કિંમતી મત એમને આપી દીધો…કાવ્ય


કિંમતી મત એમને આપી દીધો…કાવ્ય
000000000000000000000000000000000000000000000000000000
 
આપના પવિત્ર અને કિંમતી મતને આપણે જાણે અજાણ્યે એવા
 
નેતાને આપી દઈએ છીએ જેનું ફળ સારા દેશે ભોગવવાનું આવે છે
 
=======================================================
—–=================================================
 
વાત થાય છે ભ્રષ્ટાચારની તો અમે પણ એના ભાગીદાર છીએ 
 
વિચાર્યા સમજ્યા વગર અમારો કિંમતી મત એમને આપી દીધો  
 
ના પરખ્યા ના જાણ્યા ના વિચાર્યા ના નાણ્યા
 
દારૂ ચવાણા ને પૈસાની લાલચે કીંમતી મત એમને આપી દીધો
 
વચનોને વાયદા એમના સાચા માની  લીધા
 
સગાવાદ ને પક્ષના ચિન્હ પર કિંમતી મત એમને આપી દીધો
 
રેલીઓમાં  પ્રવચને તાળીઓ જ પાડી  દીધી
 
ટીવી મિક્ષ્ચરની લાલચો  પર કિંમતી મત એમને આપી  દીધો
 
પૈસા લેતાં પકડાયા તો પૈસા આપી છૂટી ગયા
 
પ્રજા કરતા પક્ષ મહાન એવા છે કિંમતી મત એમને આપી દીધો
 
કામ કઢાવવા અમે પણ ગયાતા કચેરીમાં
 
ફોન કર્યો તો કહે પ્રસાદી ધરો એવાને કિંમતી મત આપી દીધો
 
ના સમજી અમોએ કિંમત પવિત્ર મતની
 
પીતળિયા નમુનાને  સિક્કો મારી એમને કિંમતી મત આપી દીધો
 
લુંટે દેશને અને લુંટે દેશની મિલકત જેઓ 
 
એવાના નામ પર સિક્કા જ મારી એમને કિંમતી મત આપી  દીધો
 
સમજો હવે ઓ ભવ્ય ભારતના નાગરિકો 
 
ખોટા સિક્કાને છોડી સાચા સમાજ સેવકને કિંમતી મત જરૂર દેજો 
 
0000000000000000000000000000000000000000000000000000000 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ) 
Advertisements

8 thoughts on “કિંમતી મત એમને આપી દીધો…કાવ્ય

 1. સાચી વાત છે

  અહીં જ્યારે ભેગા થ ઇ એ ત્યારે રાજકારણની ચર્ચા થાય જ

  અને

  પૂછીએ કે તમે કોને મત આપેલો?

  તો ઘણા ઓછા મત આપવા ગયા હોય

  .મંગળવારે વર્કીંગ ડે બ્લા બ્લા બ્લા

  Like

  1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુબહેન,

   ખરું કહ્યું આપે આ દેશમાં પણ લોકો મતદાર પ્રત્યે નીરસતા દાખવે છે

   જયારે આ ઉદાસીનતા આપણા દેશમાં ટકાવારીના પ્રમાણમાં વધુ છે.

   આપણા અમુલ્ય સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s