે દેશને અને લુંટે દેશની મિલકત જેઓ 
 
એવાના નામ પર સિક્કા જ મારી એમને કિંમતી મત આપી  દીધો
 
સમજો હવે ઓ ભવ્ય ભારતના નાગરિકો 
 
ખોટા સિક્કાને છોડી સાચા સમાજ સેવકને કિંમતી મત જરૂર દેજો 
 
0000000000000000000000000000000000000000000000000000000 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ) 

કેવો ને કેવી…કાવ્ય


કેવો ને કેવી ……કાવ્ય

===================================

એક નર અને નારી બજારમાં ફરવા નીકળે છે

તેમની વચ્ચે ચર્ચામાં કેવી લડાઈ થાય છે અને

તેઓ કોણ છે તેની રસપ્રદ  કાવ્યમાં રજૂઆત

000000000000000000000000000000000000000000000000

==========================================

એક કેવો ને કેવી ફરવા નીકળ્યાં હતાં બજારમાં

ત્યાં ચર્ચા ચાલી કેવા મારા તારા જેવા સંસારમાં

વાત હતી ચર્ચાની પણ વાત એવી વણસી  ગઈ

બેઉની વચ્ચે ચર્ચામાં કેવી તો લડાઈ  થઇ રઈ

કેવો કહે છે રુવાબ મારો તને તો કોઈ પૂછે નઈ

મોટા મોટા મને આચરે ફરે ચરે  ફાળકા જ  થઈ

કેવી કહે બધા  આચરે ને થાય મારો વધારો જઈ

કુકર્મો  તારાં  ભોગવવાનું મારે ન્યાય ક્યાંનો ભઈ

કેવો કેવો ક્યારનો કરું  ને  ફોડ જ પાડું છું  અઈ

કેવા ભાઇનું રૂપાળું નામ ભ્રષ્ટાચાર છે જ ભઈ

કેવી બહેન ગુસ્સામાં  છે ઝાલ્યાં રહેતાં જ નઈ

કેવી એટલે મોંઘવારી ને પ્રજા સમજો જરા ભઈ

88888888888888888888888888888888888888888

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ)